જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ

જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ - Connect Gujarat
New Update

મેષ--સારા સમાચાર મળવાની શક્યતા છે. અન્યો પર વધુ પડતો ખર્ચ કરશો એવી શક્યતા છે. તમારા ઘરનું દૃશ્ય કેટલીક હદે અણધાર્યું રહેશે. આજે તમને તમારા જીવનમાં સાચા પ્રેમની કમી સાલશે.ચિંતા ન કરો સમય સાથે બધું જ બદલાઈ જાય છે અને તેમાં તમારૂં રૉમેન્ટિક જીવન પણ અપવાદ નથી. ઑફિસમાં આજે તમારા અભિગમ તથા કામની ગુણવત્તામાં સુધારાનો અનુભવ તમે કરશો. પ્રવાસની તકોનો લાભ લેવો જોઈએ. તમારા જીવનસાથીના કારણ વગરના બબડાટને કારણે તમે ચીડાશો, પણ તે તમારી માટે કશુંક અદભુત કરશે.

વૃષભ—તમારો કોઈ મિત્ર તમારી ઉદારતા તથા સહનશક્તિની મર્યાદાની કસોટી કરી શકે છે. તમારા મૂલ્યોનું જતન કરવામાં અને તમારા દરેક નિર્ણયમાં તર્કસંગત રહેવાની તકેદારી તમારે રાખવી પડશે. નાણાંપ્રવાહમાં વધારો મહત્વની ખરીદી કરવી તમારી માટે આસાન બનાવશે. પરિવાર સાથેના જોડાણ અને બંધનને તાજાં કરવાનો દિવસ. પ્રેમમાં કોઈને સફળ થવાની કલ્પના કરવામાં મદદ કરજો. આજે કરેલું રોકાણ લાભદાયી નીવડશે પણ તમારે કદાચ માતા-પિતા તરફથી વિરોધનો સામનો કરવો પડશે. સેમિનાર તથા પ્રદર્શન તમને નવું જ્ઞાન તથા નવા સંપર્કો આપશે. આજે તમને અનુભૂતિ થશ કે તમારી જીવનસંગિની માટે તમારૂં મહત્વ કેટલું છે.

મિથુન— બાળકો તમારી પસંદગી મુજબનું વર્તન નહીં કરે-જે તમારો ગુસ્સો વધારી મુકશે. તમારે તમારી જાતને રોકવી જોઈએ, કેમ કે નિરંકુશ ગુસ્સો સૌને નુકસાન કરે છે અને ખાસ કરીને જે વ્યક્તિ ગુસ્સામાં છે તેને સૌથી વધુ નુકસાન કરે છે કેમ કે તેને કારણે ઊર્જા વેડફાય છે અને નિર્ણય લેવાની ક્ષમતાને મંદ બનાવે છે. આર્થિક લાભ તમારી અપેક્ષા મુજબ નહીં હોય. લમે જેમની સાથે રહો છો એ લોકો તમારાથી ખુશ નહીં હોય-પછી ભલેને તમે તેમને ખુશ કરવા ગમે તે કરો. તમારો પ્રેમ અસ્વીકારને આમંત્રમ આપશે. કામના સ્થળે આજે બધા જ તમને પ્રેમ કરશે તથા ટેકો આપશે. અણધાર્યો પ્રવાસ કેટલાક માટે દોડધામભર્યો તથા તાણયુક્ત સાબિત થઈ શકે છે. લગ્નજીવનમાં મુશ્કેલ તબક્કા બાદ આજનો દિવસ તમને થોડી રાહત પૂરી પાડશે.

કર્ક તમારી જાતે જ કોઈ દવા લેવાનું ટાળજો કેમ કે એવું કરવાથી ડ્રગ ડિપેન્ડન્સીની શક્યતા વધી શકે છે. સમજદારીપૂર્વક રોકાણ કરો. મિત્રની કોઈ સમસ્યા તમને ખરાબ લગાડી શકે છે અથવા ચિંતાતુર કરી શકે છે. તમારા પ્રિયપાત્રને ખુશ કરવું સરળ નહીં હોય. કોઈક ખર્ચાળ સાહસ પર સહી-સિક્કા કરવા પહેલા તમારી નિર્ણયશક્તિનો ઉપયોગ કરો. લાભદાયક દિવસ કેમ કે બાબતો તમારી તરફેણમાં આવતી હોય તેવું લાગશે અને તમે જાણે વિશ્વની ટોચે પહોંચી ગયા હો એવું અનુભવશો. તમારા જીવનસાથી સાથેની તકરારને કારણે તમને લાગણીના તબક્કે કદાચ એવું લાગશે કે લગ્નનું બંધન નબળું પડી ગયું છે.

