જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ

જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ
New Update

મેષ (અ,લ,ઇ) – તમારા દિવસની શરૂઆત થોડાક વ્યાયામ સાથે કરો-તમે તમારી જાત અંગે સારી અનુભૂતિ કરો એ સમય આવી ગયો છે-તેને તમારી દૈનિક ક્રિયાનો નિયમિત હિસ્સો બનાવો અને તેને વળગી રહો. યોગ્ય સલાહ વિના મૂડીરોકાણ કરશો તો નુકસાન થવાની શક્યતા છે. તમારા પારિવારિક જીવનને યોગ્ય સમય અને ધ્યાન આપો.ઑફિસમાં વધુ સમય આપવો એ તમારા પારિવારિક મોરચે સમસ્યાઓ સર્જી શકે છે. તમારા પરિવારના સભ્યોને એ અનુભૂતિ થવા દો કે તમે તેમની પરવા કરો છો. રૉમાન્સની શક્યતા છે પણ શારીરિક લાગણીઓ જાગી શકે છે અને તેને કારણે તમારો સંબંધ બગડવાની શક્યતા છે. સંતોષકારક પરિણામો મેળવવા માટે ચીજોનું આયોજન સારી રીતે કરો- ઑફિસને લગતી સમસ્યાઓ ઉકેલવાના પ્રયાસો હાથ ધરવાથી ટૅન્શન તમારા મગજને ઘેરો ઘાલશે. તમારે બહાર નીકળીને ઊંચી જગ્યાએ બેઠેલા લોકોથી આગળ વધવા તમારી કોણીનો ઉપયોગ કરવાની જરૂર છે. તમારા જીવનસાથી આજે વધુ પડતું સ્વ-કેન્દ્રી વલણ અપનાવે એવી શક્યતા છે.

વૃષભ (બ,વ,ઉ) – મોતિયાના દરદીઓએ પ્રદૂષિત વાતાવરણ હોય તેવા સ્થળની મુલાકાત લેવાનું ટાળવું જોઈએ, કેમ કે ધુમાડાને કારણે આંખોને વધુ નુકસાન થઈ શકે છે. શક્ય હોય તો સૂર્યપ્રકાશ સાથે સંપર્ક પણ ટાળવો. તમે ધાર્યા ન હોય એવા સ્થળેથી થનારો આર્થિક લાભ તમારા દિવસને ઝળકાવશે. તમારી ઉડાઉ જીવનશૈલી ઘરમાં તણાવનું કારણ બનશે, આથી રાત્રે મોડા સુધી બહાર રહેવાનું તથા અન્યો પર ખર્ચ કરવાનું ટાળો. પ્રેમ પ્રકરણમાં બળપૂર્વક કામ લેવાનું ટાળો. કામના સ્થળે પરિસ્થિતિ થોડી તકલીફદાયક જણાય છે. શત્રુઓ તમારા વિરૂદ્ધ ષડયંત્ર રચી શકે છે. ચોખ્ખાઈ અને સામાજિક કાર્યો આજે તમને આકર્ષશે-તમે જો તમારો સમય કોઈ સારા કાર્ય માટે ફાળવશો તો તમે બહુ મોટું પરિવર્તન લાવી શકો છો. તમારા જીવનસાથી આજે તમારી શાખે પર થોડી અવળી અસર કરે એવી શક્યતા છે.

મિથુન (ક,છ,ઘ) – ભીડભરી બસમાં પ્રવાસ કરતી વખતે બ્લ્ડ પ્રૅશરના દરદીઓએ વધારે તકેદારી રાખવી. તમે પ્રવાસ કરવાના તથા ખર્ચ કરવાના મૂડમાં હશો-પણ તમે જો એવું કરસો તો તમે પછીથી દિલગીરી અનુભવશો. તમારી માટે એ સમજવાનો સમય આવી ગયો છે કે ગુસ્સોએ ટૂંકા ગાળાનું ગાંડપણ છે અને તે તમને મુશ્કેલીમાં મુકી શકે છે. પ્રેમમાં આજે તમારી વિવેકાધીન બુધ્ધિનો ઉપયોગ કરો. આજે તમે તમારા કામમાં પ્રગતિ જોઈ શકો એવી શક્યતા છે. નિંદા-કૂથલી તથા અફવાઓથી દૂર રહો. નજીકના ભૂતકાળમાં જે કંઈપણ થયું છે તેમ છતાં તમારા જીવનસાથી આજે તમારી માટેની તેની સારી લાગીઓ આજે પ્રદર્શિત કરશે.

