જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ

જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ - Connect Gujarat
New Update

મેષ (અ,લ,ઇ) – તમારો વિપુલ આત્મવિશ્વાસ તથા કામનું સરળ સમયપત્રક તમને આજે હળવા થવાનો પૂરતો સમય આપશે. આર્થિક સમસ્યાઓ રચનાત્મક રીતે વિચારવાની તમારી ક્ષમતાને હાનિ પહોંચાડશે. લાગણીશીલ જોખમ તમારી તરફેણમાં જશે. તમારૂં કામ ઓછી મહત્વતા પ્રાપ્ત કરશે-કેમ કે તમને તમારા પ્રિયપાત્રની બાહોંમાં રાહત, આનંદ તથા અત્યંત લાગણીનો તરંગ મળ્યો છે. એક મુશ્કેલ તબક્કા બાદ, આજનો દિવસ તમને કામના સ્થળે કશુંક સુંદર આપી આશ્ચયર્યચકિત કરી જશે. તમારા જીવનમાં કશુંક રસપ્રદ થાય એની તમે લાંબા સમયથી રાહ જોઈ રહ્યા હો- તો તમને ચોક્કસ કંઈક રાહત મળશે. લગ્નજીવનમાં વ્યક્તિના એકાંતનું આગવું મહત્વ હોય છે, પણ આજે તમે એકમેકની નિકટ રહેવાની કોશિશ કરશો. રોમાન્સ ચોક્કસ જ જોરદાર છે.

વૃષભ (બ,વ,ઉ) - તમારા નકારાત્મક વિચારો માનસિક બીમારીનું સ્વરૂપ લઈ લે તે પૂર્વે જ તમારે તેમનો નાશ કરવો જોઈએ. તમને સંપૂર્ણ માનસિક સંતોષ આપે એવી કોઈક પ્રવૃત્તિ સાથે સંકળાઈને તમે તેમનાથી મુક્તિ પામી શકો છો. તમે જો રૂઢિગત રીતે રોકાણ કરશો તો તમે સારૂં એવું ધન કમાઈ શકશો. તમે ધાર્મિક સ્થળ અથવા કોઈક સબંધીની મુલાકાત લો એવી શક્યતા જોવાય છે. તમારો પ્રેમ એક નવી ઊંચાઈએ પહોંચશે. તમારો દિવસ તમારા પ્રિયપાત્રના હાસ્ય સાથે શરૂ થશે તથા તેનો અંત એકમેકના સપનાંમાં થશે. કામના સ્થળે તમે આજે ખાસ હોવાની અનુભૂતિ કરશો. તમને ગેરમાર્ગે દોરવાનો પ્રયાસ કરનાર અથવા તમને નુકસાન કરે એવી ખોટી માહિતી આપતી વ્યક્તિથી ચેતતા રહેજો. તમારા જીવનસાથી તમને પ્રેમના અતિઆનંદથી તરબતર કરી તમને આશ્ચર્યચકિત કરી દાવાના મિજાજમાં છે, તેમને મદદરૂપ થાવ.

મિથુન (ક,છ,ઘ) – મિત્ર તરફથી પ્રસંશાના ખાસ શબ્દો તમારી ખુશીનું સબબ બનશે. આવું થવાનું કારણ એ કે તમે તમારા જીવનને વૃક્ષ જેવું બનાવ્યું છે-જે અન્યોને છાંયડો આપે છે અને પોતે તડકામાં ઊભા રહી સૂરજનો તાપ સહે છે. નાણાપ્રવાહમાં વધારો મહત્વની ચીજોની ખરીદી તમારી માટે આસાન બનાવશે. પરિવાર સાથેની સામાજિક પ્રવૃત્તિઓ ખૂબ જ આનંદપ્રદ હશે. સપનામાંના ભયને છોડો અને તમારા રૉમેન્ટિક સાથીદારની સંગત માણશો. આજે કામના સ્થળે તમારો દિવસ વધારે પડતો મુશ્કેલ હશે. તમે જો ઉતાવળે નિષ્કર્ષ પર આવશો તથા બિનજરૂરી પગલાં લેશો તો આજનો દિવસ નારાજ કરનારો સાબિત થશે. તમારા લગ્નજીવનમાં આજનો દિવસ વિશિષ્ટ છે, આજે તમને કશુંક ખરેખર અસાધારણ અનુભવવા મળશે.

