જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ

New Update
7 ડિસેમ્બરનું રાશિ ભવિષ્ય,જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ

જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ

મેષ (અ,લ,ઇ) –દોડધામભર્યો દિવસ હોવા છતાં સારો દિવસ. રોકાણ કરવું જોઈએ પણ એ પૂર્વે યોગ્ય સલાહ લો. તમને કોઈક સારા સમચાર મળશે જે તમને જ નહીં પણ તમારા પરિવારના સભ્યોને પણ ખુશખુશાલ કરી મુકશે. ચિંતા ન કરતા આજે તમારા દુઃખ બરફની જેમ ઓગળી જશે. કાર્યસ્થળે લોકોનું નેતૃત્વ કરો-તમારી ઈમાનદારી તમને આગળ વધવામાં મદદ કરશે. લાભદાયક દિવસ કેમ કે બાબતો તમારી તરફેણમાં આવતી હોય તેવું લાગશે અને તમે જાણે વિશ્વની ટોચે પહોંચી ગયા હો એવું અનુભવશો. આલિંગનના સ્વાસ્થ્યને લગતા લાભો વિશે તમે જાણતા જ હશો. તમને આજે સારા એવા પ્રમાણમાં તે મળશે.

વૃષભ (બ,વ,ઉ) –ઝળહળતો અને ખડખડાટ હાસ્યથી ભરેલો દિવસ જ્યારે મોટા ભાગની ઘટનાઓ તમારી ધારણા મુજબ આકાર લેશે. તમે તમારી જાતને નવી રોમાંચક પરિસ્થિતિમાં જોશો-જે તમને આર્થિક લાભ પણ અપાવશે. જ્ઞાન માટેની તમારી તૃષ્ણા નવા મિત્રો બનાવવામાં મદદ કરશે. આજના અદભુત દિવસે તમારા સંબંધોમાંની તમામ ફરિયાદો તથા તથા રોષ આજે અદૃશ્ય થઈ જશે. બૉસનો સારો મિજાજ કામના સ્થળનું સંપૂર્ણ વાતાવરણ ખૂબ જ સુંદર કરી શકે છે. તમારા છૂપા શત્રુઓ તમારા વિશે અફવાઓ ફેલાવવા માટે ઉત્કંઠ હશે. લગ્ન સ્વર્ગમાં નક્કી થાય છે, તમારા જીવનસાથી આજે તમને આ બાબતનો પુરાવો આપશે..

મિથુન (ક,છ,ઘ) બિનજરૂરી વિચારોને તમારા મગજમાં સ્થાન જમાવવા ન દો. શાંત તથા તાણમુક્ત રહેવાનો પ્રયાસ કરો, એ તમને માનસિક દૃઢતા બક્ષશે. તમારા ખર્ચ પર અંકુશ લાવવાનો પ્રયાસ કરો-અને આજે જરૂરી હોય એવી ચીજો જ ખરીદજો. પોતાની જાત પર દયા ખાવામાં સમય વેડફશો નહીં, એના કરતાં જીવનના પાઠ શીખવાનો પ્રયાસ કરજો. તમારા દિલ અને મગજ પર રૉમાન્સનું રાજ હશે. તમારામાં નેતૃત્વના ગુણો તથા લોકોની જરૂરિયાતો અંગે સંવેદનશીલતા છે- તમે ખરેખર જે છો તેના પર ભાર મુકી તમારી જાતને અભિવ્યક્ત કરશો તો તમારી તરફેણમાં વિજય લાવવામાં તમને મોટા પાયે સફળતા મળશે. નિંદા-કૂથલી તથા અફવાઓથી દૂર રહો. એકબીજા માટેની એકમેકની સુંદર લાગણીઓ વિશે આજે તમારી વચ્ચે બહુ સારો સંવાદ થશે.

કર્ક (ડ,હ) –સ્વાસ્થ્યની બાબતમાં તમારી જાતની અવગણના ન કરવાની સાવચેતી રાખજો. નાણાપ્રવાહમાં વધારો મહત્વની ચીજોની ખરીદી તમારી માટે આસાન બનાવશે. તમારા ઘરના વાતાવરણમાં તમે કોઈ ફેરફાર કરો તે પૂર્વે સૌની મંજૂરી છે કે નહીં તેની ખાતરી કરો. તમારૂં ધૂંધળું જીવન તમારા જીવનસાથીને ટૅન્શન આપશે. હાથમાં લીધેલા નવા કાર્યો અપેક્ષાથી ઊણા ઉતરશે. સમસ્યાઓ વચ્ચે ઝડપથી કામ કરવાની તમારી ક્ષમતા તમને માન-મરતબો અપાવશે. તમારા જીવનસાથીને કારણે તમે આજે તકલીફમાં હો એવું તમને લાગ્યા કરશે..

