જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ

જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ - Connect Gujarat
New Update

મેષ (અ,લ,ઇ) – તમારો કોઈ મિત્ર તમારી ઉદારતા તથા સહનશક્તિની મર્યાદાની કસોટી કરી શકે છે. તમારા મૂલ્યોનું જતન કરવામાં અને તમારા દરેક નિર્ણયમાં તર્કસંગત રહેવાની તકેદારી તમારે રાખવી પડશે. બહાર કોઈ ચીજ ખરીદવા દોડવાને બદલે તમારી પાસે જે હો તેનો ઉપયોગ પહેલા કરો. તમારી અપેક્ષા કરતાં મિત્રો વધુ સહકાર આપશે. આજે કોઈક તમારા પ્રેમની વચ્ચે આવી શકે છે. સમય, કામ, નાણાં, મિત્રો, પરિવાર, સંબંધીઓ, બધું જ આજે એક તરફ હશે અને તમારા પ્રિયપાત્ર બીજી તરફ હશે, બધું જ એકમેકમાં સમાયેલું જણાશે. સંવાદ સાધવાની તમારી કળા પ્રભાવિત કરનારી રહેશે. તમારા પાડોશીઓ તમારા લગ્નજીવનમાં સમસ્યા ઊભી કરવાનો પ્રયાસ કરી શકે છે. પણ તમારી વચ્ચેના જોડાણને તોડવું મુશ્કેલ છે.

વૃષભ (બ,વ,ઉ) - તમારી આસપાસનો લોકોનો સહકાર મળવાથઈ તમે ખુશ થશો. જૂની શિલ્પકૃતિઓ તથા ઘરેણાંમાં રોકાણ લાભ તથા સમૃદ્ધિ લાવશે. પારિવારિક મેળાવડામાં તમે કેન્દ્રસ્થાને રહેશો. આંખો કદી જૂઠું બોલતી નથી અને તમારા સાથીની આંખો તમને આજે કશું બહુ ખાસ કહી જશે. નોકરો,સહકર્મચારીઓ તથા સાથીઓ સાથે સમસ્યાઓ નકારી શકાય નહીં. રસ્તા પર બેફામ વાહન ચલાવવું તથા જોખમ લેવાનું ટાળવું. શક્યતા છે કે તમારા અને તમારા જીવનસાથી વચ્ચેનો તણાવ અનેક ગણો વધશે અને એ બાબત લાંબા ગાળે તમારા સંબંધો માટે સારી નહીં હોય.

મિથુન (ક,છ,ઘ) – વધુ પડતું ભોજન લેવાનું ટાળો અને તમારા વજન પર નજર રાખો. નાણાં તમારા હાથમાંથી આસાનીથી સરી જવા છતાં-તમારા શુકનવંતા ગ્રહો નાણાં પ્રવાહ જાળવી રાખશે. ઘરમાં કેટલીક સાફસફાઈ કરવાની તાકીદે જરૂર છે. પ્રેમ એ ઈશ્વરની પૂજા સમાન છે, તે ખૂબ ધાર્મિક તથા આધ્યાત્મિક બાબત પણ છે. આજે તમને એ બાબત સમજાશે. જો તમે આજે આજે પ્રેમ કરવાની તક નહીં ગુમાવો તો, આ દિવસ તમે તમારા આખા આયુષ્યમાં નહીં ભૂલી શકો. પ્રવાસ કરવાના હો તો એ વાતની ખારતરી કરી લે જો કે તમામ મહત્વના દસ્તાવેજો તમારી સાથે છે. આજે દુનિયા પ્રલયને કારણે કદાચ નાશ પણ પમશે, પણ તમે તમારા જીવનસાથીના આલિંગનમાંથી બહાર નહીં આવો.

કર્ક (ડ,હ) – કશુંક કરવાની તમારી અનિચ્છા તમને લાગણીશીલ તથા માનસિક અભિગમનો શિકાર બનાવશે. આજે તમારે જમીન, રિયલ એસ્ટેટ અથવા સાંસ્કૃતિક પ્રૉજેક્ટ્સને લગતી બાબતો પર ધ્યાન આપવું જોઈએ. પારિવારિક ચિંતાઓને તમારૂં ધ્યાન અન્યત્ર વાળવા ન દો. ખરાબ સમય આપણને ઘણું બધું આપી જાય છે. તમે રૉમેન્ટિક વિચારો તથા ભૂતકાળના સપનાંમાં જ ગળાડૂબ રહેશો. કાનું ટૅન્શને તમારા મગજને હજી પણ ઘેરો ઘાલ્યો છે જેને કારણે તમારી પાસે પરિવાર તથા મિત્રો માટે સમય નથી. અપાર રચનાત્મકતા અને ઉત્સાહ તમને વધુ એક લાભકારક દિવસ તરફ દોરી જશે. તમારા જીવનસાથી તમારા ખરા દેવદૂત છે, અને તમને એ બાબત આજે સમજાશે.

