જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ

જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ - Connect Gujarat
New Update

મેષ (અ,લ,ઇ) – તમારો ગુસ્સો રાઈમાંથી પર્વત સર્જી શકે છે-જે તમારા પરિવારના સભ્યોને નારાજ કરશે. એ મહાન આત્માઓ ખરેખર નસીબદાર છે જેમની બુદ્ધિ ગુસ્સાને અંકુશ હેઠળ રાખે છે. ગુસ્સો તમને બાળે તે પહેલા તેને બાળો. તમારી ઈચ્છાઓ પૂર્ણ થશે કેમ કે આશીર્વાદ અને સારૂં ભાગ્ય તમારી તરફ આવી રહ્યું છે-તથા અરાઉના દિવસની સખત મહેનત પણ રંગ લાવી રહી છે. પરિવારના સભ્યો સાથે શાંતિભર્યો દિવસ માણો-લોકો જો સમસ્યાઓ સાથે તમારો સંપર્ક સાધે- તેમને અવગણો અને તેની અસર તમારા મગજ પર થવા ન દો. લાંબા સમય બાદ તમારા મિત્રને મળવાનો વિચાર તમારા હૃદયની ગતિ એકાદ ગબડતા પથ્થર જેવી કરી મુકશે. કામના સ્થળે સિસ્ટમમાં ખામી સર્જાવાની શક્યતા ઊભી થઈ શકે છે. એ તમારો ભ્રમ પણ હોઈ શકે છે, આથી એક્સપર્ટને બોલાવતા પહેલા પાવર સપ્લાય તથા કેટલીક મૂળભૂત બોબતોની ચકાસણી કરી લેજો. તમારી યોજનાઓમાં છેલ્લી ઘડીએ ફેરફાર થાય એવો દિવસ. તમારા જીવનસાથી પ્રેમ અને રોમાન્સના શરૂઆતના તબક્કાની યાદ દેવડાવશે, જાણે કે તેણે જીવનના એ તબક્કાને સજીવન કરવા માટે રિવાઈન્ડનું બટન ન દબાવ્યું હોય.

વૃષભ (બ,વ,ઉ) - અણધાર્યો પ્રવાસ થકવનારો હોઈ શકે છે. આજે નાણાં સંભાળવામાં તમને મુશ્કેલી પડશે-તમે વધુ પડતો ખર્ચ કરી બેસશો કાં તમારૂં વૉલૅટ ખોવાઈ જશે- બેદરકારીને કારણે કેટલુંત નુકસાન ચોક્કસ છે. ઘરે તમને તમારા સંતાનો એવી પરિસ્થિતિ રજૂ કરશે જેમાં રાઈનો પહાડ કરાયો હોય- કોઈ પણ પગલું લેવા પૂર્વે વાસ્તવિક્તાની ચકાસણી કરો. વધુ પડતી સંવેદનશીલતા તમારો દિવસ બગાડી શકે છે-ખાસ કરીને તમે જ્યારે એ જાણશો કે તમારૂં પ્રિયપાત્ર અન્ય સાથે વધુ પડતી મિત્રતા રાખે છે. અદ્યતન ટેક્નોલૉજી તથા હુન્નર શીખવામાં તમારી મદદ કરે તેવા ટૂંકા-ગાળાના પ્રોગ્રામમાં સહભાગી થાવ. તમે જો પ્રવાસને લગતી કોઈ યોજના ઘડી હોય -તો તમારા સમયપત્રકમાં છેલ્લી ઘડીના ફેરફારને કારણે તે મુલત્વી રહેશે. તમને કદાચ એવું લાગશે કે તમારા સહકર્મચારીઓ તમને ખાસ ટેકો આપી રહ્યા નથી, પમ આજે તમે ધીરજ ખોતા નહીં.

