જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ

જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ
New Update

મેષ (અ,લ,ઇ) – તાણથી મુક્ત થવા માટે તમારો કીમતી સમય તમારા બાળકો સાથે વિતાવો. બાળકોમાં રહેલી ઈલાજની શક્તિની અનુભૂતિ તમને થશે. કેમ કે તેઓ આ પૃથ્વી પરના સૌથી આધ્યાત્મિક અને સંવેદનશીલ વ્યક્તિઓમાં છે. તમને જાતે જ લાગશે કે તમારામાં શક્તિનો સંચાર થયો છે. ધંધામાં ઉધાર માગવાના ઈરાદે તમારો સંપર્ક કરનારાઓની અવગણના કરો. પારિવારિક ચિંતાઓને તમારૂં ધ્યાન અન્યત્ર વાળવા ન દો.

વૃષભ (બ,વ,ઉ) – સંતોષી જીવન માટે તમારી માનસિક દૃઢતામાં વધારો કરો. તમારા વધારાનાં નાણાં એવા સુરક્ષિત સ્થળે મૂકો જે તમને આવનારા સમયમાં વળતરનું વચન આપે. તમને પ્રેમ કરતા તથા તમારી દરકાર કરતા લોકોની સંગતમાં થોડોક ગુણવત્તાયુક્ત સમય વિતાવજો. તમારા પ્રેમી કે પ્રેમિકાને ન ગમતા હોય તેવા કપડાં પહેરવાનું ટાળો કેમ કે એનાથી તેમની લાગણી દુભાઈ શકે છે. તમારા દેખાવ અને વ્યક્તિત્વને નીખારવા કરેલા પ્રયત્નો તમારા સંતોષ મુજબનું પરિણામ આપશે.

મિથુન (ક,છ,ઘ) – તમે તમારી લાંબા ગાળાની બીમારી સામે લડી રહ્યા હો ત્યારે એ વાત સમજો કે પોતાની જાત પર વિશ્વાસ વીરત્વનો સાર છે. શંકાસ્પદ આર્થિક સોદાઓમાં સંડોવાઈ ન જાવ તેની તકેદારી રાખજો. તમારી ખાનગી માહિતી તમારા જીવનસાથી સાથે શૅર કરતા પહેલા વિચારજો. શક્ય હોય તો. એવું કરવલાનું ટાળજો કેમ કે તે આ વાત કોઈક અન્યને જણાવી શકે છે. આજે તમને તમારા જીવનમાં સાચા પ્રેમની કમી સાલશે.ચિંતા ન કરો સમય સાથે બધું જ બદલાઈ જાય છે અને તેમાં તમારૂં રૉમેન્ટિક જીવન પણ અપવાદ નથી.

કર્ક (ડ,હ) – ભવિષ્ય વિશેની બિનજરૂરી ચિંતા આજે તમારો મૂડ ખરાબ કરી નાખશે. તમારે એ અચૂક યાદ રાખવું જોઈએ કે સાચો આનંદ અસ્વસ્થતાપૂર્વક ભવિષ્ય પર મદાર રાખવાથી નહીં પણ વર્તમાનને માણવાથી મળે છે. દરેક બાબતની પોતાની અજાયબી હોય છે, પછી તે શાંતિ કે અંધકાર જ કેમ ન હોય. કેટલાક લોકો માટે પ્રવાસ દોડધામભર્યો અને તાણયુક્ત પુરવાર થશે-પણ આર્થિક રીતે વળતર આપશે. મિત્રો, ધંધાકીય સાથીઓ તથા સંબંધીઓ સાથે કામ કરતા હો ત્યારે તમારા હિતોનું રક્ષણ કરો- કેમ કે તેઓ તમારી જરૂરિયાતો પ્રત્યે વિચારશીલ નહીં હોય. ખોટું બોલતા નહીં, કેમ કે તેનાથી તમારું પ્રેમ પ્રકરણ બગડી શકે છે.

સિંહ (મ,ટ) – સ્વાસ્થ્ય બરાબર રહેશે. તમે પ્રવાસ કરવાના તથા ખર્ચ કરવાના મૂડમાં હશો-પણ તમે જો એવું કરસો તો તમે પછીથી દિલગીરી અનુભવશો. ઘરે ઉત્સવ જેવો માહોલ તમારૂં ટૅન્શન ઘટાડશે. તમારો પ્રેમ એક નવી ઊંચાઈએ પહોંચશે. તમારો દિવસ તમારા પ્રિયપાત્રના હાસ્ય સાથે શરૂ થશે તથા તેનો અંત એકમેકના સપનાંમાં થશે. પ્રવાસ લાભદાયક છતાં ખર્ચાળ રહેશે. આજે તમે તમારા જીવનસાથી સાથે ખરેખર અદભુત સાંજ માણશો.

કન્યા (પ,ઠ,ણ) – તમારી બીમારી તમારી નાખુશીનું કારણ હોઈ શકે છે. પરિવારની ખુશી પુનઃસ્થાપિત કરવા તમારે આમાંથી બને એટલા ઝડપથી બહાર આવવાની જરૂર છે. તમે જો બધું જ બરાબર કરશો તો આજે તમે વધારાના નાણાં કમાઈ શકશો. તમારા ઉદાર સ્વભાવનો લાભ તમારા મિત્રોને ન લેવા દો. આજે પ્રેમ જીવન ખૂબ જ સુંદર રીતે ખીલશે. તમારી પ્રતિષ્ઠાને હાનિ પહોંચાડે તેવા લોકો સાથે જોડાવાનું ટાળો.

