જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ

New Update
જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ

મેષ (અ,લ,ઇ) – અન્યો સાથે ખુશી વહેંચવાથી તમારા સ્વાસ્થ્યમાં સુધારો થશે. તમને આકર્ષક જણાતી હોય તેવી રોકાણ યોજના વિશે વધુ જાણકારી મેળવવા માટે સપાટીની નીચે ઊંડું ખોદકામ કરો-આગળ વધતા પૂર્વે તમારા સલાહકારની સલાહ લો. પરિવારના સભ્યોની લાગણીને દુભાવવી ન હોય તો તમારા ગુસ્સા પર કાબૂ રાખજો. એ સાથે જ યાદ રાખો કે ગુસ્સો એ ટૂંકા ગાળાનું ગાંડપણ છે , જે તમને કેટલીક ગંભીર ભૂલો કરવાની ફરજ પાડી શકે છે. નવો પ્રણય સંબંધ બંધાવવાની પ્રબળ શક્યતા છે, પણ અંગત તથા ગોપનીય હોય એવી માહિતી છતી ન કરતા. કામના સ્થળે તમારી સફળતના માર્ગમાં જેઓ અંતરાય બની રહ્યા હતા, તેઓ આજે તમારી નજર સામે ગંભીર પડતીનો સામનો કરશે. તમારા છૂપા શત્રુઓ તમારા વિશે અફવાઓ ફેલાવવા માટે ઉત્કંઠ હશે. તમે તમારા લગ્નજીવનમાં પ્રેમયાચના, એકમેકની પાછળ દોડવાના અને મનાવવાના જૂના સુંદર દિવસોની યાદ તાજી કરશો.

વૃષભ (બ,વ,ઉ) –તમારી સ્વાસ્થ્ય તથા શક્તિ બચાવવાની આદત તમને ખૂબ જ મદદ કરશે કેમ કે તમે લાંબી મુસાફરી પર જવાની યોજના ઘડી રહ્યા છો. વ્યસ્ત સંયપત્રક છતાં તમે થાક સાથે આસાનીથી કામ પાડી શકશો. આર્થિક બાબતો માટે વધુ પડતી સાવચેતી તથા સંભાળ આજના દિવસનો મંત્ર છે. ઘરને લગતી બાબતો તથા ઘરના બાકી રહી ગયેલા કામ પૂરાં કરવા માટે અનુકૂળ દિવસ. વ્યસ્ત રસ્તા પર તમે અનુભવશો કે તમે સૌથી નસીબદાર છો, કેમ કે તમારું પ્રિયપાત્ર સૌથી શ્રેષ્ઠ છે. કામના સંદર્ભમાં આજનો દિવસ ખૂબ જ સરસ વીતે એવું જણાય છે. સીધા પ્રાપ્ત ન થયા હોય એવા સમાચારની ફેર ચકાસણી કરી લેવી. લાગે છે કે આજે તમારા જીવનસાથી ખૂબ જ મસ્ત મિજાજમાં છે, તમારે માત્ર તેમને મદદ કરવાની છે જેથી આજનો દિવસ તમારા લગ્નજીવનનો શ્રેષ્ઠ દિવસ બની રહે..

.મિથુન (ક,છ,ઘ) – તમારી રમૂજવૃત્તિ કોઈકને પોતાનામાં આ કૌશલ્ય વિકસાવવાનો ઉત્સાહ આપશે કેમ કે ખુશી ચીજ-વસ્તુઓ મેળવવામાં કે તેના સંગ્રહમાં નહીં પણ આપણી અંદર હોય છે. રિયલ એસ્ટેટમાં રોકાણ લલચાવનારૂં હશે. પરિવારના સભ્યો સાથે કેટલીક હળવાશભરી પળો વિતાવો. તમારા પ્રેમને કોઈ મહામૂલી જણસની જેમ તાજો રાખો. કામના સ્થળે આજે આખો દિવસ તમારામાં ઉત્સાહનો અભાવ રહેશે. ખરીદી તથા અન્ય પ્રવૃત્તિઓ તમને દિવસના મોટ ભાગનો સમય વ્યસ્ત રાખશે. આજે લગ્ન તમારા જીવનના શ્રેષ્ઠ તબક્કે પહોંચશે.