કર્ક (ડ,હ) –.તમારી જાતને આજે તમે સામાન્યપણે તમે હો છો એના કરતાં ઓછા ઊર્જાવાન મહેસૂસ કરશો-વધારાના કામ દ્વારા તમારી જાત પર વધુ બોજો ન નાખતા-થોડોક આરામ કરો તથા તમારી એપોઈન્ટમેન્ટ બીજા કોઈ દિવસ માટે રાખો. ઉતાવળા નિર્ણય લેતા નહીં- ખાસ કરીને ત્યારે તમે મહત્વના આર્થિક સોદા પાર પાડવાના હો. લમે જેમની સાથે રહો છો એ લોકો તમારાથી ખુશ નહીં હોય-પછી ભલેને તમે તેમને ખુશ કરવા ગમે તે કરો. તમારી વાણી પર અંકુશ રાખવાનો પ્રયાસ કરો કેમ કે તમારા કઠોર શબ્દો તમારા પ્રિયપાત્ર અને તમારા વચ્ચેની શાંતિ તથા સંબંધની સરળ ગતિને અસર કરી શકે છે. કામના સ્થળે પરિસ્થિતિ સારી જણાય છે. આજે આખો દિવસ તમારો મિજાજ સારો રહેશે. આજનો દિવસ એવા દિવસોમાંનો એક છે જ્યારે પરિસ્થિતિ તમારી મરજી મુજબ આકાર નહીં લે. સંબંધીઓ આજે તમારા અને તમારા જીવનસાથી વચ્ચેની તકરારનું કારણ બની શકે છે.

સિંહ (મ,ટ) – તમારી લાગણીઓને અંકુશ હેઠળ રાખવાનો પ્રયાસ કરો કેમ કે તમારી મુલાકાત ટાળી ન શકાય એવા મહેમાનો સાથે થવાની છે. સમયની જરૂર છે જાત પર અંકુશ-જે તમારા વ્યક્તિત્વનું સત્વ છે. બિનજરૂરી તાણ લેવાની જરૂર નથી કેમ કે મુલાકાત તમારી માટે લાભદાયક પુરવાર થવાની છે. લાંબા-ગાળાના લાભ માટે શેર્સ તથા મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરો. નવો દેખાવ-નવાં કપડાં-નવા મિત્રો આજે તમારા થશે. પવિત્ર અને નિર્ભેળ પ્રેમને અનુભવો. તમે જે હંમેશાં કરવા માગતા હતા એ કામ કરવાની તક તમને આજે મળી શકે છે. બાકી રહી ગયેલા કાર્યોને જલ્દીથી ઉકેલવા રહ્યા અને તમ જાણો છો કે તમારે ક્યાંકથી તો શરૂઆત કરવી જ પડશે-આથી હકારાત્મક રીતે વિચારો તથા આજથી જ પ્રયાસો કરવાના શરૂ કરી દો. પોતાના જીવનમાં તમારું સ્થાન શું છે તે વર્ણવતા કેટલાક સુંદર શબ્દો સાથે તમારા જીવનસાથી આજે તમારી પાસે આવશે.

