જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ

New Update
જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ - Connect Gujarat

મેષ--સાંજે થોડીક હળવાશ માણો. તમારા મૂડીરોકાણ તથા ભાવિ ધ્યેયો વિશે ગુપ્તતા જાળવો. મિત્રો તથા પરિવાર સાથે આનંદદાયક સમય. તમારા પ્રિયપાત્રના મિજાજમાં અણધાર્યા તાનપલટા આજે વધશે. કાયદાકીય સલાહ મેળવવા માટે વકીલની મુલાકાત લેવા માટે સારો દિવસ. લગ્નજીવન આજે તમને પોતાની કાળી અને હતાશાભરી બાજુ દેખાડી શકે છે.

વૃષભ— વધુ પડતી ચિંતા તથા તાણ હાઈપર-ટૅન્શનનું કારણ બની શકે છે. નાણાં તમારા હાથમાંથી આસાનીથી સરી જવા છતાં-તમારા શુકનવંતા ગ્રહો નાણાં પ્રવાહ જાળવી રાખશે. મિત્રો અને સંબંધીઓ પર તમારા અભિપ્રાય થોપશો નહીં કેમ કે એ તમારા હિતમાં નથી અને વિનાકારણ તમે તેમને ખફા કરશો. આજે તમને તમારા જીવનમાં સાચા પ્રેમની કમી સાલશે.ચિંતા ન કરો સમય સાથે બધું જ બદલાઈ જાય છે અને તેમાં તમારૂં રૉમેન્ટિક જીવન પણ અપવાદ નથી. અણધાર્યો પ્રવાસ કેટલાક માટે દોડધામભર્યો તથા તાણયુક્ત સાબિત થઈ શકે છે. તમારા જીવનસાથીની તબિયત બગડતી તબિયતને કસારણે તમે આજે તાણ હેઠળ રહેશો.

મિથુન— સ્વાસ્થ્યને લગતી સમસ્યાઓ બેચેની લાવી શકે છે. કેટલાક બાકી રહેલા મુદ્દા વધુ ઘેરા બનશે તથા ખર્ચનો મુદ્દો તમારા મગજમાં ઘુમરાયા કરશે. અન્યોમાંથી કારણ વિના ભૂલો શોધવાના તમારા વલણની સંબંધીઓ ટીકા કરે એવી શક્યતા છે. તમારે એ સમજવું જોઈએ કે આ માત્ર સમયનો વેડફાટ છે. આનાથી તમને કોઈ લાભ થવાનો નથી. તમારી ટેવ બદલવી એમાં જ સાર છે. રોજેરોજ પ્રેમમાં પડતા રહેવાના તમારા સ્વભાવને બદલો. તમારા વાણી અને વર્તન અંગે દરકાર રાખો કેમ કે તમે કશુંક ભ્રામક કરશો તો સત્તામાંના લોકો એ અંગે બહુ સમજદારી નહીં દાખવે. કરિયાણાની ખરીદીને લઈને તમે તમારા જીવનસાથી પર આજે નારાજ થશો.

કર્ક તાણથી મુક્ત થવા માટે તમારો કીમતી સમય તમારા બાળકો સાથે વિતાવો. બાળકોમાં રહેલી ઈલાજની શક્તિની અનુભૂતિ તમને થશે. કેમ કે તેઓ આ પૃથ્વી પરના સૌથી આધ્યાત્મિક અને સંવેદનશીલ વ્યક્તિઓમાં છે. તમને જાતે જ લાગશે કે તમારામાં શક્તિનો સંચાર થયો છે. શંકાસ્પદ નાણાકીય સાહસો દ્વારા લલચાઈ જતા નહીં-મૂડીરોકાણ અત્યંત તકેદારીપૂર્વક હાથ ધરજો. પરિવારના સભ્યો સાથે કેટલીક હળવાશભરી પળો વિતાવો. ભૌતિક અસ્તિત્વનું હવે કોઈ મહત્વ નથી, કેમ કે તમે એકમેકને એકબીજાના પ્રેમમાં જ અનુભવો છો. તમારી વાતચીતમાં તમે જેવા છો એવા જ રહો કેમ કે તમે જે નથી એ દેખાડવાથી તમને કોઈ જ ફાયદો નહીં થાય. તમારા જીવનસાથી સાથે આ તમારો અદભુત દિવસ બની રહેશે.

