જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ

New Update
જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ - Connect Gujarat

મેષ (અ,લ,ઇ) ભાર તથા કોલેસ્ટ્રોલનું ઉચ્ચ પ્રમાણ ધરાવતો ખોરાક ટાળો. આજનો દિવસ છેલ્લો છે એ રીતે જીવવાના તથા મનોરંજન પાછળ વધુ પડતો ખર્ચ કરવાના તમારા વલણ પ્રત્યે ધ્યાન આપો. તમારા માતા-પિતાને ખુશ કરવામાં તમને મુશ્કેલી પડશે. હકારાત્મક પરિણામ આપવા માટે સમજવાનો પ્રયાસ કરો તથા પરિસ્થિતિને તેમના દૃષ્ટિકોણથી જોવાની કોશિષ કરો. તેઓ તમારી માવજત, પ્રેમ અને સમયને લાયક છે. તમારા પ્રેમી કે પ્રેમિકાની બિનજરૂરી માગ સામે ઝૂકતા નહીં. તમે જો પ્રવાસને લગતી કોઈ યોજના ઘડી હોય -તો તમારા સમયપત્રકમાં છેલ્લી ઘડીના ફેરફારને કારણે તે મુલત્વી રહેશે.

વૃષભ (બ,,ઉ) આજે તમારી પાસે સારો એઅવો સમય હશે આથી,તમારા સારા સ્વાસ્થ્ય માટે લાંબી વૉક પર જાવ. ખર્ચ પર અંકુશ મૂકો અને આજે તમારા ખર્ચમાં વધુ પડતા ઉડાઉ થવાનું ટાળો. સામાજિક પ્રવૃત્તિઓ આનંદનું માધ્યમ છે પણ તમારે તમારાર રહસ્યો અન્યો સાથએ શૅર કરવાનું ટાળવું જોઈએ. પ્રેમમાં સંતાપ સહન કરવો પડે એવી શક્યતા નકારી શકાય નહીં. આજે તમે નવા વિચારોથી તરબતર હશો તથા પ્રવૃત્તિની તમારી પસંદગી તમારી અપેક્ષા કરતાં અનેક ગણો વધારે લાભ અપાવશે.

મિથુન (ક,,ઘ) ભય તમારી ખુશીને હાનિ પહોંચાડી શકે છે. તમારે એ સમજવાની જરૂર છે કે એ તમારા જ વિચારો અને કલ્પનાનું ઉત્પાદન છે. તે સ્વયંસ્ફૂરિતાને મારી નાખે છે-જીવનના આનંદને નુકસાન કરે છે અને આપણી કાર્યક્ષમતાન પંગુ બનાવે છે-આથી એ તમને બીકણ બનાવે એ પૂર્વે જ તેને ઉગતો જ ડામો. આર્થિક સંકળામણથી બચવા માટે તમારા બજેટને વળગી રહો. મિત્રો સાથે તમે સારો સમય પસાર કરશો પણ વાહન ચલાવતી વખતે વધારે તકેદારી રાખજો. તમારા જુસ્સાને અંકુશમાં રાખો તેને કારણે તમારા પ્રેમ પ્રકરણમાં તકલીફ સર્જાઈ શકે છે. તમારા છૂપા શત્રુઓ તમારા વિશે અફવાઓ ફેલાવવા માટે ઉત્કંઠ હશે.

કર્ક (ડ,હ) આજે તમારી જાતને વધારે પડતી તાણશો નહીં-તમારા શરીરની પ્રતિકાર શક્તિ ઓછી લાગે છે અને તમને ચોકાકસપણે આરામની જરૂર છે. સંયુક્ત સાહસો તથા શંકાસ્પદ આર્થિક યોજનાઓમાં રોકાણ કરતા નહીં. તમારી નિકટના લોકો અંગત સ્તરે સમસ્યાઓ ઊભી કરશે. તમારો પ્રેમ સંબંધ જાદુઈ થઈ રહ્યો છે, બસ તેની અનુભૂતિને માણો. દિવસને શ્રેષ્ઠ બનાવવા તમે તમારા છૂપા ગુણોનો ઉપયોગ કરશો.

