જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ

જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ
New Update

મેષ (અ,લ,ઇ) – તમારી શક્તિને પુનઃપ્રાપ્ત કરવા સંપૂર્ણ આરામ લો કેમ કે નબળું શરીર મગજને પણ નબળું પાડે છે. તમારે તમરી સાચી ક્ષમતા વિશે સમજવું રહ્યું કેમ કે તમે દૃઢતામાં પાછળ નથી પડતા પણ ઈચ્છાશક્તિમાં પડો છો. કેટલાક બાકી રહેલા મુદ્દા વધુ ઘેરા બનશે તથા ખર્ચનો મુદ્દો તમારા મગજમાં ઘુમરાયા કરશે. જ્ઞાન માટેની તમારી તૃષ્ણા નવા મિત્રો બનાવવામાં મદદ કરશે. તમારા પ્રિયપાત્રની ગેરહાજરી તમારા દિલને ભીનું કરી શકે છે. કામના સ્થળે આજે આખો દિવસ તમારામાં ઉત્સાહનો અભાવ રહેશે. પ્રવાસ કરવા માટે બહુ સારો દિવસ નથી. તમે તમારા જીવનસાથી પર આજે શંકા કરશો જેને કારણે ઘરની શાંતિમાં ભંગ પડવાની શક્યતા છે.

વૃષભ (બ,વ,ઉ) – તમારા પરિવાર સાથે વધુ સમય વિતાવી એકલાપણાની લાગણીથી મુક્ત થાવ. લાંબા ગાળાના કોઈપણ રોકાણ ટાળો તથા તમારા સારા મિત્ર સાથે કેટલીક ખુશીભરી ક્ષણો વિતાવો. પરિવારની જરૂરિયાતો તરફ ર્દુલક્ષ કરશો કેમ કે કામના સ્થળે તમે વધુ પડતું શ્રમ લઈ રહ્યા છો. પ્રેમમાં તમારા કઠોર વર્તન માટે માફી માગો. હિંમતભર્યા નિર્ણયો તથા પગલાં હકારાત્મક પરિણામો લાવશે. તમારાં જમા પાસાં તથા ભાવિ યોજનાઓનું પુનરાવલોકન કરવાનો સમય. કોઈ સ્વાદિષ્ટ વાનગી ખવાની ઈચ્છા અથવા માત્ર એક આલિંગન માટેની નાનકડી માગ તરફ તમે જો દુર્લક્ષ કરશો તો તમારા જીવનસાથી તમારાથી નારાજ થવાની શક્યતા છે.

.મિથુન (ક,છ,ઘ) – બાળકો તમારી પસંદગી મુજબનું વર્તન નહીં કરે-જે તમારો ગુસ્સો વધારી મુકશે. તમારે તમારી જાતને રોકવી જોઈએ, કેમ કે નિરંકુશ ગુસ્સો સૌને નુકસાન કરે છે અને ખાસ કરીને જે વ્યક્તિ ગુસ્સામાં છે તેને સૌથી વધુ નુકસાન કરે છે કેમ કે તેને કારણે ઊર્જા વેડફાય છે અને નિર્ણય લેવાની ક્ષમતાને મંદ બનાવે છે. અયોગ્ય આર્થિક સ્થિતિને કારણે કેટલાક મહત્વના કાર્યો અટકી પડશે. લમે જેમની સાથે રહો છો એ લોકો તમારાથી ખુશ નહીં હોય-પછી ભલેને તમે તેમને ખુશ કરવા ગમે તે કરો. તમારો પ્રેમ અસ્વીકારને આમંત્રમ આપશે. કારકિર્દીના સારી તક માટે કરાયેલી મુસાફરી કદાચ સાકાર થશે. આવું કરવા પૂર્વે તમારા માતા-પિતાની પરવાનગી લેજો, અન્યથા તેઓ પછીથી આ બાબતને વિરોધ કરી શકે છે. અણધાર્યો પ્રવાસ કેટલાક માટે દોડધામભર્યો તથા તાણયુક્ત સાબિત થઈ શકે છે. લગ્નજીવનમાં મુશ્કેલ તબક્કા બાદ આજનો દિવસ તમને થોડી રાહત પૂરી પાડશે.

કર્ક (ડ,હ) – તમારા સ્વાસ્થ્યમાં સુધારાને લગતી પ્રવૃત્તિઓ ફરી શરૂ કરવા માટે શ્રેષ્ઠ દિવસ. મૂડીરોકાણને લગતા મહત્વના નિર્ણયો કોઈ અન્ય દિવસે લેવા. બાળકો તમને ઘરના કામમાં મદદ કરશે. તમારૂં પ્રેમ જીવન આજે તમને કશુંક ખરેખર અદભુત આપશે. તમારૂં સ્વાસ્થ્ય અને શક્તિ આજે તમને કદાચ કામના સ્થળે મદદ નહીં કરે. તમારે આટલું જ કરવાનું છે, માનસિક રીતે સજ્જ રહો. તમારે બહાર નીકળીને ઊંચી જગ્યાએ બેઠેલા લોકોથી આગળ વધવા તમારી કોણીનો ઉપયોગ કરવાની જરૂર છે. તમારા જીવનસાથીની આંતરિક સુંદરતા આજે બહાર આવશે.

