જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ

જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ
New Update

મેષ (અ,લ,ઇ) – ભવિષ્ય વિશેની બિનજરૂરી ચિંતા આજે તમારો મૂડ ખરાબ કરી નાખશે. તમારે એ અચૂક યાદ રાખવું જોઈએ કે સાચો આનંદ અસ્વસ્થતાપૂર્વક ભવિષ્ય પર મદાર રાખવાથી નહીં પણ વર્તમાનને માણવાથી મળે છે. દરેક બાબતની પોતાની અજાયબી હોય છે, પછી તે શાંતિ કે અંધકાર જ કેમ ન હોય. લોકોની જરૂરિયાત શી છે તથા તમારી પાસેથી તેમને ચોક્કસ શું જોઈએ છે તે તમે જાણતા હો એવું લાગે છે-પણ તમારા ખર્ચમાં વધુ પડતા ઉડાઉ ન બનતા. તમારી સમયસરની મદદ કોઈકનું જીવન બચાવશે. આ સમાચાર તમારા પરિવારના સભ્યોને ગર્વ કરાવશે તથા તેમને પ્રેરણા આપશે. આજે પ્રેમમાં તમારે ભાગ્યવંત દિવસ છે. તમે લાંબા ગાળાથી જેની કલ્પના કરી રહ્યા હતા એ તમારી કલ્પનાઓની પૂર્તિ કરી તમારૂં પ્રિયપાત્ર તમને સરપ્રાઈઝ આપશે. તમારી નવી યોજનાઓ અને સાહસો વિશે ભાગીદારો ઉત્સાહિત હશે. આજનો દિવસ એવા દિવસોમાંનો એક છે જ્યારે પરિસ્થિતિ તમારી મરજી મુજબ આકાર નહીં લે. તમારા જીવનસાથી સાથે આ તમારો સૌથી રોમેન્ટિક દિવસ બની રહેશે.

વૃષભ (બ,વ,ઉ) – એવો દિવસ જ્યારે તમે આરામ કરી શકશો. તમારા શરીરને તેલથી માલિશ કરો અને તમારા સ્નાયુઓને આરામ આપો. બૅન્કને લગતા કાર્યો ખૂબ જ તકેદારીપૂર્વક પાર પાડવાની જરૂર પડશે. બોલાચાલી તથા વિસંવાદને કારણે ઘરમાં કેટલીક તાણભરી ક્ષણો સર્જાઈ શકે છે. રૉમાન્સ માટે ઉત્સાહજનક દિવસ-સાંજ માટે કોઈક ખાસ યોજના બનાવો અને તેને શક્ય એટલી રૉમેન્ટિક બનાવો. તમે જે કંઈ કરશો તેમાં તમે શ્રેષ્ઠ હશો-તમે કેટલા સક્ષમ છો એ દેખાડીને તમારી યોગ્યતા તમારી આસપાસના લોકો વચ્ચે સાબિત કરો. તમે જો કોઈ પરિસ્થિતિથી દૂર ભાગશો-તો એ શક્ય હોય એટલી ખરાબ રીતે તમારો પીછો કરશે. તમારા જીવનસાથી તમારા ખરા દેવદૂત છે, અને તમને એ બાબત આજે સમજાશે.

મિથુન (ક,છ,ઘ) – શારીરિક લાભ અને ખાસ કરીને માનસિક દૃઢતા માટે ધ્યાન અને યોગ કરવાનું શરૂ કરો. ગ્રુપમાં સંકળાવું મનોરંજક છતાં ખર્ચાળ સાબિત થશે-ખાસ કરીને જો તમે અન્યો પર ખર્ચ કરવાનું બંધ નહીં કરો. પરિવારમાં નવા સભ્યના આગમનના સમાચાર તમને મુગ્ધ કરશે. પૂર્વાનુમાનમાં તમારી ખુશીની ઉજવણી માટે પાર્ટી આપો. આજે તમારા પ્રિયપાત્રનો મૂડ બદલાતા રૉમાન્સમાં ઓટ આવશે. સંતોષકારક પરિણામો મેળવવા માટે ચીજોનું આયોજન સારી રીતે કરો- ઑફિસને લગતી સમસ્યાઓ ઉકેલવાના પ્રયાસો હાથ ધરવાથી ટૅન્શન તમારા મગજને ઘેરો ઘાલશે. દૂરના સ્થળોથી મોડી સાંજે સારા સમાચાર મળવાની વધુ શક્યતા છે. તમારા જીવનસાથી આજે તમારા લગ્નજીવનની શાંતિ અને ખુશીને હચમચાવી નાખશે.

