જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ

New Update
જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ

મેષ (અ,લ,ઇ) – સ્વાસ્થ્યની બાબતમાં તમારી જાતની અવગણના ન કરવાની સાવચેતી રાખજો. નાણાંનો અચાનક આવેલો પ્રવાહ તમારા બિલ તથા નિકટના ખર્ચને પહોંચી વળવામાં તમારી મદદ કરશે. પરિવારના સભ્ય ોતમારા જીવનમાં મહત્વનું સ્થાન ધરાવતા હશે. તમારા પ્રિયપાત્ર સાથે શૉપિંગ માટે બહાર જાવ ત્યારે આક્રમક ન બનતા. કામના સ્થળે આજે કોઈ તમારી સાથે ગેરવર્તન કરી શકે છે. આથી એ માટે તૈયાર રહેજો. કાયદાકીય સલાહ મેળવવા માટે વકીલની મુલાકાત લેવા માટે સારો દિવસ. લાગે છે કે તમારા જીવનસાથી આજે ખરાબ મૂડમાં છે.

વૃષભ (બ,વ,ઉ) – તમારી ખરાબ આદતો તમારી માટે મુશ્કેલીઓ સર્જશે. નાણાં તમારા હાથમાંથી આસાનીથી સરી જવા છતાં-તમારા શુકનવંતા ગ્રહો નાણાં પ્રવાહ જાળવી રાખશે. તમારી લાગણીઓ પર અંકુશ મુકવો તમારી માટે મુશ્કેલ થઈ પડશે-પણ તમારી આસપાસના લોકોને કનડતા નહીં અન્યથા તમે એકલા પડી જશો. આજે તમે તમારા પ્રિયપાત્રની ખોટ ખૂબ જ સાલશે. કળા તથા રંગભૂમિ સાથે સંકળાયેલા લોકોને રચનાત્મક રીતે તેમનું શ્રેષ્ઠ આપવા માટે આજે અનેક નવી તકો મળશે. અણધાર્યો પ્રવાસ કેટલાક માટે દોડધામભર્યો તથા તાણયુક્ત સાબિત થઈ શકે છે. લગ્નજીવન ક્ારેક ખરેખર મુશ્કેલ બની જાય છે, અને શક્ય છે કે આજનો દિવસ એ મુશ્કેલ દિવસોમાંનો એક હોઈ શકે છે.

મિથુન (ક,છ,ઘ) – સ્વાસ્થયને લગતી સમસ્યાઓ બેચેનીનું કારણ બની શકે છે. કેટલાક બાકી રહેલા મુદ્દા વધુ ઘેરા બનશે તથા ખર્ચનો મુદ્દો તમારા મગજમાં ઘુમરાયા કરશે. પરિવારના સભ્યોની જરૂરિયાતોને પ્રાથમિકતા આપજો. તેમના સુખ-દુઃખમાં સહભાગી થાવ જેથી તેમને અનુભૂતિ થાય કે તમને તેમની પરવા છે. તમે પ્રેમમાં ધીમે પણ એકધારા બળશો. તમે જે નથી કરવાના એ કામ કરવાની ફરજ અન્યોને ન પાડતા. તમારા વાણી અને વર્તન અંગે દરકાર રાખો કેમ કે તમે કશુંક ભ્રામક કરશો તો સત્તામાંના લોકો એ અંગે બહુ સમજદારી નહીં દાખવે. તમારી જીવનસંગિનીને નિયમિત ધોરણે સરપ્રાઈઝ આપો, અન્યથા તેને લાગશે કે તમારા જીવનમાં તેનું કોઈ મહત્વ જ નથી.

કર્ક (ડ,હ) – આજે ખાસ દિવસ છે કેમ કે સારૂં સ્વાસ્થ્ય તમને કશુંક અસાધારણ કરવાની ક્ષમતા આપશે. તમારો ખર્ચ તમારા બજેટની બહાર જતો રહેશે જેને કારણે તમારા કેટલાક ચાલી રહેલા પ્રૉજેક્ટ્સ અણધારી રીતે થંભી જશે. સંબંધીઓ તથા મિત્રો તરફથી અણધારી ભેટ અને સોગાદો. આખા બ્રહ્માંડની તમામ ખુશીઓ એ બે વ્યક્તિઓ વચ્ચે હોય છે જેઓ એકમેકના પ્રેમમાં હોય છે. હા, તમે જ એ નસીબવંત છો. આજે નવી ભાગીદારી આશાસ્પદ ઠરશે. તમારાં જમા પાસાં તથા ભાવિ યોજનાઓનું પુનરાવલોકન કરવાનો સમય. લગ્ન સ્વર્ગમાં નક્કી થાય છે, તમારા જીવનસાથી આજે તમને આ બાબતનો પુરાવો આપશે.

