જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ

New Update
જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ - Connect Gujarat

મેષ (અ,લ,ઇ) કાયદાકીય બાબતોને કારણે ટૅન્શન થવાની શક્યતા છે. તમારી આર્થિક સ્થિતિ સુધરશે આમ છતાં નાણાખર્ચમાં વધારો તમારી યોજનાઓને પાર પાડવામાં અંતરાયો ઊભા કરશે. આજે જો તમે કોઈને સલાહ આપશો-તો તે મેળવવા માટેની તૈયારી પણ રાખજો. આજે તમારા હૃદયના ધબકારા તમારા પ્રિયપાત્રવા લય સાથે તાલ મેળવશે અને પ્રેમનું સંગીત રેલાવશે. તમે જો એક દિવસની રજા પર જતા હો તો તમારે ચિંતા કરવાની જરૂર નથી-કેમ કે તમારી ગેરહાજરીમાં બધી ચીજો સરળતાથી ચાલશે-જો-કોઈ-વિચિત્ર કારણસર-સમસ્યા સર્જાઈ-તો તમે પાછા ફરશો ત્યારે તેને સરળતાથી ઉકેલી લેશો. તમારી ચીજો પ્રત્યે બેદરકાર રહેશો તો તે ખોવાઈ શકે છે અથવા ચોરી થઈ શકે છે. એવી પૂરેપૂરી શક્યતા છે કે તમારી આસપાસના લોકો તમારા સંબધોમાં મતભેદ પાડવાની કોશિષ કરશે. બહારની વ્યક્તિની સલાહ મુજબ ચાલતા નહીં.

વૃષભ (,,) તમારૂં મોહિત કરનારૂં વર્તન ધ્યાન આકર્ષિત કરશે. સંયુક્ત સાહસો તથા શંકાસ્પદ આર્થિક યોજનાઓમાં રોકાણ કરતા નહીં. બિનજરૂરી દલીલો પરિવારમાં તાણ સર્જી શકે છે. યાદ રાખો દલીલો દ્વારા મેળવાયેલો કોઈપણ વિજય ખરા અર્થમાં વિજય નથી. શક્ય હોય ત્યાં સુધી તમારી તાકર્કિક શક્તિનો ઉપયોગ કરી તેને ટાળો. તમારા વડીલોની વાત સાંભળો તથા સમસ્યા ઉકેલવા શાંતિથી વિચારો. પ્રેમના આનંદની અનુભૂતિની શક્યતા છે. વ્યસ્ત રસ્તા પર તમે અનુભવશો કે તમે સૌથી નસીબદાર છો, કેમ કે તમારું પ્રિયપાત્ર સૌથી શ્રેષ્ઠ છે. તમને જો કોઈ દલીલબાજીમાં ખેંચવામાં આવે તો કોઈ કઠોર ટીકા કે ટિપ્પણી તમે ન કરો એની સાવચેતી રાખજો. તમને જો લાંબા સમયથી શાપિત હોવાની અનુભૂતિ થતી હોય તો આજે તમને આશીર્વાદ મળવાની અનુભૂતિ થશે.

મિથુન (,,) તમારૂં સ્વાસ્થ્ય અને દેખાવ સુધારવા માટેની બાબતો હાથ ધરવા માટે અઢળક સમય મળશે. આજે જેની અપેક્ષા હતી તેવા આર્થિક લાભ મળવામાં વિલંબ થશે. આર્થિક સ્થિતિ ચોક્કસ સુધરશે પણ પરિવારમાંના નવજાત શિશુના સ્વાસ્થ્ય માટે તબીબી મદદની જરૂર પડશે. તમારા પ્રિયપાત્ર સાથે શૉપિંગ માટે બહાર જાવ ત્યારે આક્રમક ન બનતા. વ્યાવસાયિક મીટિંગો દરમિયાન સ્પષ્ટવક્તા અને લાગણીશીલ બનતા નહીં-તમે તમારા હોલવા પર અંકુશ નહીં મૂકો તો તમે તમારી પ્રતિષ્ઠાને સરળતાથી નુકસાન કરી શકો છો. સંવાદ સાધવાની કળા આજે તમારૂં સુદૃઢ પાસું રહેશે. આજે કોઈપણ બાબત અંગે તમારા જીવનસાથીને ફરિયાદ કરતા નહીં, કેમ કે તે પહેલેથી જ ખરાબ મિજાજમાં છે અને આને કારણે તમારો દિવસ ખરાબ થઈ શકે છે.

