જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ

જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ - Connect Gujarat
New Update

મેષ (અ,લ,ઇ) – તમારી જાતને બિનજરૂરીપણે ઉતારી પાડવી એ બાબત ઉત્સાહ ઘટાડી શકે છે. અયોગ્ય આર્થિક સ્થિતિને કારણે કેટલાક મહત્વના કાર્યો અટકી પડશે. મિત્રો તમારો દિવસ ઝળહળતો કરી મુકશે કેમ કે તેઓ સાંજ માટે કશુંક ઉત્સાહજનક કરશે. પ્રેમની લાગણી નીચી રહેવાની શક્યતા છે. તમને કદાચ એવું લાગશે કે તમારા સહકર્મચારીઓ તમને ખાસ ટેકો આપી રહ્યા નથી, પમ આજે તમે ધીરજ ખોતા નહીં. એવા ઉતાવળા નિર્ણય લેતા નહીં, જેનાથી જીવનમાં આગળ જતાં તમને તેના વિશે અફસોસ થાય. આજે તમારા જીવનસાથી તમને તમારા વિશે અથવા તમારા લગ્નજીવન વિશે બધી જ ખરાબ વાતો કહેશે.

વૃષભ (બ,વ,ઉ) - ધ્યાન તથા યોગ આધ્યાત્મિક તથા શારીરિક લાભ માટે ઉપયોગમાં લઈ શકાય. આજે તમે સારૂં એવું ધન કમાશો-પણ ધનને તમારી આંગળીઓ વચ્ચેથી સરકી જવા ન દેતા. કામનું ટૅન્શન તમારા મગજને ઘેરી વળશે જેને કારણે તમારી પાસે પરિવાર તથા મિત્રો માટે સમય નહીં બચે. આજે તમારા પ્રિયપાત્રને કોઈ પ્રેમભરી વાત ન કરતા. તમારી કમાવવાની ક્ષમતા કઈ રીતે વધારવી તે માટેની જાણકારી તથા શક્તિ તમારામાં હશે. તમારે બહાર નીકળીને ઊંચી જગ્યાએ બેઠેલા લોકોથી આગળ વધવા તમારી કોણીનો ઉપયોગ કરવાની જરૂર છે. આજે તમારા અને તમારા જીવનસાથી વચ્ચેનો ઝઘડો અટકી શકે છે કેમ કે કોઈ સુંદર યાદ તેમાં નિમિત્ત બનશે. આથી, ભારે હોલાચાલી થાય ત્યારે જૂના યાદગાર દિવસોની યાદ તાજી કરવાનું ચૂકતા નહીં.

મિથુન (ક,છ,ઘ) – તમારી જાતે જ કોઈ દવા લેવાનું ટાળજો કેમ કે એવું કરવાથી ડ્રગ ડિપેન્ડન્સીની શક્યતા વધી શકે છે. તમારી જાતને મોટા ગ્રુપ સાથે સાંકળવાની પ્રવૃત્તિ ખૂબ જ મનોરંજક સાબિત થશે- પણ તમારો ખર્ચ ખાસ્સો વધી જશે. તમારૂં બેદરકારીભર્યું તમારા માતા-પિતાને ચિંતિત કરશે. કોઈ નવો પ્રૉજેક્ટ શરૂ કરતા પહેલા તેમને વિશ્વાસમાં લેજો. તમે વાસ્તવિક્તા સાથે મુકાબલો કરશો તેથી તમારે તમારા પ્રિયપાત્રને ભૂલી જવું પડશે. તમે પાળી ન શકવાના હો એવું કોઈ વચન આપશો નહીં. રસ્તા પર બેફામ વાહન ચલાવવું તથા જોખમ લેવાનું ટાળવું. આજે કોઈ યોજના ઘડવા પહેલા જો તમે તમારા જીવનસાથીને નહીં પૂછો, તો તેનું ઊંધું પરિણામ આવી શકે છે.

