જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ

New Update
જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ - Connect Gujarat

મેષ (અ,લ,ઇ) – પાર્ટીમાં તમે લઘુતાગ્રંથિથી પીડાવ એવી શક્યતા છે. આમાંથી બહાર નીકળવા તમારી જાતને હકારાત્મક રીતે વિચાર કરવા પ્રેરો-અન્યથા તમે આત્મવિશ્વાસ જાળવી નહીં શકો. આર્થિક બાબતોમાં સુધારો ચોક્કસ થશે. દિવસના ઉત્તરાર્ધમાં અણધાર્યા સારા સમાચાર ખુશી લાવશે તથા આખા પરિવારો ઉત્સાહ વધારશે. તમારા પ્રિયપાત્રને આજે આખો દિવસ તમારી ગેરહાજરી ખૂબ જ ખટકશે. એકાદ સરપ્રાઈઝનું આયોજન કરો અને આજના દિવસને તમારા જીવનનો સૌથી સુંદર દિવસ બનાવો. અંગત અને ગોપનીય હોય તેવી માહિતી કોઈને જણાવતા નહીં. તમારા ખરા જીવનસાથી સાથે હોવાની અનુભૂતિ કેવી હોય છે તે તમે આજે અનુભવશો. હા, તમારા જીવનસાથી ખરેખર અદભુત છે.

વૃષભ (બ,વ,ઉ) કામના સ્થળનું તથા ઘરનું દબાણ આજે તમને ગુસ્સાહાળા સ્વભાવના બનાવશે. તમારા મૂડીરોકાણ તથા ભાવિ ધ્યેયો વિશે ગુપ્તતા જાળવો. તમારા વધુ પડતા ઉદાર સ્વભાવનો સંબંધીઓ ગેરફાયદો ઉપાડવાનો પ્રયાસ કરશે. તમારી જાત પર અંકુશ રાખો અન્યથા તમે છેતરાઈ શકો છો. તમારે એ સમજવું જોઈએ કે એક હદ સુધીની ઉદારતા ારી છે પણ જો તે એક હદ વટાવે તો તેનાથી મુશ્કેલીઓ સર્જાઈ શકે છે. તમારા પરિયપાત્ર દ્વારા કરાયેલી ટિપ્પણી અંગે તમે ખૂબ જ સંવેદનશીલ હશો-તમારી લાગણીઓને વશમાં રાખો અને કંઈપણ બિનજવાબદારીભર્યું ન કરતા જેનો તમને આગળ જઈને પસ્તાવો થાય. કાયદાકીય સલાહ મેળવવા માટે વકીલની મુલાકાત લેવા માટે સારો દિવસ. આસપાસની બધી જ બાબતો કામના સ્થળે તમને પડકારવાના મૂડમાં જાય છે, દૃઢતા જાળવી રાખજો.

મિથુન (ક,છ,ઘ) – લાંબા ગાળાની માંદગીથી તમને મુક્તિ મળે એવી શક્યતા છે. થોડા વધુ નાણાં બનાવવા માટે તમારા નાવિન્યસભર વિચારોનો ઉપયોગ કરો. સૌને તમારી મોટી પાર્ટી માટે બોલાવો-આજે તમારામાં એ વધારાની ઊર્જા હશે જે તમારા ગ્રુપ માટે કાર્યક્રમનું આયોજન કરવા પ્રેરશે. એકતરફી આકર્ષણ તમારી ખુશીઓને બરબાદ કરશે. પ્રવાસ તથા પર્યટન આનંદ લાવશે તથા શૈક્ષણિક પણ પુરવાર થશે. તમારા જીવનસાથીની તબિયત અને મિજાજ તમારા દિવસ પર પ્રતિકૂળ અસર પાડી શકે છે

કર્ક (ડ,હ) – મિત્ર તરફથી પ્રસંશાના ખાસ શબ્દો તમારી ખુશીનું સબબ બનશે. આવું થવાનું કારણ એ કે તમે તમારા જીવનને વૃક્ષ જેવું બનાવ્યું છે-જે અન્યોને છાંયડો આપે છે અને પોતે તડકામાં ઊભા રહી સૂરજનો તાપ સહે છે. રોકાણ કરવા માટે તથા સટ્ટામાં પડવા માટે દિવસ સારો નથી. તમારા બાળકના એવોર્ડ સમારંભમાં આમંત્રણ આનંદનું કારણ બની શકે છે. તમારા સંતાનને તમારી અપેક્ષાઓ પર પાર ઉતરતા જોઈ તમારૂં સપનું સાકાર થઈ રહ્યું હોવાનું લાગશે. તમારા પ્રેમી કે પ્રેમિકાને ન ગમતા હોય તેવા કપડાં પહેરવાનું ટાળો કેમ કે એનાથી તેમની લાગણી દુભાઈ શકે છે. આજે તમે જો પ્રવાસ કરવાના હો તો તમારે તમારી ભાષા અંગે વધારે તકેદારી રાખવાની જરૂર છે. અણધાર્યા મહેમાનના આગમનથી તમારી યોજનાઓ પર પાણી ફરી વળી શકે છે, પણ તેનાથી તમારો દિવસ સુધરી જશે.

