જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ

જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ
New Update

મેષ (અ,લ,ઇ) તમારૂં મગજ સારી બાબતોને સ્વીકારશે. ઉતાવળમાં મૂડીરોકણને લગતા નિર્ણયો લેતા નહીં- દરેક શક્ય બાજુથી તમે રોકાણ અંગે ચકાસણી નહીં કરો તો નુકસાન થવું ચોક્કસ છે. બાળકો તમારી માટે દિવસ મુશ્કેલ બનાવી શકે છે. તેમનો રસ જળવાઈ રહે તે માટે પ્રેમનો ઉપયોગ શસ્ત્ર તરીકે કરો અને બિનજરૂરી તાણ ટાળો.યાદ રાખો પ્રેમ જ પ્રેમને ખેંચે છે. ભૂતકાળની ખુશખુશાલ યાદો તમને વ્યસ્ત રાખશે. તમારા સહકર્મચારીઓ આજે તમને અન્ય દિવસોની સરખામણીમાં વધુ સારી રીતે સમજશે. તમારા ભૂતકાળમાંથી કોઈએ આજે તમારો સંપર્ક કરશે અને તમારો દિવસ યાદગાર બની જશે.

વૃષભ (બ,,ઉ) સારી તબિયત તમને રમતગમતની સ્પર્ધામાં ભાગ લેવામાં મદદરૂપ થશે. આર્થિક મુશ્કેલીઓ ટીકા અને બોલાચાલી ભણી દોરી જશે-તમારી પાસે વધુ પડતી અપેક્ષા રાખતા લોકોને ના પાડતા શીખો. તમારા સંતાનો માટે યોજનાઓ ઘડવા માટે અદભુત દિવસ. રૉમાન્સ માટે સારો દિવસ. નવા સંયુક્ત સાહસો તથા ભાગીદારી પર સહી-સિક્કા કરવાથી દૂર રહો. તમારા છૂપા શત્રુઓ તમારા વિશે અફવાઓ ફેલાવવા માટે ઉત્કંઠ હશે.

મિથુન (ક,,ઘ) તમારા મિત્રો અથવા પરિવારના સભ્યો સાથેની મજા માટેની ટ્રીપ તમને નિરાંતવા બનાવશે. આજે તમારે જમીન, રિયલ એસ્ટેટ અથવા સાંસ્કૃતિક પ્રૉજેક્ટ્સને લગતી બાબતો પર ધ્યાન આપવું જોઈએ. પત્ની સાથે સંબંધો સુમેળભર્યા બનાવવા માટે સારો દિવસ. પરિવારમાંના બંને જણ તેમના સંબંધમાં પ્રેમ અને વિશ્વાસ પ્રત્યે સંપૂર્ણપણે પ્રતિબદ્ધ હોવા જોઈએ. હકારાત્મક રીતે સંવાદ સાધી જવાબદારી ઉપાડવા કટિબદ્ધ હોવા જોઈએ. તમે રૉમેન્ટિક વિચારો તથા ભૂતકાળના સપનાંમાં જ ગળાડૂબ રહેશો. સાહસિક લોકો સાથે ભાગીદારીમાં આગળ વધો.

કર્ક (ડ,હ) બાળકો તમારી પસંદગી મુજબનું વર્તન નહીં કરે-જે તમારો ગુસ્સો વધારી મુકશે. તમારે તમારી જાતને રોકવી જોઈએ, કેમ કે નિરંકુશ ગુસ્સો સૌને નુકસાન કરે છે અને ખાસ કરીને જે વ્યક્તિ ગુસ્સામાં છે તેને સૌથી વધુ નુકસાન કરે છે કેમ કે તેને કારણે ઊર્જા વેડફાય છે અને નિર્ણય લેવાની ક્ષમતાને મંદ બનાવે છે. સમજદારીપૂર્વક સરેલું રોકાણ જ વળતર આપશે-આથી તમે તમારી પરસેવાની કમાણી ક્યાંય રોકો તે પૂર્વે પૂરેપૂરી ખાતરી કરી લેજો. તમારા ઉદાર વર્તનનો લાભ તમારા મિત્રોને ન લેવા દો. પ્રેમમાં નિરાશા તમને નાસીપાસ કરશે. કામના સ્થળે તમે આજે ખાસ હોવાની અનુભૂતિ કરશો.