સિંહ (મ,ટ) – આજે તમે ખૂબ જ મુશ્કેલ પરિસ્થિતિ સંભાળી લેશો આ માટે તમારી ઈચ્છાશક્તિને વળતર અપાશે. લાગણીશીલ નિર્ણય લેતી વખતે તમારે તમારા મગજ પરનો કાબૂ ગુમાવવો નહીં. તમે જો અન્યોના શબ્દો પર ધ્યાન આપીને રોકાણ કરશો તો આજે આર્થિક નુકસાનની શક્યતા જોવાય છે. અદભુત દિવસ જ્યારે તમે ઈચ્છો છો એટલું લોકોનું ધ્યાન તમને મળશે-તમારી સામે એટલી બધી બાબતો હશે અને તમાંથી કઈ બાબત હાથ ધરવી તેની મીઠી મૂમંઝવણ તમને થશે. તમારા પ્રિયપાત્રના સોશિયલ-મિડિયા પરના છેલ્લાં કેટલાક દિવસોના સ્ટેટસ ચેક કરો, તમને એક સુંદર આશ્ચયર્ય મળશે.

કન્યા (પ,,ણ) – તમારા કામ પર ધ્યાન કેન્દ્રિત કરવામાં તમને મુશ્કેલી પડતી હોય તેવું લાગશે-કેમ કે તમારી તબિયત આજે બરાબર નથી. બૅન્કને લગતા કાર્યો ખૂબ જ તકેદારીપૂર્વક પાર પાડવાની જરૂર પડશે. તમારા નિર્ણયો બાળકો પર થોપવાથી તેઓ નારાજ થશે. એના કરતાં તેમને સમજાવો જેથી જેઓ સમજપૂર્વક તેનો સ્વીકાર કરે. આજે તમારા મધુર પ્રેમ જીવનમાં તમને અદભુતતાનો સ્વાદ માણવા મળશે.

તુલા (ર,ત) તમારા સ્વાસ્થ્યમાં સુધારો લાવે એવી બાબતો પર કામ કરવા માટે લાભદાયક દિવસ. લાંબા-ગાળાના લાભ માટે શેર્સ તથા મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરો. તમારી જાતને ઘરની પ્રવૃત્તિઓમાં વ્યસ્ત રાખો. એ દરમિયાન જ થોડોક સમય આનંદ-પ્રમોદની પ્રવૃત્તિઓમાં પણ ખર્ચો, જેથી વેગ જળવાઈ રહે તથા તમારૂં શરીર રિચાર્જ થાય. તમે જેને સૌથી વધુ ચાહો છો તે વ્યક્તિ પ્રત્યેનો તમારો ખરાબ અભિગમ તમારા સંબંધમાં અસંગતતા લાવી શકે છે. તમારૂં ચકોર નિરીક્ષણ તમને અન્યોથી આગળ રહેવામાં મદદ કરશે. કોઈ સંબંધી,મિત્ર અથવા પાડોશી આજે તમારા લગ્નજીવનમાં તણાવ પેદા કરી શકે છે.

વૃશ્વિક (ન,ય) - તમારા સ્વાસ્થ્યમાં સુધારો લાવવા તમારી ખાણી-પીણીમાં ફેરફાર કરો. તમે તમારી જાતને નવી રોમાંચક પરિસ્થિતિમાં જોશો-જે તમને આર્થિક લાભ પણ અપાવશે. મિત્રો, ધંધાકીય સાથીઓ તથા સંબંધીઓ સાથે કામ કરતા હો ત્યારે તમારા હિતોનું રક્ષણ કરો- કેમ કે તેઓ તમારી જરૂરિયાતો પ્રત્યે વિચારશીલ નહીં હોય. કોઈ પિકનિક સ્પૉટની મુલાકાત લઈ તમે તમારૂં પ્રેમ જીવન ઝળકાવી શકો છો. તમારા દેખાવ અને વ્યક્તિત્વને નીખારવા કરેલા પ્રયત્નો તમારા સંતોષ મુજબનું પરિણામ આપશે. આજનો દિવસ તમારા લગ્નજીવન માટે ખરેખર મહત્વનો છે.