સિંહ (મ,ટ) – તમારી જાતને તંદુરસ્ત અને સ્વસ્થ રાખવા માટે ઉચ્ચ કૅલૅરીયુક્ત આહાર ટાળો. લાંબા ગાળાથી આવવાના બાકી નાણાં અથવા કોઈને ઉછીની આપેલી રકમ પરત આખરે પરત મળશે. ઘરમાં કેટલીક સાફસફાઈ કરવાની તાકીદે જરૂર છે. આજે તમને તમારા જીવનમાં સાચા પ્રેમની કમી સાલશે.ચિંતા ન કરો સમય સાથે બધું જ બદલાઈ જાય છે અને તેમાં તમારૂં રૉમેન્ટિક જીવન પણ અપવાદ નથી. તમારા વાણી અને વર્તન અંગે દરકાર રાખો કેમ કે તમે કશુંક ભ્રામક કરશો તો સત્તામાંના લોકો એ અંગે બહુ સમજદારી નહીં દાખવે. અણધાર્યા મહેમાનના આગમનથી તમારી યોજનાઓ પર પાણી ફરી વળી શકે છે, પણ તેનાથી તમારો દિવસ સુધરી જશે.

કન્યા (પ,ઠ,ણ) – તમારે કેટલાક આઘાતનો સામનો કરવાની શક્યતા હોવાથી તમારે તમારી લાગણીઓને અંકુશમાં લેવાની તથા તમારા ભયથી મુક્ત થવાની તાકીદે જરૂર છે. તમારા આશાવાદી અભિગમ દ્વારા તમે આ બંનેનો સામનો કરી શકો છો. તમે કોની સાથે આર્થિક વ્યવહાર કરી રહ્યા છો તેની તકેદારી રાખજો. સામાજિક કાર્યક્રમોમાં હાજર રહેવાની તકો મળવાની શક્યતા છે-જે તમને વગદાર લોકોના નિકટ સંપર્કમાં લાવી શકે છે. પ્રેમ પ્રકરણમાં ગુલામની જેમ વર્તશો નહીં. સીધા પ્રાપ્ત ન થયા હોય એવા સમાચારની ફેર ચકાસણી કરી લેવી. દિવસ દરમિયાન તમારી તમારા જીવનસાતી સાથે બોલાચાલી થવાની શક્યતા છે, પણ રાતનું ભોજન કરતી વખતે તમે તે ઉકેલી લેશો.

તુલા (ર,ત) – ગર્ભવતી મહિલાઓ માટે બહુ સારો દિવસ નથી. ચાલતી વખતે તમારે વધારે સાવચેતી રાખવી જોઈએ. તમે જો થોડા વધુ નાણાં મેળવવા માર્ગ શોધી રહ્યા હો તો-સુરક્ષિત આર્થિક યોજનાઓમાં રોકાણ કરો. લમે જેમની સાથે રહો છો એ લોકો તમારાથી ખુશ નહીં હોય-પછી ભલેને તમે તેમને ખુશ કરવા ગમે તે કરો. તમારૂં પ્રેમ જીવન આયુષ્યભરના બંધનમાં પરિણમશે અને લગ્નનો પ્રસ્તાવ મળશે. તમને જો કોઈ દલીલબાજીમાં ખેંચવામાં આવે તો કોઈ કઠોર ટીકા કે ટિપ્પણી તમે ન કરો એની સાવચેતી રાખજો. આજનો દિવસ પાગલ કરી મુકે એવો છે, તમરા જીવનસાથી સાથે પ્રેમ અને રોમાન્સના શ્રેષ્ઠતમ તબક્કાનો અનુભવ કરશો.

વૃશ્વિક (ન,ય) – રચનાત્મક કામ તમને નિરાંતવા રાખશે. આજે ફક્ત બેઠા રહેવા કરતાં-કોઈક પ્રવૃત્તિ સાથે સંકળાઓ-જે તમારી આવકની ક્ષમતાને વધારશે. તમારા તરફથી કંઈ વધુ કર્યા વિના અન્યોનું ધ્યાન ખેંચવા માટે આ શ્રેષ્ઠ દિવસ છે. તમારૂં પ્રિયપાત્ર તમારી પાસેથી ભેટ-સોગાદો ઉપરાંત તમારા સમયની પણ અપેક્ષા રાખશે. તમારામાંના કેટલાક આજે લાંબી મુસાફરી કરશે-જે દોડધામભરી હશે- પણ તેનાથી ખાસ્સો લાભ થશે. લગ્નજીવનમાં વ્યક્તિના એકાંતનું આગવું મહત્વ હોય છે, પણ આજે તમે એકમેકની નિકટ રહેવાની કોશિશ કરશો. રોમાન્સ ચોક્કસ જ જોરદાર છે.

