જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ

New Update
જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ - Connect Gujarat

મેષ :- તમારા પરિવારની લાગણી સમજીને તમારા ગુસ્સા પર કાબૂ રાખો. તમારી આર્થિક બાબતો અંગે તમે વધારે પડતા ઉદાર રહ્યા તો તમારી માટે મુશ્કેલી સર્જાઈ શકે છે. તમારી પત્ની પરનો કામનો બોજ ઘટાડવા ઘરના કામકાજમાં તેની મદદ કરજો. આ બાબત શૅરિંગ તથા આનંદની લાગણીને પ્રોત્સાહિત કરશે. તમારા પ્રિયપાત્ર સાથે પિકનિક પર જઈ તમારી અમૂલ્ય ક્ષણોને ફરીથી જીવો. પ્રવાસ કરવાના હો તો એ વાતની ખારતરી કરી લે જો કે તમામ મહત્વના દસ્તાવેજો તમારી સાથે છે. બધા જ ઝઘડા અને ગેરસમજ બાજુ પર મુકી તમારા જીવનસાથી તમને પ્રેમથી આલિંગન આપશે ત્યારે જીવન ખરેખર ઉત્સાહથી સભર હોવાનું તમને વાગશે.

વૃષભ :- તમારો માયાળુ સ્વભાવ આજે અનેક ખુશીભરી ક્ષણો લાવશે. આર્થિક સમસ્યાઓ રચનાત્મક રીતે વિચારવાની તમારી ક્ષમતાને હાનિ પહોંચાડશે. તમે સમસ્યાઓ ઉકેલવાનો પ્રયાસ કરશો તેનાથી મિજાજ અને યોજનાઓમાં પરિવર્તનનો પ્રભાવ વધશે. ચેતતા રહેજો કોઈક તમારી સાથે ખોટી પ્રણયચેષ્ટાઓ કરશે. નિંદા-કૂથલી તથા અફવાઓથી દૂર રહો. આજે તમે તમારા જીવનસાથીની કઠોર અને બિનધાસ્ત બાજુનો અનુભવ કરશો, જે તમને અસ્વસ્થ કરી મુકશે..

મિથુન :- સ્વાસ્થ્ય બરાબર રહેશે. રોકાણ કરવા માટે તથા સટ્ટામાં પડવા માટે દિવસ સારો નથી. સદાય વાંક કાઢતા રહેવાનો તમારો સ્વભાવ તમારા બાળકનું વર્તન બગાડી શકે છે. તમારી જાતને કાબૂમાં લઈ બાળકને બચાવવું એ સમયની માગ છે. પ્રેમ જીવન આજે વિવાદાસ્પદ બની શકે છે. લાભદાયક દિવસ કેમ કે બાબતો તમારી તરફેણમાં આવતી હોય તેવું લાગશે અને તમે જાણે વિશ્વની ટોચે પહોંચી ગયા હો એવું અનુભવશો. તમારા જીવનસાથીનું વર્તન આજે તમારા વ્યાવસાયિક સંબંધો બગાડી શકે છે.

કર્ક :- મુશ્કેલીમાં હોય એવી કોઈ વ્યક્તિની મદદ કરવા તમારી ઊર્જાનો ઉપયોગ કરો. યાદ રાખો- આ નાશવંત શરીરનો શો ઉપયોગ જો તેનો તે અન્યોના ભલા માટે ન વાપરીએ. એક નવો આર્થિક સોદો પાર પડશે અને નાણાંનો નવો ધોધ વહેતો થશે. પારિવારિક મોરચે કેટલીક સમસ્યાઓ પરિવારની શાંતિ તથા સ્વસ્થ વાતાવરણને ખોરવી નાખશે. તમારા જુસ્સાને અંકુશમાં રાખો તેને કારણે તમારા પ્રેમ પ્રકરણમાં તકલીફ સર્જાઈ શકે છે. સાવચેતીભર્યાં પગલાંનો દિવસ-જ્યારે તમને મગજ કરતાં દિલની વધુ જરૂર પડશે. તમારા જીવનસાથીની તબિયત બગડતી તબિયતને કસારણે તમે આજે તાણ હેઠળ રહેશો.

