જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ

New Update
7 ડિસેમ્બરનું રાશિ ભવિષ્ય,જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ

મેષ :- આજે તમે આશાવાદના જાદુઈ તબક્કા હેઠળ છો. મનોરંજન અથવા કૉસ્મૅટિક્સ સુધારા પાછળ વધુ પડતો ખર્ચ કરતા નહીં. પરિવારમાં તમારો પ્રભુત્વવાળો અભિગમ બદલવાનો સમય પાકી ગયો છે. તેમની સાથે સંપૂર્ણ સહકારપૂર્વક કામ કરી જીવનના ચડાવ-ઉતાર તેમની સાથે શૅર કરો. તમારો બદલાયેલો અભિગમ તેમને અમર્યાદ આનંદ આપશે. માત્ર સ્પષ્ટ સમજદારીથી તમે તમારી પત્નીને લાગણીશીલ ટેકો આપી શકશો. તમારા કેટલાક સારા કામ માટે આજે કામના સ્થળે તમારૂં સન્માન થશે. સારી તથા હચમચાવનારી ઘટનાઓનો દિવસ જે તમને મૂંઝાયેલા અને થાકેલા કરી મૂકશે. આજનો દિવસ તમારા જીવનની વસંત સમાન છે, રોમાન્સથી ભરપૂર અને એમાં માત્ર તમે અને તમારા જીવનસાથી.

વૃષભ :- તમારા બાળકનો દેખાવ તમને અનહદ આનંદ આપશે. આજ માટે તમારો સફળતા મંત્ર હોવો જોઈએ-તમારા નાણા એવા લોકોની સલાહ મુજબ રોકવા જોઈએ જેઓ કશુંક નવું કરવામાં માને છે તથા સારા અનુભવોને યાદ રાખો. દિવસના ઉત્તરાર્ધ માટે કશુંક ઉત્તેજનાસભર અને મનોરંજક વિચારી રાખો. પ્રેમ તથા રૉમાન્સ તમને ખુશખુશાલ મૂડમાં રાખશે. સાવચેતીપૂર્વક વાચ્યા વિના કોઈ બિઝનેસ અથવા કાનૂની દસ્તાવેજ પર સહી કરતા નહીં. તમારા વાણી અને વર્તન અંગે દરકાર રાખો કેમ કે તમે કશુંક ભ્રામક કરશો તો સત્તામાંના લોકો એ અંગે બહુ સમજદારી નહીં દાખવે. તમારા જીવનસાથી આજે તમને તેમની સારી બાજુ બતાવશે.

મિથુન :- તમને તમારા ટૅન્શનમાંથી મુક્તિ મળે એવી શક્યતા છે. અન્યોને પ્રભાવિત કરવા વધુ પડતો ખર્ચ ન કરી નાખતા. તમારા માતા-પિતા સાથે તમારી ખુશી વહેંચો. તેમની એકલાપણા તથા હતાશાની લાગણીને ઙૂંસી નાખી તેમને લાગવા દો કે તેમનું મહત્વ છે. એકમેક માટે જીવન ઓછું તકલીફદાયક બનાવવા સિવાય જીવવાનો અર્થ શો છે. રૉમાન્સ માટે સારો દિવસ. રચનાત્મક ક્ષેત્ર સાથે સંકળાયેલા લોકો માટે સફળતાભર્યો દિવસ કેમ કે લાંબા સમયથી જેની વાટ જોવાતી હતી તે નામના તથા સ્વીકૃતિ તેમને મળશે. તમે જો કોઈ પરિસ્થિતિથી દૂર ભાગશો-તો એ શક્ય હોય એટલી ખરાબ રીતે તમારો પીછો કરશે. આજે તમને અનુભૂતિ થશ કે તમારી જીવનસંગિની માટે તમારૂં મહત્વ કેટલું છે.

કર્ક :- તમારૂં અવિચારી વર્તન પત્ની સાથેના સંબંધો બગાડી શકે છે. કંઈપણ કરતા પહેલા તમારા વર્તનના પ્રત્યાઘાતો વિશે વિચારજો. શક્ય હોય તો તમારો મૂડ બદલવા ક્યાક બહાર જતા રહો. તમારી આર્થિક સ્થિતિ સુધરશે આમ છતાં નાણાખર્ચમાં વધારો તમારી યોજનાઓને પાર પાડવામાં અંતરાયો ઊભા કરશે. બાળકો શાળાને લગતા પ્રૉજેક્ટ્સ વિશે સલાહ માગી શકે છે. પ્રેમ જીવનમાં થોડીક મુશ્કેલી આવી શકે છે. કામના સ્થળે આજે તમે એક અદભુત વ્યક્તિને મળો એવી શક્યતા છે. અન્યોના ગળે તમારી વાત ઉતારવાની તમારી આવડત ઊંચા લાભ અપાવશે. તમારા જીવનસાથીની રૂક્ષતા તમને દિવસભર નારાજ કરી શકે છે.