મિથુન (ક,છ,ઘ) –તમારૂં સ્વાસ્થ્ય સુધારો કેમ કે નબળું શરીર મગજને પણ નબળું પાડે છે. તમે તમારી જાતને નવી રોમાંચક પરિસ્થિતિમાં જોશો-જે તમને આર્થિક લાભ પણ અપાવશે. મિત્રો તથા પરિવાર સાથે આનંદદાયક સમય. પોતાના જીવન કરતાં તમને વધુ પ્રેમ કરતી વ્યક્તિને તમે મળશો. આજે તમારૂં વલણ તમારા ધ્યેયો તમે સામાન્યપણે રાખો છો એના કરતાં ઊંચા રાખવા પ્રત્યેનું રહેશે-પરિણામ જો તમારી ધારણા પ્રમાણેનું ન આવે તો નિરાશ ન થતાં. આજે અનેક બાબતો ઊભી થશે-જેના પર તમારે તાત્કાલિક ધ્યાન આપવું પડશે. લગ્નજીવનને સારૂં બનાવવાના તમારા પ્રયાસોઆજે તમારી અપેક્ષા કરતાં સારાં પરિણામ દેખાડશે..

કર્ક (ડ,હ) – તમારા ઉત્સાહને વધારવા માટે તમારા મગજમાં ઉજ્જવળ તથા ગરિમાયુક્ત ચિત્ર ઊભું કરો. વધારાનાં નાણાં રિયલ એસ્ટેટમાં રોકજો. એક જૂનો મિત્ર દિવસના અંત ભાગમાં મુલાકાત લેશે. તમારા દિલ અને મગજ પર રૉમાન્સનું રાજ હશે. આજે તમારી કલાત્મક તથા રચનાત્મક આવડત લોકોની સરાહના આકર્ષશે તથા તમને અપેક્ષાથી વધારે વળતર અપાવશે. તાણભર્યો દિવસ જ્યારે તમારા નિકટના સાથીદારો સાથે અનેક મતભેદો ઊભા થઈ શકે છે. લગ્નજીવનના અતિ આનંદને માણવાની આજે તમને અનેક તક મળશે.

સિંહ (મ,ટ) – તમારી જાતને એક હદ કરતાં વધુ થકવશો નહીં અને યોગ્ય આરામ લેવાનું યાદ રાખજો. નવા સંપર્કો કદાચ લાભદાયી લાગશે પણ અપેક્ષા મુજબના લાભ નહીં લાવે- નાણાં રોકવાની વાત આવે ત્યારે ઉતાવળા નિર્ણયો ન લેવામાં જ સાર છે. ફૅશન તમારા જીવનમાં ભવ્ય લય છે અને સમર્પણનું મૂલ્ય તથા દિલમાં પ્રેમ અને કૃતજ્ઞતાપૂર્વક સીધા ચાલવાની કળા શીખો. આ બાબત તમારૂં પારિવારિક જીવન વધુ અર્થપૂર્ણ બનાવશે. પ્રિયપાત્ર વિના સમય પસાર કરવામાં મુશ્કેલીસર્જાશે. સહ-કમર્મચારીઓ તથા વરિષ્ઠાનો સંપૂર્ણ સહકારને કારણે ઑફિસમાં કામ ગતિ પકડશે. આજે તમે નવા વિચારોથી તરબતર હશો તથા પ્રવૃત્તિની તમારી પસંદગી તમારી અપેક્ષા કરતાં અનેક ગણો વધારે લાભ અપાવશે. તમારા વ્યસ્ત સમયપત્રકને કારણે તમારા જીવનસાથી તમારી વફાદારી પર શંકા કરશે, પણ દિવસના અંતે તેને આ વાત સમજાશે અને તે તમને આલિંગન આપશે.

કન્યા (પ,ઠ,ણ) – તમારા મગજને પ્રેમ, આશા, વિશ્વાસ, કરૂણા, આશાવાદ તથા વફાદારી જેવી હકારાત્મક લાગણીઓને ગ્રહણ કરે તેવું બનાવો. એકવાર આ લાગણીઓ સંપૂર્ણ અંકુશ લઈ લે- એપછી મગજ દરેક પરિસ્થિતિને હકારાત્મક પ્રતિસાદ આપશે. અયોગ્ય આર્થિક સ્થિતિને કારણે કેટલાક મહત્વના કાર્યો અટકી પડશે. ઘરમાં બોલાચાલીને કારણે પરિવારના સભ્યો વચ્ચે અપ્રિય વાતાવરણ સર્જાશે. તમારો પ્રેમ સંબંધ જાદુઈ થઈ રહ્યો છે, બસ તેની અનુભૂતિને માણો. આજનો દિવસ તમારા બધા માટે ખૂબ જ સક્રિય તથા સામાજિક પ્રવૃત્તિઓથી ભરેલો દિવસ રહેશે.-લોકો તમારી સલાહ લેવા આવશે તથા તમારા મોઢામાંથી બહાર આવતી દરેક વાત માન્ય રાખશે. અણધાર્યો પ્રવાસ કેટલાક માટે દોડધામભર્યો તથા તાણયુક્ત સાબિત થઈ શકે છે. તમારું લગ્નજીવન આજ જેટલું રંગીન ક્યારેય નહોતું.