કર્ક (ડ,હ) – જીવનને માણવા માટે તંમારી ઉમેદો ચકાસો. યોગની મદદ લો- જે તમને માનસિક, શારીરિક તથા આધ્યાત્મિક સ્વસ્થતાની જીવન કળા શીખવે છે જેથી તમે તમારી પ્રકૃતિ સુધારી શકો. આર્થિક બાબતો માટે વધુ પડતી સાવચેતી તથા સંભાળ આજના દિવસનો મંત્ર છે. શાળામાં અભ્યાસમાં રસના અભાવે બાળકો કેટલીક નિરાશા સર્જશે. પ્રેમનું સંગીત એને જ સંભળાય છે જેઓ તેમાં સતત ખોવાયેલા રહે છે. આજે તમને આ સંગીત સાંભળવા મળશે, જે તમને વિશ્વના તમામ ગીતો ભુલાવી દેશે. કામના સ્થળે પરિસ્થિતિ થોડી તકલીફદાયક જણાય છે. શત્રુઓ તમારા વિરૂદ્ધ ષડયંત્ર રચી શકે છે. તમારે યાદ રાખવાની જરૂર છે કે ઈશ્વર એની જ મદદ કરે છે જે પોતાની મદદ કરે છે. તમારા લગ્નજીવનમાં અનેક ચડાવ-ઉતાર બાદ, આજે એ સોનેરી દિવસ આવ્યો છે જ્યારે તમે એકબીજા માટેના પ્રેમને માણશો.

સિંહ (મ,ટ) – ભોજનનો સ્વાદ જેમ તેમાંના નમકને આભારી છે-એમ કેટલીક તકલીફો પણ જરૂરી છે, તો જ ખુશીનું ખરૂં મૂલ્ય સમજાશે. અન્યો પર વધુ પડતો ખર્ચ કરશો એવી શક્યતા છે. તમારા માતા-પિતા સાથે તમારી ખુશી વહેંચો. તેમની એકલાપણા તથા હતાશાની લાગણીને ઙૂંસી નાખી તેમને લાગવા દો કે તેમનું મહત્વ છે. એકમેક માટે જીવન ઓછું તકલીફદાયક બનાવવા સિવાય જીવવાનો અર્થ શો છે. પ્રેમમાં સંતાપ સહન કરવો પડે એવી શક્યતા નકારી શકાય નહીં. આજે કામના દબાણ વચ્ચે શાંત થવા માટે તમને પૂરતો સમય ન મળે એવી શક્યતા છે. અણધાર્યો પ્રવાસ કેટલાક માટે દોડધામભર્યો તથા તાણયુક્ત સાબિત થઈ શકે છે. તમે પરિવારના સભ્યો સાથે મુશ્કેલ સમયનો સામનો કરશો, પણ દિવસના અંતે તમારા જીવનસાથી તમને આલિંગન આપી તમને રાહત આપશે.

કન્યા (પ,ઠ,ણ) – આશાવાદી બનો અને ઉજળી બાજુ જોવાનો પ્રયાસ કરો. આત્મવિશ્વાસસભર અપેક્ષાઓ તમારી આશાઓ અને ઈચ્છાઓની પૂર્તિના દ્વાર ખોલશે. આર્થિક લાભ તમારી અપેક્ષા મુજબ નહીં હોય. નિકટના મિત્રો તથા ભાગીદારો આક્રમક થઈને તમારૂં જીવન મુશ્કેલ બનાવી દેશે. પ્રેમ એ વસંત, ફૂલો, પવન, સૂયર્યપ્રકાશ અને પતંગિયાં સમાન છે. આજે તમે રોમેન્ટિક સ્પંદનો અનુભવશો. તમારા ભાગીદાર સાથે કામ લેવું મુશ્કેલ હશે. સાવચેતીભર્યાં પગલાંનો દિવસ-જ્યારે તમને મગજ કરતાં દિલની વધુ જરૂર પડશે. લાગે છે કે આજે તમારા જીવનસાથી ખૂબ જ મસ્ત મિજાજમાં છે, તમારે માત્ર તેમને મદદ કરવાની છે જેથી આજનો દિવસ તમારા લગ્નજીવનનો શ્રેષ્ઠ દિવસ બની રહે.