કર્ક (ડ,હ) – કામના સ્થળનું તથા ઘરનું દબાણ આજે તમને ગુસ્સાહાળા સ્વભાવના બનાવશે. બહાર કોઈ ચીજ ખરીદવા દોડવાને બદલે તમારી પાસે જે હો તેનો ઉપયોગ પહેલા કરો. તમારા પરિવાર સાથે જડતાપૂર્વક વર્તન ન કરતા-તેનાથી શાંતિ જોખમાઈ શકે છે. તમારા પ્રિયપાત્ર સાથેના સંબંધો કોઈક સાવ ક્ષુલ્લક બાબતને લઈને વણસી શકે છે. કામના સ્થળે વખાણ થાય એવી શક્યતા છે. આજનો દિવસ એવા દિવસોમાંનો એક છે જ્યારે પરિસ્થિતિ તમારી મરજી મુજબ આકાર નહીં લે. તમારા જીવનસાથીના સગાં-સંબંધીઓ આજે તમારા વૈવાહિક જીવનમાં ખલેલ સર્જી શકે છે

સિંહ (મ,ટ) – તંબાકુનો ઉપયોગ બંધ કરવાનો તમારી માટે આ યોગ્ય સમય છે નહીંતર આગળ જતાં તમારી માટે આ લતથીપીછો છોડાવવો તમારી માટે અત્યંત મુશ્કેલ થઈ પડશે અને તેનો ઉપયોગ ન માત્ર શરીરને હાનિ પહોંચાડશે બલ્કે મગજને પણ નુકસાન કરશે. આર્થિક બાબતોમાં સુધારો ચોક્કસ થશે. તમારી નિકટનું કોઈક આજે અંદાજ ન લગાડી શકાય એવા મિજાજમાં હશે. લાંબા સમય બાદ તમારા મિત્રને મળવાનો વિચાર તમારા હૃદયની ગતિ એકાદ ગબડતા પથ્થર જેવી કરી મુકશે. આજે ઑફિસમાં તમે જે કામ કરી રહ્યા છો, તે તમારી માટે આવનારા સમયમાં જુદી રીતે ફાયદાકારક સાબિત થઈ શકે છે. ઝળહળતો અને ખડખડાટ હાસ્યથી ભરેલો દિવસ જ્યારે મોટા ભાગની ઘટનાઓ તમારી ધારણા મુજબ આકાર લેશે. આજે તમારા જીવનસાથી અને તમારી વચ્ચે ઊંડાણભરી અને અર્થસભર રોમેન્ટિક વાતચીત થશે.

કન્યા (પ,ઠ,ણ) – તબિયતની ધ્યાન રાખવાની ચોક્કસ જરૂર છે. આજે તમે મૂડી આસાનીથી ઊભી કરી લેશો-લેણાં નીકળતાં નાણાંની ઉઘરાણી કરો-અથવા નવા પ્રૉજેક્ટ્સ પર કામ કરવા માટે ધીરાણ માગો. કોઈપણ અંતિમ નિર્ણય લેતા પૂર્વે તમારા પરિવારના સભ્યોનો અભિપ્રાય લો. તમારા દ્વારા એકલપંડે લેવાયેલો નિર્ણય કોઈક સમસ્યા ઊભી કરી શકે છે. શ્રેષ્ઠ પરિણામો મેળવવા માટે પરિવારમાં સંવાદિતા જાળવો. તમારા મિત્ર સાથે બહાર જાવ ત્યારે સારી રીતે વર્તો. તમારામાં ઘણું બધું પ્રાપ્ત કરવાની ક્ષમતા છે-આથી તમારી સામે આવતી તકોની પાછળ લાગો. રસ્તા પર બેફામ વાહન ચલાવવું તથા જોખમ લેવાનું ટાળવું. પરિસ્થિતિ આજે તમારી ધારણા પ્રમાણે કદાચ ન પણ ચાલે, પણ તમે તમારી જીવનસંગિની સાથે સુંદર સમય વિતાવશો.

