જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ

New Update
જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ - Connect Gujarat

મેષ (અ,લ,ઇ) – બાળકો સાથે રમવાથી તમને દર્દ દૂર કરનાર અદભુત અનુભવ થશે. ઉતાવળમાં મૂડીરોકણને લગતા નિર્ણયો લેતા નહીં- દરેક શક્ય બાજુથી તમે રોકાણ અંગે ચકાસણી નહીં કરો તો નુકસાન થવું ચોક્કસ છે. સાંજે અણધાર્યા મહેમાનો તમારા ઘરમાં ભીડ કરશે. તમારા પ્રિયપાત્ર સાથે તમારી અંગત લાગણીઓ-રહસ્યો શૅર કરવા માટે આ યોગ્ય સમય નથી. કોઈ સંયુક્ત સાહસમાં પ્રવેશતા નહીં- કેમ કે ભાગીદારો તમારો ફાયદો ઉપાડવાનો પ્રયાસ કરશે. આઉટસ્ટૅશન પ્રવાસ આરામદાયક નહીં હોય-પણ તે તમને મહત્વના સંપર્કો બનાવવામાં મદદરૂપ થશે. તમારા લગ્નજીવનમાં આજે તમારે મુશ્કેલ સમયનો સામનો કરવાનો આવી શકે છે.

વૃષભ (બ,વ,ઉ) - તમારા જીવનસાથીનો પ્રેમાળ મિજાજ તમારો દિવસ ઉલ્લાસભર્યો બનાવશે. ભૂતકાળના રોકાણમાંથી આવકમાં વધારો જોવાય છે. ઘરમાં સુધારણા લાવવાની યોજના વિશે વિચારજો. આજે તમને જાણ થશે કે તમારા સાથીનો પ્રેમ તમારી માટે સદાય ઊંડી ભાવના ધરાવતી લાગણી છે. આજે તમને છૂપો શત્રુ મળશે તેને તમને ખોટા પાડવાનું ગમશે. તમારૂં ચુંબકીય-બર્હિમુખી વ્યક્તિત્વ તમને લાઈમલાઈટમાં મુકી દેશે. તમારા લગ્નજીવનમાં પરિસ્થિતિ આજે ખરેખર સુંદર જણાય છે.તમારા જીવનસાથી સાથે એક અદભુત સાંનું આયોજન કરો..

મિથુન (ક,છ,ઘ) – તમે કોઈ બાબતે ચુકાદો આપતા હો ત્યારે સામેની વ્યક્તિની લાગણીઓની ખાસ દરકાર લો. તમારા દ્વારા લેવામાં આવેલો કોઈ ખોટો નિર્ણય નમાત્ર તેમના પર અવળી અસર કરશે બલ્કે તમને પણ માનસિક તાણ આપશે. અન્યોને પ્રભાવિત કરવા વધુ પડતો ખર્ચ ન કરી નાખતા. ફૅશન તમારા જીવનમાં ભવ્ય લય છે અને સમર્પણનું મૂલ્ય તથા દિલમાં પ્રેમ અને કૃતજ્ઞતાપૂર્વક સીધા ચાલવાની કળા શીખો. આ બાબત તમારૂં પારિવારિક જીવન વધુ અર્થપૂર્ણ બનાવશે. તમારૂં પ્રિયપાત્ર વચનબદ્ધતાની અપેક્ષા રાખશે. ટીમ બનાવી ને એક જ ધ્યેય માટે કામ કરવાની મજબૂત સ્થિતિમાં તમે હશો. તમે જો કોઈ પરિસ્થિતિથી દૂર ભાગશો-તો એ શક્ય હોય એટલી ખરાબ રીતે તમારો પીછો કરશે. ઘણા બધા ખરાબ દિવસો બાદ, તમે અને તમારા જીવનસાથી આજે ફરીથી એકમેકના પ્રેમમાં પડશો.

કર્ક (ડ,હ) – તમે નવરાશની લહેજત માણવાના છો. વધુ પડતો ખર્ચ કરાવાનું ટાળો તથા શંકાસ્પદ આર્થિક સ્કીમ્સથી દૂર રહો. અન્યો સાથે વાદ-વિવાદ તથા બોલાચાલી અને તેમનામાં અકારણ ભૂલો શોધવાનું ટાળો. તમારા પ્રિયપાત્ર સાથે કૅન્ડીફ્લૉસ તથા ટૉફી શૅર કરશો એવી શક્યતા જોવાય છે. રચનાત્મક પ્રકારના કામો સાથે સંકળાઓ. ઝળહળતો અને ખડખડાટ હાસ્યથી ભરેલો દિવસ જ્યારે મોટા ભાગની ઘટનાઓ તમારી ધારણા મુજબ આકાર લેશે. શું તમે જાણો છો, તમારા જીવનસાથી તમારી માટે ખરો દેવદૂત છે, અમારી વાત પર વિશ્વાસ નથી? આજે નિરીક્ષણ કરી તેનો જાતઅનુભવ કરો.