સિંહ (મ,ટ) – બેચેનીને કારણે તમારી માનસિક શાંતિમાં ખલેલ પહોંચશે. તમે જો થોડા વધુ નાણાં મેળવવા માર્ગ શોધી રહ્યા હો તો-સુરક્ષિત આર્થિક યોજનાઓમાં રોકાણ કરો. પત્નીના કામોમાં હસ્તક્ષેપ તેને ક્રોધાવેશમાં લાવી શકે છે. સામસામે ગુસ્સો કરવાથી દૂર રહેવા માટે તેની પરવાનગી લો. તમે આસાનીથી સમસ્યાઓ ઉકેલી શકશો. રૉમેન્ટિક આનંદમાં પરિવર્તનની શક્યતા જોવાય છે. વ્યાપારને લગતા મહત્વના નિર્ણયો લેતી વખતે અન્યોના દબાણ હેઠળ ન આવતા. તમારો સ્પર્ધાત્મક સ્વભાવ તમે જે પણ સ્પર્ધામાં ભાગ લેશો તેમાં તમને જીતવામાં મદદરૂપ થશે. તમારા જીવનનો પ્રેમ, તમારા જીવનસાથી આજે બીમાર પડે એવી શક્યતા છે. વિશેષ તકેદારી રાખજો.

કન્યા (પ,ઠ,ણ) – બોલતા પહેલા બે વાર વિચાર કરો. જાણતા જ પ્રગટ થયેલા તમારા મંતવ્યો કોઈકની લાગણી દુભાવી શકે છે. સટ્ટાકીય પ્રવૃત્તિઓ નફો લાવશે. મિત્રો તથા પરિવારના સભ્યો તમને મદદ અને પ્રેમ પૂરો પાડશે. કોઈક અયોગ્ય બાબત સાથે તમારી જાતને આજે સાંકળશો નહીં કેમ કે તેનાથી તમે મુશ્કેલીમાં મુકાઈ શકો છો. માનસિક સ્પષ્ટતા તમને બિઝનેસમાં અન્યોની સરખામણીએ આગળ રાખશે. તમે ભૂતકાળની તમારી તમામ મૂંઝવણો દૂર કરી શકશો. તમારામાંના પ્રચંડ આત્મવિશ્વાસનો લાભ લો અને બહાર નીકળીને નવા સંપર્કો તથા મિત્રો બનાવો. સામસામી દલીલો,એકમેકને ચિત્રવિચિત્ર નામથી બોલાવવા, મતભેદ આ બધું આજના પરિણીત દંપત્તિઓની સમસ્યા છે.તમે પણ આજે તેના શિકાર બની શકો છો.

તુલા (ર,ત) – તમે નવરાશની લહેજત માણવાના છો. નવા સંપર્કો કદાચ લાભદાયી લાગશે પણ અપેક્ષા મુજબના લાભ નહીં લાવે- નાણાં રોકવાની વાત આવે ત્યારે ઉતાવળા નિર્ણયો ન લેવામાં જ સાર છે. ઘરને લગતી બાબતો તથા ઘરના બાકી રહી ગયેલા કામ પૂરાં કરવા માટે અનુકૂળ દિવસ. પ્રેમની મસ્તીનો અનુભવ કરવા માટે તમને કોઈ મળી શકે છે. આજે તમને એ વાસ્તવિકતા જાણવા મળશે કે તમારા બૉસ શા માટે તમારી સાથે દર વખતે આટલા આકરા કેમ છે. આ જાણીને તમને ખરેખર સારૂં લાગશે. સમસ્યાઓ વચ્ચે ઝડપથી કામ કરવાની તમારી ક્ષમતા તમને માન-મરતબો અપાવશે. આજનો દિવસ તમારા જીવનની વસંત સમાન છે, રોમાન્સથી ભરપૂર અને એમાં માત્ર તમે અને તમારા જીવનસાથી.

વૃશ્વિક (ન,ય) – દરેકેદરેક જણને મદદ કરવાની તમારી તૈયારી તમને થકવી નાખશે. તમારા મૂડીરોકાણ તથા ભાવિ ધ્યેયો વિશે ગુપ્તતા જાળવો. એવો દિવસ જ્યારે કામનું દબાણ ઓછું હશે અને તમે પરિવારના સભ્યો સાથે તમારો સમય માણશો. કોઈ ત્રીજી વ્યક્તિની દખલ તમારા અને તમારા પ્રિયપાત્ર વચ્ચે ઘર્ષણ પેદા કરશે. કામના સ્થળે જો તમે વધુ પડતા ઉતાવળા કે ઉત્સાહી બનશો તો ગુસ્સાનું વર્ચસ્વ વધશે-કોઈપણ નિણર્ણય લેતા પહેલા અન્યોની જરૂરિયાતોને સમજવાનો પ્રયાસ કરો. આજનો દિવસ એવા દિવસોમાંનો એક છે જ્યારે પરિસ્થિતિ તમારી મરજી મુજબ આકાર નહીં લે. તમારા ભૂતકાળનું કોઈ રહસ્ય જાણીને તમારા જીવનસાથીને થોડીઘણી ઠેસ પહોંચી શકે છે.

