જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ

New Update
જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ

મેષ (અ,લ,ઇ) – ગર્ભવતી સ્ત્રીઓ જમીન પર ચાલતી વખતે ખાસ દરકાર રાખે અને શક્ય હોય તો ધૂમ્રપાન કરતા મિત્ર સાથે ઊભાં ન રહો કેમ કે તે તમારા ભાવિ બાળક માટે જોખમી પુરવાર થઈ શકે છે. રિયલ એસ્ટેટ અને આર્થિક વ્યવહારો માટે સારો દિવસ. તમે સામજિક કાર્યક્રમ તથા મેળાવડાઓમાં સહભાગી થશો તો તમે તમારા મિત્રો તથા પરિચિતોની સંખ્યા વધારી શકશો. પ્રેમ એ તમારા પ્રિયપાત્ર સાથે અનુભવવાની તથા શૅર કરવાની લાગણી છે. કામના સ્થળે આકાર લઈ રહેલા ફેરફારથી તમને લાભ થશે. ઝળહળતો અને ખડખડાટ હાસ્યથી ભરેલો દિવસ જ્યારે મોટા ભાગની ઘટનાઓ તમારી ધારણા મુજબ આકાર લેશે. આજનો દિવસ તમારા લગ્નજીવન માટે ખરેખર મહત્વનો છે. તમે તમારા જીવનસાથીને કેટલો પ્રેમ કરો છો તેની જાણ તેને થવા દો.

વૃષભ (બ,વ,ઉ) – તમારા પરિવારની લાગણી સમજીને તમારા ગુસ્સા પર કાબૂ રાખો. તમે કોની સાથે આર્થિક વ્યવહાર કરી રહ્યા છો તેની તકેદારી રાખજો. કેટલાક અણધારી સમસ્યાઓને કારણે પારિવારિક શાંતિમાં ખલેલ પહોંચશે. પણ ચિંતા કરવાની જરૂર નથી કેમ કે સમય બધું જ ઉકેલી નાખશે. અત્યારે સમયની જરૂરિયાત છે કે તમે આ બધાને હળવાશથી લો. પ્રેમ હકારાત્મક કંપનો દેખાડશે. તમારા પ્રિયપાત્રના સોશિયલ-મિડિયા પરના છેલ્લાં કેટલાક દિવસોના સ્ટેટસ ચેક કરો, તમને એક સુંદર આશ્ચયર્ય મળશે. તમારી પ્રતિષ્ઠાને હાનિ પહોંચાડે તેવા લોકો સાથે જોડાવાનું ટાળો. આજે તમારૂં લગ્નજીવન મસ્તી, આનંદ અને અત્યંત શાંતિનો અનુભવ કરાવનારૂં ઠરશે.

.મિથુન (ક,છ,ઘ) – રચનાત્મક શોખ તમને નિરાંતવા રાખશે. આગળ જતાં જેનું મૂલ્ય વધવાનું છે એવી ચીજ ખરીદવા માટે શ્રેષ્ઠ દિવસ. પૌત્ર-પૌત્રી તથા દોહિત્ર-દોહિત્રી અત્યંત આનંદનો સ્રોત બનશે. અંગત માર્ગદર્શન તમારા સંબંધોને સુધારશે. તમારી જાતને અભિવ્યક્ત કરવા માટે પણ આ સારો દિવસ છે-તથા રચનાત્મક પ્રકૃતિના પ્રકલ્પો પર કામ કરો. તમારી વાતચીતમાં તમે જેવા છો એવા જ રહો કેમ કે તમે જે નથી એ દેખાડવાથી તમને કોઈ જ ફાયદો નહીં થાય. આજે તમને અનુભૂતિ થશે કે તમારા લગ્ન વખતે લીધેલી દરેક પ્રતિજ્ઞાઓ સાચી હતી. તમારા જીવનસાથી તમારા સાચ્ચા સાથી છે.

