જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ

જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ
New Update

મેષ (અ,લ,ઇ) – તમારા વિનમ્ર વર્તનની સરાહના થશે. અનેક લોકો તમારા છુટ્ટા મોંએ વખાણ કરશે. આર્થિક લાભ તમારી અપેક્ષા મુજબ નહીં હોય. તમારી અપેક્ષા કરતાં મિત્રો વધુ સહકાર આપશે. પ્રેમમાં કોઈને સફળ થવાની કલ્પના કરવામાં મદદ કરજો. તમારી યોજનાઓમાં છેલ્લી ઘડીએ ફેરફાર થાય એવો દિવસ. આજે તમે તમારા જીવનસાથી સાથે ફરીથી પ્રેમમાં પડશો કેમ કે તે આ માટે યોગ્ય છે.

વૃષભ (બ,વ,ઉ) તમારી આસપાસનો લોકોનો સહકાર મળવાથઈ તમે ખુશ થશો. યોગ્ય સલાહ વિના મૂડીરોકાણ કરશો તો નુકસાન થવાની શક્યતા છે. કેટલાક લોકો માટે- પરિવારમાં કોઈ નવી વ્યક્તિનું આગમન ઉજવણી અને પાર્ટીની ક્ષણો લાવશે. નવો પ્રણય સંબંધ બંધાવવાની પ્રબળ શક્યતા છે, પણ અંગત તથા ગોપનીય હોય એવી માહિતી છતી ન કરતા. રસ્તા પર બેફામ વાહન ચલાવવું તથા જોખમ લેવાનું ટાળવું.

મિથુન (ક,છ,ઘ) – આજે તમારા સ્વાસ્થ્ય વિશે ચિંતા કરવાની જરૂર નથી. તમારી આસપાસના લોકો તમારું મનોબળ તથા જુસ્સો વધારશે. તમારી બચતને તમે રૂઢિગત રોકાણમાં મુકશો તો નાણાં મેળવશો. યુવાનોને સાંકળતી પ્રવૃત્તિઓમાં સહભાગી થવા માટે સારો સમય. કેટલાક માટે નવો રૉમાન્સ ચોક્કસ જણાય છે-તમારો પ્રેમ તમારા જીવનને ખીલવશે. આજે તમારે મહત્વના મુદ્દા પર ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ.

કર્ક (ડ,હ) – મિત્રના ઠંડા પ્રતિભાવથી તમે વ્‍યથિત થશો.પણ મગજ શાંત રાખવાની કોશિષ કરજો. આ બાબત તમને છિન્નભિન્ન ન કરી નાખે તેની તકેદારી રાખો અને વ્યથા ટાળવાનો પ્રયાસ કરો. આજે તમારી સમક્ષ આવતી મૂડીરોકાણની નવી તકોને જાણો- પણ પ્રકલ્પના લાભ-હાનિ જાણ્યા બાદ જ તમારી જાતને નિર્ણય લેવા તૈયાર કરો. મિત્રો તમને સહકાર આપનારા જણાશે-પણ તમે જે બોલો છો તે અંગે તકેદારી રાખજો. આજે મિત્રતામાં ભંગ પડવાની પૂરેપૂરી શક્યતા હોવાથી ચોકસાઈ રાખો.

સિંહ (મ,ટ) – બેચેનીને કારણે તમારી માનસિક શાંતિમાં ખલેલ પહોંચશે. તમારા ઘરને લગતું રોકાણ ફાયદાકારક પુરવાર થશે. તમારા ભાગે માતા-પિતાની તબિયત પ્રત્યે બેદરકારી ભયંકર પુરવાર થશે તથા તેમની બીમારી પણ લંબાશે. તુરંત આરામ માટે ફિઝિશિયનની સલાહ લો. તમારો સનાતન પ્રેમ તમારા પ્રિયપાત્ર માટે નદી સમાન છો. સામાજિક તથા ધાર્મિક કાર્યક્રમો માટે અદભુત દિવસ. તમારા જીવનસાથી તમારા ખરા દેવદૂત છે, અને તમને એ બાબત આજે સમજાશે.

કન્યા (પ,ઠ,ણ) – બોલતા પહેલા બે વાર વિચાર કરો. જાણતા જ પ્રગટ થયેલા તમારા મંતવ્યો કોઈકની લાગણી દુભાવી શકે છે. આર્થિક બાબતોમાં સુધારો ચોક્કસ થશે. રહેવાના સ્થળમાં પરિવર્તન ખાસ્સું મંગલકારી પુરવાર થશે. સાવધાન રહો કેમ કે કોઈક તમારી છબીને બટ્ટો લગાડવાની કોશિષ કરી શકે છે. ઝળહળતો અને ખડખડાટ હાસ્યથી ભરેલો દિવસ જ્યારે મોટા ભાગની ઘટનાઓ તમારી ધારણા મુજબ આકાર લેશે. આજે તમારા જીવનસાથી તમને તેમની બહુ સારી ન કહેવાય એવી બાજુ દેખાડશે.

તુલા (ર,ત) – તમારા લાંબા સમયની બીમારીના ઈલાજ માટે સ્મિત થૅરૅપીનો ઉપયોગ કરજો કેમ કે તે તમામ સમસ્યાની શ્રેષ્ઠ દવા છે. અન્યો પર વધુ પડતો ખર્ચ કરશો એવી શક્યતા છે. તમને જે સમયે તમારા મિત્રની જરૂર સૌથી વધારે હશે એ સમયે જ તે તમને નિરાશ કરશે. આજે તમને તમારા મિત્રની ગેરહાજરીમાં તેની સુવાસ વર્તાશે. મહત્વનાં લાકો સાથે વાતચીત કરતી વખતે તમારા શબ્દો તકેદારીપૂર્વક પસંદ કરો.