તુલા (ર,ત) – એવો દિવસ જ્યારે તમે આરામ કરી શકશો. તમારા શરીરને તેલથી માલિશ કરો અને તમારા સ્નાયુઓને આરામ આપો. મનોરંજન અથવા કૉસ્મૅટિક્સ સુધારા પાછળ વધુ પડતો ખર્ચ કરતા નહીં. પત્નીના કામોમાં હસ્તક્ષેપ તેને ક્રોધાવેશમાં લાવી શકે છે. સામસામે ગુસ્સો કરવાથી દૂર રહેવા માટે તેની પરવાનગી લો. તમે આસાનીથી સમસ્યાઓ ઉકેલી શકશો. એકાએક થયેલો રૉમેન્ટક મેળાપ તમને મૂંઝવી નાખશે. હિંમતભર્યા નિર્ણયો તથા પગલાં હકારાત્મક પરિણામો લાવશે. નિંદા-કૂથલી તથા અફવાઓથી દૂર રહો. આજે તમે તમારા જીવનસાથી સાથે તમારી કિશોરાવસ્થામાં જશો અને એ નિર્દોષ મસ્તીને યાદ કરશો તથા તેને ફરી માણશો.

વૃશ્વિક (ન,ય) – ભૂતકાળના સાહસમાં સફળતા તમારા આત્મવિશ્વાસને વધારશે. આજે તમારી સમક્ષ આવતી મૂડીરોકાણની નવી તકોને જાણો- પણ પ્રકલ્પના લાભ-હાનિ જાણ્યા બાદ જ તમારી જાતને નિર્ણય લેવા તૈયાર કરો. જ્ઞાન માટેની તમારી તૃષ્ણા નવા મિત્રો બનાવવામાં મદદ કરશે. તમારી લાગણીઓ અભિવ્યક્ત કરવાનું તમને કદાચ મુશ્કેલ લાગશે. કોઈ નવો પ્રૉજેક્ટ હાથમાં લેતા પહેલા બે વાર વિચારજો. તમારી તરફ મદદ માટે મીટ માંડનારાઓને તમે વચન આપશો. આજે તમારા જીવનસાથી તમારી સાથે થડુંક વિચિત્ર વર્તન કરશે. તમારી ધીરજમાં ખલેલ ન પડવા દેતા.

ધન (ભ,ફ,ધ,ઢ) – તેલ અને મસાલાથી ભરપૂર આહાર ટાળો. રોકાણ કરવું જોઈએ પણ એ પૂર્વે યોગ્ય સલાહ લો. ઘરે ઉત્સવ જેવો માહોલ તમારૂં ટૅન્શન ઘટાડશે. તમારી ઊર્જાનું સ્તર ઊંચું રહેશે-કેમ કે તમારૂં પ્રિયપાત્ર તમને અસીમ પ્રેમ આપે એવી શક્યતા છે. તમારી અપેક્ષા મુજબ કામ ન કરવા બદ્દલ તમે તમારા હાથ નીચેના લોકોથી ખાસ્સા નારાજ થાવ તેવી શક્યતા છે. લાભદાયક દિવસ કેમ કે બાબતો તમારી તરફેણમાં આવતી હોય તેવું લાગશે અને તમે જાણે વિશ્વની ટોચે પહોંચી ગયા હો એવું અનુભવશો. આજનો દિવસ તમારા લગ્નજીવન માટે ખરેખર મહત્વનો છે. તમે તમારા જીવનસાથીને કેટલો પ્રેમ કરો છો તેની જાણ તેને થવા દો.