સિંહ— બેચેનીને કારણે તમારી માનસિક શાંતિમાં ખલેલ પહોંચશે પણ સમસ્યા ઉકેલવામાં મિત્ર ખૂબ જ મદદરૂપ થશે. તાણ ભગાવવા માટે શાતા પહોંચાડે તેવું સંગીત સાંભળો. વધુ પડતો ખર્ચ કરાવાનું ટાળો તથા શંકાસ્પદ આર્થિક સ્કીમ્સથી દૂર રહો. તમારી માટે એ સમજવાનો સમય આવી ગયો છે કે ગુસ્સોએ ટૂંકા ગાળાનું ગાંડપણ છે અને તે તમને મુશ્કેલીમાં મુકી શકે છે. પ્રેમની વેદના આજે તમને સૂવા નહીં દે. પ્રવાસ લાભદાયક છતાં ખર્ચાળ રહેશે. તમારા પાડોશીઓ તમારા લગ્નજીવનમાં સમસ્યા ઊભી કરવાનો પ્રયાસ કરી શકે છે. પણ તમારી વચ્ચેના જોડાણને તોડવું મુશ્કેલ છે.

કન્યા— તમારા ભયનો ઈલાજ કરવાનો સમય પાકી ગયો છે.તમારે એ સમજવું જોઈએ કે ભય માત્ર શારીરિક ક્ષમતાઓને જ હાનિ નથી પહોંચાડતો પણ જીવનને પણ ટૂંકાવે છે. ઉતાવળમાં મૂડીરોકણને લગતા નિર્ણયો લેતા નહીં- દરેક શક્ય બાજુથી તમે રોકાણ અંગે ચકાસણી નહીં કરો તો નુકસાન થવું ચોક્કસ છે. ઘરમાં કોઈપણ પ્રકારના ફેરફાર કરતા પૂર્વે તમારા વડીલોના સલાહ-સૂચન લો અન્યથા તેનાથી ગુસ્સો તથા નારાજગીને આમંત્રણ મળશે. તમારા પ્રેમ જીવનની બાબતમાં આજનો દિવસ અકલ્પ્ય છે. બસ પ્રેમ કરતા રહો. તમારી પ્રતિષ્ઠાને હાનિ પહોંચાડે તેવા લોકો સાથે જોડાવાનું ટાળો. આજે તમારા જીવનસાથી તમને એવી અનુભૂતિ કરાવશે જાણે કે તમારા જેવા તમે માત્ર એક છો.

તુલા— મિત્રો સાથે સાંજ આહલાદક રહેશે પણ સાવચેત રહેજો, વધુ પડતું ખવાઈ જશે તો તમારી સવાર બગડશે. દિવસમાં મોડેથી નાણાકીય સ્થિતિ સુધરશે. કોઈક ધાર્મિક સ્થળ અથવા સંતપુરૂષની મુલાકાત લો અને તમારા મગજને આશ્વાસન અને શાંતિ મળશે. અણધાર્યો રૉમેન્ટિક ઝુકાવ. આજે તમારે મહત્વના મુદ્દા પર ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ. આજે તમારા જીવનસાથીના પ્રેમને કારણે તમે જીવનની તમામ મુશ્કેલીઓને ભૂલી જશો.

વૃશ્ચિક તાણ અને ટૅન્શન લેવાનું ટાળો કેમ કે તે તમારા સ્વાસ્થ્ય પર અસર પાડી શકે છે. થોડા વધુ નાણાં બનાવવા માટે તમારા નાવિન્યસભર વિચારોનો ઉપયોગ કરો. તમારા માતા-પિતાનું સ્વાસ્થ્ય વધુ ધ્યાન તથા દરકાર માગશે. તમારા પ્રિયપાત્રની બાહોંમાં તમને આરામ મળશે. ઘરમાં વિધી-હવન-મંગળ સંસ્કાર કરાવશો. આજે તમે તમારા જીવનસાથી સાથે ઊંડી ભાવનાઓ ધરાવતી વાતચીત કરશો એવી શક્યતા છે.