સિંહ (મ,ટ) – આનંદ-પ્રમોદ અને મોજ-મજાનો દિવસ. એક યા બીજી જગ્યાએથી તમને આર્થિક લાભ મળી રહેશે. તમારા બેદરકાર વર્તનને કારણે ઘરમાં તમારે ટીકાનો સામનો કરવો પડે એવી શક્યતા વધારે છે. તમારો પ્રણય સાથીદાર તમારી ખુશામત કરશે-આ એકલવાયા વિશ્વમાં મને એકલો-એકલી ન મુકતા. આજે તમે તમારા કામમાં પ્રગતિ જોઈ શકો એવી શક્યતા છે. વ્યપાર માટે હાથ ધરવામાં આવેલી મુસાફરી લાંબા ગાળે લાભદાયક પુરવાર થશે.

કન્યા (પ,,ણ) – તમારી જાતને બિનજરૂરીપણે ઉતારી પાડવી એ બાબત ઉત્સાહ ઘટાડી શકે છે. નાણાંનો અચાનક આવેલો પ્રવાહ તમારા બિલ તથા નિકટના ખર્ચને પહોંચી વળવામાં તમારી મદદ કરશે. પારિવારિક સમસ્યાઓને ઉચ્ચ પ્રાથમિકતા આપવી જોઈએ. વધુ મોડું કર્યા વિના તમારે એ વિશે ચર્ચા કરવી જોઈએ કેમ કે એકવાર આ બાબત ઉકેલાઈ જશે પછી-ઘરના મોરચે જીવન એકદમ સરળ થઈ જશ અને તમે તેમના પર અસર પાડવામાં સફળ થશો. ખોટો સંવાદ અથવા સંદેશ તમારા દિવસને નીરસ બનાવી શકે છે. છૂટક તથા જથ્થાબંધ વેપારીઓ માટે સારો દિવસ.

તુલા (ર,ત) રચનાત્મક કામ તમને નિરાંતવા રાખશે. કેટલાક લોકો માટે પ્રવાસ દોડધામભર્યો અને તાણયુક્ત પુરવાર થશે-પણ આર્થિક રીતે વળતર આપશે. તમારા પ્રિયપાત્ર સાથેના તમારા સંબંધોને બગાડી શકે તેવા મુદ્દાને ઉખેડવાથી દૂર રહેવું જ તમારી માટે શ્રેષ્ઠ છે. આજે તમે પ્રેમની પીડા અનુભવશો. તમારી બોદ્ધિક શક્તિનો ઉપયોગ તમારા લાભ માટે કરો. આ બાબત તમને તમારા વ્યાવસાયિક પ્રૉજેક્ટ્સ પૂરાં કરવામાં તથા નવા વિચારો આપવામાં મદદરૂપ થશે. રસ્તા પર બેફામ વાહન ચલાવવું તથા જોખમ લેવાનું ટાળવું.

વૃશ્વિક (ન,ય) તમારી જાતને એવી પ્રવૃત્તિઓમાં મશગુલ રાખો જે તમને તમારૂં મગજ શાંત રાખવામાં મદદરૂપ થાય. આર્થિક સમસ્યાઓ રચનાત્મક રીતે વિચારવાની તમારી ક્ષમતાને હાનિ પહોંચાડશે. વિદેશમાં વસતા સંબંધી તરફથી મળેલી ભેટ તમને આનંદિત કરશે. તમારા પ્રિયપાત્રના વર્તન અંગે તમે ખૂબ જ સંવેદનશીલ હશો-તમારા ગુસ્સા પર કાબૂ રાખો અને એવું કંઈપણ બિનજવાબદાર કરવાનું ટાળો જેનો પસ્તાવો તમને પછીથી તમારી આખી જિંદગી દરમિયાન થાય. આજે કામના સ્થળે તમારા વરિષ્ઠો અથવા સહકર્મચારીઓ તમને ઉશ્કેરવાના ગમે એટલા પ્રયાસો કરે, તમે બુદ્ધની જેમ શાંત રહેજો.