ધનુ (ભ,ફ,ધ,ઢ) – તમારી અંગત સમસ્યા તમારા માનસિક આનંદને બરબાદ કરી શકે છે પણ તમારી જાતને કંઈક રસપ્રદ વાંચનમાં સાંકળશો તો આ દબાણ સાથે અનુકુલન સાધવામાં તમને સરળતા પડશે. સમજદારીપૂર્વક સરેલું રોકાણ જ વળતર આપશે-આથી તમે તમારી પરસેવાની કમાણી ક્યાંય રોકો તે પૂર્વે પૂરેપૂરી ખાતરી કરી લેજો. ધંધામાં ઉધાર માગવાના ઈરાદે તમારો સંપર્ક કરનારાઓની અવગણના કરો. આજે તમારે તમારૂં શ્રેષ્ઠ વર્તન દાખવવું જોઈએ-કારણ કે આજે તમારા પ્રેમી-પ્રેમિકા આગાહી ન કરી યસક્યા એવા મૂડમાં હશે. અણધાર્યો પ્રવાસ કેટલાક માટે દોડધામભર્યો તથા તાણયુક્ત સાબિત થઈ શકે છે. તમારા જીવનસાથી આજે વધુ પડતું સ્વ-કેન્દ્રી વલણ અપનાવે એવી શક્યતા છે.

મકર (ખ,જ) – તમારા જીવનને હળવાશથી લેતા નહીં, જીવનની દરકાર જ સાચી સમજ છે. આજ માટે તમારો સફળતા મંત્ર હોવો જોઈએ-તમારા નાણા એવા લોકોની સલાહ મુજબ રોકવા જોઈએ જેઓ કશુંક નવું કરવામાં માને છે તથા સારા અનુભવોને યાદ રાખો. એકબીજાના દૃષ્ટિકોણ સમજીને તમારી વ્યક્તિગત સમસ્યાઓને ઉકેલો.તેમને જાહેરમાં ન લાવો અન્યથા તમારી પ્રતિષ્ઠાને હાનિ થવાની શક્યતાઓ વધુ છે. આજે તમે ડૅટ પર જવાના હો તો,વિવાદાસ્પદ મુદ્દા ઊભા કરવાનું ટાળો. તમારા દેખાવ અને વ્યક્તિત્વને નીખારવા કરેલા પ્રયત્નો તમારા સંતોષ મુજબનું પરિણામ આપશે. પરિસ્થિતિ આજે તમારી ધારણા પ્રમાણે કદાચ ન પણ ચાલે, પણ તમે તમારી જીવનસંગિની સાથે સુંદર સમય વિતાવશો.

કુંભ (ગ,શ,સ,ષ) – આજે સ્વાસ્થ્ય બરાબર રહેશે. જૂની શિલ્પકૃતિઓ તથા ઘરેણાંમાં રોકાણ લાભ તથા સમૃદ્ધિ લાવશે. તમારા ઉદાર સ્વભાવનો લાભ તમારા મિત્રોને ન લેવા દો. તમને આજે પ્રેમની સુંદર ચોકલેટના સ્વાદ માણવા મળશે. અણધાર્યો પ્રવાસ કેટલાક માટે દોડધામભર્યો તથા તાણયુક્ત સાબિત થઈ શકે છે. આજે તમે તમારા જીવનસાથી સાથે ખરેખર કશુંક ઉત્સાહજનક કરવાના છો.

મીન (દ,ઝ,ચ,થ) - તમારા વિચારોને કેટલાક હકારાત્મક વિચારોમાં વાળો કેમ કે તમે ભયના ડરામણા દૈત્ય સામે લડી રહ્યા છો, અન્યથા તમે આ કટ્ટર દૈત્યના નિષ્ક્રિય તથા આસાન ભોગ બની જશો. આર્થિક મુશ્કેલીઓ ટીકા અને બોલાચાલી ભણી દોરી જશે-તમારી પાસે વધુ પડતી અપેક્ષા રાખતા લોકોને ના પાડતા શીખો. તમારૂં ખુશમિજાજ વર્તન પારિવારિક જીવનને પ્રબુદ્ધ બનાવશે. આવું ઈમાનદાર સ્મિત ધરાવનારનો સામનો બહુ ઓછા લોકો કરી શકે છે. તમે રૉમેન્ટિક વિચારો તથા ભૂતકાળના સપનાંમાં જ ગળાડૂબ રહેશો. ટૅક્સ તથા વીમાને લગતી બાબતમાં ધ્યાન આપવાની જરૂર પડશે. તમાર પરિણીત જીવનના શ્રેષ્ઠ દિવસની અનુભૂતિ તમે આજે કરશો.

Latest Stories