કર્ક (ડ,હ) – તમારૂં સ્વાસ્થ્ય અને દેખાવ સુધારવા માટેની બાબતો હાથ ધરવા માટે અઢળક સમય મળશે. તમે જો અન્યોના શબ્દો પર ધ્યાન આપીને રોકાણ કરશો તો આજે આર્થિક નુકસાનની શક્યતા જોવાય છે. બાળકો સાથેનો ઝઘડો માનસિક તાણમાં વધારો કરશે-તમારી જાતને એક તબક્કા કરતાં વધુ ખેંચશો નહીં કેમ કે કેટલાક મુદ્દાને ન સ્પર્શો એ જ શ્રેષ્ઠ છે. તમારા પ્રેમને કોઈ મહામૂલી જણસની જેમ તાજો રાખો. તમારી જાતને છેતરપિંડીથી બચાવવા માટે બિઝનેસ પર ચાંપતી નજર રાખો. પ્રવાસ તરત કોઈ પરિણામ નહીં લાવે પણ ભાવિ લાભ માટે તે સારો પાયો ચણશે. તમારા જીવનસાથી પ્રેમ અને રોમાન્સના શરૂઆતના તબક્કાની યાદ દેવડાવશે, જાણે કે તેણે જીવનના એ તબક્કાને સજીવન કરવા માટે રિવાઈન્ડનું બટન ન દબાવ્યું હોય

સિંહ (મ,ટ) – તમારા મગજમાં હકારાત્મક વિચારો લાવો. ખર્ચ વધશે પણ આવકમાં થતો વધારો તમારા ખર્ચને પહોંચી વળશે. આ સારો સમય છે જે તમારી માટે સફળતા અને ખુશીઓ લાવશે, તેનું શ્રેય તમારા પરિવારના સભ્યોએ કરેલા પ્રયાસો તથા આપેલા સહકારને જાય છે. પ્રેમ જીવન ગતિશીલ હશે. ભાગીદારીના પ્રકલ્પો હકારાત્મક પરિણામો કરતાં સમસ્યાઓ વધુ પેદા કરશે-કોઈકને તમારો લાભ લેવા દેવા બદ્દલ તમને તમારી જાત પર ખાસ કરીને વધારે ગુસ્સો આવશે. પ્રવાસની તકોનો લાભ લેવો જોઈએ. તમારા જીવનસાથી આજે ખરેખર સારા મિજાજમાં છે. તમને આજે સરપ્રાઈઝ મળી શકે છે.

કન્યા (પ,ઠ,ણ) – તમારૂં ખરાબ વર્તન તમને જ ભારે પડશે. વિનમ્રતાની ટેવ પાડવાનો સમય આવી ગયો છે કારણ કે એક વિનમ્ર વ્યક્તિ કોઈપણ ટિપ્પણી કરતા પૂર્વે બે વખતા વિચાર કરશે અને જો તે આવું કરશે તો પણ ખૂબ જ કુનેહપૂર્વક તથા નજાકતથી કરશે. રોકાણ કરવું જોઈએ પણ એ પૂર્વે યોગ્ય સલાહ લો. બાળકો કદાચ નિરાશા જન્માવશે કારણકે તેઓ તમારી અપેક્ષા પર પાર નહીં ઉતરે. તમારા સપનાં સાકાર થાય તે માટે તમારે તેમનો ઉત્સાહ વધારવો પડશે. સાચા અને ઉદાર પ્રેમ માટે તમને વળતર મળવાની શક્યતા છે. કામમાં તમે જે સખત મહેનત કરી રહ્યા છો એનું વળતર તમને આજે મળશે. તમારામાંના કેટલાક આજે લાંબી મુસાફરી કરશે-જે દોડધામભરી હશે- પણ તેનાથી ખાસ્સો લાભ થશે. તમારા જીવનસાથી આજે તમને ખુશ કરવા માટે ખાસ જહેમત લેશે.