કર્ક (ડ,હ) – આ વર્ષે નોકરીમાં આગળ વધવાની અનેક તકો મળી શકે છે. ઓફિસમાં તમારા કામકાજની પ્રશંસા થાય. કેટલાક નવા કામ પણ શરૂ થઈ શકે છે. બિઝનેસમાં તમને અનેક પડકારોનો સામનો કરવો પડી શકે છે, પરંતુ તેનાથી તમારું કામ ખરાબ નહીં થાય. નિરાશ થવા ન થાઓ. આ વર્ષે તમે કોઈપણ પ્રકારની પાર્ટનરશીપ ન કરો તો સારું રહેશે. આર્થિક મામલાઓમાં દસ્તાવેજના કામકાજથી સાવધાન રહો. કોઈપણ નવા કારોબારમાં રૂપિયા લગાવવામાં ઊતાવળ ન કરો. તમારા કામ કરવાની રીતથી અધિકારીઓ ખુશ થઈ શકે છે. તે સિવાય પ્રમોશનના પણ યોગ છે. ઓફિસમાં થતી કાનાફૂસીથી તમે દૂર રહેજો. તેનાથી તમને નુકસાન થઈ શકે છે. બિઝનેસમાં તમારા લાઈફ પાર્ટનરની મદદ મળી શકે છે. જો તમારો બિઝનેસ કેમિકલ, મેડિકલ, ખનીજ અને ટેક્નિકલ ફિલ્ડ સાથે જોડાયેલા લોકો માટે સમય સારો છે. મોટા ફાયદા મળી શકે છે. કામકાજ સાથે જોડાયેલી યાત્રાઓ પણ થઈ શકે છે. જો કે તમારા માટે ફાયદાકારક રહેશે. વિદેશી કારોબારથી પણ તમને મોટો ફાયદો થઈ શકે છે.

સિંહ (મ,ટ) – આ વર્ષે કાર્યક્ષેત્ર ઓપોઝિટ જેન્ડરવાળા સાથે સંબંધ મધુર બનાવવા પ્રયાસ કરો. તેનાથી તમને ફાયદો થશે. કાર્ય-સ્થળ પર તમારી માન-મર્યાદા વધશે, પરંતુ તમારે હોદ્દાનો ખયાલ રાખવો પડશે. ઉચ્ચ પદ મળવાની સંભાવના છે. નોકરી બદલવાના યોગ પણ બની રહ્યા છે. ઓફિસમાં ગપશપથી તમારે દૂર રહેવું પડશે. વર્ષના પહેલાં બે મહિનામાં તમારે સાવધાન રહેવું પડશે. આ વર્ષે કામને લઈને યાત્રાઓના યોગ બની રહ્યા છે. જેનાથી તમને થાક રહેશે. થાકને લીધે તમારા પર્ફોર્મન્સ ઉપર પણ ખોટ આવી શકે છે. બિઝનેસમાં મોટું રોકાણ કરવા માટે સમય સારો રહેશે. બિઝનેસ વધારવા માટે કેટલાક લોકો તમારી મદદ કરી શકે છે. તમે કોઈ પાર્ટનરની સાથે વ્યવસાય કરી રહ્યા છો તો તેનો તમને ફાયદો પણ થઈ શકે છે. ઈમ્પોર્ટ-એક્સપોર્ટ, ટ્રાન્સપોર્ટ, સંચાર સાધનો સાથે જોડાયેલા બિઝનેસ કરનારઓને મોટો ફાયદો થઈ શકે છે. અચાનક મળતી કોઈ ઓફિર તમને મોટો ફાયદો કરાવી શકે છે. પોપર્ટી, સંચાર, કપડા, રેસ્ટોરન્ટ, બેકરી, ઈલેક્ટ્રોનિક અને ખાન-પાન સાથે જોડાયેલાં લોકોને મોટો ફાયદો મળવાના યોગ છે. કુલ મળીને આ વર્ષ કરિયરના મામલાઓ માટે સારું રહેશે.

કન્યા (પ,ઠ,ણ) – આ વર્ષે કન્યા રાશિવાળા કેટલાક લોકો નોકરી બદલી શકેં છે. સમય તેની માટે અનુકૂળ છે. તે સિવાય સારા ઓપ્શન પણ તમને મળી શકે છે. નોકરીયાત લોકોના કામકાજમાં આવતી અડચણો ધીરેધીરે દૂર થઈ શકે છે. ક્યારેક કામથી તમારું ધ્યાન ભટકી શકે છે. આર્થિક સ્થિતિ પહેલાં કરતાં સારી રહેશે. કાર્યસ્થળે તમારું કામકાજ સારું રહેશે. આ વર્ષે કેટલાક દિવસોમાં કન્યા રાશિવાળાએ અનેકવાર મહેનતના હિસાબે ફળ નહીં મળી શકે. તેનાથી તમને પરેશાનીઓ થઈ શકે છે. ધૈર્ય રાખો અને ધીરે-ધીરે આગળ વધો. સમય ઝડપથી તમારી અનુકૂળ થઈ જશે. કન્યા રાશિવાળાનો સ્વામી બુધ છે જે બુદ્ધિ અને વેપારનો કારક હોય છે. બુધના પ્રભાવથી નવા વેપાર અને કામકાજ માટે કરવામાં આવેલી યાત્રાઓ ફાયદો અપાવી શકે છે. જો તમે સરકારી નોકરી કરતા હોવ તો સારી સેલરીની સાથે પદોન્નતિના યોગ બની રહ્યા છે. પ્રિન્ટિંગ, કાપડ, ઇસ્પાત કે સ્ટીલ સાથે સંબંધિત કામ કરતાં હોવ તો મોટા લાભ મળી શકે છે. કુલ મળીને કરિયરના હિસાબે આ વર્ષ સારું રહી શકે છે.

