જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ

જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ
New Update

મેષ (અ,લ,ઇ) – તાણ નાનકડી બીમારીમાં પરિણમી શકે છે. આરામદાયક મહેસૂસ કરવા માટે મિત્રો તથા પરિવારના સભ્યો વચ્ચે બેસો. તમારી બચતને તમે રૂઢિગત રોકાણમાં મુકશો તો નાણાં મેળવશો. નિકટના સંબંધી અથવા મિત્ર તરફથી સારા સમાચારથી દિવસ શરૂ થશે. રોમાન્સ રોમાંચક હશે-આથી તમે જેને પ્રેમ કરો છો એવી વ્યક્તિનો સંપર્ક કરો અને દિવસને શ્રેષ્ઠ બનાવો. તમને લાભ થવાની શક્યતા છે- જો તમે તમારા વિચારો યોગ્ય રીતે રજૂ કરશો તથા કામમાં તમારી દૃઢતા અને કટિબદ્ધતા દેખાડશો તો. આજે તમે નવા વિચારોથી તરબતર હશો તથા પ્રવૃત્તિની તમારી પસંદગી તમારી અપેક્ષા કરતાં અનેક ગણો વધારે લાભ અપાવશે.

વૃષભ (બ,વ,ઉ) રસ્તો ઓળંગતી વખતે ચેતતા રહેજો ખાસ કરીને લાલબત્તી હોય ત્યારે. કોઈકની બેદરકારી તમને હાનિ પહોંચાડી શકે છે. આર્થિક બાબતો માટે વધુ પડતી સાવચેતી તથા સંભાળ આજના દિવસનો મંત્ર છે. મિત્રો સહકાર આપશે પણ તમારા જીવનસાથી સાથે મતભેદને કારણે સર્જાતી નાનકડી સમસ્યા તમારા ઘરની શાંતિને અસર પડોંચાડી શકે છે. તમારો પ્રણય સાથીદાર તમારી ખુશામત કરશે-આ એકલવાયા વિશ્વમાં મને એકલો-એકલી ન મુકતા. તમારા ધ્યેયો સાધવા કરવા માટે સારો દિવસ.એકધારૂં કામ કરી તેમને ઝડપથી સાધી લેવા માટે તમારા શરીરને રિચાર્જ કરો. આ બાબતમાં તેમ તમારા મિત્રોની મદદ લઈ શકો છો.

મિથુન (ક,છ,ઘ) – મિત્ર સાથે મતભેદ તમને ગુસ્સાહાળા સ્વભાવનો કરી મુકશે બિનજરૂરી તાણ ટાળવા માટે તમારે તમારી લાગણીઓ પર અંકુશ રાખવો રહ્યો. નાણાંપ્રવાહમાં વધારો મહત્વની ખરીદી કરવી તમારી માટે આસાન બનાવશે. પરિવારના સભ્યો સાથે કેટલીક હળવાશભરી પળો વિતાવો. તમારા પ્રેમને કોઈ મહામૂલી જણસની જેમ તાજો રાખો. કાનું ટૅન્શને તમારા મગજને હજી પણ ઘેરો ઘાલ્યો છે જેને કારણે તમારી પાસે પરિવાર તથા મિત્રો માટે સમય નથી.

કર્ક (ડ,હ) – તમારા સ્વાસ્થ્યમાં સુધારો લાવે એવી બાબતો પર કામ કરવા માટે લાભદાયક દિવસ. સટ્ટા અથવા અણધાર્યા લાભ દ્વારા તમારી આર્થિક હાલત સુધરશે. આજે તમને જે ફાજલ સમય મળે તેનો લાભ લો અને તમારા પરિવારના સભ્યો સાથે પ્રેમભર્યો સમય વિતાવો. આજે તમે કોઈકનું દિલ તૂટતા અટકાવશો. નવા વિચારો ઉત્પાદક હશે. તમારી યોજનાઓમાં છેલ્લી ઘડીએ ફેરફાર થાય એવો દિવસ. આલિંગનના સ્વાસ્થ્યને લગતા લાભો વિશે તમે જાણતા જ હશો.

