જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ

New Update
જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ

મેષ--તમને વધુ સારા બનાવતા તમારી સુધારણાને લગતા પ્રૉજેક્ટ્સમાં શક્તિ લગાડો. તમારા વધારાનાં નાણાં એવા સુરક્ષિત સ્થળે મૂકો જે તમને આવનારા સમયમાં વળતરનું વચન આપે. આજના તમારા વર્તનને કારણે તમારી સાથે રહેતી વ્યક્તિ તમારાથી અત્યંત નારાજ થશે. આજે તમારા પ્રેમી કે પ્રેમિકાને નિરાશ ન કરતા-કેમ કે એનાથી તમને પછીથી પસ્તાવો થશે. સામાજિક તથા ધાર્મિક કાર્યક્રમો માટે અદભુત દિવસ. આજે નિરાંતના અભાવને કારણે તમારો શ્વાસ રૂંધાતો લાગશે. તમારે માત્ર યોગ્ય રીતે વાતચીત હાથ ધરવાની જરૂર છે.

વૃષભ— સ્વસ્થ રહેવા માટે તમારા ખોરાક પર અંકુશ રાખો તથા વ્યાયામ કરો. આર્થિક મુશ્કેલીઓનો અંત આવતો હોય એવું જણાય છે, કેમ કે તમારા માતા-પિતા તમને સહકાર આપશે. આજે તમને જે ફાજલ સમય મળે તેનો લાભ લો અને તમારા પરિવારના સભ્યો સાથે પ્રેમભર્યો સમય વિતાવો. ભૂતકાળમાં તમારા પ્રિયપાત્રએ દાખવેલી ઉદાસીનતા માટે માફી આપી તમે તમારા જીવનને વધુ લાયક બનાલશો. આધ્યાત્મિક ગુરૂ અથવા કોઈક વડીલ તમને માર્ગદર્શન પૂરું પાડશે. તમને અને તમારા જીવનસાથીને આજે અદભુત સમાચાર મળવાની શક્યતા છે.

મિથુન— તમે પરિસ્થિતિની કમાન સંભાળશો એટલે તમારી બેચેની દૂર થઈ જશે.તમને એ સમજાવાની શક્યતા છે કે બધું સાબુના પરપોટા જેવું ક્ષણભંગુર છે જ હિંમત સાથેના પ્રથમ સંપર્કથી જ ગાયબ થઈ જાય છે. આર્થિક બાબતોમાં ચોક્કસ સુધારો થશે-પણ તેની સાથે જ ખર્ચમાં પણ વધારો થશે. આજે તમે જે કાર્યક્રમમાં સહભાગી થશો તેમાંથી નવી મિત્રતા વિકસશે. એકવાર તમે તમારા જીવનના પ્રેમને મળશો એ પછી કોઆ બાબચની જરૂરૂ નહીં રહે. આજે તમને આ વાસ્તવિકતાની અનુભૂતિ થશે. પ્રવાસ લાભદાયક છતાં ખર્ચાળ રહેશે. તમારા જીવનસાથી ખરેખર અદભુત હોય તો જીવન સુખદ અમુભૂતિ બની જાય છે. આજે તમને આ વાતનો અનુભવ થશે.

કર્ક આજે તમારા પર મોસમની અસર વર્તાશે-છેલ્લા કેટલાક દિવસથી દોડધામભર્યા કામે તમને થકવી નાખ્યા હોય એવું લાગે છે. આર્થિક લાભ તમારી અપેક્ષા મુજબ નહીં હોય. છેલ્લા થોડા સમયથી તમારૂં અંગત જીવન તમારા ધ્યાનનું મુખ્ય કેન્દ્ર રહ્યું છે-પમ આજે તમે સામાજિક જીવન પર ધ્યાન આપશો- સખાવત અને પોતાની સમસ્યાઓ સાથે જેઓ તમારી પાસ આવશે એમની મદદ. એકતરફી પ્રેમ તમને નિરાશ કરશે. તમારી યોજનાઓમાં છેલ્લી ઘડીએ ફેરફાર થાય એવો દિવસ. તમારા જીવનસાથીની તબિયત અને મિજાજ તમારા દિવસ પર પ્રતિકૂળ અસર પાડી શકે છે.