તુલા (ર,ત) –તમારૂં ખરાબ વર્તન તમારી પત્નીનો મૂડ ખરાબ કરી મુકશે. તમારે એ સમજવું જોઈએ કે કોઈકનું અપમાન તથા કોઈકને હળવાશથી લેવાનો અભિગમ સંબંધને ખૂબ જ મુશ્કેલીમાં મુકી દે છે. તમારી આર્થિક સ્થિતિ સુધરશે આમ છતાં નાણાખર્ચમાં વધારો તમારી યોજનાઓને પાર પાડવામાં અંતરાયો ઊભા કરશે. મિત્રો તમારા અંગત જીવનમાં જરૂર કરતાં વધારે ચંચૂપાત કરશે. સપનામાંના ભયને છોડો અને તમારા રૉમેન્ટિક સાથીદારની સંગત માણશો. કાનું ટૅન્શને તમારા મગજને હજી પણ ઘેરો ઘાલ્યો છે જેને કારણે તમારી પાસે પરિવાર તથા મિત્રો માટે સમય નથી. મહત્વનાં લાકો સાથે વાતચીત કરતી વખતે તમારા શબ્દો તકેદારીપૂર્વક પસંદ કરો. તમારા જીવનસાથી આજે કેટલીક મસ્તી અને ધમાલ દ્વારા તમને તમારી કિશોરાવસ્થાની યાદ દેવડાવશે..

વૃશ્વિક (ન,ય) – તાણ નાનકડી બીમારીમાં પરિણમી શકે છે. જૂની શિલ્પકૃતિઓ તથા ઘરેણાંમાં રોકાણ લાભ તથા સમૃદ્ધિ લાવશે. ઘરના મોરચે તમારૂં જીવન શાંત અને ગમે તેવું રહેશે. તમારા પ્રિયપાત્ર સાથે કેટલાક મતભેદોસ થઈ શકે છે-તમારી પરિસ્થિતિથી તમારા સાથીદારને વાકેફ કરાવવામાં તમને ખાસ્સી મુશ્કેલી પડશે. કામના સ્થળે આજનો દિવસ તમારો હોય એવું જણાય છે. તમારા ભૂતકાળમાંથી કોઈએ આજે તમારો સંપર્ક કરશે અને તમારો દિવસ યાદગાર બની જશે. કોઆ સંબંધી તમને આજે સરપ્રાઈઝ આપી શકે છે, પણ એ તમારી યોજનાઓને બગાડી શકે છે.

ધન (ભ,ફ,ધ,ઢ) – યોગ તથા ધ્યાન તમને સ્વસ્થ રહેવામાં તથા માનસિક રીતે ફિટ રહેવામાં મદદ કરશે. રિયલ એસ્ટેટમાં રોકાણ લલચાવનારૂં હશે. તમારી મોહિની તથા વ્યક્તિત્વ તમને નવા મિત્રો બનાવવામાં મદદ કરશે. તમારા પ્રિયપાત્રનું વિચિત્ર વર્તન તમારો મૂડ બગાડી મૂકશે. આઈટી પ્રૉફેશનલ્સને તમનું કૌવત દેખાડવાની તક મળશે. સફળતા મેળવવા તમારે તમારૂં ધ્યાન કેન્દ્રિત કરીને થાક્યા વિના કામ કરવાની જરૂર છે. અંગત અને ગોપનીય હોય તેવી માહિતી કોઈને જણાવતા નહીં. કોઈ સંબંધી,મિત્ર અથવા પાડોશી આજે તમારા લગ્નજીવનમાં તણાવ પેદા કરી શકે છે.

