જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ

જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ - Connect Gujarat
New Update

મેષ (અ,લ,ઇ) – થોડી મોજ-મજા માટે ઑફિસમાંથી વહેલા નીકળવાનો પ્રયાસ કરજો. બૅન્કને લગતા કાર્યો ખૂબ જ તકેદારીપૂર્વક પાર પાડવાની જરૂર પડશે. તમારા વધુ પડતા ઉદાર સ્વભાવનો સંબંધીઓ ગેરફાયદો ઉપાડવાનો પ્રયાસ કરશે. તમારી જાત પર અંકુશ રાખો અન્યથા તમે છેતરાઈ શકો છો. તમારે એ સમજવું જોઈએ કે એક હદ સુધીની ઉદારતા ારી છે પણ જો તે એક હદ વટાવે તો તેનાથી મુશ્કેલીઓ સર્જાઈ શકે છે. એકતરફી આકર્ષણ આજે તમારી માટે માથાનો દુખાવો જ લાવશે. તમારૂં ચુંબકીય-બર્હિમુખી વ્યક્તિત્વ તમને લાઈમલાઈટમાં મુકી દેશે. તમારૂં લગ્નજીવન આજે મોકળાશની માગ કરે એવી શક્યતા છે.

વૃષભ (બ,વ,ઉ) – તમારામાંની ઉચ્ચ ઊર્જાને આજે સારા ઉપયોગમાં લેવાનો પ્રયાસ કરો. તમારૂં સમર્પણ તથા સખત મહેનતની નોંધ લેવાશે તથા આજે તેને કારણે તમારી માટે આર્થિક વળતર પણ લાવશે. સાંજે બાળકો સાથે થોડો આનંદદાયક સમય વિતાવજો. પ્રેમમાં આજે તમારી વિવેકાધીન બુધ્ધિનો ઉપયોગ કરો. તમે આજે જે સ્વયંસેવી કામ કરશો તે માત્ર તમારી મદદ કરનારાઓને જ નહીં બલ્કે તમને પણ તમારી જાત તરફ વધુ હકારાત્મક રીતે જોતા કરશે. આજનો દિવસ ખરેખર રોમેન્ટિક છે. સારૂં ભોજન, સુગંધ,ખુશી સાથે તમે તમારા જીવનસાથી સાથે ખરેખર અદભુત સમય વિતાવશો.

મિથુન (ક,છ,ઘ) – દાંતનો દુખાવો અથવા પેટમાં ગરબડ તમારી માટે સમસ્યા સર્જી શકે છે. તરત રાહત મેળવવા માટે ફિઝિશિયનની સલાહ લો. કેટલાક લોકો માટે પ્રવાસ દોડધામભર્યો અને તાણયુક્ત પુરવાર થશે-પણ આર્થિક રીતે વળતર આપશે. તમારે બાળકો સાથે કેટલોક સમય વિતાવવાની તથા તેમને સારા મૂલ્યો શીખવવાની તથા તેમને તેમની જવાબદારીની જાણ થાય તેવા પ્રયાસો કરવાની જરૂર છે. પ્રેમની મસ્તીનો અનુભવ કરવા માટે તમને કોઈ મળી શકે છે. ટૅક્સ તથા વીમાને લગતી બાબતમાં ધ્યાન આપવાની જરૂર પડશે. આજે તમારા જીવનસાથી ખાસ્સા રોમેન્ટિક જણાય છે.

કર્ક (ડ,હ) – આજે સ્વાસ્થ્ય બરાબર રહેશે. તમામ જવાબદારીઓ તથા આર્થિક વ્યવહારો સાવચેતીપૂર્વક પાર પાડવા. કોઈક નવા-સવા પરિચયમાં આવેલા સાથે તમારી અંગત બાબતો શૅર કરતા નહીં. મોજ-મજા માટે તમે કોઈ ટ્રીપ પર જાવ એવી શક્યતા છે, જે તમારામાં શક્તિનો સંચાર કરશે તથા તમને જુસ્સાથી ભરી મુકશે. પ્રવાસ આનંદદાયક તથા અત્યંત લાભદાયક પુરવાર થશે. બધા જ ઝઘડા અને ગેરસમજ બાજુ પર મુકી તમારા જીવનસાથી તમને પ્રેમથી આલિંગન આપશે ત્યારે જીવન ખરેખર ઉત્સાહથી સભર હોવાનું તમને વાગશે.