સિંહ (મ,ટ) – બાળકોની સંગતમાં આશ્વાસન પ્રાપ્ત થશે. માત્ર તમારા પરિવારના જ નહીં પણ અન્યોના સંતાનોમાંની રોગનિવારક શક્તિ તમને આશ્વાસન આપી શકે છે તથા તમારી બેચેનીને શાંત કરી શકે છે. તમારા મૂડીરોકાણ તથા ભાવિ ધ્યેયો વિશે ગુપ્તતા જાળવો. તમને ખુશ કરે એવી બાબતો કરો, પણ અન્યોના કાર્યવ્યાપથી દૂર રહેવાનો પ્રયાસ કરજો. તમારા મિત્ર સાથે બહાર જાવ ત્યારે સારી રીતે વર્તો. આસપાસની બધી જ બાબતો કામના સ્થળે તમને પડકારવાના મૂડમાં જાય છે, દૃઢતા જાળવી રાખજો. તમારી પ્રતિષ્ઠાને હાનિ પહોંચાડે તેવા લોકો સાથે જોડાવાનું ટાળો. તમારી જીવનસંગિનીને નિયમિત ધોરણે સરપ્રાઈઝ આપો, અન્યથા તેને લાગશે કે તમારા જીવનમાં તેનું કોઈ મહત્વ જ નથી.

કન્યા (પ,ઠ,ણ) – પત્ની કદાચ તમારો ઉત્સાહ વધારશે. અન્યો પર વધુ પડતો ખર્ચ કરશો એવી શક્યતા છે. તમારા પર કુટેવોની અસર છોડી શકતા લોકોથી દૂર રહો. આજે તમને સમજાશે કે પ્રેમ બધી જ બાબતોને પાછળ મુકી શકે છે. તમે પાળી ન શકવાના હો એવું કોઈ વચન આપશો નહીં. તમે જો પ્રવાસને લગતી કોઈ યોજના ઘડી હોય -તો તમારા સમયપત્રકમાં છેલ્લી ઘડીના ફેરફારને કારણે તે મુલત્વી રહેશે. તમારા જીવનસાથી સાથેનો તમારો સંબંધ તાણભર્યો રહેશે અને ગંભીર ખેંચતાણ પણ થશે જે ટકવી જોઈએ તેના કરતાં લાંબા સમય સુધી ટકશે.

તુલા (ર,ત) – વાહન ચલાવતી વખતે તકેદારી રાખો. જૂની શિલ્પકૃતિઓ તથા ઘરેણાંમાં રોકાણ લાભ તથા સમૃદ્ધિ લાવશે. આજે તમે તમારા ઘરમાં તથા આસપાસ કેટલાક ફેરફાર કરો એવી શક્યતા છે. સાંજ માટે કશું ખાસ આયોજન કરો અને તેને થઈ શકે એટલું રૉમેન્ટિક બનાવવાનો પ્રયાસ કરો. કોઈ સંયુક્ત સાહસમાં પ્રવેશતા નહીં- કેમ કે ભાગીદારો તમારો ફાયદો ઉપાડવાનો પ્રયાસ કરશે. ખરીદી તથા અન્ય પ્રવૃત્તિઓ તમને દિવસના મોટ ભાગનો સમય વ્યસ્ત રાખશે. પરણેલા હોવાનો ખરો આનંદ તમે આજે જાણશો.

વૃશ્વિક (ન,ય) – અજંપાની લાગણી તમને હતોત્સાહ કરી શકે છે. તેનાથી છૂટકારો મેળવવા માટે લાંબી વૉક પર નીકળી જાઓ અને ઊંડા શ્વાસ લો. તમારી હકારાત્મક વિચારસરણી તમને ખાસ્સી મદદ કરશે. દિવસમાં મોડેથી નાણાકીય સ્થિતિ સુધરશે. તમારા જીવનમાં જેમનું સૌથી વધુ મહત્વ છે એવા લોકોને તમારી વાત સમજાવવામાં તમને સૌથી વધુ મુશ્કેલી થશે. અંગત બાબતો અંકુશ હેઠળ રહેશે. આજે ઑફિસમાં તમે જે કામ કરી રહ્યા છો, તે તમારી માટે આવનારા સમયમાં જુદી રીતે ફાયદાકારક સાબિત થઈ શકે છે. આધ્યાત્મિક ગુરૂ અથવા કોઈક વડીલ તમને માર્ગદર્શન પૂરું પાડશે. આજનો દિવસ ખરેખર રોમેન્ટિક છે. સારૂં ભોજન, સુગંધ,ખુશી સાથે તમે તમારા જીવનસાથી સાથે ખરેખર અદભુત સમય વિતાવશો.

