જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ

New Update
જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ

મેષ (અ,લ,ઇ) – તમારા પરિવાર માટે તમે તમારી ખુશીનું બલિદાન આપશો. પણ તમારૂં બલિદાન કોઈક હિત કે અપેક્ષાથી પર હોવું જોઈએ. તમે જો બધું જ બરાબર કરશો તો આજે તમે વધારાના નાણાં કમાઈ શકશો. પૈતૃક સંપત્તિમાં વારસાના સમાચાર તમારા આખા પરિવારને ખુશખુશાલ કરી મુકશે. તમારે તમારી શ્રૃંગારિક કલ્પનાઓ વિશે વધુ સપનાં જોવાની હવે જરૂર નથી, કેમ કે આજે તેમના સાકાર થવાની શક્યતા છે. આજનો દિવસ એવા દિવસોમાંનો એક છે જ્યારે પરિસ્થિતિ તમારી મરજી મુજબ આકાર નહીં લે. ઘણા લાંબા સમય બાદ તમને તમારા જીવનસાથી તરફથી પ્રગાઢ અને ઉષ્માભર્યું આલિંગન મળશે.

વૃષભ (બ,વ,ઉ) – તમારૂં શારીરિક સાર્મથ્ય જાળવવા માટે તમે રમતગમતમાં તમારો સમય ખર્ચ કરો એવી સંભાવના છે. આર્થિક સમસ્યાઓ રચનાત્મક રીતે વિચારવાની તમારી ક્ષમતાને હાનિ પહોંચાડશે. પારિવારિક મોરચે કેટલીક સમસ્યાઓ પરિવારની શાંતિ તથા સ્વસ્થ વાતાવરણને ખોરવી નાખશે. આજે તમારા પ્રિયપાત્રની લાગણીઓ સમજજો. તમે જો કોઈ પરિસ્થિતિથી દૂર ભાગશો-તો એ શક્ય હોય એટલી ખરાબ રીતે તમારો પીછો કરશે. જેઓ કહે છે કે લગ્ન એટલે માત્ર સેક્સ, તેઓ ખોટું બોલે છે. કેમ કે આજે તમને સમજાશે કે ખરો પ્રેમ એટલે શું.

મિથુન (ક,છ,ઘ) – લાભદાયક દિવસ અને તમને લાંબા ગાળાની માંદગીમાંથી રાહત મળી શકે છે. ગ્રુપમાં સંકળાવું મનોરંજક છતાં ખર્ચાળ સાબિત થશે-ખાસ કરીને જો તમે અન્યો પર ખર્ચ કરવાનું બંધ નહીં કરો. ઑફિસનું ટૅન્શન ઘરે ન લાવતા.એનાથી તમારી પારિવારિક ખુશીઓ પર અસર થઈ શકે છે. ઑફિસની સમસ્યાઓને ત્યાં જ ઉકેલો અને તમારા પારિવારિક જીવનનો આનંદ લો. આજે તમે તમારા પ્રિયપાત્રની ખોટ ખૂબ જ સાલશે. તમારી રમૂજવૃત્તિ તમારી મહામૂલી મૂડી સાબિત થશે. તમારા જીવનસાથી તમારા પર શંકા કરે એવી શક્યતા છે, જે તમારા દિવસને ખરાબ કરી શકે છે.

કર્ક (ડ,હ) – તમારી નફરતને મારવા માટે સૌહાર્દપૂર્ણ સ્વભાવ કેળવો કેમ કે તે પ્રેમ કરતાં વધુ બળવાન છે અને તેની તમારા શરીર પર વ્યાપક અસર થાય છે. યાદ રાખો બૂરાઈનો વહેલો મોડો અંત થાય જ છે. વધારાનાં નાણાં રિયલ એસ્ટેટમાં રોકજો. કલ્પનાઓ કે તરંગ-તુક્કા પાછળ દોડશો નહીં તથા વધુ વાસ્તવવાદી બનવાનો પ્રયાસ કરો-તમારા મિત્રો સાથે વધુ સમય વિતાવો- એનાથી તમને સારું લાગશે. આજે રૉમાન્‍સ માટે ગૂંચવણભર્યું જીવન છોડો. સાવચેતીભર્યાં પગલાંનો દિવસ-જ્યારે તમને મગજ કરતાં દિલની વધુ જરૂર પડશે. ઘણા લાંબા સમયથી કામનું દબાણ તમારા લગ્નજીવન પર વિપરિત અસર કરી રહ્યું હતું. પણ આજે, તમામ ફરિયાદો ગાયબ થઈ જશે.