સિંહ (મ,ટ) -તમારે કેટલાક આઘાતનો સામનો કરવાની શક્યતા હોવાથી તમારે તમારી લાગણીઓને અંકુશમાં લેવાની તથા તમારા ભયથી મુક્ત થવાની તાકીદે જરૂર છે. તમારા આશાવાદી અભિગમ દ્વારા તમે આ બંનેનો સામનો કરી શકો છો. આજે તમારી સામે અનેક આર્થિક યોજનાએ રજૂ કરવામાં આવશે-કોઈપણ નિર્ણય લેતા પહેલા તમામ સારાં નરસાં પાસાંને તકેદારીપૂર્વક ચકાસજો. આજે તમે જે કાર્યક્રમમાં સહભાગી થશો તેમાંથી નવી મિત્રતા વિકસશે. આનંદ આપીને તથા ભૂતકાળની ભૂલોને માફ કરીને તમે તમારા જીવનને લાયક બનાવશો. તમારે યાદ રાખવાની જરૂર છે કે ઈશ્વર એની જ મદદ કરે છે જે પોતાની મદદ કરે છે. તમે આજે તમારા જીવનસાથીના પ્રેમની ઉષ્મા અનુભવશો.

કન્યા (પ,ઠ,ણ) – વધુ પડતું ભોજન લેવાનું ટાળો તથા હાર્ડ ડ્રિન્ક્સથી દૂર રહો. આજે તમે સારૂં એવું ધન કમાશો-પણ ધનને તમારી આંગળીઓ વચ્ચેથી સરકી જવા ન દેતા. તમારી ખાનગી માહિતી તમારા જીવનસાથી સાથે શૅર કરતા પહેલા વિચારજો. શક્ય હોય તો. એવું કરવલાનું ટાળજો કેમ કે તે આ વાત કોઈક અન્યને જણાવી શકે છે. સુંદર સ્મિત સાથે તમારા પ્રેમી કે પ્રેમિકાનો દિવસ ઝળકાવો. આજે જો તમે ખરેખર લાભ મેળવવા માગતા હો તો-અનોય દ્વારા આપવામાં આવતી સલાહને કાને ધરજો. તમને જો લાંબા સમયથી શાપિત હોવાની અનુભૂતિ થતી હોય તો આજે તમને આશીર્વાદ મળવાની અનુભૂતિ થશે.

તુલા (ર,ત) – તમારી હતાશાની લાગણીને તમારા પર કાબૂ મેળવવા દેતા નહીં. તમે કોની સાથે આર્થિક વ્યવહાર કરી રહ્યા છો તેની તકેદારી રાખજો. તમે જો પાર્ટી કરવાની યોજના ઘડી રહ્યા હો તો તમારા ખાસ મિત્રને જરૂર આમંત્રણ આપજો-એવા ઘણા લોકો હશે જે તમારો ઉત્સાહ વધારશે. કોઈકની દખલને કારણે તમારા પ્રિયપાત્ર સાથેના તમારા સંબંધો વણસી શકે છે. લાભદાયક દિવસ કેમ કે બાબતો તમારી તરફેણમાં આવતી હોય તેવું લાગશે અને તમે જાણે વિશ્વની ટોચે પહોંચી ગયા હો એવું અનુભવશો. કોઈ અજાણી વ્યક્તિને કારણે તમારા અને તમારા જીવનસાથી વચ્ચે ખટરાગ થવાની શક્યતા છે.

વૃશ્વિક (ન,ય) – તબિયતના મોરચે છોડીક દરકારની જરૂર છે. મોટી યોજનાઓ તથા વિચારો ધરાવતી વ્યક્તિ તમારૂં ધ્યાન આકર્ષિત કરશે-રોકાણ કરતા પહેલા એ વ્યક્તિની વિશ્વસનિયતા તથા સત્યતા ચકાસી લેજો તમારા ઉદાર વર્તનનો લાભ તમારા મિત્રોને ન લેવા દો. અચાનક કોઈકની સાથે ઓળખાણ વધારવાનું ટાળો કેમ કે તેનાથી પસ્તાવો થવાની શક્યતા છે. નિંદા-કૂથલી તથા અફવાઓથી દૂર રહો. આજે તમારી તરફ આવતા દરકે સૂચનો અને ટીકાઓનો તમે સ્વીકાર કરશો, જે પરિણામે તો તમારા મિજાજને બગાડી મુકશે.