તુલા (ર,ત) – કરિયરમાં આગળ વધવાનો તમારો પૂરો પ્રયત્ન રહેશે. આગળ વધવાના નવા તકો તમને મળશે અને તમને ફાયદો થઈ શકે છે. પદોન્નતિના રૂપે તમને મહેનતનું ફળ મળી શકશે. પગાર વધવાનો પણ યોગ છે. અધિકારી તમને મદદ કરશે. થોડા સમયમાં તમારી પ્રગતિ થઈ શકે છે. તમારી સફળતા જોઈને લોકો તમારાથી ઈર્ષા પણ કરી શકે છે પરંતુ તમારું ધ્યાન તમારા કામ પર જ હોવું જોઈએ. વાતચીતમાં ધ્યાન રાખો. વિવાદના કારણે કાર્યસ્થળનો માહોલ ખરાબ થવાનો યોગ બની રહ્યા છે. બિઝનેસ કરી રહેલા લોકો માટે આ વર્ષ અચાનક ફાયદાકારક સાબિત થઈ શકે છે. કરિયરમાં ખાસ બદલાવ પણ આવી શકે છે. આવક પણ સારી થઈ શકે છે. કામકાજમાં કંઈક નવું કરવામાં તમે સફળ થઈ શકો છો. આ વર્ષે આવકના નવા સ્ત્રોતો પણ મળી શકે છે. વિદેશ યાત્રા પણ સફળ થઈ શકે છે. આર્ટ્સ, બોલીવુડ, ડિઝાઈનિંગ, ફેશન, આર્કિટેક, પ્રિન્ટિંગ, મીડિયા અને કોસ્મેટિકના કારોબારમાં ફાયદો થઈ શકે છે.

વૃશ્વિક (ન,ય) – આ વર્ષે સફળ થવા માટે રૂપિયા કમાવા માટે તમારે મહેનત વધુ કરવી પડી શકે છે. સાથે કામ કરનાર લોકો તમને ઈર્ષા કરી શકે છે. ઓફિસની ગપશપ ઉપર ધ્યાન ન આપો. ફાલતૂ કામોમાં સમય ખરાબ ન થવા દો. પોતાના કામ ઉપર ધ્યાન આપો. વૃશ્ચિક રાશિના લોકોએ સાથે કામ કરનાર લોકો ઉપર હાવી થઈ શકે છે. વેપાર વધારવા અને ફાયદા માટે દૂરના સ્થાને કોઈ યાત્રા થઈ શકે છે. નોકરીયાત લોકોને થોડી પરેશાનીઓનો સામનો કરવો પડી શકે છે. બિઝનેસ કરનાર લોકોને રોકાણ સમજી વિચારીને કરવું, આ સમય સારો નથી. રોકાણ કરવાના પ્લાન થોડા સમય માટે છોડી દો. ઈસ્પાત, સ્ટીલ, બ્યૂટિપાર્લર, ગારમેન્ટ અને ઈમ્પોર્ટ-એક્સપોર્ટના કામ કરનાર લોકો માટે સમય સારો થઈ રહ્યો છે. આ વર્ષ આ લોકોને ફાયદો વધી શકે છે.