વૃશ્વિક (ન,ય) – આજે તમારામાં ઊર્જાની વિપુલતા હશો-પણ કામનું દબાણ બેચેન કરી નાખે એવું જણાય છે. સમજદારીપૂર્વક રોકાણ કરો. તમારી મહત્વાકાંક્ષા વિશે તમારા માતા-પિતા સામે રહસ્યોદ્ઘાટન માટે સારો સમય. તેઓ તમને સંપૂર્ણ સહકાર આપશે. તેની પ્રાપ્તિ માટે તમારે ધ્યાન કેન્દ્રિત કરી સખત મહેનત કરવાની જરૂર છે. તમારા વ્યસ્ત સમયપત્રકને કારણે રૉમાન્સને આજે ઓછું મહત્વ મળશે. આજે જો તમે ખરેખર લાભ મેળવવા માગતા હો તો-અનોય દ્વારા આપવામાં આવતી સલાહને કાને ધરજો.

ધન (ભ,ફ,ધ,ઢ) – તમને જો એમ લાગતું હોય કે તમે વધુ પડતા તાણગ્રસ્ત થઈ ગયા છો- તો બાળકો સાથે વધુ સમય વિતાવો-તેમનું ઉષ્માભર્યું આલિંગન અથવા તેમનું નિર્દોષ સ્મિત તમને તમારી તકલીફોમાંથી બહાર કાઢશે. ખર્ચ વધશે પણ આવકમાં થતો વધારો તમારા ખર્ચને પહોંચી વળશે. તમારા પરિવારના સભ્યો તમારા પ્રયાસો તથા સમર્પણની સરાહના કરશે. પ્રેમ જીવનમાં સારો વળાંક આવશે કેમ કે તમે સારો સંબંધ વિકસાવશો. સંવાદ સાધવાની કળા આજે તમારૂં સુદૃઢ પાસું રહેશે.

મકર (ખ,જ) – વધારે પડતો પ્રવાસ તમને ઝનૂન પર લાવી મુકશે. નાણાં તમારા હાથમાંથી આસાનીથી સરી જવા છતાં-તમારા શુકનવંતા ગ્રહો નાણાં પ્રવાહ જાળવી રાખશે. સંબંધીઓને મળવા જવા નાનકડી મુસાફરી તમારા રોજિંદા ભાગદોડભર્યા સમયપત્રકમાંથી તમને રાહત તથા હળવાશ આપશે. પોતાના પ્રિયપાત્ર સાથે નાનકડું વૅકેશન માણી રહેલાઓ માટે આ સમયગાળો ખાસ્સો યાદગાર બની રહેશે. તમારો સ્પર્ધાત્મક સ્વભાવ તમે જે પણ સ્પર્ધામાં ભાગ લેશો તેમાં તમને જીતવામાં મદદરૂપ થશે.

કુંભ (ગ,શ,સ,ષ) – તમારી ઊર્જાનું સ્તર ઊંચું રહેશે તથા તમારે તેનો ઉપયોગ બાકી રહી ગયેલા કાર્યો પૂર્ણ કરવા માટે કરવો જોઈએ. આજ માટે તમારો સફળતા મંત્ર હોવો જોઈએ-તમારા નાણા એવા લોકોની સલાહ મુજબ રોકવા જોઈએ જેઓ કશુંક નવું કરવામાં માને છે તથા સારા અનુભવોને યાદ રાખો. પ્રૉપર્ટીને લગતો વિવાદ ઊભો થઈ શકે છે. શક્યા હોય તો તેને સુમેળપૂર્વક ઉકેલવાનો પ્રયાસ કરો. કાયદાકીય હસ્તક્ષેપ કજાચ લાભદાયક ન પણ નીવડે. પ્રેમ અમર્યાદિત છે, પ્રેમ બેશુમાર છે, તમે આ વતો પહેલા પણ સાંભળી હશે. પણ આજે તમે તેનો અનુભવ કરશો.

મીન (દ,ઝ,ચ,થ) - બેચેનીને કારણે તમારી માનસિક શાંતિમાં ખલેલ પહોંચશે પણ સમસ્યા ઉકેલવામાં મિત્ર ખૂબ જ મદદરૂપ થશે. તાણ ભગાવવા માટે શાતા પહોંચાડે તેવું સંગીત સાંભળો. તમે તેજસ્વી નવા વિચારો સાથે સામે આવશો, એ વિચારો તમને આર્થિક લાભ આપવશે. તમારૂં બાળક જેવું તથા નિદોર્ષ વર્તન પારિવારિક સમસ્યા ઉકેલવામાં મહત્વની ભૂમિકા ભજવશે. આજે તમારા હૃદયના ધબકારા તમારા પ્રિયપાત્રવા લય સાથે તાલ મેળવશે અને પ્રેમનું સંગીત રેલાવશે. તમને ગેરમાર્ગે દોરવાનો પ્રયાસ કરનાર અથવા તમને નુકસાન કરે એવી ખોટી માહિતી આપતી વ્યક્તિથી ચેતતા રહેજો.

#રાશિ ભવિષ્ય
Here are a few more articles:
Read the Next Article