કર્ક (,) પ્રશંસા કરીને તમને અન્યોની ખુશીનો આનંદ લો એવી શક્યતા છે. પ્રૉપર્ટીને લગતા સોદા સાકાર થશે તથા અકલ્પ્ય લાભ લાવશે. સ્કૂલ પ્રૉજેક્ટ પૂરો કરવા બાળકો તમારી મદદ માગી શકે છે. આજે તમે ડૅટ પર જવાના હો તો,વિવાદાસ્પદ મુદ્દા ઊભા કરવાનું ટાળો. તમે જાણતા હો એવી સ્ત્રી તરફથી કામની તકો આવશે. અણધાર્યો પ્રવાસ કેટલાક માટે દોડધામભર્યો તથા તાણયુક્ત સાબિત થઈ શકે છે. કોઆ સંબંધી તમને આજે સરપ્રાઈઝ આપી શકે છે, પણ એ તમારી યોજનાઓને બગાડી શકે છે..

સિંહ (,) – પરિવારના તબીબી ખર્ચમાં વધરાની શક્યતા નકારી શકાય નહીં. યોગ્ય સલાહ વિના મૂડીરોકાણ કરશો તો નુકસાન થવાની શક્યતા છે. પારિવારિક જવાબદારીઓનો ડુંગર ખડકાશે-તેના કારણે તમારા મગજ પર તાણ વધશે. તમારા પરિયપાત્ર દ્વારા કરાયેલી ટિપ્પણી અંગે તમે ખૂબ જ સંવેદનશીલ હશો-તમારી લાગણીઓને વશમાં રાખો અને કંઈપણ બિનજવાબદારીભર્યું ન કરતા જેનો તમને આગળ જઈને પસ્તાવો થાય. આજે તમારા હૃદયના ધબકારા તમારા પ્રિયપાત્રવા લય સાથે તાલ મેળવશે અને પ્રેમનું સંગીત રેલાવશે. તમારી યોજનાઓમાં છેલ્લી ઘડીએ ફેરફાર થાય એવો દિવસ. તમારા જીવનસાથી આજે તમારા લગ્નજીવન વિશે કડવાશ મહેસૂસ કરશે, તેની તરફ સંવંદનશીલ બનાવાનો પ્રયાસ કરજો.

કન્યા (,,) – માનસિક શાંતિ માટે તમારી જાતને કોઈ દાન કે સખાવતી પ્રવૃત્તિમાં સાંકળો. આર્થિક બાબતોને લગતી અસ્થિરતા તમારા મગજ પર તાણ નિર્માણ કરશે. સામાજિક કાર્યક્રમો વગદાર તથા મહત્વના લોકો સાથે સંબંધ સુધારવા માટેની શ્રેષ્ઠ તક સાબિત થશે. આજે એકાએક રૉમેન્ટિક મેળાપની આગાહી છે. આજે કામના દબાણ વચ્ચે શાંત થવા માટે તમને પૂરતો સમય ન મળે એવી શક્યતા છે. ટૅક્સ તથા વીમાને લગતી બાબતમાં ધ્યાન આપવાની જરૂર પડશે. કામના સ્થળે આજે પરિસ્થિતિ તમારી તરફેણમાં જણાય છે.