તુલા (ર,ત) – સુસુપ્ત પડી રહેલી સમસ્યાઓ માથું ઊંચકશે અને પોતાની સાથે માનસિક તાણ લાવશે. ખર્ચ કરવા માટે સામેથી તૈયારી દાખવતા નહીં, અન્યથા તમે ઘરે ખાલી ખિસ્સે પહોંચશો. પરિવારના સભ્યો સાથે શાંતિભર્યો દિવસ માણો-લોકો જો સમસ્યાઓ સાથે તમારો સંપર્ક સાધે- તેમને અવગણો અને તેની અસર તમારા મગજ પર થવા ન દો. પ્રેમની લાગણી નીચી રહેવાની શક્યતા છે. કામના સ્થળે આજે બધા જ તમને પ્રેમ કરશે તથા ટેકો આપશે. દૂરના સ્થળોથી મોડી સાંજે સારા સમાચાર મળવાની વધુ શક્યતા છે. તમે આજે કોઈ ગરબડ કરી શકો છો, જે તમારા લગ્નજીવનને નુકસાન પહોંચાડી શકે છે.

વૃશ્વિક (ન,ય) – ઘરની ચિંતાઓ તમને બેચેન કરી મુકશે. સટ્ટાકીય પ્રવૃત્તિ જોખમી પુરવાર થશે-આથી તમામ રોકાણો સંપૂર્ણ તકેદારી રાખીને કરવા. બાળકો શાળાને લગતા પ્રૉજેક્ટ્સ વિશે સલાહ માગી શકે છે. આજે તમને જાણ થશે કે તમારા સાથીનો પ્રેમ તમારી માટે સદાય ઊંડી ભાવના ધરાવતી લાગણી છે. બદલાતા સમય સાથે કદમ મિલાવવામાં નવી ટૅક્નોલૉજીનો સ્વીકાર મહત્વની બાબત સાબિત થશે. તમારા વાણી અને વર્તન અંગે દરકાર રાખો કેમ કે તમે કશુંક ભ્રામક કરશો તો સત્તામાંના લોકો એ અંગે બહુ સમજદારી નહીં દાખવે. એવી પૂરેપૂરી શક્યતા છે કે તમારી આસપાસના લોકો તમારા સંબધોમાં મતભેદ પાડવાની કોશિષ કરશે. બહારની વ્યક્તિની સલાહ મુજબ ચાલતા નહીં.

ધન (ભ,ફ,ધ,ઢ) – તમારા મિત્રો તથા પરિવારના સભ્યોને તમારૂં જીવન શ્રેષ્ઠ લાગે એવી શક્યતા છે-પણ હાલમાં જ બનેલી કેટલીક ઘટનાઓને કારણે તમે વ્યગ્ર હશો. ઘરને લગતી લક્ઝરી પર વધુ પડતો ખર્ચ ન કરશો. તમારૂં બેદરકારીભર્યું તમારા માતા-પિતાને ચિંતિત કરશે. કોઈ નવો પ્રૉજેક્ટ શરૂ કરતા પહેલા તેમને વિશ્વાસમાં લેજો. રૉમાન્સને આજે ઓછું મહત્વ મળે એવું લાગે છે કેમ કે તમારૂં પ્રિયપાત્ર ખૂબ જ વધારે પડતી માગ કરી રહ્યું હોય એવું લાગે છે. કામના સ્થળે પરિસ્થિતિ વિચિત્ર થઈ શકે છે, તમે અમુભવશો કે બધું જ તમારી વિરૂદ્ધ જઈ રહ્યું છે. આમ છતાં, એ સાચું નહીં હોય. એવા ઉતાવળા નિર્ણય લેતા નહીં, જેનાથી જીવનમાં આગળ જતાં તમને તેના વિશે અફસોસ થાય. સંબંધીઓને કારણે તમારી વચ્ચે તકરાર થવાની શક્યતા છે, પણ દિવસના અંતે બધું જ સુંદર રીતે આટોપવામાં તમે સફળ રહેશો.