સિંહ (મ,ટ) – હાલની ઘટનાઓને કારણે તમારૂં મગજ ખલેલ પામ્‍યું છે. આધ્યાત્મિક તથા શારીરિક લાભ માટે ધ્યાન તથા યોગ લાભકારક સાબિત થશે. તમારી આર્થિક સ્થિતિ સુધરશે આમ છતાં નાણાખર્ચમાં વધારો તમારી યોજનાઓને પાર પાડવામાં અંતરાયો ઊભા કરશે. ઘરે ઉત્સવ જેવો માહોલ તમારૂં ટૅન્શન ઘટાડશે. પ્રેમની મસ્તીનો અનુભવ કરવા માટે તમને કોઈ મળી શકે છે. દિવાસ્વપ્નો જોવાથી તમારી પડતી થશે-તમારા કામ કરવા માટે અન્યો પર મદાર ન રાખતા. તમે જો ઉતાવળે નિષ્કર્ષ પર આવશો તથા બિનજરૂરી પગલાં લેશો તો આજનો દિવસ નારાજ કરનારો સાબિત થશે. તમારા જીવનસાથી સાથે રોમાન્સ માટે આજનો દિવસ સારો છે.

કન્યા (પ,ઠ,ણ) – તમારા ભાઈના કામમાં નિયમિત હસ્તક્ષેપ દ્વારા તમે તેને નારાજ કરી શકો છો. જ્યાં જરૂર ન હોય અથવા જ્યાં તમારા સૂચનોનું સ્વાગત નથી ત્યાં સલાહ ન આપો શાંત રહેવાનો તથા સૌની સાથે ઈમાનદાર રહેવાનો અંકુશ તમારી જાત પર રાખો. આજે ફક્ત બેઠા રહેવા કરતાં-કોઈક પ્રવૃત્તિ સાથે સંકળાઓ-જે તમારી આવકની ક્ષમતાને વધારશે. દૂરના સ્થળેથી કોઈ સંબંધી તમારો સંપર્ક કરી શકે છે. પ્રેમ પ્રકરણમાં તમારી જીભને વશમાં રાખો, કેમ કે તેનાથી તમે મુશ્કેલીમાં મુકાઈ શકો છો. તમે જો ઘણા સમયથી કામના સ્થળે મુશ્કેલી અનુભવતા હશો તો આજનો દિવસ ખરેખર સારો રહેશે. તમારો અભિપ્રાય પૂછાય ત્યારે શરમાતા નહીં-કેમ કે તમારા અભિપ્રાય માટે તમારા ખાસ્સા વખાણ થવાના છે. આજનો દિવસ તમારા લગ્નજીવન માટે ખરેખર મુશ્કેલ સાબિત થશે..

તુલા (ર,ત) – તમારે ફાજલ સમય તમારા શોખ પોષવા માટે અથવા જે પ્રવૃત્તિઓ કરવી તમને સૌથી વધુ ગમે છે તે કરવામાં ફાળવવો જોઈએ. તમારો ખર્ચ તમારા બજેટની બહાર જતો રહેશે જેને કારણે તમારા કેટલાક ચાલી રહેલા પ્રૉજેક્ટ્સ અણધારી રીતે થંભી જશે. પરિવારના સભ્યનો આનંદી સ્વભાવ ઘરના વાતાવરણને ઝગમગતું કરી નાખશે. લાગણીશીલ અંતરાયો તમને તકલીફ આપી શકે છે. કામના સ્થળે આજે તમે એક અદભુત વ્યક્તિને મળો એવી શક્યતા છે. તમે જે હંમેશાં સાંભળવા માગતા હતા- એ સાર વખાણભર્યા શબ્દોની આજે લોકો તમારા પર વર્ષા કરશે. તમારા જીવનસાથીના સગાં-સંબંધીઓ આજે તમારા વૈવાહિક જીવનમાં ખલેલ સર્જી શકે છે.

વૃશ્વિક (ન,ય) – તમારી સૌથી મોટી મૂડી છે તમારી રમૂજવૃત્તિ, તમારી બીમારીને સાજી કરવા તેનો ઉપયોગ કરો. આજે નાણાં સંભાળવામાં તમને મુશ્કેલી પડશે-તમે વધુ પડતો ખર્ચ કરી બેસશો કાં તમારૂં વૉલૅટ ખોવાઈ જશે- બેદરકારીને કારણે કેટલુંત નુકસાન ચોક્કસ છે. પત્ની તમને તમારૂં જીવન બદલવામાં મદદ કરશે. તમારૂં અનિશ્ચિત વર્તન તમારા પ્રિયપાત્ર સાથેના વિખવાદનું કારણ બની શકે છે. નવા ગ્રાહકો સાથે વાટાઘાટો ચલાવવા માટે અદભુત દિવસ. પ્રવાસ કરવાના હો તો એ વાતની ખારતરી કરી લે જો કે તમામ મહત્વના દસ્તાવેજો તમારી સાથે છે. આજનો દિવસ તમને તમારા જીવનસાથી અને બીજી કોઈ વ્યક્તિ કે બીજી કોઈ વસ્તુ વચ્ચે પસંદગી કરવાની દ્વિધામાં નાખશે.