કર્ક (ડ,હ) – તમારો કોઈ મિત્ર તમારી ઉદારતા તથા સહનશક્તિની મર્યાદાની કસોટી કરી શકે છે. તમારા મૂલ્યોનું જતન કરવામાં અને તમારા દરેક નિર્ણયમાં તર્કસંગત રહેવાની તકેદારી તમારે રાખવી પડશે. સૌથી અણધાર્યા સાધનોમાંથી તમે કમાણી કરો એવી શક્યતા છે. પારિવારિક વાતાવરણ જાળવવા તથા તેને કલુષિત ન કરવા તમારે તમારા ગુસ્સા પર કાબૂ મેળવવાની જરૂર છે. પ્રેમમાં સંતાપ સહન કરવો પડે એવી શક્યતા નકારી શકાય નહીં. તમારો દૃઢ સંકલ્પ સાકાર થશે કેમ કે તમે તમારૂં ધ્યેય સિદ્ધ કરશો. તમે સપનાં સાકાર થતાં જોશો. આ બાબતને તમારા માથા પર સવાર થવા ન દેશો તથા ઈમાનદારીપૂર્વક કામ કરવાનું જારી રાખજો. સાવચેતીભર્યાં પગલાંનો દિવસ-જ્યારે તમને મગજ કરતાં દિલની વધુ જરૂર પડશે. તમારા વ્યસ્ત સમયપત્રકને કારણે તમારા જીવનસાથી તમારી વફાદારી પર શંકા કરશે, પણ દિવસના અંતે તેને આ વાત સમજાશે અને તે તમને આલિંગન આપશે

સિંહ (મ,ટ) – તમારા શારીરિક સ્વાસ્થ્યને સુધારવા માટે સમતોલ આહાર લો. આર્થિક બાબતો માટે વધુ પડતી સાવચેતી તથા સંભાળ આજના દિવસનો મંત્ર છે. તમારી ખાનગી માહિતી તમારા જીવનસાથી સાથે શૅર કરતા પહેલા વિચારજો. શક્ય હોય તો. એવું કરવલાનું ટાળજો કેમ કે તે આ વાત કોઈક અન્યને જણાવી શકે છે. ખોટું બોલતા નહીં, કેમ કે તેનાથી તમારું પ્રેમ પ્રકરણ બગડી શકે છે. બદલાતા સમય સાથે કદમ મિલાવવામાં નવી ટૅક્નોલૉજીનો સ્વીકાર મહત્વની બાબત સાબિત થશે. તમારા છૂપા શત્રુઓ તમારા વિશે અફવાઓ ફેલાવવા માટે ઉત્કંઠ હશે. તમે તમારા જીવનસાથી સાથે ગમે એટલો ઝઘડા કરો, પણ એક વાત ભૂલતા નહીં કે તમે એકબીજાને પ્રેમ કરો છો.