સિંહ (મ,ટ) – નિયત સમયાંતરે ઊભા થનારા અંતરાયો કેટલીક સમસ્યાઓ ઊભી કરશે. તમારા ચેત્તાતંત્રને કાયર્યશીલ રાખવા માટે સંપૂર્ણ આરામ લો. તમે કોની સાથે આર્થિક વ્યવહાર કરી રહ્યા છો તેની તકેદારી રાખજો. તમારા પરિવારના સભ્યો પ્રત્યે તમારો પ્રભુત્વભર્યા અભિગમને કારણે વિના કારણ દલીલો શરૂ થશે તથા ટીકાઓ પણ સર્જાઈ શકે છે. તમારા જીવનસાથીની નાદુરસ્ત તબિયતને કારણે આજે રૉમાન્સ પર અસર પડશે. આજનો દિવસ તમારા બધા માટે ખૂબ જ સક્રિય તથા સામાજિક પ્રવૃત્તિઓથી ભરેલો દિવસ રહેશે.-લોકો તમારી સલાહ લેવા આવશે તથા તમારા મોઢામાંથી બહાર આવતી દરેક વાત માન્ય રાખશે.

કન્યા (પ,ઠ,ણ) એવો દિવસ જ્યારે તમારા ચહેરા પર નિરંતર સ્મિત રહેશે અને અજાણ્યા લોકો પણ ઓળખીતા લાગશે. ખાસ લાભદાયક દિવસ જણાતો નથી-આથી તમારી આર્થિક સ્થિતિ તપાસો અને તમારા ખર્ચને ઘડાટો. મિજાજ જવો-એ બાબત ટાળી શકાય એવી નથી-પણ જેઓ તમને પ્રેમ કર છે અને જેમને તમારી દરકાર છે તેમને તમારાથી દુઃખ ન પહોંચે તે માટે તમારી જીભને વશમાં રાખો. તમારૂં પ્રિયપાત્ર તમારી પાસેથી ભેટ-સોગાદો ઉપરાંત તમારા સમયની પણ અપેક્ષા રાખશે. તમારામાં ઘણું બધું પ્રાપ્ત કરવાની ક્ષમતા છે-આથી તમારી સામે આવતી તકોની પાછળ લાગો. તમારા ભૂતકાળમાંથી કોઈએ આજે તમારો સંપર્ક કરશે અને તમારો દિવસ યાદગાર બની જશે.

તુલા (ર,ત) તાણ અને ટૅન્શન લેવાનું ટાળો કેમ કે તે તમારા સ્વાસ્થ્ય પર અસર પાડી શકે છે. મનોરંજન અથવા કૉસ્મૅટિક્સ સુધારા પાછળ વધુ પડતો ખર્ચ કરતા નહીં. પત્ની સાથે ઝઘડો માનસિત તાણ ભણી દોરી જઈ શકે છે. બિનજરૂરી તાણ લેવાની જરૂર નથી. આપણે જે બાબતને બદલી નથી શકવાના તેને તે જેમ છે તેમ જ સ્વીકારવી એ જ જીવનની મહાન બાબત છે. પ્રેમ અમર્યાદિત છે, પ્રેમ બેશુમાર છે, તમે આ વતો પહેલા પણ સાંભળી હશે. પણ આજે તમે તેનો અનુભવ કરશો. કામના સ્થળે પરિસ્થિતિ વિચિત્ર થઈ શકે છે, તમે અમુભવશો કે બધું જ તમારી વિરૂદ્ધ જઈ રહ્યું છે.

વૃશ્વિક (ન,ય) આનંદ-પ્રમોદ અને મોજ-મજાનો દિવસ. આજે તમારે જમીન, રિયલ એસ્ટેટ અથવા સાંસ્કૃતિક પ્રૉજેક્ટ્સને લગતી બાબતો પર ધ્યાન આપવું જોઈએ. હકારાત્મક તથા સહકાર આપનારા મિત્રો સાથે બહાર જાવ. આજે રૉમાન્‍સ માટે ગૂંચવણભર્યું જીવન છોડો. તમે જે કંઈ કામ કરો છો તેનું શ્રેય બીજાને ન લેવા દેતા. તમારા મનમાં જે હોય તે કહેતા ગભરાતા નહીં.