તુલા (,) - જરૂરર પડે તો પ્રતિબંધક દવા લો. કેમ કે તમારી રોગપ્રતિકારક શક્તિ નીચી છે. વિવિધ સ્થળેથી આર્થિક લાભ મળી રહેશે. અન્યો સાથે વાદ-વિવાદ તથા બોલાચાલી અને તેમનામાં અકારણ ભૂલો શોધવાનું ટાળો. પ્રેમ એ ઈશ્વરની પૂજા સમાન છે, તે ખૂબ ધાર્મિક તથા આધ્યાત્મિક બાબત પણ છે. આજે તમને એ બાબત સમજાશે. આજે તમે કામના સ્થળે તમારો પિત્તો ગુમાવી શકો છો. આથી તૈયાર રહેજો. પ્રવાસ કરવા માટે બહુ સારો દિવસ નથી. તમે અને જીવનસાથી કોઈક નાના મુદ્દા પર ઝઘડશો પણ લાંબા ગાળે આ બાબત તમારા લગ્નજીવનને નુકસાન કરશે. અન્યો જે કંઈ કહે છે અથવા સૂચવે છે તેના પર વિશ્વાસ ન રાખવા જેટલી તકેદારી રાખજો.

વૃશ્વિક (,) આપવાનો તમારો સ્વભાવ છૂપા આશીર્વાદ સમાન સાબિત થશે કેમ કે શંકા, નાહિંમત થવું, શ્રદ્ધાનો અભાવ,લાલચ, જોડાણ,અહંકાર તથા ઈર્ષા જેવા દુર્ગુણોથી તમને મુક્ત કરશે. તમારા મિત્રોની મદદથી આર્થિક મુશ્કેલીઓ હળવી થશે. કોઈપણ ભોગે ઘરની જવાબદારીઓ તરફ આંખ આડા કાન કરતા નહીં. તમારી વાણી પર અંકુશ રાખવાનો પ્રયાસ કરો કેમ કે તમારા કઠોર શબ્દો તમારા પ્રિયપાત્ર અને તમારા વચ્ચેની શાંતિ તથા સંબંધની સરળ ગતિને અસર કરી શકે છે. કામના સ્થળે તમારી ભૂલોનો એકરાર તમારી તરફેણમાં જશે. પણ એ કઈ રીતે સુધારવી તેનું પૃથ્થકરણ કરવાની તમારે જરૂર છે. તમે જેને હાનિ પહોંચાડી હોય તેની માફી તમારે માગવી જોઈએ. યાદ રાખો દરેક જણ ભૂલ કરે છે, પણ માત્ર મૂર્ખાઓ જ તેનું પુનરાવર્તન કરે છે. તમારામાંના પ્રચંડ આત્મવિશ્વાસનો લાભ લો અને બહાર નીકળીને નવા સંપર્કો તથા મિત્રો બનાવો. તમારા લગ્નજીવનમાં આજે તમારે મુશ્કેલ સમયનો સામનો કરવાનો આવી શકે છે.

ધન (,,,) – ગમગીનીને દૂર ફગાવી દો-જે તમારી આસપાસ ઘેરાઈ રહી છે તથા તમારા વિકાસમાં અંતરાય ઊભા કરી રહી છે. તમે ધાર્યા ન હોય એવા સ્થળેથી થનારો આર્થિક લાભ તમારા દિવસને ઝળકાવશે. બાળકો સાથેનો ઝઘડો માનસિક તાણમાં વધારો કરશે-તમારી જાતને એક તબક્કા કરતાં વધુ ખેંચશો નહીં કેમ કે કેટલાક મુદ્દાને ન સ્પર્શો એ જ શ્રેષ્ઠ છે. તમારી લાગણીઓ અભિવ્યક્ત કરવાનું તમને કદાચ મુશ્કેલ લાગશે. કામના સ્થળે તમારા પ્રતિસ્પર્ધીઓને આજે તેમના ખરાબ કામનો બદલો મળશે. વ્યપાર માટે હાથ ધરવામાં આવેલી મુસાફરી લાંબા ગાળે લાભદાયક પુરવાર થશે. લાગે છે કે આજે તમારા જીવનસાથી તમારાથી નારાજ છે અને તમને એની જાણ થયા વિના નહીં રહે.