સિંહ (મ,ટ) - લાગણીની દૃષ્ટિએ આજનો દિવસ ખાસ સારો નહીં હોય. આર્થિક બાબતોમાં ચોક્કસ સુધારો થશે-પણ તેની સાથે જ ખર્ચમાં પણ વધારો થશે. કામનું ટૅન્શન તમારા મગજને ઘેરી વળશે જેને કારણે તમારી પાસે પરિવાર તથા મિત્રો માટે સમય નહીં બચે. રૉમાન્સમાં તમારા મગજનો ઉપયોગ કરજો કેમ કે પ્રેમ આંધળો હોય છે. કોઈ નવો પ્રૉજેક્ટ હાથમાં લેતા પહેલા બે વાર વિચારજો. મજા માટેની ટ્રીપ સંતોષકારક રહેશે. આજે તમારા જીવનસાથી તમને તમારા વિશે અથવા તમારા લગ્નજીવન વિશે બધી જ ખરાબ વાતો કહેશે.

કન્યા (પ,ઠ,ણ) - બાળકોની સંગતમાં આશ્વાસન પ્રાપ્ત થશે. માત્ર તમારા પરિવારના જ નહીં પણ અન્યોના સંતાનોમાંની રોગનિવારક શક્તિ તમને આશ્વાસન આપી શકે છે તથા તમારી બેચેનીને શાંત કરી શકે છે. મોડી પડેલી લેણી નીકળતી રકમ પાછી મળતા આર્થિક સ્થિતિ સુધરશે. તમારા સામાજિક જીવનની ઉપેક્ષા કરતા નહીં. તમારા વ્યસ્ત સમયપત્રકમાંથી થોડો સમય કાઢી તમારા પરિવાર સાથે પાર્ટીમાં હાજરી આપજો. આનાથી તમે ન માત્ર દબાણમાંથી મુક્ત થશો બલ્કે તમારો ખચકાટ પણ દૂર થશે. કેટલીક ગેરસમજને કારણે તમારા પ્રેમી-પ્રેમિકા સાથેનો તમારો મુશ્કેલીમાં આવી શકે છે.તમારે યાદ રાખવું જોઈએ કે પ્રેમ એ ગંભીર બાબત છે આથી તેને હળવાશથી ન લો. કામમાં પરિસ્થિતિ તમારી તરફેણમાં હોય એવું જણાય છે. તમારૂં ચુંબકીય-બર્હિમુખી વ્યક્તિત્વ દિલો પર રાજ કરશે. તમારા જીવનસાથી તમારા પર શંકા કરે એવી શક્યતા છે, જે તમારા દિવસને ખરાબ કરી શકે છે.

તુલા (ર,ત) –આજે તમે જે કંઈ કરશો તેમાં-ઊર્જાથી સભર હશો-તમે દરેક કામ સામાન્યપણે લાગતા સમય કરતાં અડધા સમયમાં પાર પાડી શકશો. તમે જો અન્યોના શબ્દો પર ધ્યાન આપીને રોકાણ કરશો તો આજે આર્થિક નુકસાનની શક્યતા જોવાય છે. ટપાલ દ્વારા આવેલો પત્ર આખા પરિવાર માટે ખુશીના સમાચાર લાવશે. પ્રેમમાં કોઈને સફળ થવાની કલ્પના કરવામાં મદદ કરજો. કામના સંદર્ભમાં આજનો દિવસ ખૂબ જ સરસ વીતે એવું જણાય છે. તમારા ભૂતકાળમાંથી કોઈએ આજે તમારો સંપર્ક કરશે અને તમારો દિવસ યાદગાર બની જશે. આજે તમને અનુભૂતિ થશ કે તમારી જીવનસંગિની માટે તમારૂં મહત્વ કેટલું છે.

વૃશ્વિક (ન,ય) –આજે તમારા સ્વાસ્થ્ય વિશે ચિંતા કરવાની જરૂર નથી. તમારી આસપાસના લોકો તમારું મનોબળ તથા જુસ્સો વધારશે. તમારૂં અવાસ્તવિક આયોજન નાણાંના વેડફાટમાં પરિણમશે. પારિવારિક વાતાવરણ જાળવવા તથા તેને કલુષિત ન કરવા તમારે તમારા ગુસ્સા પર કાબૂ મેળવવાની જરૂર છે. રૉમાન્સ, બહાર જવું તથા પાર્ટીઓ ઉત્સાહજનક પુરવાર થઈ શકે છે પણ આ બાબતો થકવનારી પણ છે. તમને જો એમ લાગતું હોય કે મહત્વના કામ તમે અન્યોની મદદ વિના પણ પાર પાડી શકો છો તમારી મોટી ગેરસમજ થાય છે. તમે જો કોઈ પરિસ્થિતિથી દૂર ભાગશો-તો એ શક્ય હોય એટલી ખરાબ રીતે તમારો પીછો કરશે. આજનો દિવસ તમારી ધીરજની કસોટી કરે એવી શક્યતા છે, કામના સ્થળે આજે ધીરજ ખોતા નહીં.