ધન (ભ,ફ,ધ,ઢ) – રોજબરોજની પ્રવૃત્તિઓમાં તમારી તબિયત બાધારૂપ બની શકે છે. તમામ જવાબદારીઓ તથા આર્થિક વ્યવહારો સાવચેતીપૂર્વક પાર પાડવા. સ્કૂલ પ્રૉજેક્ટ પૂરો કરવા બાળકો તમારી મદદ માગી શકે છે. કામદેવના બાણથી બચવાની શક્યતા આજે ઓછી છે. સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં ભાગ લેનારાઓએ મગજ શાંત રાખવું. પરીક્ષાના ભયને તમારી જાતને હતોત્સાહ કરવા ન દો. તમારા પ્રયાસો ચોક્કસ જ હકારાત્મક પરિણામ લાવશે. તમારી પ્રતિષ્ઠાને હાનિ પહોંચાડે તેવા લોકો સાથે જોડાવાનું ટાળો. તમારા જીવનસાથી તમારા દિલની વાત સાંભળવા માટે પૂરતો સમય આપશે.

મકર (ખ,જ) – સ્વાસ્થ્ય સારૂં રહેશે. શંકાસ્પદ આર્થિક સોદાઓમાં સંડોવાઈ ન જાવ તેની તકેદારી રાખજો. કેટલાક લોકો માટે- પરિવારમાં કોઈ નવી વ્યક્તિનું આગમન ઉજવણી અને પાર્ટીની ક્ષણો લાવશે. પ્રેમ તથા રૉમાન્સ તમને ખુશખુશાલ મૂડમાં રાખશે. તમારા પાસેની માહિતી તથા અનુભવ તમે અન્યો સાથે વહેંચશો તો તમારી સરાહના થશે. તમે જો ઉતાવળે નિષ્કર્ષ પર આવશો તથા બિનજરૂરી પગલાં લેશો તો આજનો દિવસ નારાજ કરનારો સાબિત થશે. કામના સ્થળે પરિસ્થિતિ સારી જણાય છે. આજે આખો દિવસ તમારો મિજાજ સારો રહેશે.

કુંભ (ગ,શ,સ,ષ) – લાંબી મુસાફરી ટાળજો કેમ કે મુસાફરી માટે તમે ખૂબ નબળા છો. તમને આકર્ષક જણાતી હોય તેવી રોકાણ યોજના વિશે વધુ જાણકારી મેળવવા માટે સપાટીની નીચે ઊંડું ખોદકામ કરો-આગળ વધતા પૂર્વે તમારા સલાહકારની સલાહ લો. તમારૂં બાળક જેવું તથા નિદોર્ષ વર્તન પારિવારિક સમસ્યા ઉકેલવામાં મહત્વની ભૂમિકા ભજવશે. આજે તમારૂં પ્રિયપાત્ર તમારા અનિશ્ચિત વર્તન સાથે પનારો પાડવામાં ખૂબ જ મુશ્કેલી અનુભવશે. આજે પ્રેમમાં તમારે ભાગ્યવંત દિવસ છે. તમે લાંબા ગાળાથી જેની કલ્પના કરી રહ્યા હતા એ તમારી કલ્પનાઓની પૂર્તિ કરી તમારૂં પ્રિયપાત્ર તમને સરપ્રાઈઝ આપશે. આધ્યાત્મિક ગુરૂ અથવા કોઈક વડીલ તમને માર્ગદર્શન પૂરું પાડશે. અભિપ્રાયમાં ભિન્નતા આજે તમારા અને તમારા જીવનસાથી વચ્ચે ઝઘડાનું કારણ બનવાની શક્યતા છે..

મીન (દ,ઝ,ચ,થ) - અવિચારી નિર્ણય તમારી માટે કેટલીક મુશ્કેલીઓ સર્જી શકે છે. કોઈપણ નિર્ણય લેતા પહેલા શાંતિપૂર્વક વિચારજો. કેટલાક બાકી રહેલા મુદ્દા વધુ ઘેરા બનશે તથા ખર્ચનો મુદ્દો તમારા મગજમાં ઘુમરાયા કરશે. બાળકો શાળાને લગતા પ્રૉજેક્ટ્સ વિશે સલાહ માગી શકે છે. તમારો કૉલ લંબાવીને તમે તમારા રૉમેન્ટિક ભાગીદારને ચીડવશો. તમારા બૉસ નોંધ લે એ પૂર્વે બાકી રહેલા કાયર્યો પૂરાં કરો. અપાર રચનાત્મકતા અને ઉત્સાહ તમને વધુ એક લાભકારક દિવસ તરફ દોરી જશે. ઘણા લાંબા સમયથી કામનું દબાણ તમારા લગ્નજીવન પર વિપરિત અસર કરી રહ્યું હતું. પણ આજે, તમામ ફરિયાદો ગાયબ થઈ જશે.

Latest Stories