તુલા (ર,ત) –ઘરનું ટૅન્શન તમને ગુસ્સે કરશે.તેને દબાવવાથી શારીરિક સમસ્યા વધશે. શારીરિક પ્રવૃત્તિ દ્વારા તેનાથી છૂટકારો મેળવો. હેચેન કરનારી પરિસ્થિતિને છોડી દેવી જ બહેતર છે. આર્થિક મુશ્કેલીઓનો અંત આવતો હોય એવું જણાય છે, કેમ કે તમારા માતા-પિતા તમને સહકાર આપશે. ગ્રુપને લગતી પ્રવૃત્તિઓ સાથે સંકળાવાથી તમે નવા મિત્રો બનાવશો. તમારા સમર્પિત તથા અડગ પ્રેમમાં જાદુઈ રચનાત્મક શક્તિઓ છે. મુશ્કેલ જણાતા મુદ્દાઓમાંથી સુપેરે બહાર પડવા તમારે તમારા સંપર્કોનો ઉપયોગ કરવાની જરૂર છે. તમારામાંના કેટલાક આજે લાંબી મુસાફરી કરશે-જે દોડધામભરી હશે- પણ તેનાથી ખાસ્સો લાભ થશે. બધા જ ઝઘડા અને ગેરસમજ બાજુ પર મુકી તમારા જીવનસાથી તમને પ્રેમથી આલિંગન આપશે ત્યારે જીવન ખરેખર ઉત્સાહથી સભર હોવાનું તમને વાગશે..

વૃશ્વિક (ન,ય) – લાગણીની દૃષ્ટિએ તમે આજે સ્થિર નહીં હો-આથી અન્યોની સામે તમે કઈ રીતે વર્તો છો તથા શું બોલો છો તે અંગે સાવચેત રહેજો. મૂડીરોકાણને લગતા મહત્વના નિર્ણયો કોઈ અન્ય દિવસે લેવા. પરિવારના સભ્યો કદાચ તમારી અપેક્ષાઓ પૂર્ણ નહીં કરે. તમારા મનના તરંગો તથા મુનસફી પ્રમાણે કામ કરવાની આશા રાખશો નહીં અને તમે તમારી કામ કરવાની શૈલી બદલો અને પહેલ કરો. આજે તમે પ્રેમના મૂડમા હશો-અને તમને એ માટે અસંખ્ય તકો પણ મળશે. તમારા સહકર્મચારીઓ આજે તમને અન્ય દિવસોની સરખામણીમાં વધુ સારી રીતે સમજશે. તમારી યોજનાઓમાં છેલ્લી ઘડીએ ફેરફાર થાય એવો દિવસ. આજે તમારા માતા-પિતા તમારા જીવનસાથીને કોઈક ખરેખર અદભુત આશીર્વાદ આપશે, જે આગળ જતાં તમારા લગ્નજીવનને નીખારશે.

ધન (ભ,ફ,ધ,ઢ) – તમારૂં મગજ સારી બાબતોને સ્વીકારશે. રિયલ એસ્ટેટમાં રોકાણ લલચાવનારૂં હશે. મિત્રની કોઈ સમસ્યા તમને ખરાબ લગાડી શકે છે અથવા ચિંતાતુર કરી શકે છે. તમે જેને સૌથી વધુ ચાહો છો તે વ્યક્તિ પ્રત્યેનો તમારો ખરાબ અભિગમ તમારા સંબંધમાં અસંગતતા લાવી શકે છે. આજે નવી ભાગીદારી આશાસ્પદ ઠરશે. તમને જો કોઈ દલીલબાજીમાં ખેંચવામાં આવે તો કોઈ કઠોર ટીકા કે ટિપ્પણી તમે ન કરો એની સાવચેતી રાખજો. તમારા જીવનસાથીની તબિયતમાં બગાડને કારણે તમારૂં કેટલુંક કામ ખોરંભે ચડી શકે છે.