મકર (ખ,જ) – તાણની અવગણના કરતા નહીં. તે ઝડપથી તંબાકુ અને આલ્કોહૉલ જેવો રોગચાળો બની રહ્યું છે. લાંબા ગાળાના કોઈપણ રોકાણ ટાળો તથા તમારા સારા મિત્ર સાથે કેટલીક ખુશીભરી ક્ષણો વિતાવો. સામાજિક કાર્યક્રમો વગદાર તથા મહત્વના લોકો સાથે સંબંધ સુધારવા માટેની શ્રેષ્ઠ તક સાબિત થશે. ભૂતકાળમાં તમારા પ્રિયપાત્રએ દાખવેલી ઉદાસીનતા માટે માફી આપી તમે તમારા જીવનને વધુ લાયક બનાલશો. તમારો ગુસ્સો આજે તમને કામના સ્થળે મુશ્કેલીભરી પરિસ્થિતિમાં ધકેલી શકે છે. શાંત રહેવાનો પ્રયત્ન કરજો. આજે સામાજિક મિલન -મુલાકાતો તથા તમને સૌથી વધુ કરવી ગમે તેવી બાબતો કરવા માટે તમારી પાસે ફાજલ સમય હશે. આજનો દિવસ તમને તમારા સાથીની રોમેન્ટિક બાજુની અંતિમ હદ દેખાડશે.

.કુંભ (ગ,શ,સ,ષ) –.તમારામાંની ઉચ્ચ ઊર્જાને આજે સારા ઉપયોગમાં લેવાનો પ્રયાસ કરો. રિયલ એસ્ટેટ અને આર્થિક વ્યવહારો માટે સારો દિવસ. તમારા પર કુટેવોની અસર છોડી શકતા લોકોથી દૂર રહો. આજે તમે તમારા પ્રિયપાત્રનો પ્રેમ તમારી આસપાસ અનુભવશો. આજનો દિવસ ખૂબ જ સુંદર અને પ્રેમભર્યો રહેશે. મિત્રો મહત્વના છે, પણ આજે તમારૂં સ્ટેટસ બિઝી એમ રાખજો, કેમ કે આજે કામના સ્થળે તમારો દિવસ અતિવ્યસ્ત જવાનો છે. તમને જો કોઈ દલીલબાજીમાં ખેંચવામાં આવે તો કોઈ કઠોર ટીકા કે ટિપ્પણી તમે ન કરો એની સાવચેતી રાખજો. તમારા અને તમારા જીવનસાથી વચ્ચે ચોક્કસ જ વિશ્વાસનો અભાવ સર્જાશે. તેને કારણે લગ્નજીવનમાં તાણ સર્જાશે.

મીન (દ,ઝ,ચ,થ) - બાળકોની સંગતમાં આશ્વાસન પ્રાપ્ત થશે. માત્ર તમારા પરિવારના જ નહીં પણ અન્યોના સંતાનોમાંની રોગનિવારક શક્તિ તમને આશ્વાસન આપી શકે છે તથા તમારી બેચેનીને શાંત કરી શકે છે. આજે તમારી સામે અનેક આર્થિક યોજનાએ રજૂ કરવામાં આવશે-કોઈપણ નિર્ણય લેતા પહેલા તમામ સારાં નરસાં પાસાંને તકેદારીપૂર્વક ચકાસજો. તમે સામજિક કાર્યક્રમ તથા મેળાવડાઓમાં સહભાગી થશો તો તમે તમારા મિત્રો તથા પરિચિતોની સંખ્યા વધારી શકશો. તમારે તમારી શ્રૃંગારિક કલ્પનાઓ વિશે વધુ સપનાં જોવાની હવે જરૂર નથી, કેમ કે આજે તેમના સાકાર થવાની શક્યતા છે. ભાગીદારીમાં નવું સાહસ શરૂ કરવા માટે સારો દિવસ. સૌને લાભ થવાની શક્યતા છે. પણ ભાગીદાર સાથે હાથ મેળવતા પૂર્વે વિચારજો. મહત્વનાં લાકો સાથે વાતચીત કરતી વખતે તમારા શબ્દો તકેદારીપૂર્વક પસંદ કરો. તમારું લગ્નજીવન આજ જેટલું રંગીન ક્યારેય નહોતું.

Latest Stories