સિંહ :- સ્વાસ્થ્ય સારૂં રહેશે. સૌથી અણધાર્યા સાધનોમાંથી તમે કમાણી કરો એવી શક્યતા છે. સંબંધીઓ તમારા દુઃખમાં ભાગ પડાવશે. તમારી સમસ્યાઓ તેમની સાથે બેફીકર થઈને શૅર કરો. તમે ચોક્કસ જ તેમને ઉકેલી શકશો. તમારૂં સ્મિત તમારા પ્રિયપાત્રની ખુશા માટેની અકસીર દવા છે. કેટલાક મહત્વના મુદ્દા સાથે કામ પાડવાની તમારી રીત કેટલાક સહ-કર્મચારીઓને નહીં ગમે-પણ તેઓ કદાચ આ વિશે બધું જ નહીં કહે- તમને જો એવું લાગે કે પરિણામો યોગ્ય અથવા તમે ઈચ્છો છો એવા નથી- તો તમારા યોજનાનું અવલોકન કરી તેમાં ફેરફાર કરવા એ બાબત સમજદારીનું કામ ગણાશે. તમારી તરફ મદદ માટે મીટ માંડનારાઓને તમે વચન આપશો. આજ પહેલા લગ્નજીવન આટલું અદભુત ક્યારેય નહોતું.

કન્યા :- તમારી બીમારી અંગે ચર્ચા કરવાનું ટાળો. બીમારી તરફથી તમારૂં ધ્યાન અન્યત્ર દોરવા તમારી જાતને કોઈક કામમાં પરોવો કેમ કે તમારી બીમારી વિશે તમે જેટલી વધારે વાતો કરશો એટલી જ તે વધુ વકરશે. તમે જાણો છો એવા લોકો દ્વારા આવકનો નવો સ્રોત ઊભો થશે. તમારા આશ્ચર્ય વચ્ચે તમારો ભાઈ તમારી મદદ આવશે. તમારે સહકાર આપી એકબીજાના સહયોગમાં કામ કરી એકમેકને ખુશ કરવાના રહેશે. યાદ રાખો સહકાર જીવનની મુખ્ય વસંત છે. પ્રેમમાં ઉતાવળિયું પગલું લેવાનું ટાળવું. કામના સ્થળે તમે આજે ખાસ હોવાની અનુભૂતિ કરશો. તમારાં જમા પાસાં તથા ભાવિ યોજનાઓનું પુનરાવલોકન કરવાનો સમય. તમારા સંબંધીઓ આજે તમારા સુખી લગ્નજીવનને થોડુંક નુકસાન પહોંચાડી શકે છે.

તુલા :- આજે તમે ઊર્જાથી તરબતર હશો અને તમે કશુંક અસાધારણ કરશો. તમારો ખર્ચ તમારા બજેટની બહાર જતો રહેશે જેને કારણે તમારા કેટલાક ચાલી રહેલા પ્રૉજેક્ટ્સ અણધારી રીતે થંભી જશે. સામાજિક કાર્યક્રમોમાં હાજર રહેવાની તકો મળવાની શક્યતા છે-જે તમને વગદાર લોકોના નિકટ સંપર્કમાં લાવી શકે છે. તમારા સ્મિતોનો કોઈ જ અર્થ નથી-હાસ્યનો કોઈ અવાજ નથી-હૃદય પણ થડકો ચૂકી ગયું છે કેમ કે તમે કોઈકનો સાથ મિસ કરી રહ્યા છો. તમારી સખેત મહેનતનું વળતર મળશે કેમ કે તમને પ્રમોશન મળવાની શક્યતા છે. નાણાંકીય લાભો વિશે વિચારતા નહીં કારણ કે લાંબા ગાળામાં તમે જ લાભાર્થી ઠરવાના છો. સંવાદ સાધવાની તમારી રીત તથા કામ કરવાનું કૌશલ્ય પ્રભાવિત કરનારા રહેશે. તમારા જીવનસાથી આજે તમારી જરૂરિયાતો સંતોષવામાં કદાચ ના પાડશે, જે સરવાળે તમને હતાશ કરી મુકશે.

વૃશ્ચિક :- સ્વાસ્થ્ય સારૂં રહેશે પણ મુસાફરી મુશ્કેલ તથા થકવનારી પુરવાર થશે. બૅન્કને લગતા કાર્યો ખૂબ જ તકેદારીપૂર્વક પાર પાડવાની જરૂર પડશે. પાડોશી સાથેનો ઝઘડો તમારો મૂડ બગાડી નાખશે. પણ તમારો મિજાજ ગુમાવતા નહીં કારણ કે આ બાબત બળતામાં ઘી ઉમેરશે. તમે સહકાર ન આપો તો કોઈ તમારી સાથે ઝઘડી જ શકે નહીં. એકતરફી આકર્ષણ તમારી ખુશીઓને બરબાદ કરશે. કામના સ્થળે તાણ આજે તમારા પર ભારે પડી શકે છે. થોડા અજાણ બનવાની કોશિશ કરો. કાયદાકીય સલાહ મેળવવા માટે વકીલની મુલાકાત લેવા માટે સારો દિવસ. તમારા જીવનસાથી સાથેના ઉષ્માભર્યાં સંબંધોને આજે ઠેસ પહોંચે એવી શક્યતા છે.