મકર (ખ,જ) – તમારા બાળકનો દેખાવ તમને અનહદ આનંદ આપશે. સટ્ટાકીય પ્રવૃત્તિ જોખમી પુરવાર થશે-આથી તમામ રોકાણો સંપૂર્ણ તકેદારી રાખીને કરવા. તમારી ખાનગી માહિતી તમારા જીવનસાથી સાથે શૅર કરતા પહેલા વિચારજો. શક્ય હોય તો. એવું કરવલાનું ટાળજો કેમ કે તે આ વાત કોઈક અન્યને જણાવી શકે છે. પ્રેમમાં તમે નિરાશ થયા હશો પણ નાસીપાસ થશે નહીં કેમ કે પ્રેમીઓ ખૂબ જ અધીરા હોય છે. આજે તમે તમારા કામમાં પ્રગતિ જોઈ શકો એવી શક્યતા છે. અણધાર્યો પ્રવાસ કેટલાક માટે દોડધામભર્યો તથા તાણયુક્ત સાબિત થઈ શકે છે. તમારા જીવનસાથી સાથે તમે આરામદાયક દિવસ વીતાવશો.

કુંભ (ગ,શ,સ,ષ) –આજે તમને ઘેરી વળનાર લાગણીશીલ મૂડમાંથી તમારે બહાર આવવાની ઈચ્છા ધરાવતા હો તો તમારે ભૂતકાળને ભૂલવો પડશે. ખાસ લાભદાયક દિવસ જણાતો નથી-આથી તમારી આર્થિક સ્થિતિ તપાસો અને તમારા ખર્ચને ઘડાટો. પ્રિયપાત્ર સાથે ઝઘડો કરાવે એવા મુદ્દાઓ ટાળવા તમારી માટે શ્રેષ્ઠ રહેશે. તમારે તમારા સાથી પર ઈમોશનલ બ્લૅકમૅલનો ઉપયોગ કરવાનું ટાળવું જોઈએ. કામના સ્થળે આજે પરિસ્થિતિ તમારી તરફેણમાં જણાય છે. આજે તમે તમારી જાતને સ્પૉટલાઈટ હેઠળ મહેસૂસ કરશો જ્યારે તમે કોઈને કરેલી મદદને કારણે તેને વળતર મળશે અથવા તેના કામની નોંધ લેવાશે. પાડોશીઓ તમારા લગ્નજીવનની કેટલીક અંગત બાબતો તમારા પરિવાર અને મિત્રો સમક્ષ આજે ખોટી રીતે ઉઘાડી પાડે એવી શક્યતા છે..

મીન (દ,ઝ,ચ,થ) - તમને તમારી જાત માટે સારી લાગણી થાય એવી બાબતો કરવા માટે અદભુત દિવસ. ગ્રુપમાં સંકળાવું મનોરંજક છતાં ખર્ચાળ સાબિત થશે-ખાસ કરીને જો તમે અન્યો પર ખર્ચ કરવાનું બંધ નહીં કરો. પારિવારિક મોરચો ખુશખુશાલ તથા સરળ નથી લાગતો. પ્રેમ જીવનમાં થોડીક મુશ્કેલી આવી શકે છે. ઑફિસમાં વિડિયો ગૅમ રમવી તમને આજે મોંઘી પડે એવી શક્યતા છે. ખરીદી તથા અન્ય પ્રવૃત્તિઓ તમને દિવસના મોટ ભાગનો સમય વ્યસ્ત રાખશે. તમારા જીવનસાથીની તબિયતને કારણે તમે આજે તાણ હેઠળ રહો એવી શક્યતા છે.

#રાશિ ભવિષ્ય
Here are a few more articles:
Read the Next Article