મકર (ખ,જ) – તમને તમારી જાત માટે સારી લાગણી થાય એવી બાબતો કરવા માટે અદભુત દિવસ. નવા સંપર્કો કદાચ લાભદાયી લાગશે પણ અપેક્ષા મુજબના લાભ નહીં લાવે- નાણાં રોકવાની વાત આવે ત્યારે ઉતાવળા નિર્ણયો ન લેવામાં જ સાર છે. અન્યો સાથે વાદ-વિવાદ તથા બોલાચાલી અને તેમનામાં અકારણ ભૂલો શોધવાનું ટાળો. કોઈક ખાસ વ્યક્તિનું ધ્યાન તમે તમારી તરફ ખેંચી શકશો-જો તમે તમારા ગ્રુપ સાથે રહેશો તો. કામના સ્થળે આજે તમે એક અદભુત વ્યક્તિને મળો એવી શક્યતા છે. તમારી ચીજો પ્રત્યે બેદરકાર રહેશો તો તે ખોવાઈ શકે છે અથવા ચોરી થઈ શકે છે. સાંજનું સારૂં ભોજન તથા રાતની સારી ઊંઘ આજે તમારા લગ્નજીવનમાં આવવાની અપેક્ષા રખાય છે.

.કુંભ (ગ,શ,સ,ષ) –.તમારા સ્વાસ્થ્યની સંભાળ રાખો. અન્યો પર વધુ પડતો ખર્ચ કરશો એવી શક્યતા છે. નિકટના સંબંધી અથવા મિત્ર તરફથી સારા સમાચારથી દિવસ શરૂ થશે. તમારા પ્રેમની બિનજરૂરી માગણીઓ સામે ઝૂકતા નહીં. આજે કામના સ્થળે તમે કશુંક ખરેખર અદભુત કરશો. અપાર રચનાત્મકતા અને ઉત્સાહ તમને વધુ એક લાભકારક દિવસ તરફ દોરી જશે. કોઆ સંબંધી તમને આજે સરપ્રાઈઝ આપી શકે છે, પણ એ તમારી યોજનાઓને બગાડી શકે છે.

મીન (દ,ઝ,ચ,થ) - વધુ આશાવાદી બનવા માટે તમારી જાતને પ્રોત્સાહિત કરો. તે તમારો આત્મવિશ્વાસ તથા લવચિકપણું વધારશે પણ તેની સાથે જ ભય, નફરત, ઈર્ષા અને બદલો જેવી નકારાત્મક ભાવનાઓ છોડવા તૈયાર કરો. આર્થિક સંકળામણથી બચવા માટે તમારા બજેટને વળગી રહો. મિત્રો અને સંબંધીઓ પર તમારા અભિપ્રાય થોપશો નહીં કેમ કે એ તમારા હિતમાં નથી અને વિનાકારણ તમે તેમને ખફા કરશો. પ્રેમ પ્રકરણમાં તમને ખાટી રીતે લેવામાં આવે એવી સક્યતા છે. આજે ઉચ્ચતમ દેખાવ અને ઉચ્ચતમ લોકોને મળવાનો દિવસ છે. અન્યોના ગળે તમારી વાત ઉતારવાની તમારી આવડત ઊંચા લાભ અપાવશે. તમારા અને તમારા જીવનસાથી વચ્ચે કોઈ બહારની વ્યક્તિ મતભેદ સર્જવાનો પ્રયાસ કરશે, પણ તમે બંને આ પ્રયાસને સંભાળી લેશો.

#રાશિ ભવિષ્ય
Here are a few more articles:
Read the Next Article