ધન :- તમે જો યોગ્ય આરામ નહીં લેતા હો તો તમને અત્યંત થાક લાગશે અને તમને વધારાની આરામની જરૂર પડશે. સંયુક્ત સાહસો તથા શંકાસ્પદ આર્થિક યોજનાઓમાં રોકાણ કરતા નહીં. તમારી મુલાકાતે આવનારા મહેમાનો તમારી સાંજ પર કબજો જમાવશે. તમને આજે પ્રેમની સુંદર ચોકલેટના સ્વાદ માણવા મળશે. કામના સ્થળે તમારી ભૂલોનો એકરાર તમારી તરફેણમાં જશે. પણ એ કઈ રીતે સુધારવી તેનું પૃથ્થકરણ કરવાની તમારે જરૂર છે. તમે જેને હાનિ પહોંચાડી હોય તેની માફી તમારે માગવી જોઈએ. યાદ રાખો દરેક જણ ભૂલ કરે છે, પણ માત્ર મૂર્ખાઓ જ તેનું પુનરાવર્તન કરે છે. પ્રવાસ તરત કોઈ પરિણામ નહીં લાવે પણ ભાવિ લાભ માટે તે સારો પાયો ચણશે. તમારા જીવનસાથીની આંતરિક સુંદરતા આજે બહાર આવશે.

મકર :- તમારી ખરાબ આદતો તમારી માટે મુશ્કેલીઓ સર્જશે. મોટી યોજનાઓ તથા વિચારો ધરાવતી વ્યક્તિ તમારૂં ધ્યાન આકર્ષિત કરશે-રોકાણ કરતા પહેલા એ વ્યક્તિની વિશ્વસનિયતા તથા સત્યતા ચકાસી લેજો પારિવારિક રહસ્યના સમાચાર તમને આશ્ચર્યચકિત કરશે. કામ બાકી હોવા છતાં રૉમાન્સ તથા સામાજિક બાબતો તમારા મગજ પર રાજ કરશે. તમને ધિક્કારનાર વ્યક્તિને તમે જો હૅલ્લો કહેશો તો કામના સ્થળે આજે દિવસ તમારી માટે ખરેખર અદભુત બની શકે છે. અણધાર્યો પ્રવાસ કેટલાક માટે દોડધામભર્યો તથા તાણયુક્ત સાબિત થઈ શકે છે. પરણેલા હોવાનો ખરો આનંદ તમે આજે જાણશો.

કુંભ :- તમારા જીવનને હળવાશથી લેતા નહીં, જીવનની દરકાર જ સાચી સમજ છે. તમારી બચતને તમે રૂઢિગત રોકાણમાં મુકશો તો નાણાં મેળવશો. તમારી સંતતિ માટે કશુંક ખાસ આયોજન કરો. એ વાતની તકેદારી રાખો કે તમારી યોજના વાસ્તવવાદી હોય જેથી તમે તેને હાંસલ-સાધ્ય કરી શકો. તમારી ભાવિ પેઢી તમને હંમેશાં આ ભેટ માટે યાદ રાખશે. તમારા પ્રિયપાત્રને કશું કઠોર ન કહેવાનો પ્રયાસ કરજો-અન્યથા તમારે પછીથી પસ્તાવું પડશે. તમારા કેટલાક સારા કામ માટે આજે કામના સ્થળે તમારૂં સન્માન થશે. આજે તમે જો પ્રવાસ કરવાના હો તો તમારે તમારી ભાષા અંગે વધારે તકેદારી રાખવાની જરૂર છે. તમારા જીવનસાથીની તબિયતમાં બગાડને કારણે તમારૂં કેટલુંક કામ ખોરંભે ચડી શકે છે.

મીન :- મિત્રો તમારો પરિચય કોઈક ખાસ વ્યક્તિ સાથે કરાવશેજે તમારા વિચારો પર નોંધપાત્ર અસર છોડશે. તમે જો થોડા વધુ નાણાં મેળવવા માર્ગ શોધી રહ્યા હો તો-સુરક્ષિત આર્થિક યોજનાઓમાં રોકાણ કરો. પારિવારિક વાતાવરણ જાળવવા તથા તેને કલુષિત ન કરવા તમારે તમારા ગુસ્સા પર કાબૂ મેળવવાની જરૂર છે. પ્રેમ પ્રકરણમાં ગુલામની જેમ વર્તશો નહીં. દિવાસ્વપ્નો જોવાથી તમારી પડતી થશે-તમારા કામ કરવા માટે અન્યો પર મદાર ન રાખતા. સીધા પ્રાપ્ત ન થયા હોય એવા સમાચારની ફેર ચકાસણી કરી લેવી. તમારા વ્યસ્ત સમયપત્રકને કારણે તમારા જીવનસાથી તમારી વફાદારી પર શંકા કરશે, પણ દિવસના અંતે તેને આ વાત સમજાશે અને તે તમને આલિંગન આપશે.

Latest Stories