સિંહ :- તમારી આસપાસના લોકો તમને ખૂબ જ અપેક્ષાયુક્ત લાગશે-તમે આપી શકો તે કરતાં વધારનું વચન આપતા નહીં-અને અન્યોને ખુશ કરવા તમારી જાતને થકાવટની હદ સુધી ન ખેંચતા. આર્થિક બાબતોને લગતી અસ્થિરતા તમારા મગજ પર તાણ નિર્માણ કરશે. પારિવારિક જવાબદારીઓ પર તાકીદે ધ્યાન આપવાની જરૂર છે. તમારા તરફથી બેદરકારી મોંઘી સાબિત થઈ શકે છે. આજે તમારા પ્રિયપાત્ર સાથે સારી રીતે વર્તજો. તમને ગેરમાર્ગે દોરવાનો પ્રયાસ કરનાર અથવા તમને નુકસાન કરે એવી ખોટી માહિતી આપતી વ્યક્તિથી ચેતતા રહેજો. આજે મુશ્કેલ પરિસ્થિતિમાં તમને ટેકો આપવામાં તમારા જીવનસાથી ખાસ રસ નહીં દેખાડે.

કન્યા :- અસીમ જીવનની મહાન ભવ્યતાને માણવા માટે તમારા જીવનને વધુ ઉત્કૃષ્ટ બનાવો. ચિંતાની ગેરહાજરી આ દિશામાં પ્રથમ પગલું છે. ધંધામાં ઉધાર માગવાના ઈરાદે તમારો સંપર્ક કરનારાઓની અવગણના કરો. તમારા નવા પ્રૉજેક્ટ્સ તથા યોજનાઓ વિશે તમારા ભાગીદારને વિશ્વાસમાં લેવા માટે પણ આ સમયગાળો સારો છે. આનંદ આપીને તથા ભૂતકાળની ભૂલોને માફ કરીને તમે તમારા જીવનને લાયક બનાવશો. તમને જો કોઈ દલીલબાજીમાં ખેંચવામાં આવે તો કોઈ કઠોર ટીકા કે ટિપ્પણી તમે ન કરો એની સાવચેતી રાખજો. સામાન્ય લગ્નજીવનમાં આજનો દિવસ સ્વાદિષ્ટ મીઠાઈ જેવો બની રહેશે.

તુલા :- ગર્ભવતી મહિલાઓ તેમના સ્વાસ્થ્યની વધુ તકેદારી રાખે. રિયલ એસ્ટેટ અને આર્થિક વ્યવહારો માટે સારો દિવસ. તમારા પરિવારના સભ્યો રાઈનો પહાડ બનાવી મુકે એવી શક્યતા છે. તમારો પ્રેમ સંબંધ જાદુઈ થઈ રહ્યો છે, બસ તેની અનુભૂતિને માણો. એવા ઉતાવળા નિર્ણય લેતા નહીં, જેનાથી જીવનમાં આગળ જતાં તમને તેના વિશે અફસોસ થાય. આજે તમને વિશ્વમાં સૌથી પૈસાદાર હોવાની અનુભૂતિ થશે, કેમ કે તમારા જીવનસાથી તમારી સાથે એવું વર્તન કરશે.

વૃશ્ચિક :- મિત્રો સહકાર આપશે તથા તમને ખુશ રાખશે. વિવિધ સ્થળેથી આર્થિક લાભ મળી રહેશે. તમારા માતા-પિતાને તમારી માટે ગેરસમજ થવાની શક્યતા છે કેમ કે તમે તમારો મુદ્દો માંડવામાં નાકામિયાબ રહ્યા છો.એ વાતની તકેદારી રાખો કે તમે તમે એ વાત તેમના સુધી યોગ્ય રીતે પહોંચાડી શકો. તમારા પ્રેમની બિનજરૂરી માગણીઓ સામે ઝૂકતા નહીં. આઉટસ્ટૅશન પ્રવાસ આરામદાયક નહીં હોય-પણ તે તમને મહત્વના સંપર્કો બનાવવામાં મદદરૂપ થશે. સંબંધીઓને કારણે તમારી વચ્ચે તકરાર થવાની શક્યતા છે, પણ દિવસના અંતે બધું જ સુંદર રીતે આટોપવામાં તમે સફળ રહેશો.