ધન (ભ,,,ઢ) – મિત્રો સહકાર આપશે તથા તમને ખુશ રાખશે. તમારી પાસે હંગામી ધોરણે નાણાં ઉછીના લેવા માટે તમારો સંપર્ક કરનારાઓની અવગણના કરો. તમારો જિદ્દી સ્વભાવ તમારા માતા-પિતાની શાંતિને નુકસાન પહોંચાડી શકે છે. તમારે તમની સલાહ પર ધ્યાન આપવાની જરૂર છે. બધાને આહત કરવા કરતાં કહ્યાગરા બનવું સારૂં. એકાએક થયેલો રૉમેન્ટિક મેળાપ તમારા મિજાજને ખીલવશે. સારી તથા હચમચાવનારી ઘટનાઓનો દિવસ જે તમને મૂંઝાયેલા અને થાકેલા કરી મૂકશે. તમારા જીવનનો પ્રેમ, તમારા જીવનસાથી આજે તમને કોઈ અદભુત સરપ્રાઈઝ આપશે.

મકર (ખ,જ) – આજે તમારો આત્મવિશ્વાસ વધશે તથા તમારૂં આગળ વધવું નિશ્ચિત છે. આર્થિક બાબતોને લગતી અસ્થિરતા તમારા મગજ પર તાણ નિર્માણ કરશે. પરિવાર સાથેની સામાજિક પ્રવૃત્તિઓ ખૂબ જ આનંદપ્રદ હશે. પ્રેમનું સંગીત એને જ સંભળાય છે જેઓ તેમાં સતત ખોવાયેલા રહે છે. આજે તમને આ સંગીત સાંભળવા મળશે, જે તમને વિશ્વના તમામ ગીતો ભુલાવી દેશે. તમારી ચીજો પ્રત્યે બેદરકાર રહેશો તો તે ખોવાઈ શકે છે અથવા ચોરી થઈ શકે છે. લગ્ન એક આશીર્વાદ છે અને આજે તમને એનો અનુભવ થવાનો છે.

કુંભ (ગ,,,ષ) – તમારી ધીરજ ખોતા નહીં ખાસ કરીને મુશ્કેલીના સમયમાં. કેટલાક બાકી રહેલા મુદ્દા વધુ ઘેરા બનશે તથા ખર્ચનો મુદ્દો તમારા મગજમાં ઘુમરાયા કરશે. મિત્રો તથા સંબંધીઓ તમારા તરફથી વધુ ધ્યાનની અપેક્ષા રાખશે, પણ બહારના વિશ્વ તરફ દરવાજા બંધ કરી તમારી જાતને રાજવી રીતે ટ્રીટ કરવા માટેનો આ શ્રેષ્ઠ સમય છે. તમારા પ્રિયપાત્રના વર્તન અંગે તમે ખૂબ જ સંવેદનશીલ હશો-તમારા ગુસ્સા પર કાબૂ રાખો અને એવું કંઈપણ બિનજવાબદાર કરવાનું ટાળો જેનો પસ્તાવો તમને પછીથી તમારી આખી જિંદગી દરમિયાન થાય.

મીન (દ,,,થ) - જીવનને માણવા માટે તંમારી ઉમેદો ચકાસો. યોગની મદદ લો- જે તમને માનસિક, શારીરિક તથા આધ્યાત્મિક સ્વસ્થતાની જીવન કળા શીખવે છે જેથી તમે તમારી પ્રકૃતિ સુધારી શકો. કેટલાક લોકો માટે પ્રવાસ દોડધામભર્યો અને તાણયુક્ત પુરવાર થશે-પણ આર્થિક રીતે વળતર આપશે. તમારા ઘરનું દૃશ્ય કેટલીક હદે અણધાર્યું રહેશે. આજે તમારે તમારૂં શ્રેષ્ઠ વર્તન દાખવવું જોઈએ-કારણ કે આજે તમારા પ્રેમી-પ્રેમિકા આગાહી ન કરી યસક્યા એવા મૂડમાં હશે.

Latest Stories