મકર (ખ,જ) – તમારા સ્વાસ્થ્યમાં સુધારાને લગતી પ્રવૃત્તિઓ ફરી શરૂ કરવા માટે શ્રેષ્ઠ દિવસ. તમે તેજસ્વી નવા વિચારો સાથે સામે આવશો, એ વિચારો તમને આર્થિક લાભ આપવશે. નવજાત શિશુની માંદગી તમને વ્યસ્ત રાખશે. તમારે તેના પર તરત ધ્યાન આપવાની જરૂર પડશે. યોગ્ય સલાહ લેજો કેમ કે તમારી બાજુએ જરાક પણ બેદરકારી સમસ્યાને વકરાવી શકે છે. તમારે તમારૂં શ્રેષ્ઠ વર્તન દાખવવું જોઈએ-કેમ કે આજે તમારૂં પ્રિયપાત્ર જલ્દીથી નારાજ થઈ જશે. તમે આજે તમારી કંપનીને કોઈ મોટું નુકસાન પહોંચાડો એવું જણાય છે, સાવચેતી રાખજો. આજે તમે નવા વિચારોથી તરબતર હશો તથા પ્રવૃત્તિની તમારી પસંદગી તમારી અપેક્ષા કરતાં અનેક ગણો વધારે લાભ અપાવશે. તમારા જીવનસાથીની માગણીઓ તમને થોડી તાણ આપી શકે છે.

કુંભ (ગ,શ,સ,ષ) – માનસિક તાણ છતાં સ્વાસ્થ્ય સારૂં રહેશે. તમારૂં અવાસ્તવિક આયોજન નાણાંના વેડફાટમાં પરિણમશે. પરિવારના સભ્યો કદાચ તમારી અપેક્ષાઓ પૂર્ણ નહીં કરે. તમારા મનના તરંગો તથા મુનસફી પ્રમાણે કામ કરવાની આશા રાખશો નહીં અને તમે તમારી કામ કરવાની શૈલી બદલો અને પહેલ કરો. જો તમે આજે આજે પ્રેમ કરવાની તક નહીં ગુમાવો તો, આ દિવસ તમે તમારા આખા આયુષ્યમાં નહીં ભૂલી શકો. કામના સ્થળે સિસ્ટમમાં ખામી સર્જાવાની શક્યતા ઊભી થઈ શકે છે. એ તમારો ભ્રમ પણ હોઈ શકે છે, આથી એક્સપર્ટને બોલાવતા પહેલા પાવર સપ્લાય તથા કેટલીક મૂળભૂત બોબતોની ચકાસણી કરી લેજો. તમે આજે જે સ્વયંસેવી કામ કરશો તે માત્ર તમારી મદદ કરનારાઓને જ નહીં બલ્કે તમને પણ તમારી જાત તરફ વધુ હકારાત્મક રીતે જોતા કરશે. લગ્ન બાદ, પાપ પૂજા બની જાય છે અને તમે આજે ઘણી પૂજા કરશો.

મીન (દ,ઝ,ચ,થ) - આલ્કોહૉલનું સેવન ન કરો કેમ કે એનાથી તમારી ઊંઘમાં બગાડ થશે અને ગાઢ આરામ લેવાથી તમને વંચિત કરશે. રોકાણ કરવા માટે તથા સટ્ટામાં પડવા માટે દિવસ સારો નથી. મિજાજ જવો-એ બાબત ટાળી શકાય એવી નથી-પણ જેઓ તમને પ્રેમ કર છે અને જેમને તમારી દરકાર છે તેમને તમારાથી દુઃખ ન પહોંચે તે માટે તમારી જીભને વશમાં રાખો. તમારા પ્રિયપાત્ર સાથે કૅન્ડીફ્લૉસ તથા ટૉફી શૅર કરશો એવી શક્યતા જોવાય છે. તમારામાં નેતૃત્વના ગુણો તથા લોકોની જરૂરિયાતો અંગે સંવેદનશીલતા છે- તમે ખરેખર જે છો તેના પર ભાર મુકી તમારી જાતને અભિવ્યક્ત કરશો તો તમારી તરફેણમાં વિજય લાવવામાં તમને મોટા પાયે સફળતા મળશે. મજા માટેની ટ્રીપ સંતોષકારક રહેશે. જેઓ કહે છે કે લગ્ન એટલે માત્ર સેક્સ, તેઓ ખોટું બોલે છે. કેમ કે આજે તમને સમજાશે કે ખરો પ્રેમ એટલે શું.

#રાશિ ભવિષ્ય
Here are a few more articles:
Read the Next Article