સિંહ (મ,ટ) - તમારો ગુસ્સો કોઈકને વધુ મુશ્કેલીમાં મુકી દેશે. આર્થિક બાબતો માટે વધુ પડતી સાવચેતી તથા સંભાળ આજના દિવસનો મંત્ર છે. પાડોશી સાથેનો ઝઘડો તમારો મૂડ બગાડી નાખશે. પણ તમારો મિજાજ ગુમાવતા નહીં કારણ કે આ બાબત બળતામાં ઘી ઉમેરશે. તમે સહકાર ન આપો તો કોઈ તમારી સાથે ઝઘડી જ શકે નહીં. લાંબા સમયથી કોઈક સાથે ચાલતો તમારો વિવાદ આજે ઉકેલવાનો પ્રયાસ કરો કેમ કે આવતી કાલે કદાચ બહુ મોડું થઈ જશે. તમારા છૂપા શત્રુઓ તમારા વિશે અફવાઓ ફેલાવવા માટે ઉત્કંઠ હશે. તમારા જીવનસાથીની રૂક્ષતા તમને દિવસભર નારાજ કરી શકે છે.

કન્યા (પ,ઠ,ણ) – તમારો મજબૂત પ્રતિકાર તથા નિર્ભયતા તમારા માનસિક સાર્મથ્યમાં જબરજસ્ત વધારો કરશે. આ ગતિને જાળવી રાખો જેથી તે તમને ગમે તે પરિસ્થિતિને અંકુશમાં રાખવા નો ઉત્સાહ પૂરો પાડશે. આજે જેની અપેક્ષા હતી તેવા આર્થિક લાભ મળવામાં વિલંબ થશે. પરિવારના સભ્યો સાથે શાંતિભર્યો દિવસ માણો-લોકો જો સમસ્યાઓ સાથે તમારો સંપર્ક સાધે- તેમને અવગણો અને તેની અસર તમારા મગજ પર થવા ન દો. આનંદ માટે નવા સંબંધો તરફ મીટ માંડો. તમને જો કોઈ દલીલબાજીમાં ખેંચવામાં આવે તો કોઈ કઠોર ટીકા કે ટિપ્પણી તમે ન કરો એની સાવચેતી રાખજો. આલિંગનના સ્વાસ્થ્યને લગતા લાભો વિશે તમે જાણતા જ હશો. તમને આજે સારા એવા પ્રમાણમાં તે મળશે

તુલા (ર,ત) – તમારૂં સંતાન પરિક્ષામાં સારો દેખાવ ન કરી શકે તો તેને ઉતારી પાડતા નહીં. એના કરતાં આગળની પરિક્ષામાં સારો દેખાવ કરવા માટે તમારે તેનો ઉત્સાહ વધારવો જોઈએ. તમારે એ યાદ રાખવું જોઈએ કે બધા એકસમાન હોતા નથી. રિયલ એસ્ટેટ અને આર્થિક વ્યવહારો માટે સારો દિવસ. પારિવારિક જવાબદારીઓનો ડુંગર ખડકાશે-તેના કારણે તમારા મગજ પર તાણ વધશે. આજે તમને તમારા પ્રિયપાત્રની એક નવી અદભુત બાબત જોવા મળશે. એવા ઉતાવળા નિર્ણય લેતા નહીં, જેનાથી જીવનમાં આગળ જતાં તમને તેના વિશે અફસોસ થાય. આજે તમે તમારા જીવનસાથી સાથે ખરેખર કશુંક ઉત્સાહજનક કરવાના છો

વૃશ્વિક (ન,ય) – તમને નિર્ભેળ આનંદ તથા મોજમજા મળશે-કેમ કે તમે તમારા જીવનને સંપૂર્ણપણે માણવાનો નિશ્ચય કર્યો છે. પ્રૉપર્ટીને લગતા સોદા સાકાર થશે તથા અકલ્પ્ય લાભ લાવશે. પારિવારિક તાણને ગંભીરતાથી લેજો. પણ બિનજરૂરી ચિંતા તમારી માનસિક તાણમાં ઓર વધારો કરશે. તમારા પરિવારના સભ્યો સાથે આ બાબતનો ઉકેલ તરત લાવવાનો પ્રયાસ કરજો તથા તમારી જાતને તાણ સાથે પનારો પાડવા માટે તૈયાર કરજો. તમારા પ્રેમી-પ્રેમિકા દ્વારા કરવામાં આવતી ટિપ્પણીઓ અંગે તમે ખૂબ જ સંવેદનશીલ હશો-તમારે તમારી લાગણીઓ પર અંકુશ રાખવો અને પરિસ્થિતિને વધુ બગાડે એવું કંઈપ કરવાનું ટાળવું જોઈએ. પ્રવાસ,મનોરંજન તથા લોક સાથે હળવું-મળવું આજે તમારા એજેન્ડા પર રહેશે. તમારા જીવનસાથી તમને બહાર જવા ધકેલશે જ્યારે તમને એવું કરવાના મૂડમાં નહીં હો અથવા બહાર જવું હશે ત્યારે તમને એવું કરતા રોકશે, જેને કારણે તમને છેવટે ગુસ્સો આવશે.