કન્યા (પ,ઠ,ણ) – દરેકેદરેક જણને મદદ કરવાની તમારી તૈયારી તમને થકવી નાખશે. થોડા વધુ નાણાં બનાવવા માટે તમારા નાવિન્યસભર વિચારોનો ઉપયોગ કરો. વિદેશમાં વસતા સંબંધી તરફથી મળેલી ભેટ તમને આનંદિત કરશે. તમારૂં પ્રિયપાત્ર થોડુંક ચીડાયેલું લાગે છે-આ બાબત તમારા મગજ પરની તાણમાં વધારો કરશે. નવી બાબતો શીખવાની અભિરૂચિ નોંધપાત્ર રહેશે. પ્રવાસ,મનોરંજન તથા લોક સાથે હળવું-મળવું આજે તમારા એજેન્ડા પર રહેશે. મજાકભરી ચર્ચા દરમિયાન તમારા બંને વચ્ચે કોઈ જૂની સમસ્યા સામે આવી શકે છે, જે આગળ જતાં તમારી વચ્ચે ઝઘડામાં પરિણમશે.

તુલા (ર,ત) – લાંબા ગાળાની માંદગીથી તમને મુક્તિ મળે એવી શક્યતા છે. આર્થિક લાભ તમારી અપેક્ષા મુજબ નહીં હોય. તમારામાંના કેટલાક દાગીના અથવા હૉમ એપ્લાયન્સીસની ખરીદી કરશે. કામદેવના બાણથી બચવાની શક્યતા આજે ઓછી છે. તમારી જાતને અભિવ્યક્ત કરવા માટે પણ આ સારો દિવસ છે-તથા રચનાત્મક પ્રકૃતિના પ્રકલ્પો પર કામ કરો. નિંદા-કૂથલી તથા અફવાઓથી દૂર રહો. તમારો કોઈક જૂનો મિત્ર કદાચ આવશે અને તમારા જીવનસાથી સાથેની જૂની યાદગાર ક્ષણો વિશે તમને યાદ કરાવશે.

વૃશ્વિક (ન,ય) – હાલની ઘટનાઓને કારણે તમારૂં મગજ ખલેલ પામ્‍યું છે. આધ્યાત્મિક તથા શારીરિક લાભ માટે ધ્યાન તથા યોગ લાભકારક સાબિત થશે. તમે જો થોડા વધુ નાણાં મેળવવા માર્ગ શોધી રહ્યા હો તો-સુરક્ષિત આર્થિક યોજનાઓમાં રોકાણ કરો. લાંબા સમયથી જેના સંપર્કમાં ન હો એવા લોકો તથા સંબંધોને ફરી તાજા કરવા માટે સારો દિવસ. તમે તમારા રૉમાન્સ સાથે બહુ ખરાબ રીતે ઘર્ષણમાં ઉતરશો અને આ બાબત તમને છિન્નભિન્ન કરી મુકશે. આજે તમને છૂપો શત્રુ મળશે તેને તમને ખોટા પાડવાનું ગમશે. તમારા માર્ગમાં જે પણ આવતું હોય તેની સાથે વિનમ્રતાપૂર્વક અને સારી રીતે વર્તો-કેટલાક ચુનંદા લોકો જ તમારી મોહકતા પાછળનું રહસ્ય જાણી શકશે. તમારા જીવનનો પ્રેમ, તમારા જીવનસાથી આજે બીમાર પડે એવી શક્યતા છે. વિશેષ તકેદારી રાખજો.

ધન (ભ,ફ,ધ,ઢ) –વધુ પડતું ભોજન લેવાનું ટાળો અને તમારા વજન પર નજર રાખો. સમજદારીપૂર્વક રોકાણ કરો. તમારા બાળકના એવોર્ડ સમારંભમાં આમંત્રણ આનંદનું કારણ બની શકે છે. તમારા સંતાનને તમારી અપેક્ષાઓ પર પાર ઉતરતા જોઈ તમારૂં સપનું સાકાર થઈ રહ્યું હોવાનું લાગશે. કેટલાક માટે ભેટો તથા ફૂલોથી સભર રૉમેન્ટિક સાંજ જોવાય છે. કાર્યસ્થળે ઊભા થનારા વિરોધ સામે ખાસ કરીને ચોકસાઈભર્યા અને હિંમતવાન બનો. તમારી રમૂજવૃત્તિ તમારી મહામૂલી મૂડી સાબિત થશે. પરણેલા હોવાનો ખરો આનંદ તમે આજે જાણશો.