ધન :- તમે તમારા હકારાત્મક અભિગમ તથા આત્મવિશ્વાસ દ્વારા તમારી આસપાસના લોકોને પ્રભાવિત કરો એવી શક્યતા છે. તમારી રચનાત્મક પ્રતિભાનો યોગ્ય ઉપયોગ લેવાશે તો તે ખૂબ જ આકષર્ષક સાબિત થશે. જિદ્દી સ્વભાવ ખાસ કરીને મિત્રવર્તુળમાં ટાળવો. એ તમને મોંઘું પડી શકે છે કેમ કે તેને કારણે સંબંધો ગંભીર જોખમ હેઠળ આવી શકે છે. ભેટ-સોગાદો પણ આજે તમારા પ્રિયપાત્રનો મૂડ બદલવામાં મદદરૂપ નહીં થાય. સાનુકૂળ ગ્રહો તમને આજે ખુશ થવાના અનેક કારણો આપશે. તમને તમારા જીવનસાથી સાથેના લાગણીના બંધન વિશે આજે શંકા થશે, જે ખૂબ જ ખોટું નિરીક્ષણ હશે.

મકર :- સામાજિક જીવન કરતાં સ્વાસ્થ્યને પ્રાથમિકતા આપજો. લાંબા ગાળાથી આવવાના બાકી નાણાં અથવા કોઈને ઉછીની આપેલી રકમ પરત આખરે પરત મળશે. મિજાજ જવો-એ બાબત ટાળી શકાય એવી નથી-પણ જેઓ તમને પ્રેમ કર છે અને જેમને તમારી દરકાર છે તેમને તમારાથી દુઃખ ન પહોંચે તે માટે તમારી જીભને વશમાં રાખો. આજે રૉમાન્સની આશા નથી. તમને ગેરમાર્ગે દોરવાનો પ્રયાસ કરનાર અથવા તમને નુકસાન કરે એવી ખોટી માહિતી આપતી વ્યક્તિથી ચેતતા રહેજો. આજનો દિવસ સારો જોય એવું તમે ઈચ્છતા હો તો, તમારા જીવનસાથીનો મિજાજ ખરાબ હોય ત્યારે એકપણ શબ્દ ઉચ્ચરતા નહીં.

કુંભ :- માતા-પિતાની તબિયત ચિંતા કરાવી શકે છે. સટ્ટાકીય પ્રવૃત્તિ જોખમી પુરવાર થશે-આથી તમામ રોકાણો સંપૂર્ણ તકેદારી રાખીને કરવા. તમારી ખાનગી માહિતી તમારા જીવનસાથી સાથે શૅર કરતા પહેલા વિચારજો. શક્ય હોય તો. એવું કરવલાનું ટાળજો કેમ કે તે આ વાત કોઈક અન્યને જણાવી શકે છે. રૉમાન્સ આનંદદાયક તથા અત્યંત આકર્ષક રહેશે. મજા માટેની ટ્રીપ સંતોષકારક રહેશે. તમારા જીવનસાથી આજ તમને વખાણશે, તમારા વિશે સારી વાત કરશે અને તમારા પ્રેમમાં નવેસરથી પડશે.

મીન :- તમે કોઈક વિચિત્ર પરિસ્થિતિમાં સપડાઈ જાવ તો નિરાશ ન થતા. જેમ ભોજનમાં સ્વાદ મીઠાને આભારી છે તેમ સાચા આનંદનું મૂલ્ય સમજવા માટે કેટલીક તકલીફ પણ જરૂરી છે. તમારા મૂડને બદલવા સામાજિક મેળાવડામાં હાજરી આપો. તમારા ઘરને લગતું રોકાણ ફાયદાકારક પુરવાર થશે. તમારો વિનોદી સ્વભાવ તમારી આસપાસનું વાતાવરણ ઝળકાવશે. પૂરી સમજ અને જાણકારી બાદ જ કોઈને મિત્ર બનાવો. પ્રવાસ કરવા માટે બહુ સારો દિવસ નથી. લગ્નજીવન ક્ારેક ખરેખર મુશ્કેલ બની જાય છે, અને શક્ય છે કે આજનો દિવસ એ મુશ્કેલ દિવસોમાંનો એક હોઈ શકે છે.

Latest Stories