ધન (ભ,ફ,ધ,ઢ) – રમતગમત તથા અન્ય આઉટડૉર પ્રવૃત્તિઓમાં ભાગ લેવાથી તમે તમારી ખોવાયેલી શક્તિ ભેગી કરવામાં તમને મદદ મળશે. કેટલીક મહત્વની યોજનાઓ અમલમાં મુકાશે જેને કારણે તમને નવો આર્થિક લાભ થશે. બાળકોને કારણે અસંતોષ સર્જાઈ શકે છે, કેમ કે તેઓ તેમના મિત્રો સાથે વધુ સમય પસાર કરશે અને ઘર અથવા અભ્યાસ પર ઓછું ધ્યાન આપી રહ્યા છે. આજે આનંદની અનુભૂતિ થશે. સમસ્યાઓ વચ્ચે ઝડપથી કામ કરવાની તમારી ક્ષમતા તમને માન-મરતબો અપાવશે. તમારા જીવનસાથી સાથેની તકરારને કારણે તમને લાગણીના તબક્કે કદાચ એવું લાગશે કે લગ્નનું બંધન નબળું પડી ગયું છે.

મકર (ખ,જ) – માનસિક શાંતિ માટે તમારા ટૅન્શનનો ઉકેલ લાવો. પૈસા કમાવવાની નવી તકો લાભદાયી હશે. પારિવારિક મોરચે કેટલીક સમસ્યાઓ સામે આવવાની શક્યતા છે. પણ પરિવારના સભ્યોની મદદથી તમે આ સમસ્યાઓ ઉકેલી શકશો. આ બધું જીવનનો હિસ્સો છે અને તેનાથી કોઈ બચી શકતું નથી. સતત તડકો કે અંધકારની કાળાશ કોઈનાય જીવનમાં હંમેશાં રહેતી નથી. વધુ પડતી સંવેદનશીલતા તમારો દિવસ બગાડી શકે છે-ખાસ કરીને તમે જ્યારે એ જાણશો કે તમારૂં પ્રિયપાત્ર અન્ય સાથે વધુ પડતી મિત્રતા રાખે છે. ચોખ્ખાઈ અને સામાજિક કાર્યો આજે તમને આકર્ષશે-તમે જો તમારો સમય કોઈ સારા કાર્ય માટે ફાળવશો તો તમે બહુ મોટું પરિવર્તન લાવી શકો છો. કામના સ્થળે આજે તમને તમારી સબળ બાજુ તથા નબળાઈ જાણવા મળશે. આજનો દિવસ ખરેખર મુશ્કેલ છે.

કુંભ (ગ,શ,સ,ષ) –.મોટી ઉંમરના લોકોએ તેમના સ્વાસ્થ્યની દરકાર લેવાની જરૂર. સટ્ટાકીય પ્રવૃત્તિ જોખમી પુરવાર થશે-આથી તમામ રોકાણો સંપૂર્ણ તકેદારી રાખીને કરવા. બાહ્ય પ્રવૃત્તિઓમાં વધારે પડતી ભાગીદારી તમારા માતા-પિતાના ગુસ્સાને આમંત્રણ આપી શકે છે. કારકિર્દીનું આયોજન કરવું એ બાબત પણ રમત જેટલી જ મહત્વની છે. તમારા માતા-પિતાને ખુશ રાખવા માટે આ બંને વચ્ચે સંતુલન જાળવો. કેટલાક માટે નવો રૉમાન્સ તેમનો ઉત્સાહ વધારશે તથા તેમને ખુશખુશાલ મિજાજમાં રાખશે. ખરીદી તથા અન્ય પ્રવૃત્તિઓ તમને દિવસના મોટ ભાગનો સમય વ્યસ્ત રાખશે. એવું જણાય છે કે તમને તમારા જીવનસાથી તરફથી વિશેષ ધ્યાન મળશે.

મીન (દ,ઝ,ચ,થ) - તમારા વજન પર નજર રાખો અને વધુ પડતું ખાવાનું ટાળો. તમારા ઘરને લગતું રોકાણ ફાયદાકારક પુરવાર થશે. દૂરના કોઈ સગાં તરફથી અણધાર્યા સમાચાર આખા પરિવાર માટે ખુશીની ક્ષણો લાવશે. તમારા પ્રિયપાત્રમાં શું કમીઓ છે તે શોધવામાં તમારો સમય બરબાદ ન કરતા. પ્રવાસ કરવા માટે બહુ સારો દિવસ નથી. તમારા લગ્નજીવનનો આ સૌથી મુશ્કેલ દિવસ હોઈ શકે છે, સજાગ રહેજો

Latest Stories