ધનુ (ભ,,,ઢ) – દરેક જણને મદદ કરવાની તમારી તૈયારી તમને થકવી નાખશે. આર્થિક લાભ તમારી અપેક્ષા મુજબ નહીં હોય. તમારી સમયસરની મદદ કોઈકનું જીવન બચાવશે. આ સમાચાર તમારા પરિવારના સભ્યોને ગર્વ કરાવશે તથા તેમને પ્રેરણા આપશે. પ્રેમ અમર્યાદિત છે, પ્રેમ બેશુમાર છે, તમે આ વતો પહેલા પણ સાંભળી હશે. પણ આજે તમે તેનો અનુભવ કરશો. તમારા માતા-પિતા તેમનું વચન ન પાળે તે હતાશ થતા નહીં- મામલો ઉકેલવા માટે તમારે તેમની સાથે બેસીને વાત કરવી રહી. પ્રવાસ આનંદદાયક તથા અત્યંત લાભદાયક પુરવાર થશે.

મકર (ખ,જ) – તમે તમારી લાંબા ગાળાની બીમારી સામે લડી રહ્યા હો ત્યારે એ વાત સમજો કે પોતાની જાત પર વિશ્વાસ વીરત્વનો સાર છે. તમે જો થોડા વધુ નાણાં મેળવવા માર્ગ શોધી રહ્યા હો તો-સુરક્ષિત આર્થિક યોજનાઓમાં રોકાણ કરો. આજે તમે તમારા ઘરમાં તથા આસપાસ કેટલાક ફેરફાર કરો એવી શક્યતા છે. પોતાના જીવન કરતાં તમને વધુ પ્રેમ કરતી વ્યક્તિને તમે મળશો. તમારી આવડત દેખાડવાની તક આજે તમારી સાથે આવશે. પ્રવાસ લાભદાયક છતાં ખર્ચાળ રહેશે. આજનો દિવસ તમારા પરિણીત જીવનનો શ્રેષ્ઠતમ દિવસ બની રહેશે.

કુંભ (ગ,,,ષ) –કામની વચ્ચે આરામ લો તથા શક્ય હોય એટલા હળવા બનવાની કોશિષ કરો. તમે ધાર્યા ન હોય એવા સ્થળેથી થનારો આર્થિક લાભ તમારા દિવસને ઝળકાવશે. સંબંધીઓ તમારા દુઃખમાં ભાગ પડાવશે. તમારી સમસ્યાઓ તેમની સાથે બેફીકર થઈને શૅર કરો. તમે ચોક્કસ જ તેમને ઉકેલી શકશો. તમે લોકપ્રિય હશો તથા સામી જાતિની વ્યક્તિને આસાનીથી તમારી તરફ આકર્ષી લેશો. આજે તમે કેન્દ્રસ્થાન રહેશો-અને સફળતા પણ તમારી પહોંચમાં જ છે. આજે તમે જો પ્રવાસ કરવાના હો તો તમારે તમારી ભાષા અંગે વધારે તકેદારી રાખવાની જરૂર છે.

મીન (દ,,,થ) - જાતે જ પોતાની દવા કરવી એ બાબત ડ્રગ ડિપેન્ડન્સીનું કારણ બની શકે છે. કોઈપણ દવા લેવા પૂર્વે ફિઝિશિયનની સલાહ લો અન્યથા ડ્રગ ડિપેન્ડ્ન્સીની શક્યતા ખાસ્સી વધારે છે. આજે તમારી સમક્ષ આવતી મૂડીરોકાણની નવી તકોને જાણો- પણ પ્રકલ્પના લાભ-હાનિ જાણ્યા બાદ જ તમારી જાતને નિર્ણય લેવા તૈયાર કરો. યોગ્ય સંવાદ તથા સહકાર તમારા જીવનસાથી સાથેના સંબંધોને સુધારશે. વ્યસ્ત રસ્તા પર તમે અનુભવશો કે તમે સૌથી નસીબદાર છો, કેમ કે તમારું પ્રિયપાત્ર સૌથી શ્રેષ્ઠ છે. આજે તમને છૂપો શત્રુ મળશે તેને તમને ખોટા પાડવાનું ગમશે..

#રાશિ ભવિષ્ય
Here are a few more articles:
Read the Next Article