ધન (ભ,ફ,ધ,ઢ) – તાણ નાનકડી બીમારીમાં પરિણમી શકે છે. બહાર કોઈ ચીજ ખરીદવા દોડવાને બદલે તમારી પાસે જે હો તેનો ઉપયોગ પહેલા કરો. તમારી મદદની જરૂર હોય એવા મિત્રની મુલાકાત લેજો. ઉત્સાહજનક દિવસ કેમ કે આજે તમને તમારા પ્રિયપાત્ર તરફથી ભેટ-સોગાદ મળશે. કોઈ બાબત કે ઘટના બને તેની રાહ ન જોતા-બહાર નીકળો અને નવી તકોને શોધો. સંવાદ સાધવાની તમારી રીત તથા કામ કરવાનું કૌશલ્ય પ્રભાવિત કરનારા રહેશે. તમારા જીવનસાથી આજે તમારી માટે કશુંક ખરેખર ખાસ કરશે.

મકર (ખ,જ) –કાયદાકીય બાબતોને કારણે ટૅન્શન થવાની શક્યતા છે. નવા સંપર્કો કદાચ લાભદાયી લાગશે પણ અપેક્ષા મુજબના લાભ નહીં લાવે- નાણાં રોકવાની વાત આવે ત્યારે ઉતાવળા નિર્ણયો ન લેવામાં જ સાર છે. સંબંધીઓ-મિત્રો એક સુંદર સાંજ માટે તમને મળવા આવશે. તમે આજે પ્રેમનું પ્રદૂષણ ફેલાવશો. તમારી સખેત મહેનતનું વળતર મળશે કેમ કે તમને પ્રમોશન મળવાની શક્યતા છે. નાણાંકીય લાભો વિશે વિચારતા નહીં કારણ કે લાંબા ગાળામાં તમે જ લાભાર્થી ઠરવાના છો. મજા માટેની ટ્રીપ સંતોષકારક રહેશે. તમારા જીવનસાથી તમારા ખરા દેવદૂત છે, અને તમને એ બાબત આજે સમજાશે.

કુંભ (ગ,શ,સ,ષ) – સંતોષી જીવન માટે તમારી માનસિક દૃઢતામાં વધારો કરો. તમે જો થોડા વધુ નાણાં મેળવવા માર્ગ શોધી રહ્યા હો તો-સુરક્ષિત આર્થિક યોજનાઓમાં રોકાણ કરો. કેટલાક લોકો માટે- પરિવારમાં કોઈ નવી વ્યક્તિનું આગમન ઉજવણી અને પાર્ટીની ક્ષણો લાવશે. આજે તમારા પ્રેમી કે પ્રેમિકાને નિરાશ ન કરતા-કેમ કે એનાથી તમને પછીથી પસ્તાવો થશે. તમે જો ખુલલું મન રાખશો તો કેટલીક સારી તકો તમારી સામે આવશે. સીધા પ્રાપ્ત ન થયા હોય એવા સમાચારની ફેર ચકાસણી કરી લેવી. આજે તમે અને તમારા જીવનસાથીએ સારી ખાણી-પીણી કરી હશે તો સ્વાસ્થ્ય બગડવાની શક્યતા છે..

મીન (દ,ઝ,ચ,થ) - તંબાકુનો ઉપયોગ બંધ કરવાનો તમારી માટે આ યોગ્ય સમય છે નહીંતર આગળ જતાં તમારી માટે આ લતથીપીછો છોડાવવો તમારી માટે અત્યંત મુશ્કેલ થઈ પડશે અને તેનો ઉપયોગ ન માત્ર શરીરને હાનિ પહોંચાડશે બલ્કે મગજને પણ નુકસાન કરશે. સૌથી અણધાર્યા સાધનોમાંથી તમે કમાણી કરો એવી શક્યતા છે. તમારા સંતાનો માટે યોજનાઓ ઘડવા માટે અદભુત દિવસ. અંગત બાબતો અંકુશ હેઠળ રહેશે. મુશ્કેલ જણાતા મુદ્દાઓમાંથી સુપેરે બહાર પડવા તમારે તમારા સંપર્કોનો ઉપયોગ કરવાની જરૂર છે. ઝળહળતો અને ખડખડાટ હાસ્યથી ભરેલો દિવસ જ્યારે મોટા ભાગની ઘટનાઓ તમારી ધારણા મુજબ આકાર લેશે. આજે તમે તમારા જીવનસાથી સાથે ફરીથી પ્રેમમાં પડશો કેમ કે તે આ માટે યોગ્ય છે.

.

Latest Stories