ધન (ભ,ફ,ધ,ઢ) – આ વર્ષે નવા કારોબારમાં રોકાણ કરવું તમારા માટે ફાયદાકારક હોઈ શકે છે. કારોબારમાં પિતાની મદદથી તમને ફાયદો થઈ શકે છે. નવું ઘર કે વાહન ખરીદવાના યોગ બની રહ્યા છે. સ્ટોક માર્કેટમાં રૂપિયા લગાવતા તમારા માટે ફાયદાકારક સાબિત થઈ શકે છે. પરંતુ મોટું જોખમ ન લો. કોઈ અનુભવીની સલાહ જરૂર લો. આર્થિક મામલાઓમાં સાવધાની રાખો અને રૂપિયાને લગતા દસ્તાવેજો સંભાળીને રાખો. નોકરીયાત અને બિઝનેસ કરનાર લોકો કોઈની ઉપર આંખ મીચીને ભરોસો ન કરે. નહીંતર તમારી સાથે દગો થઈ શકે છે. નોકરીયાત લોકો પણ ઓફિસમાં રાજનીતિના શિકાર થઈ શકે છે. તે સિવાય આ વર્ષે નોકરીયાત લોકોને કરિયરમાં આગળ વધવા માટે સારી અને ખાસ તકો મળી શકે છે. જેનો ફાયદો તમે ઊઠાવી શકો છો. આ દરમિયાન તમારી જિંદગીમાં અનેક મોટા સકારાત્મક પરિવર્તન આવી શકે છે. કેટલાક પ્રોજેક્ટ કે કામ ઉપર તમને એક્ટ્રા મહેનત પણ કરવી પડી શકે છે. બિઝનેસ કરનારાઓને આ વર્ષના શરૂઆતના 4 મહિના પછી મોટો ફાયદો થઈ શકે છે. એક્ટ્રા આવકના પણ યોગ બની રહ્યા છે. રૂપિયાની ખોટ નહીં પડે. આર્થિક મામલાઓનું પ્લાનિંગ તમારે સાવધાનીથી કરવું પડશે. તમે નોકરી બદલવાની યોજના બનાવી રહ્યા હોવ તો તેની માટે સમય અનુકૂળ રહેશે. તમને સકારાત્મક પરિણામ મળશે. સારી સેલરી અને પદોન્નતિની પૂરી સંભાવના વધી રહી છે. સાથે કાર્યસ્થળે તમારા કામની પ્રશંસા થશે.

મકર (ખ,જ) – પરિવારના તબીબી ખર્ચમાં વધરાની શક્યતા નકારી શકાય નહીં. આજે કરેલું રોકાણ તમારી સમૃદ્ધિ તથા આર્થિક સુરક્ષામાં વધારો કરશે. પરિવારના સભ્યની સ્વાસ્થ્યની હાલત તાણનું કારણ બનશે. કોઈકની દખલને કારણે તમારા પ્રિયપાત્ર સાથેના તમારા સંબંધો વણસી શકે છે. આજે તમે કેન્દ્રસ્થાન રહેશો-અને સફળતા પણ તમારી પહોંચમાં જ છે. આનંદ-પ્રમોદ તથા મનોરંજન માટે સારો દિવસ. તમારૂં લગ્નજીવન આજે મોકળાશની માગ કરે એવી શક્યતા છે.

.કુંભ (ગ,શ,સ,ષ) – તમારૂં સ્મિત હતાશા સામે સંકટ-મોચક જેવું કામ કરશે. તમારી ઈચ્છાઓ પૂર્ણ થશે કેમ કે આશીર્વાદ અને સારૂં ભાગ્ય તમારી તરફ આવી રહ્યું છે-તથા અરાઉના દિવસની સખત મહેનત પણ રંગ લાવી રહી છે. તમને નીચા પાડવાની કોશિષ કરતા લોકો સાથે કામ લેવામાં તમને ખૂબ જ મુશ્કેલી પડશે. અંગત બાબતો અંકુશ હેઠળ રહેશે. કામના સ્થળે આકાર લઈ રહેલા ફેરફારથી તમને લાભ થશે. પ્રવાસ કરવાના હો તો એ વાતની ખારતરી કરી લે જો કે તમામ મહત્વના દસ્તાવેજો તમારી સાથે છે. આજનો દિવસ તમારા જીવનસાથી સાથેના અન્ય સામાન્ય દિવસો કરતાં સારો હોવાનું જણાય છે

મીન (દ,ઝ,ચ,થ) - અનયોની ટીકા કરવામાં તમારો સમય વેડફશો નહીં, કેમ કે તેની અસર તમારા સ્વાસ્થ્ય પર પડી શકે છે. મોડી પડેલી લેણી નીકળતી રકમ પાછી મળતા આર્થિક સ્થિતિ સુધરશે. મિત્રો તમારો દિવસ ઝળહળતો કરી મુકશે કેમ કે તેઓ સાંજ માટે કશુંક ઉત્સાહજનક કરશે. પ્રેમ હંમેશાં ઊંડી ભાવનાઓ ધરાવતું હોય છે અને આજે તમને એનો અનુભવ થશે. કામના સ્થાળે આજે બધું જ તમારી તરફેણમાં હોવાનું જણાય છે. તમારા વાણી અને વર્તન અંગે દરકાર રાખો કેમ કે તમે કશુંક ભ્રામક કરશો તો સત્તામાંના લોકો એ અંગે બહુ સમજદારી નહીં દાખવે. લગ્ન પછી પ્રેમ મુશ્કેલ જણાય છે, પણ એ આજે આખો દિવસ તમારી માટે શક્ય બનશે.

Latest Stories