ધન (ભ,ફ,ધ,ઢ) -માતા-પિતાની તબિયત ચિંતા કરાવી શકે છે. તમારી આર્થિક બાબતો અંગે તમે વધારે પડતા ઉદાર રહ્યા તો તમારી માટે મુશ્કેલી સર્જાઈ શકે છે. તમારી જીભ પર કાબૂ રાખો કેમ કે તમારા શબ્દોથી તમારા વડીલોની લાગણી દુભાઈ શકે છે. બકવાસ કરીને સમય વેડફવા કરતાં શાંત રહેવું વધુ સારૂં છે. યાદ રાખો આપણે અર્થપૂર્ણ પ્રવૃત્તિઓ દ્વારા જ આપણા જીવનને અર્થસભર બનાવીએ છીએ. તમને તેમની પરવા છે એવી લાગણી તેમને અનુભવવા દો. આજે તમે ડૅટ પર જવાના હો તો,વિવાદાસ્પદ મુદ્દા ઊભા કરવાનું ટાળો. કાયદાકીય સલાહ મેળવવા માટે વકીલની મુલાકાત લેવા માટે સારો દિવસ. તમારા જીવનસાથી સાથે તમે આરામદાયક દિવસ વીતાવશો. ે

મકર (ખ,જ) –મિત્રો તમારો પરિચય કોઈક ખાસ વ્યક્તિ સાથે કરાવશેજે તમારા વિચારો પર નોંધપાત્ર અસર છોડશે. વધુ પડતો ખર્ચ કરાવાનું ટાળો તથા શંકાસ્પદ આર્થિક સ્કીમ્સથી દૂર રહો. પરિવારના સભ્યો સાથે કેટલીક હળવાશભરી પળો વિતાવો. તમારૂં પ્રિયપાત્ર વચનબદ્ધતાની અપેક્ષા રાખશે-તમને પાળવામાં મુશ્કેલી પડે તેવા વચનો આપતા નહીં. તમારે યાદ રાખવાની જરૂર છે કે ઈશ્વર એની જ મદદ કરે છે જે પોતાની મદદ કરે છે. તમને અને તમારા જીવનસાથીને પ્રેમ કરવાનો ખાસ્સો સમય મળી રહ્યો હોવાનું જણાય છે.

કુંભ (ગ,શ,સ,ષ) –. તમે કોઈ બાબતે ચુકાદો આપતા હો ત્યારે સામેની વ્યક્તિની લાગણીઓની ખાસ દરકાર લો. તમારા દ્વારા લેવામાં આવેલો કોઈ ખોટો નિર્ણય નમાત્ર તેમના પર અવળી અસર કરશે બલ્કે તમને પણ માનસિક તાણ આપશે. તમે પ્રવાસ કરવાના તથા ખર્ચ કરવાના મૂડમાં હશો-પણ તમે જો એવું કરસો તો તમે પછીથી દિલગીરી અનુભવશો. મિત્રો સાથે કશુંક ઉત્સાહજનક અને મનોરંજક કરવાનો દિવસ. તમે વાસ્તવિક્તા સાથે મુકાબલો કરશો તેથી તમારે તમારા પ્રિયપાત્રને ભૂલી જવું પડશે. ઝળહળતો અને ખડખડાટ હાસ્યથી ભરેલો દિવસ જ્યારે મોટા ભાગની ઘટનાઓ તમારી ધારણા મુજબ આકાર લેશે. સંબંધીઓને કારણે તમારી વચ્ચે તકરાર થવાની શક્યતા છે, પણ દિવસના અંતે બધું જ સુંદર રીતે આટોપવામાં તમે સફળ રહેશો.

મીન (દ,ઝ,ચ,થ) - તમારા ભાઈના કામમાં નિયમિત હસ્તક્ષેપ દ્વારા તમે તેને નારાજ કરી શકો છો. જ્યાં જરૂર ન હોય અથવા જ્યાં તમારા સૂચનોનું સ્વાગત નથી ત્યાં સલાહ ન આપો શાંત રહેવાનો તથા સૌની સાથે ઈમાનદાર રહેવાનો અંકુશ તમારી જાત પર રાખો. અણર્ધાયા બિલ આર્થિક બોજો વધારશે. તમારી ઉડાઉ જીવનશૈલી ઘરમાં તણાવનું કારણ બનશે, આથી રાત્રે મોડા સુધી બહાર રહેવાનું તથા અન્યો પર ખર્ચ કરવાનું ટાળો. આજે કોઈક તમારા પ્રેમની વચ્ચે આવી શકે છે. સંવાદ સાધવાની કળા આજે તમારૂં સુદૃઢ પાસું રહેશે. તમારો ખરાબ મિજાજ તમારા જીવનસાથીની કોઈ સરપ્રાઈઝ દ્વારા સારો થઈ જશે.

#રાશિ ભવિષ્ય
Here are a few more articles:
Read the Next Article