ધન (ભ,ફ,ધ,ઢ) – તમારૂં ખરાબ વર્તન તમારી પત્નીનો મૂડ ખરાબ કરી મુકશે. તમારે એ સમજવું જોઈએ કે કોઈકનું અપમાન તથા કોઈકને હળવાશથી લેવાનો અભિગમ સંબંધને ખૂબ જ મુશ્કેલીમાં મુકી દે છે. લાંબા ગાળાના કોઈપણ રોકાણ ટાળો તથા તમારા સારા મિત્ર સાથે કેટલીક ખુશીભરી ક્ષણો વિતાવો. જીવનસાથી તથા સંતાનો વધારાનો પ્રેમ અને સાર-સંભાળ આપશે. તમારા પ્રિયપાત્ર સાથે સમજદારી. તમારા કાર્ય અને પ્રાથમિકતાઓ પર ધ્યાન આપો. સંવાદ સાધવાની કળા આજે તમારૂં સુદૃઢ પાસું રહેશે. તમારા જીવનસાથી આજે થનગનાટ અને પ્રેમથી છલોછલ હશે.

મકર (ખ,જ) – અણધાર્યો પ્રવાસ થકવનારો હોઈ શકે છે. તમને આકર્ષક જણાતી હોય તેવી રોકાણ યોજના વિશે વધુ જાણકારી મેળવવા માટે સપાટીની નીચે ઊંડું ખોદકામ કરો-આગળ વધતા પૂર્વે તમારા સલાહકારની સલાહ લો. ઘરના મોરચે તમારૂં જીવન શાંત અને ગમે તેવું રહેશે. નાનકડા મતભેદો ઊભા થવાને કારણે રૉમાન્સ પર તેની અસર પડશે. તમે જે કંઈ કરશો તેમાં તમે શ્રેષ્ઠ હશો-તમે કેટલા સક્ષમ છો એ દેખાડીને તમારી યોગ્યતા તમારી આસપાસના લોકો વચ્ચે સાબિત કરો. તમારો સ્પર્ધાત્મક સ્વભાવ તમે જે પણ સ્પર્ધામાં ભાગ લેશો તેમાં તમને જીતવામાં મદદરૂપ થશે. તમે તમારા જીવનસાથી પર આજે શંકા કરશો જેને કારણે ઘરની શાંતિમાં ભંગ પડવાની શક્યતા છે.

કુંભ (ગ,શ,સ,ષ) – સ્વયં-સુધારણાના પ્રકલ્પો એક કરતાં વધારે રીતે ફાયદાકારક ઠરશે-તમને તમારી જાત માટે સારૂં લાગશે તથા તમારો આત્મવિશ્વાસ પણ વધશે. આજે તમે સારૂં એવું ધન કમાશો-પણ ખર્ચમાં વધારાને કારણે બચત કરવામાં તમને મુશ્કેલી પડશે. પરિવારના સભ્ય ોતમારા જીવનમાં મહત્વનું સ્થાન ધરાવતા હશે. તમે તમારા ભાગીદાર પર પૂરતું ધ્યાન નહીં આપો તો તે તમારાથી નારાજ થઈ જશે. આજે પ્રેમના અતિઆનંદમાં તમારાં સપનાં અને વાસ્તવિકતા એકમેકમાં ભળી જશે. તમારા છૂપા શત્રુઓ તમારા વિશે અફવાઓ ફેલાવવા માટે ઉત્કંઠ હશે. કોઈ અન્ય વ્યક્તિની અવળી અસર હેઠળ આવીને તમારા જીવનસાથી તમારી સાથે ઝઘડો કરશે, પણ તમારો પ્રેમ અને સહાનુભુતિ બધું જ બરાબર કરી નુકશે

મીન (દ,ઝ,ચ,થ) - લાંબા ગાળાથી તમને પજવતી બીમારીને અવગણવી ન જોઈએ કેમ કે તેનાથી મોટી સમસ્યા સર્જાઈ શકે છે. આજે વધુ એક ઉચ્ચ-ઊર્જાયુક્ત દિવસ છે તથા અણધાર્યા લાભની શક્યતા છે. તમારા ઘરમાં સૌહાર્દતા લાવવા માટે સહકારપૂર્વક કામ કરો. તમારા દિલ અને મગજ પર રૉમાન્સનું રાજ હશે. તમે જે નથી કરવાના એ કામ કરવાની ફરજ અન્યોને ન પાડતા. વ્યપાર માટે હાથ ધરવામાં આવેલી મુસાફરી લાંબા ગાળે લાભદાયક પુરવાર થશે. આજે તમારા કામની સરાહના થશે.

#રાશિ ભવિષ્ય
Here are a few more articles:
Read the Next Article