મકર (,) – ગર્ભવતી માતાઓ માટે ખાસ સંભાળ રાખવાનો દિવસ. તમે જો બધું જ બરાબર કરશો તો આજે તમે વધારાના નાણાં કમાઈ શકશો. ઘરની જવાબદારીઓ તથા નાણાં માટે કકળાટ આજે તમારા વૈવાહિક જીવનને કલુષિત કરી શકે છે. કેટલીક ગેરસમજને કારણે તમારા પ્રેમી-પ્રેમિકા સાથેનો તમારો મુશ્કેલીમાં આવી શકે છે.તમારે યાદ રાખવું જોઈએ કે પ્રેમ એ ગંભીર બાબત છે આથી તેને હળવાશથી ન લો. કામના સ્થળે જો તમે વધુ પડતા ઉતાવળા કે ઉત્સાહી બનશો તો ગુસ્સાનું વર્ચસ્વ વધશે-કોઈપણ નિણર્ણય લેતા પહેલા અન્યોની જરૂરિયાતોને સમજવાનો પ્રયાસ કરો. પ્રવાસ તથા પર્યટન આનંદ લાવશે તથા શૈક્ષણિક પણ પુરવાર થશે. જો તમે મગજ શાંત નહીં રાખો તો, આજે તમે તમારા લગ્નજીવનમાં ખરેખર કશુંક ખોટું કરી નાખશો.

કુંભ (,,,) – તમારા વિનમ્ર વર્તનની સરાહના થશે. અનેક લોકો તમારા છુટ્ટા મોંએ વખાણ કરશે. સટ્ટા અથવા અણધાર્યા લાભ દ્વારા તમારી આર્થિક હાલત સુધરશે. ઘરમાં કેટલાક ફેરફારો તમને ખાસ્સા સંવેદનશીલ બનાવી દેશે- પણ તેમ તમારી લાગણીઓ અસરકારક રીતે જેમનું મહત્વ છે એવા લોકો સુધી પહોંચાડવામાં સફળ થશો. તમારી સામે કોઈ આજે પ્રેમનો પ્રસ્તાવ મૂકે એવી શક્યતા છે. રચનાત્મક પ્રકારના કામો સાથે સંકળાઓ. આજે તમારે મહત્વના મુદ્દા પર ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ. આજની સાંજ તમારા જીવનસાથી સાથે તમારા જીવનની સૌથી યાદગાર સાંજ બની રહેશે.

મીન (,,,) – તમારા ખભા પર ઘણી જવાબદારી આવી પડી છે અને નિર્ણય લેવા માટે મગજની સ્પષ્ટતા તમારી માટે મહત્વની સાબિત થશે. નાણાંનો અચાનક આવેલો પ્રવાહ તમારા બિલ તથા નિકટના ખર્ચને પહોંચી વળવામાં તમારી મદદ કરશે. પ્રેમ-સાથ સહવાસ તથા બંધનમાં વધારો થશે. નાનકડા મતભેદો ઊભા થવાને કારણે રૉમાન્સ પર તેની અસર પડશે. કામના સ્થળે આજે પરિસ્થિતિ તમારી તરફેણમાં જણાય છે. કાયદાકીય સલાહ મેળવવા માટે વકીલની મુલાકાત લેવા માટે સારો દિવસ. કેટલીક વાર ગુસ્સામાં તમે બધી જ બાબતો પર શંકા કરવા લાગો છો, જે ખોટું છે અને તમે તે જાણો છો. પણ આજે તમે તમારા વૈવાહિક બંધન પર જ શંકા કરશો.

Latest Stories