ધન (ભ,ફ,ધ,ઢ) – આજના મનોરંજનમાં રમતગમતની પ્રવૃત્તિઓ તથા બાહ્ય કાર્યક્રમોનો સમાવેશ થવો જોઈએ. આજે તમે મૂડી આસાનીથી ઊભી કરી લેશો-લેણાં નીકળતાં નાણાંની ઉઘરાણી કરો-અથવા નવા પ્રૉજેક્ટ્સ પર કામ કરવા માટે ધીરાણ માગો. તમારા જીવનસાથીની તબિયત ચિંતા કરાવી શકે છે. આજે મિત્રતામાં ભંગ પડવાની પૂરેપૂરી શક્યતા હોવાથી ચોકસાઈ રાખો. અટકી પડેલા પ્રકલ્પો તથા યોજનાઓ અંતિમ સ્વરૂપ લેવા આગળ વધશે. ટૅક્સ તથા વીમાને લગતી બાબતમાં ધ્યાન આપવાની જરૂર પડશે. તમારા જીવનસાથીની રૂક્ષતા તમને દિવસભર નારાજ કરી શકે છે.

મકર (ખ,જ) – કોઈ હાઈ-પ્રૉફાઈલ વ્યક્તિને મળી ને નર્વસ થઈ તમારો આત્મવિશ્વાસ ખોઈ ન બેસતા.જેમ ધંધા માટે મૂડી જરૂરી છે તેમ સારા સ્વાસ્થ્ય માટે આત્મવિશ્વાસ આવશ્યક છે. મનોરંજન તથા લક્ઝરી પર વધુ પડતો ખર્ચ ન કરશો. તમારી સમસ્યાઓ ગંભીર હશે-પણ તમે જે પીડામાંથી પસાર થઈ રહ્યા છો તેની નોંધ તમારી આસપાસના લોકો નહીં લે-કદાચ તેમને લાગે છે કે આમાં તેમણે માથું ન મારવું જોઈએ. પ્રેમમાં સહન કરવાની હિંમત રાખો તથા ખુશખુશાલ રહો. કામના સ્થળે આજે કોઈ તમારી યોજનાઓમાં ભંગાણ પાડવાનો પ્રયાસ કરશે-આથી તમારી આસપાસ શું થાય છે તેના પર ચાંપતી નજર રાખજો. સાનુકૂળ ગ્રહો તમને આજે ખુશ થવાના અનેક કારણો આપશે. તમારા જીવનસાથી આજે તમારી જરૂરિયાતો સંતોષવામાં કદાચ ના પાડશે, જે સરવાળે તમને હતાશ કરી મુકશે.

.કુંભ (ગ,શ,સ,ષ) – તમારો ઝઘડાખોર સ્વભાવ અંકુશમાં રાખો કેમ કે તેનાથી તમારા સંબંધો પર કાયમી અસર પડી શકે છે. મોકળાશભર્યું મન અને કોઈના પણ પ્રત્યે પૂર્વગ્રહ ત્યજીને તમે તેમાંથી બહાર આવી શકો છો. તમામ જવાબદારીઓ તથા આર્થિક વ્યવહારો સાવચેતીપૂર્વક પાર પાડવા. ખોટા સમયે કશુંક ખોટું ન બાલોઈ જાય તેની તકેદારી રાખજો-તમે જેને ચાહો છો તેને ઠેસ ન પહોંચે તેની તકેદારી રાખજો. તમારા પ્રિયપાત્રમાં શું કમીઓ છે તે શોધવામાં તમારો સમય બરબાદ ન કરતા. કેટલાક માટે વ્યાવસાયિક ચડતી. સંવાદ સાધવાની તમારી રીત તથા કામ કરવાનું કૌશલ્ય પ્રભાવિત કરનારા રહેશે. આજે તમારા જીવનસાથી તમારી સાથે થડુંક વિચિત્ર વર્તન કરશે. તમારી ધીરજમાં ખલેલ ન પડવા દેતા.

મીન (દ,ઝ,ચ,થ) - એવો દિવસ જ્યારે તમારા ચહેરા પર નિરંતર સ્મિત રહેશે અને અજાણ્યા લોકો પણ ઓળખીતા લાગશે. ઘરને લગતી લક્ઝરી પર વધુ પડતો ખર્ચ ન કરશો. વર્ચસ્વ જમાવવાનો અથવા કોઈક મુશ્કેલી ઊભી કરે એવી બાબતો શરૂ કરવાનો આ દિવસ નથી. એકતરફી આકર્ષણ તમારી માટે માથાનો દુખાવો જ લાવશે. આજે તમને જાણ થશે કે તમારું પ્રિયપાત્ર તમને અનંતકાળ સુધી પ્રેમ કરશે. આજે તમારે મહત્વના મુદ્દા પર ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ. તમારા જીવનસાથીનું વર્તન આજે તમારા વ્યાવસાયિક સંબંધો બગાડી શકે છે.

#રાશિ ભવિષ્ય
Here are a few more articles:
Read the Next Article