ધન (ભ,ફ,ધ,ઢ) –.તમારા જીવનસાથીનું વફાદાર હૃદય અને હિંમતવાન મનોબળ તમને કદાચ આનંદ આપશે. કમિશન,ડિવિડન્ડ અથવા રૉયલ્ટીઝમાંથી તમે લાભ મેળવશો. તમારૂં બાળક જેવું તથા નિદોર્ષ વર્તન પારિવારિક સમસ્યા ઉકેલવામાં મહત્વની ભૂમિકા ભજવશે. એકતરફી આકર્ષણ તમારી ખુશીઓને બરબાદ કરશે. તમારા પ્રેમ જીવનની બાબતમાં આજનો દિવસ અકલ્પ્ય છે. બસ પ્રેમ કરતા રહો. તમારા વાણી અને વર્તન અંગે દરકાર રાખો કેમ કે તમે કશુંક ભ્રામક કરશો તો સત્તામાંના લોકો એ અંગે બહુ સમજદારી નહીં દાખવે.

મકર (ખ,જ) – ગરદન -કમરમાં સતત દુખાવાથી તમે પીડાવ એવી શક્યતા છે. જો આ દુખાવા સાથે તમે સામાન્ય નબળાઈ પણ અનુભવતા હો તો તેની અવગણના કરશો નહીં. આજે આરામ મહત્વનો પુરવાર થશે. લાંબા ગાળાના કોઈપણ રોકાણ ટાળો તથા તમારા સારા મિત્ર સાથે કેટલીક ખુશીભરી ક્ષણો વિતાવો. તમારા દેખાવમાં તમે જે કેટલાક ફેરફારો કરશો તે તમારા પરિવારના સભ્યોને નહીં ગમે. આજે તમારા પ્રિયપાત્ર સાથે સારી રીતે વર્તજો. તમારી કારકિર્દીની શક્યતાઓને વધારવા માટે તમારી વ્યાવસાયિક શક્તિનો ઉપયોગ કરો. તમારી પ્રવૃત્તિઓના ક્ષેત્રમાં તમને અમર્યાદિત સફળતા મળવાની શક્યતા છે. પરિસ્થિતિ તમારા વશમાં કરવા તમારૂં બધું કૌવત કામે લગાડો. અન્યોના ગળે તમારી વાત ઉતારવાની તમારી આવડત ઊંચા લાભ અપાવશે.

કુંભ (ગ,શ,સ,ષ) અપાર ઊર્જા અને ઉત્સાહ તમને ઘેરી વળશે અને તમારી સામે આવનારી કોઈપણ તક તમે તમારા ફાયદા માટે ઉપયોગમાં લેશો. તમારો ખર્ચ તમારા બજેટની બહાર જતો રહેશે જેને કારણે તમારા કેટલાક ચાલી રહેલા પ્રૉજેક્ટ્સ અણધારી રીતે થંભી જશે. વધુ પડતો મૈત્રીપૂર્ણ વ્યવહાર ધરાવતા અજાણ્યા લોકોથી યોગ્ય અંતર રાખો. રૉમાન્સ માટે સારો દિવસ. તમને લાભ થવાની શક્યતા છે- જો તમે તમારા વિચારો યોગ્ય રીતે રજૂ કરશો તથા કામમાં તમારી દૃઢતા અને કટિબદ્ધતા દેખાડશો તો. તમને જો કોઈ દલીલબાજીમાં ખેંચવામાં આવે તો કોઈ કઠોર ટીકા કે ટિપ્પણી તમે ન કરો એની સાવચેતી રાખજો.

મીન (દ,ઝ,ચ,થ) - તમારી ઈચ્છાઓ પૂરી કરવા માટે અંગત સંબંધોનો દુરૂપયોગ તમારી પત્નીને ગુસ્સો અપાવશે. રિયલ એસ્ટેટમાં રોકાણ લલચાવનારૂં હશે. તમારે તમારો ફાજલ સ્ય બાળકોની સોબત માણવામાં વિતાવવો જોઈએ-આવું કરવા માટે તમારે નિયમિત બાબતો કરતાં કશુંક અલગ કરવાની જરૂર પડે તો એવું કરજો. તમારે તમારી શ્રૃંગારિક કલ્પનાઓ વિશે વધુ સપનાં જોવાની હવે જરૂર નથી, કેમ કે આજે તેમના સાકાર થવાની શક્યતા છે. તમે જો ઘણા સમયથી કામના સ્થળે મુશ્કેલી અનુભવતા હશો તો આજનો દિવસ ખરેખર સારો રહેશે.

#રાશિ ભવિષ્ય
Here are a few more articles:
Read the Next Article