સિંહ— ધીરજ રાખો કેમ કે તમારા સતત પ્રયાસો વિવેકબુદ્ધિ તથા સમજદારી તમને સફળતાની ગેરેન્ટી આપે છે. તમારી રચનાત્મક પ્રતિભાનો યોગ્ય ઉપયોગ લેવાશે તો તે ખૂબ જ આકષર્ષક સાબિત થશે. તમારો મત અન્યો પર ન થોપો-વિવાદ ટાળવા માટે અન્યો શું કહે છે તે પણ તમારે સાંભળવું જોઈએ. તમારા પ્રેમ જીવનની બાબતમાં આજનો દિવસ અકલ્પ્ય છે. બસ પ્રેમ કરતા રહો. તમારામાંના પ્રચંડ આત્મવિશ્વાસનો લાભ લો અને બહાર નીકળીને નવા સંપર્કો તથા મિત્રો બનાવો. તમારું લગ્નજીવન આજ જેટલું રંગીન ક્યારેય નહોતું.

કન્યા— આર્થિક સ્થિતિ અને આર્થિક સમસ્યાઓ આમ છતાં ચિંતાનું કારણ બનશે. આજ માટે તમારો સફળતા મંત્ર હોવો જોઈએ-તમારા નાણા એવા લોકોની સલાહ મુજબ રોકવા જોઈએ જેઓ કશુંક નવું કરવામાં માને છે તથા સારા અનુભવોને યાદ રાખો. તમારા ઘરમાં સૌહાર્દતા લાવવા માટે સહકારપૂર્વક કામ કરો. ગર્લફ્રૅન્ડ કદાચ તમને છેતરશે. તમારા ભૂતકાળમાંથી કોઈએ આજે તમારો સંપર્ક કરશે અને તમારો દિવસ યાદગાર બની જશે. તમારા જીવનસાથી આજે તમના મિત્રો સાથે વધુ પડતા વ્યસ્ત થવાની શક્યચતા છે, જે તમને વ્યથિત કરી શકે છે.

તુલા— તમારૂં સ્વાસ્થ્ય અને દેખાવ સુધારવા માટેની બાબતો હાથ ધરવા માટે અઢળક સમય મળશે. આજે તમારી સામે રજૂ કરવામાં આવતી રોકાણ યોજનાઓ તરફ તમારે બેવાર જોઈ લેવું. તમારૂં વ્યગ્ર વર્તન તમારા ભાઈનો મૂડ બગાડી શકે છે. પ્રેમનું બંધન જાળવી રાખવા તમારે એકમેક માટે માન તથા વિશ્વાસ વિકસાવવાની જરૂર છે. પ્રેમ પ્રવાસ મધુર પણ ટૂંકી આવરદાનો. તમારા વાણી અને વર્તન અંગે દરકાર રાખો કેમ કે તમે કશુંક ભ્રામક કરશો તો સત્તામાંના લોકો એ અંગે બહુ સમજદારી નહીં દાખવે. મજાકભરી ચર્ચા દરમિયાન તમારા બંને વચ્ચે કોઈ જૂની સમસ્યા સામે આવી શકે છે, જે આગળ જતાં તમારી વચ્ચે ઝઘડામાં પરિણમશે.

વૃશ્ચિક સારા જીવન માટે તમારૂં સ્વાસ્થ્ય અને સમગ્રતઃ વ્યક્તિત્વ સુધારવાનો પ્રયત્ન કરો. અન્યોને પ્રભાવિત કરવા વધુ પડતો ખર્ચ ન કરી નાખતા. આજે તમે નવા જોમ તથા ઉત્સાહ સાથે બહાર નીકળશો કેમ કે તમને તમારા પરિવારના સભ્યો તથા મિત્રો તરફથી સહકાર મળશે. તમારા મિત્રો સાથે તમે વિતાવેલા સારા સમયને યાદ કરી મિત્રતાને નવપલ્લવિત કરવાનો સમય. અણધાર્યો પ્રવાસ કેટલાક માટે દોડધામભર્યો તથા તાણયુક્ત સાબિત થઈ શકે છે. જેઓ કહે છે કે લગ્ન એટલે માત્ર સેક્સ, તેઓ ખોટું બોલે છે. કેમ કે આજે તમને સમજાશે કે ખરો પ્રેમ એટલે શું.