ધન— મજા માટેની ટ્રીપ તથા સામાજિક મેળાવડા તમને નિરાંતવા તથા ખુશ રાખશે. સટ્ટા અથવા અણધાર્યા લાભ દ્વારા તમારી આર્થિક હાલત સુધરશે. સંબંધીઓ તમારી માટે અણધારી ભેટ લાવશે સાથે જ તેમની પાસેથી કોઈક મદદની પણ અપેક્ષા રાખજો. રૉમાન્સમાં ઓટ આવશે અને તમારી મોંઘી ભેટ-સોગાદો પણ આજે જાદુ નહીં સર્જી શકે. તમારી યોજનાઓમાં છેલ્લી ઘડીએ ફેરફાર થાય એવો દિવસ. આજે જરૂરિયાતના સમયે તમારા જીવનસાથી પોતાના પરિવારના સભ્યોની સરખામણીએ તમારા પરિવારના સભ્યોને ઓછું મહત્વ આપે એવું બની શકે છે.

મકર સાંજે તમારા જીવનસાથી સાથે સિનેમાઘરમાં ફિલ્મ અથવા ડીનર તમને નિરાંતવા તથા અદભુત મૂડમાં લાવી મુકશે. બિનજરૂરૂ નુકસાન ટાળવા મૂડીરોકાણને લગતા તમામ નિર્ણયો સાવચેતીપૂર્વક તથા યોગ્ય સલાહ સાથે લેવા. તમારા વર્તનમાં અસ્થિર થતાં નહીં-ખાસ કરીને તમારા જીવનસાથી સાથે- અન્‍યથા તેનાથી તમારા ઘરની શાંતિ જોખમાઈ શકે છે. પ્રિયપાત્ર સાથે બહાર જવાનો પ્રૉગ્રામ નિષ્ફળ જવાની શક્યતા છે. વ્યપાર માટે હાથ ધરવામાં આવેલી મુસાફરી લાંબા ગાળે લાભદાયક પુરવાર થશે. દિવસ દરમિયાન ભારે બોલાચાલી બાદતમારા જીવનસાથી સાથે સુંદર સાંજ માણો.

કુંભ— ખૂલ્લામાં પડ્યું હોય એવું ખાણું ખાતા નહીં કેમ કે તેનાથી તમે માંદા પડી શકો છો. મોટી યોજનાઓ તથા વિચારો ધરાવતી વ્યક્તિ તમારૂં ધ્યાન આકર્ષિત કરશે-રોકાણ કરતા પહેલા એ વ્યક્તિની વિશ્વસનિયતા તથા સત્યતા ચકાસી લેજો તમારા ઘરમાં સૌહાર્દતા લાવવા માટે સહકારપૂર્વક કામ કરો. તમારા પરિયપાત્ર દ્વારા કરાયેલી ટિપ્પણી અંગે તમે ખૂબ જ સંવેદનશીલ હશો-તમારી લાગણીઓને વશમાં રાખો અને કંઈપણ બિનજવાબદારીભર્યું ન કરતા જેનો તમને આગળ જઈને પસ્તાવો થાય. જરૂરિયાતમંદ લોકોને મદદ કરવાની તમારી ક્ષમતા તમને માન અપાવશે. તમને તમારા જીવનસાથી સાથેના લાગણીના બંધન વિશે આજે શંકા થશે, જે ખૂબ જ ખોટું નિરીક્ષણ હશે.

મીન— આજે તમારૂં સ્વાસ્થ્ય નિરામય રહે એવી શક્યતા છે જે તમને સફળતા આપશે. પણ તમારી દૃઢતાને નુકસાન પહોંચાડે એવી બાબતોને તમારે ટાળવી રહી. આર્થિક બાબતો માટે વધુ પડતી સાવચેતી તથા સંભાળ આજના દિવસનો મંત્ર છે. તમે સમસ્યાઓ ઉકેલવાનો પ્રયાસ કરશો તેનાથી મિજાજ અને યોજનાઓમાં પરિવર્તનનો પ્રભાવ વધશે. તમારે તમારા પરાજયોમાંથી પદાર્થપાઠ લેવો જોઈએ કેમ કે આજે પ્રેમનો એકરાર કદાચ નિષ્ફળ જઈ શકે છે. તમારે યાદ રાખવાની જરૂર છે કે ઈશ્વર એની જ મદદ કરે છે જે પોતાની મદદ કરે છે. આજે તમે તમારા જીવનસાથીની વાતનો ખોટો અર્થ લેશો, જે તમને આખો દિવસ વિચલિત રાખશે.

Latest Stories