સિંહ (મ,ટ) - તમે જે બાબત વાસ્તવિકતામાં મૂર્તસ્વરૂપે જોવા માગતા હો એ દિશામાં તમારા વિચારો અને ઊર્જા વાળો. માત્ર કલ્પના કરવાથી કોઈ અર્થ સરવાનો નથી. તમારી અત્યાર સુધીની સમસ્યા એ છે કે તમે માત્ર ઈચ્છા કરો છો એ દિશામાં પ્રયાસ કરતા નથી. વધુ પડતો ખર્ચ કરાવાનું ટાળો તથા શંકાસ્પદ આર્થિક સ્કીમ્સથી દૂર રહો. પોતાની જાત પર દયા ખાવામાં સમય વેડફશો નહીં, એના કરતાં જીવનના પાઠ શીખવાનો પ્રયાસ કરજો. આજે તમને પ્રેમની ગેરહાજરી અનુભવાશે. આજે તમે જે લૅક્ચર અને સેમિનારમાં ભાગ લેશો તે તમને વિકાસના નવા વિચારો આપશે. આજે તમે જો પ્રવાસ કરવાના હો તો તમારે તમારી ભાષા અંગે વધારે તકેદારી રાખવાની જરૂર છે. આજે તમે અનુભવશો કે તમારા જીવનસાથી તરફથી તમને ધ્યાન અપાઈ રહ્યું નથી, પણ દિવસના અંતે તમને સમજાશે કે, તમારી માટે જ કેટલીક વ્યવસ્થા કરવામાં તે વ્યસ્ત હતા.

કન્યા (પ,ઠ,ણ) – તમારૂં ઝડપી પગલું લાંબા સમયથી તોળાતી સમસ્યાને ઉકેલશે. ઉતાવળમાં મૂડીરોકણને લગતા નિર્ણયો લેતા નહીં- દરેક શક્ય બાજુથી તમે રોકાણ અંગે ચકાસણી નહીં કરો તો નુકસાન થવું ચોક્કસ છે. ઘરને લગતા કેટલાક મુદ્દાઓ પર તરત ધ્યયાન આપવાની જરૂર છે. આજનો દિવસ તમારી આસપાસ ગુલાબની સુગંધ લાવશે. પ્રેમના અતિઆનંદને માણો. કારકિર્દીના સારી તક માટે કરાયેલી મુસાફરી કદાચ સાકાર થશે. આવું કરવા પૂર્વે તમારા માતા-પિતાની પરવાનગી લેજો, અન્યથા તેઓ પછીથી આ બાબતને વિરોધ કરી શકે છે. તમારી પ્રતિષ્ઠાને હાનિ પહોંચાડે તેવા લોકો સાથે જોડાવાનું ટાળો. આજે તમારા જીવનસાથીની નિર્દોષ હરકતો તમારા દિવસને અતિ સુંદર બનાવી મુકશે.

તુલા (ર,ત) – વધુ પડતું ખાવું તથા ઉચ્ચ કૅલૅરી ધરાવતો ખોરાક ટાળવો. દિવસમાં મોડેથી નાણાકીય સ્થિતિ સુધરશે. બાળકો કેટલાક રોમાંચક સમાચાર લાવી શકે છે. મોજ-મજા માટે તમે કોઈ ટ્રીપ પર જાવ એવી શક્યતા છે, જે તમારામાં શક્તિનો સંચાર કરશે તથા તમને જુસ્સાથી ભરી મુકશે. રચનાત્મક પ્રકારના કામો સાથે સંકળાઓ. સારી તથા હચમચાવનારી ઘટનાઓનો દિવસ જે તમને મૂંઝાયેલા અને થાકેલા કરી મૂકશે. આજે તમે તમારા જીવનસાથી સાથે તમારા જીવનનો શ્રેષ્ઠતમ સમય વ્યતીત કરશો.

વૃશ્વિક (ન,ય) – હતાશા અથવા તાણ તમારી માનસિક શાંતિમાં ભંગ પાડી શકે છે. થોડા વધુ નાણાં બનાવવા માટે તમારા નાવિન્યસભર વિચારોનો ઉપયોગ કરો. પારિવારિક મોરચો ખુશખુશાલ તથા સરળ નથી લાગતો. મિત્રતા ગાઢ બનતા તેનું રૂપાંતર પ્રેમમાં થશે. તમારા વરિષ્ઠો આજે તમારા કામની ગુણવત્તાથી પ્રભાવિત થાય એવી શક્યતા છે. ઘરમાં વિધી-હવન-મંગળ સંસ્કાર કરાવશો. તમારા જીવનનો પ્રેમ, તમારા જીવનસાથી આજે તમને કોઈ અદભુત સરપ્રાઈઝ આપશે.