ધન— ખૂલ્લામાં પડ્યું હોય એવું ખાણું ખાતા નહીં કેમ કે તેનાથી તમે માંદા પડી શકો છો. આજનો જ વિચાર કરીને જીવનના તમારા અભિગમને તથા મનોરંજન પાછળ વધુ પડતો સમય અને નાણાં ખર્ચવાના તમારા વલણ પર અંકુશ રાખો. પરિવારનું તમામ દેણું તમે ચૂકવી શકશો. આજે તમારો પ્રણય સાથૂી તમને કશું ક અતિ સુંદર કરીને આશ્ચર્યચકિત કરી મુકશે. તમારૂં ચકોર નિરીક્ષણ તમને અન્યોથી આગળ રહેવામાં મદદ કરશે. એવી પૂરેપૂરી શક્યતા છે કે તમારી આસપાસના લોકો તમારા સંબધોમાં મતભેદ પાડવાની કોશિષ કરશે. બહારની વ્યક્તિની સલાહ મુજબ ચાલતા નહીં.

મકર ગૅસને લગતી સમસ્યાઓ ધરાવતા દરદીઓએ તેલ તથા ચરબીયુક્ત ખોરાક ટાળવો કેમ કે તેનાથી તેમની બીમારી વધી શકે છે. કેટલાક લોકો માટે પ્રવાસ દોડધામભર્યો અને તાણયુક્ત પુરવાર થશે-પણ આર્થિક રીતે વળતર આપશે. તમારા જેવા જ રસના વિષયો ધરાવતા લોકો સાથે તમે સંપર્કમાં આવો એવી પ્રવૃત્તિઓમાં તમારે સામેલ થવું જોઈએ. આજે તમે તમારા પ્રયપાત્રના હૃદયના ધહકારા સાથે સાથે મિલાવશો. હા, તમે પ્રેમમાં છો તેની જ આ નિશાની છે. તમારામાંના પ્રચંડ આત્મવિશ્વાસનો લાભ લો અને બહાર નીકળીને નવા સંપર્કો તથા મિત્રો બનાવો. પ્રેમ, ચુંબન, આલિંગન અને મજા, તમારા જીવનસાથી સાથે રોમાન્યનાં આ બધાં પાસાં અનુભવવાનો દિવસ છે.

કુંભ— તમારી શક્તિ પાછી મેળવવા માટે સંપૂર્ણ આરામ કરો. તમારી આર્થિક સ્થિતિ સુધરશે આમ છતાં નાણાખર્ચમાં વધારો તમારી યોજનાઓને પાર પાડવામાં અંતરાયો ઊભા કરશે. જરૂર પડશે તો તમારા મિત્ર તમારી મદદે આવશે. આજે એકાએક રૉમેન્ટિક મેળાપની આગાહી છે. અણધાર્યો પ્રવાસ કેટલાક માટે દોડધામભર્યો તથા તાણયુક્ત સાબિત થઈ શકે છે. આજે તમે તમારા જીવનસાથી સાથે ઊંડી ભાવનાઓ ધરાવતી વાતચીત કરશો એવી શક્યતા છે.

મીન— તમારા માતા-પિતાની અવગણના કરવી એ બાબત તમારી ભાવિ શક્યતાઓને હાનિ પહોંચાડી શકે છે. સારો સમય ક્યારેય લાંબો ટકતો નથી. માણસના કર્મો અવાજના મોજાં જેવા હોય છે. આ મોજાં પાછાં ફરે છે અને મેલોડી અથવા ધ્રૂજાવનારૂં સંગીત રચે છે. તે બીજ છે-આપણે જેવું વાવીએ છીએ તેવું જ લણીએ છીએ. ખર્ચ વધશે પણ આવકમાં થતો વધારો તમારા ખર્ચને પહોંચી વળશે. સાંજે બાળકો સાથે થોડો આનંદદાયક સમય વિતાવજો. પ્રપોઝ કર્યા બાદ તમને કદાચ જબરજસ્ત અનુભૂતિ થશે કેમ કે તેનાથી તમારા પરનો બોજો ઉતરી ગયાનું તમે અનુભવશો. અંગત અને ગોપનીય હોય તેવી માહિતી કોઈને જણાવતા નહીં. તમારો જીવનસાથી આજે તમને વધારાનો ખાસ સમય આપશે.

Latest Stories