કન્યા (પ,ઠ,ણ) – તમારી સાંજ મિશ્ર લાગણીઓથી ભરેલી હશે જે તમને તાણગ્રસ્ત રાખી શકે છે.પમ એમાં ઝાઝી ચિંતા કરવા જેવું નથી- કેમ કે તમારી ખુશી તમને નિરાશા કરતાં વધુ આનંદ આપશે. ઘરને લગતી લક્ઝરી પર વધુ પડતો ખર્ચ ન કરશો. ટપાલ દ્વારા આવેલો પત્ર આખા પરિવાર માટે ખુશીના સમાચાર લાવશે. પ્રેમ જીવન ગતિશીલ હશે. તમે જે કામ પાછળ ઘણા વખતથી દોડી રહ્યા હતા, એ કામ કરવાની તક આજે તમને મળવાની શક્યતા છે. સેમિનાર તથા પ્રદર્શન તમને નવું જ્ઞાન તથા નવા સંપર્કો આપશે. આજે તમને અનુભૂતિ થશે કે, લગ્નજીવન સુખી હોય તો કેવું લાગે છે.

તુલા (ર,ત) – તમારા પરિવારની લાગણી સમજીને તમારા ગુસ્સા પર કાબૂ રાખો. એક યા બીજી જગ્યાએથી તમને આર્થિક લાભ મળી રહેશે. પરિવારના સભ્યો તથા જીવનસાથી કેટલીક સમસ્યા સર્જશે. વ્યસ્ત રસ્તા પર તમે અનુભવશો કે તમે સૌથી નસીબદાર છો, કેમ કે તમારું પ્રિયપાત્ર સૌથી શ્રેષ્ઠ છે. કામના સ્થળે પરિસ્થિતિ થોડી તકલીફદાયક જણાય છે. શત્રુઓ તમારા વિરૂદ્ધ ષડયંત્ર રચી શકે છે. એવા ઉતાવળા નિર્ણય લેતા નહીં, જેનાથી જીવનમાં આગળ જતાં તમને તેના વિશે અફસોસ થાય. સ્પર્શ, ચુંબન, આલિંગનનું લગ્નજીવનમાં આગવું મહત્વ હોય છે. આજે તમે તેનો અનુભવ કરવાના છો.

વૃશ્વિક (ન,ય) – જે લોકો માત્ર મજા કરવા માટે જ બહાર નીકળ્યા છે તેઓ માટે નિર્ભેળ ખુશી તથા મોજમજા. જે બાબત ખાસ હશે એવી કોઈપણ બાબત માટે નાણાં ધીરવા મહત્વના લોકો તૈયાર હશે. તમારા પારિવારિક જીવનને યોગ્ય સમય અને ધ્યાન આપો.ઑફિસમાં વધુ સમય આપવો એ તમારા પારિવારિક મોરચે સમસ્યાઓ સર્જી શકે છે. તમારા પરિવારના સભ્યોને એ અનુભૂતિ થવા દો કે તમે તેમની પરવા કરો છો. ગુપ્ત બાબતો તમારી પ્રતિષ્ઠાને હાનિ કરી શકે છે. કોઈક ખર્ચાળ સાહસ પર સહી-સિક્કા કરવા પહેલા તમારી નિર્ણયશક્તિનો ઉપયોગ કરો. આનંદ-પ્રમોદ તથા મનોરંજન માટે સારો દિવસ. આજે જરૂરિયાતના સમયે તમારા જીવનસાથી પોતાના પરિવારના સભ્યોની સરખામણીએ તમારા પરિવારના સભ્યોને ઓછું મહત્વ આપે એવું બની શકે છે.

ધન (ભ,ફ,ધ,ઢ) – તમારે ફાજલ સમય તમારા શોખ પોષવા માટે અથવા જે પ્રવૃત્તિઓ કરવી તમને સૌથી વધુ ગમે છે તે કરવામાં ફાળવવો જોઈએ. તમારા મિત્રોની મદદથી આર્થિક મુશ્કેલીઓ હળવી થશે. પરિવારના સભ્યની સ્વાસ્થ્યની હાલત તાણનું કારણ બનશે. ઘરની જવાબદારીઓમાંથી છટકવું તથા નાણાં માટે કકળાટની અસક વૈવાહિક જીવન પર પડશે. કામના સંદર્ભમાં આજનો દિવસ ખૂબ જ સરસ વીતે એવું જણાય છે. સમસ્યાઓ વચ્ચે ઝડપથી કામ કરવાની તમારી ક્ષમતા તમને માન-મરતબો અપાવશે. તમારા જીવનસાથી તમને આજે કંઈક એવું જણાવશે જે તમે જાણવા માગતા નથી.