ધન (ભ,ફ,ધ,ઢ) – આજે તમે જે કંઈ કરશો તેમાં-ઊર્જાથી સભર હશો-તમે દરેક કામ સામાન્યપણે લાગતા સમય કરતાં અડધા સમયમાં પાર પાડી શકશો. આર્થિક બાબતોમાં સુધારો ચોક્કસ થશે. મિત્રો તથા પરિવારના સભ્યો તમારો મોટાભાગનો સમય લેશે. તમારા જીવનસાથી પ્રત્યે તમારૂં બેદરકારીભર્યું ધ્યાન ઘરમાં તાણભરી ક્ષણો લાવી શકે છે. આજે પ્રેમનો જાદુ તમને અંધ કરી મુકશે. આ પરમ સુખને માણો. તમારી યોજનાઓમાં છેલ્લી ઘડીએ ફેરફાર થાય એવો દિવસ. રોજબરોજના જીવનની જરૂરિયાતો પૂરી ન થવાને કારણે તમારા લગ્નજીવનમાં તાણ પેદા થઈ શકે છે.

મકર (ખ,જ) – ઝળહળતો અને ખડખડાટ હાસ્યથી ભરેલો દિવસ જ્યારે મોટા ભાગની ઘટનાઓ તમારી ધારણા મુજબ આકાર લેશે. રોકાણ કરવા માટે તથા સટ્ટામાં પડવા માટે દિવસ સારો નથી. મોટી વયની વ્યક્તિની તબિયત ચિંતાનું કારણ બનશે. તમારા પ્રેમી કે પ્રેમિકાને ન ગમતા હોય તેવા કપડાં પહેરવાનું ટાળો કેમ કે એનાથી તેમની લાગણી દુભાઈ શકે છે. મુશ્કેલ જણાતા મુદ્દાઓમાંથી સુપેરે બહાર પડવા તમારે તમારા સંપર્કોનો ઉપયોગ કરવાની જરૂર છે. વ્યપાર માટે હાથ ધરવામાં આવેલી મુસાફરી લાંબા ગાળે લાભદાયક પુરવાર થશે. અણધાર્યા મહેમાનના આગમનથી તમારી યોજનાઓ પર પાણી ફરી વળી શકે છે, પણ તેનાથી તમારો દિવસ સુધરી જશે.

કુંભ (ગ,શ,સ,ષ) –.વધારે પડતો પ્રવાસ તમને ઝનૂન પર લાવી મુકશે. મોટી યોજનાઓ તથા વિચારો ધરાવતી વ્યક્તિ તમારૂં ધ્યાન આકર્ષિત કરશે-રોકાણ કરતા પહેલા એ વ્યક્તિની વિશ્વસનિયતા તથા સત્યતા ચકાસી લેજો તમારો ફાજલ સમય ઘરના સુશોભિકરણ પાછળ લગાડો. તમારો પરિવાર ખરેખર આ બાબતની સરાહના કરશે. આજે તમારા પ્રેમી કે પ્રેમિકાને તમારી સામે બિનજરૂરી માગણીઓ મુકવા ન દેતા. સહકર્મચારીઓ સાથે કામ પાર પાડતી વખતે કુનેહની જરૂર પડશે. પ્રવાસ તથા શિક્ષણને લગતો ધંધો તમારી જાગરૂકતા વધારશે. તમારા જીવનસાથી સાથેની તકરારને કારણે તમને લાગણીના તબક્કે કદાચ એવું લાગશે કે લગ્નનું બંધન નબળું પડી ગયું છે.

મીન (દ,ઝ,ચ,થ) - મિત્ર દ્વારા જ્યોતિષ માર્ગદર્શન તમારૂં સ્વાસ્થ્ય સુધારવા માટે તમને પ્રોત્સાહિત કરશે. બિનજરૂરૂ નુકસાન ટાળવા મૂડીરોકાણને લગતા તમામ નિર્ણયો સાવચેતીપૂર્વક તથા યોગ્ય સલાહ સાથે લેવા. પારિવારિક મોરચે કેટલીક સમસ્યાઓ પરિવારની શાંતિ તથા સ્વસ્થ વાતાવરણને ખોરવી નાખશે. તમારૂં ધૂંધળું જીવન તમારા જીવનસાથીને ટૅન્શન આપશે. નવા કૌશલ્ય અને પદ્ધતિનો સ્વીકાર કારકિર્દીને આગળ વધારવામાં જરૂરી પુરવાર થશે. તમારે યાદ રાખવાની જરૂર છે કે ઈશ્વર એની જ મદદ કરે છે જે પોતાની મદદ કરે છે. આજે મુશ્કેલ પરિસ્થિતિમાં તમને ટેકો આપવામાં તમારા જીવનસાથી ખાસ રસ નહીં દેખાડે.

.

Latest Stories