તુલા (ર,ત) – આજે તમારે હળવાશ અનુભવવાની તથા નિકટના મિત્રો અને પરિવારના સભ્યો વચ્ચે ખુશી શોધવાનો પ્રયાસ કરવાની જરૂર છે. એક નવો આર્થિક સોદો પાર પડશે અને નાણાંનો નવો ધોધ વહેતો થશે. બાળકો કેટલાકજબરજસ્ત સમાચાર લાવી શકે છે. તમારા પ્રિયપાત્રનું. પ્રવાસ તથા પર્યટન આનંદ લાવશે તથા શૈક્ષણિક પણ પુરવાર થશે. તમારા જીવનસાથી દ્વારા તમારો જન્મદિવસ કે અન્ય કોઈક બાબત ભૂલી જવાની કોઈક જૂના મુદ્દાને કારણે તમે તેમની સાથે ઝઘડશો.

વૃશ્વિક (ન,ય) – તમારા ખભા પર ઘણી જવાબદારી આવી પડી છે અને નિર્ણય લેવા માટે મગજની સ્પષ્ટતા તમારી માટે મહત્વની સાબિત થશે. અફવાઓ પર આધરિત સટ્ટામાં પડતા નહીં. નવજાત શિશુની માંદગી તમને વ્યસ્ત રાખશે. તમારે તેના પર તરત ધ્યાન આપવાની જરૂર પડશે. યોગ્ય સલાહ લેજો કેમ કે તમારી બાજુએ જરાક પણ બેદરકારી સમસ્યાને વકરાવી શકે છે. તમને ખુશ રાખવા તમારૂં પ્રિયપાત્ર કેટલીક બાબતો કરશે.

ધન (ભ,ફ,ધ,ઢ) – દોડધામભર્યો દિવસ હોવા છતાં સારો દિવસ. તમામ જવાબદારીઓ તથા આર્થિક વ્યવહારો સાવચેતીપૂર્વક પાર પાડવા. પરિવારમાંના કોઈ મોટી વયની વ્યક્તિની તબિયત તાણ ઊભી કરી શકે છે. આજે તમારા મધુર પ્રેમ જીવનમાં તમને અદભુતતાનો સ્વાદ માણવા મળશે. દિવસને શ્રેષ્ઠ બનાવવા તમે તમારા છૂપા ગુણોનો ઉપયોગ કરશો. આજે તમારા જીવનસાથી તમારી માટે કશુંક ખરેખર અદભુત ખરીદશે.

મકર (ખ,જ) – તમને તમારા ટૅન્શનમાંથી મુક્તિ મળે એવી શક્યતા છે. રોકાણ કરવા માટે તથા સટ્ટામાં પડવા માટે દિવસ સારો નથી. તમારી પત્ની સાથે પિકનિક પર જવા માટે ખૂબ જ સારો દિવસ. આ બાબત ન માત્ર તમારો મૂજ બદલશે બલ્કે તમારા વચ્ચેની ગેરસમજ ઉકેલવામા પણ મદદ કરશેં. આજે તમને સમજાશે કે તમારા જીવનસાથી તમને કેટલો પ્રેમ કરે છે. પ્રવાસ લાભદાયક છતાં ખર્ચાળ રહેશે. તમારા જીવનસાથી સાથેનો તમારો સંબંધ તાણભર્યો રહેશે અને ગંભીર ખેંચતાણ પણ થશે જે ટકવી જોઈએ તેના કરતાં લાંબા સમય સુધી ટકશે.

કુંભ (ગ,શ,સ,ષ) – તમારી લાગણીઓ પર અંકુશ રાખજો ખાસ કરીને ગુસ્સો. તમારી જાતને મોટા ગ્રુપ સાથે સાંકળવાની પ્રવૃત્તિ ખૂબ જ મનોરંજક સાબિત થશે- પણ તમારો ખર્ચ ખાસ્સો વધી જશે. ફૅશન તમારા જીવનમાં ભવ્ય લય છે અને સમર્પણનું મૂલ્ય તથા દિલમાં પ્રેમ અને કૃતજ્ઞતાપૂર્વક સીધા ચાલવાની કળા શીખો. આ બાબત તમારૂં પારિવારિક જીવન વધુ અર્થપૂર્ણ બનાવશે. કોઈ ત્રીજી વ્યક્તિની દખલ તમારા અને તમારા પ્રિયપાત્ર વચ્ચે ઘર્ષણ પેદા કરશે. આજે તમે તમારા મગજને કસોટીની એરણ પર મુકશો-તમારામાંના કેટલાક શતરંજ, ક્રોસવર્ડ રમવા પ્રેરાશે તો કેટલાક વાર્તા કે કવિતા લખવા અથવા ભાવિ યોજનાઓ ઘડવા તરફ વળશે.

મીન (દ,ઝ,ચ,થ) - શારીરિક માંદગીમાંથી સાજા થવાની શક્યતા છે, જે તમને રમતગમતની સ્પર્ધામાં ભાગ લેવામાં મદદરૂપ થશે. અન્યો પર વધુ પડતો ખર્ચ કરશો એવી શક્યતા છે. મિત્રો તથા સંબંધીઓ તમારા તરફથી વધુ ધ્યાનની અપેક્ષા રાખશે, પણ બહારના વિશ્વ તરફ દરવાજા બંધ કરી તમારી જાતને રાજવી રીતે ટ્રીટ કરવા માટેનો આ શ્રેષ્ઠ સમય છે. તમારા પ્રિયપાત્રના સાથ વગર તમને ખાલી-ખાલી લાગશે. તમારો સમય અને શક્તિ અન્યોની મદદ કરવામાં ફાળવો-પણ તમારી સાથે સંબંધ ન હોય તેવી બાબતો સાથે સંકળાતા નહીં.

#રાશિ ભવિષ્ય
Here are a few more articles:
Read the Next Article