સિંહ— આજે તમે આશાવાદના જાદુઈ તબક્કા હેઠળ છો. ઉતાવળમાં મૂડીરોકણને લગતા નિર્ણયો લેતા નહીં- દરેક શક્ય બાજુથી તમે રોકાણ અંગે ચકાસણી નહીં કરો તો નુકસાન થવું ચોક્કસ છે. બાળકો સાથેની ઝઘડો હતાશા તરફ દોરી જશે. તમારા પ્રિયપાત્ર અથવા જીવનસાથી સાથે સારો સંવાદ અથવા તેમના તરફથી સારો સંદેશ આજે તમારૂં મનોબળ વધારશે. આનંદ-પ્રમોદ તથા મનોરંજન માટે સારો દિવસ, પણ જો તમે કામ કરી રહ્યો હો તો તમારે બિઝનેસને લગતા સોદાઓમાં સાવચેતી રાખજો. તમારી પ્રતિષ્ઠાને હાનિ પહોંચાડે તેવા લોકો સાથે જોડાવાનું ટાળો. આજનો દિવસ તમારા લગ્નજીવનના સુંદર દિવસોમાંનો એક બની શકે છે.

કન્યા— તમારો આવેશપૂર્ણ સ્વભાવ તમારી માટે સ્વાસ્થ્યને લગતી ગંભીર સમસ્યા ઊભી કરે શકે છે. તમારૂં સમર્પણ તથા સખત મહેનતની નોંધ લેવાશે તથા આજે તેને કારણે તમારી માટે આર્થિક વળતર પણ લાવશે. તમારા પર કુટેવોની અસર છોડી શકતા લોકોથી દૂર રહો. તમારે તમારૂં શ્રેષ્ઠ વર્તન દાખવવું જોઈએ-કેમ કે આજે તમારૂં પ્રિયપાત્ર જલ્દીથી નારાજ થઈ જશે. તમે પાળી ન શકવાના હો એવું કોઈ વચન આપશો નહીં. આજના દિવસે હાથમાં લેવાયેલું બાંધકામ તમારા સંતોષ મુજબ પૂરૂં થશે. લગ્નજીવન કેટલી આડઅસરો સાથે આવે છે, તમે તેમાંની કેટલીક આજે અનુભવશો.

તુલા— તમારા મિત્રો અથવા પરિવારના સભ્યો સાથેની મજા માટેની ટ્રીપ તમને નિરાંતવા બનાવશે. યોગ્ય સલાહ વિના મૂડીરોકાણ કરશો તો નુકસાન થવાની શક્યતા છે. આજે તમે તમારા ઘરમાં તથા આસપાસ કેટલાક ફેરફાર કરો એવી શક્યતા છે. તમારા પ્રિયપાત્ર સાથે કેટલાક મતભેદોસ થઈ શકે છે-તમારી પરિસ્થિતિથી તમારા સાથીદારને વાકેફ કરાવવામાં તમને ખાસ્સી મુશ્કેલી પડશે. તમે સીધા જવાબ નહીં આપો તો તમારી સાથે સંકળાયેલા લોકો તમારાથી નારાજ થાય એવી શક્યતા છે. આજે જો તમે ખરીદી માટે જશો તો તમે પોતાની માટે સારૂં ડ્રેસ મટિરિયલ ખરીદશો. લગ્ન એટલે માત્ર એક છત નીચે રહેવું એટલું જ નથી. તમારા જીવનસાથી સાથે કેટલોક સમય વીતાવવો પણ જરૂરી છે.

વૃશ્ચિક- વ્યસ્ત સમયપત્રક છતાં સ્વાસ્થ્ય સારૂં રહેશે પણ તમારા જીવનને હળવાશથી લેતા નહીં, જીવનની દરકાર જ સત્ય હકીકત છે એ બાબત અનુભવજો. શંકાસ્પદ નાણાકીય સાહસો દ્વારા લલચાઈ જતા નહીં-મૂડીરોકાણ અત્યંત તકેદારીપૂર્વક હાથ ધરજો. કેટલાક લોકો પોતે કરી શકે તેનાથી વધુ કામરી બડાઈ ફૂંકશે-જેઓ માત્ર વાતો જ કરે છે અને કોઈ પરિણામ આપતા નથી એવા લોકો વિશે ભૂલી જવામાં જ સાર છે. આશ્ચર્ય પમાડનારો સંદેશ તમને સારાં સપનાં આપશે. આજે કામના સ્થળે તમને તમારા સહકર્મચારીઓ ઓછું માન આપી રહ્યા હોવાનું અનુભવશો. સીધા પ્રાપ્ત ન થયા હોય એવા સમાચારની ફેર ચકાસણી કરી લેવી. આજનો દિવસ પાગલ કરી મુકે એવો છે, તમરા જીવનસાથી સાથે પ્રેમ અને રોમાન્સના શ્રેષ્ઠતમ તબક્કાનો અનુભવ કરશો..