મકર (ખ,જ) – ભોજનનો સ્વાદ જેમ તેમાંના નમકને આભારી છે-એમ કેટલીક તકલીફો પણ જરૂરી છે, તો જ ખુશીનું ખરૂં મૂલ્ય સમજાશે. તમે ધાર્યા ન હોય એવા સ્થળેથી થનારો આર્થિક લાભ તમારા દિવસને ઝળકાવશે. સંબંધીઓ તમારા દુઃખમાં ભાગ પડાવશે. તમારી સમસ્યાઓ તેમની સાથે બેફીકર થઈને શૅર કરો. તમે ચોક્કસ જ તેમને ઉકેલી શકશો. તમારૂં અનિશ્ચિત વર્તન તમારા પ્રિયપાત્ર સાથેના વિખવાદનું કારણ બની શકે છે. આજે તમને છૂપો શત્રુ મળશે તેને તમને ખોટા પાડવાનું ગમશે. તમારા મનમાં જે હોય તે કહેતા ગભરાતા નહીં. આજનો દિવસ તમારી ધીરજની કસોટી કરે એવી શક્યતા છે, કામના સ્થળે આજે ધીરજ ખોતા નહીં.

.કુંભ (ગ,શ,સ,ષ) –. સ્વાસ્થ્ય સારૂં રહેશે પણ મુસાફરી મુશ્કેલ તથા થકવનારી પુરવાર થશે. આજે તમે મૂડી આસાનીથી ઊભી કરી લેશો-લેણાં નીકળતાં નાણાંની ઉઘરાણી કરો-અથવા નવા પ્રૉજેક્ટ્સ પર કામ કરવા માટે ધીરાણ માગો. બાળકો કદાચ નિરાશા જન્માવશે કારણકે તેઓ તમારી અપેક્ષા પર પાર નહીં ઉતરે. તમારા સપનાં સાકાર થાય તે માટે તમારે તેમનો ઉત્સાહ વધારવો પડશે. તમારા પ્રિયપાત્ર-જીવનસાથી તરફથી આવનારો ફોન કૉલ તમારો દિવસ બનાવશે. તમારી યોજનાઓને વળગી રહેવા તમારા ભાગીદારોને સમજાવવામાં તમને મુશ્કેલી પડશે. તમે જો ઉતાવળે નિષ્કર્ષ પર આવશો તથા બિનજરૂરી પગલાં લેશો તો આજનો દિવસ નારાજ કરનારો સાબિત થશે. લગ્નજીવનને સારૂં બનાવવાના તમારા પ્રયાસોઆજે તમારી અપેક્ષા કરતાં સારાં પરિણામ દેખાડશે.

મીન (દ,ઝ,ચ,થ) - આજે ધાર્મિક તથા આધ્યત્મિક બાબતોમાં રસ લેવા માટે પણ સારો દિવસ છે. લાંબા ગાળાથી આવવાના બાકી નાણાં અથવા કોઈને ઉછીની આપેલી રકમ પરત આખરે પરત મળશે. કેટલાક લોકો માટે- પરિવારમાં કોઈ નવી વ્યક્તિનું આગમન ઉજવણી અને પાર્ટીની ક્ષણો લાવશે. એક તરફી બાબતોમાં તમારો સમય બગાડશો નહીં. કામના સ્થળે તમારી સફળતના માર્ગમાં જેઓ અંતરાય બની રહ્યા હતા, તેઓ આજે તમારી નજર સામે ગંભીર પડતીનો સામનો કરશે. પ્રવાસ લાભદાયક છતાં ખર્ચાળ રહેશે. આજનો દિવસ લગ્નજીવનમાં તમારી ધીરજની કસોટી લેશે. પરિસ્થિતિને અંકુશ હેઠળ રાખવા શાંત રહો.

#રાશિ ભવિષ્ય
Here are a few more articles:
Read the Next Article