મકર (ખ,જ) – મિત્ર સાથે તમારી ગેરસમજ કેટલાક અપ્રિય પ્રત્યાઘાતોને આમંત્રણ આપશે-કોઈ પણ નિર્ણય જોહેર કરતા પહેલા સંતુલિત મંતવ્ય મેળવો. આર્થિક બાબતોમાં ચોક્કસ સુધારો થશે-પણ તેની સાથે જ ખર્ચમાં પણ વધારો થશે. વૈવાહિક જોડાણમાં પ્રવેશવા માટે સારો સમય. તમારૂં સ્મિત તમારા પ્રિયપાત્રની ખુશા માટેની અકસીર દવા છે. તમને ધિક્કારનારાઓ આજે કામના સ્થળે તમને વધુ પજવતા હોય એવું લાગશે, જે તમારી આક્રમકતા ઓર વધારશે. બાકી રહી ગયેલા કાર્યોને જલ્દીથી ઉકેલવા રહ્યા અને તમ જાણો છો કે તમારે ક્યાંકથી તો શરૂઆત કરવી જ પડશે-આથી હકારાત્મક રીતે વિચારો તથા આજથી જ પ્રયાસો કરવાના શરૂ કરી દો. આજે તમને અનુભૂતિ થશે કે તમારા લગ્ન વખતે લીધેલી દરેક પ્રતિજ્ઞાઓ સાચી હતી. તમારા જીવનસાથી તમારા સાચ્ચા સાથી છે.

.કુંભ (ગ,શ,સ,ષ) –હૃદયરોગના દર્દીઓ માટે કૉફી છોડવાનો આ યોગ્ય સમય છે. તેનો હજી વધુ ઉપયોદ હૃદય પર બિનજરૂરી દબાણ વધારશે. એક યા બીજી જગ્યાએથી તમને આર્થિક લાભ મળી રહેશે. બાળકો સાથે કામ લેવા માટે આજનો દિવસ મુશ્કેલ છે. આજે તમને જાણ થશે કે તમારા સાથીનો પ્રેમ તમારી માટે સદાય ઊંડી ભાવના ધરાવતી લાગણી છે. ઑફિસમાં વિડિયો ગૅમ રમવી તમને આજે મોંઘી પડે એવી શક્યતા છે. તમને જો કોઈ દલીલબાજીમાં ખેંચવામાં આવે તો કોઈ કઠોર ટીકા કે ટિપ્પણી તમે ન કરો એની સાવચેતી રાખજો. વરસાદ રોમાન્સ માટે જાણીતો છે અને તમને આજે આખો દિવસ ાવા જ અતિ આનંદની અનુભૂતિ તમારા જીવનસાથી સાથે થશે..

મીન (દ,ઝ,ચ,થ) - તમારૂં અવિચારી વર્તન તમારા મિત્ર માટે કેટલીક સમસ્યાઓ સર્જી શકે છે. લાંબા ગાળાના કોઈપણ રોકાણ ટાળો તથા તમારા સારા મિત્ર સાથે કેટલીક ખુશીભરી ક્ષણો વિતાવો. તમારા નિર્ણયોમાં માતા-પિતાની મદદ તમને ખૂબ કામમાં આવશે. તમારો પ્રેમ અસ્વીકારને આમંત્રમ આપશે. તમારો પ્રભુત્વભર્યો અભિગમ તમારા સહ-કમર્મચારીઓ તરફથી ટીકા લાવશે. તમને જો કોઈ દલીલબાજીમાં ખેંચવામાં આવે તો કોઈ કઠોર ટીકા કે ટિપ્પણી તમે ન કરો એની સાવચેતી રાખજો. તમારા જીવનસાથીના સ્વાસ્થ્યને કારણે કોઈક સાથેની તમારી મુલાકાત બગડી હોય તો, ચિંતા કરતા નહીં કેમ કે તમે તમારા જીવનસાથી સાથે સારો સમય વીતાવી શકશો.

#રાશિ ભવિષ્ય
Here are a few more articles:
Read the Next Article