ધન— આજના મનોરંજનમાં રમતગમતની પ્રવૃત્તિઓ તથા બાહ્ય કાર્યક્રમોનો સમાવેશ થવો જોઈએ. આર્થિક સમસ્યાઓ રચનાત્મક રીતે વિચારવાની તમારી ક્ષમતાને હાનિ પહોંચાડશે. તમારા ઉદાર વર્તનનો લાભ તમારા મિત્રોને ન લેવા દો. તમે એક જગ્યાએ ઊભા હશો અને પ્રેમ તમને બીજા જ વિશ્વમાં ખેંચી જશે. આજે એ દિવસ છે જ્યારે તમે રોમેન્ટિક ટ્રીપ પર જશો. વ્યાપારને લગતા મહત્વના નિર્ણયો લેતી વખતે અન્યોના દબાણ હેઠળ ન આવતા. તમારા માર્ગમાં જે પણ આવતું હોય તેની સાથે વિનમ્રતાપૂર્વક અને સારી રીતે વર્તો-કેટલાક ચુનંદા લોકો જ તમારી મોહકતા પાછળનું રહસ્ય જાણી શકશે. આજે તમારૂં લગ્નજીવન સુંદર વળાંક લેશે.

મકર તમે નવરાશની લહેજત માણવાના છો. મનોરંજન તથા લક્ઝરી પર વધુ પડતો ખર્ચ ન કરશો. આજે તમે જે સામાજિક મેળાવડામાં સહભાગી થવાના છો તેમાં તમે આકર્ષણનું કેન્દ્ર હશો. આજે પ્રેમ જીવન ખૂબ જ સુંદર રીતે ખીલશે. આજે તમારા કામની સરાહના થશે. તમારી પ્રતિષ્ઠાને હાનિ પહોંચાડે તેવા લોકો સાથે જોડાવાનું ટાળો. આજે તમે તમારા જીવનસાથી સાથે ખરેખર કશુંક ઉત્સાહજનક કરવાના છો.

કુંભ— જે અશક્ય છે તે વિશે બિનજરૂરી વિચાર કરીને તમારી શક્તિ વેડફતા નહીં, એના કરતાંતેનો ઉપયોગ યોગ્ય દિશામાં કરો. કેટલીક મહત્વની યોજનાઓ અમલમાં મુકાશે જેને કારણે તમને નવો આર્થિક લાભ થશે. તમારી મહત્વાકાંક્ષા વિશે મોટી વયની વ્યક્તિને જણાવો તેઓ તમારી મદદ કરવા પોતાનાથી બનતા તમામ પ્રયત્નો કરશે. પ્રેમમાં નિરાશા તમને નાસીપાસ કરશે. ઑફિસમાં આજે તમારા અભિગમ તથા કામની ગુણવત્તામાં સુધારાનો અનુભવ તમે કરશો. તમે જે હંમેશાં સાંભળવા માગતા હતા- એ સાર વખાણભર્યા શબ્દોની આજે લોકો તમારા પર વર્ષા કરશે. તમારા જીવનસાથી આજે તમને તમારી સાથે જીવન વીતાવવા અંગેની અણગમતી વાતો કદાચ જણાવશે.

મીન— આઉટડૉર રમતો તમને આકર્ષશે-ધ્યાન તથા યોગ લાભ લાવશે. લોકોની જરૂરિયાત શી છે તથા તમારી પાસેથી તેમને ચોક્કસ શું જોઈએ છે તે તમે જાણતા હો એવું લાગે છે-પણ તમારા ખર્ચમાં વધુ પડતા ઉડાઉ ન બનતા. મિત્રોનો સાથ રાહત આપશે. રૉમાન્સને આજે ઓછું મહત્વ મળે એવું લાગે છે કેમ કે તમારૂં પ્રિયપાત્ર ખૂબ જ વધારે પડતી માગ કરી રહ્યું હોય એવું લાગે છે. કામના સ્થળે અને ઘરે દબાણ તમને ગુસ્સાવાળા સ્વભાવના બનાવશે. પ્રવાસ,મનોરંજન તથા લોક સાથે હળવું-મળવું આજે તમારા એજેન્ડા પર રહેશે. આજે નિરાંતના અભાવને કારણે તમારો શ્વાસ રૂંધાતો લાગશે. તમારે માત્ર યોગ્ય રીતે વાતચીત હાથ ધરવાની જરૂર છે.

#રાશિ ભવિષ્ય
Here are a few more articles:
Read the Next Article