જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ

New Update
જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ

મેષ (અ,લ,ઇ) – સંતપુરૂષ પાસેથી મળેલું દિવ્ય જ્ઞાન તમને આશ્વાસન અને રાહત પૂરી પાડશે. કેટલાક લોકો માટે પ્રવાસ દોડધામભર્યો અને તાણયુક્ત પુરવાર થશે-પણ આર્થિક રીતે વળતર આપશે. ખોટા સમયે કશુંક ખોટું ન બાલોઈ જાય તેની તકેદારી રાખજો-તમે જેને ચાહો છો તેને ઠેસ ન પહોંચે તેની તકેદારી રાખજો. લાંબા સમયથી કોઈક સાથે ચાલતો તમારો વિવાદ આજે ઉકેલવાનો પ્રયાસ કરો કેમ કે આવતી કાલે કદાચ બહુ મોડું થઈ જશે. તમે જો ઘણા સમયથી કામના સ્થળે મુશ્કેલી અનુભવતા હશો તો આજનો દિવસ ખરેખર સારો રહેશે. અન્યોના ગળે તમારી વાત ઉતારવાની તમારી આવડત ઊંચા લાભ અપાવશે.

વૃષભ (બ,વ,ઉ) આજે તમે ઊર્જાથી તરબતર હશો અને તમે કશુંક અસાધારણ કરશો. સટ્ટાકીય પ્રવૃત્તિઓ નફો લાવશે. તમારા તરફથી કંઈ વધુ કર્યા વિના અન્યોનું ધ્યાન ખેંચવા માટે આ શ્રેષ્ઠ દિવસ છે. ભૂતકાળની ખુશખુશાલ યાદો તમને વ્યસ્ત રાખશે. તમને કદાચ એવું લાગશે કે આજે બધું તમે ઈચ્છો છો એ પ્રમાણે થઈ રહ્યું નથી, પમ આ માત્ર તમારો નકારાત્મક વિચાર છે. શક્ય હોય એટલા હકારાત્મક બની રહેવાની કોશિશ કરો. અંગત અને ગોપનીય હોય તેવી માહિતી કોઈને જણાવતા નહીં. તમારો કોઈક જૂનો મિત્ર કદાચ આવશે .

મિથુન (ક,છ,ઘ) – તમે જો હાલના સમયમાં હતોત્સાહની લાગણી અનુભવતા હો તો-તમારે યાદ રાખવું જઈએ કે આજે યોગ્ય વિચારો અને વર્તન જરૂરી એવી રાહત લાવશે. ઉતાવળમાં મૂડીરોકણને લગતા નિર્ણયો લેતા નહીં- દરેક શક્ય બાજુથી તમે રોકાણ અંગે ચકાસણી નહીં કરો તો નુકસાન થવું ચોક્કસ છે. માતા-પિતાની તબિયતમાં સુધારો થશે અને તેઓ તમારા પર પ્રેમની વર્ષા કરશે. ચિંતા ન કરતા આજે તમારા દુઃખ બરફની જેમ ઓગળી જશે. વિવાદો અથવા ઑફિસમાંનું રાજકારણ, તમે આજે દરેક બાબત પર તમારૂં વર્ચસ્વ ધરાવશો.

કર્ક (ડ,હ) – સ્વાસ્થ્યને લગતી સમસ્યાઓ બેચેની લાવી શકે છે. આજે તમે સારૂં એવું ધન કમાશો-પણ ખર્ચમાં વધારાને કારણે બચત કરવામાં તમને મુશ્કેલી પડશે. પરિવારમાં તમારો પ્રભુત્વવાળો અભિગમ બદલવાનો સમય પાકી ગયો છે. તેમની સાથે સંપૂર્ણ સહકારપૂર્વક કામ કરી જીવનના ચડાવ-ઉતાર તેમની સાથે શૅર કરો. તમારો બદલાયેલો અભિગમ તેમને અમર્યાદ આનંદ આપશે. સાંજ માટે કશું ખાસ આયોજન કરો અને તેને થઈ શકે એટલું રૉમેન્ટિક બનાવવાનો પ્રયાસ કરો. તમને જો એમ લાગતું હોય કે મહત્વના કામ તમે અન્યોની મદદ વિના પણ પાર પાડી શકો છો તમારી મોટી ગેરસમજ થાય છે.

સિંહ (મ,ટ) – ધાર્મિક લાગણી ઊભી થશે અને તેનાથી તમે કોઈક સંતપુરૂષ પાસેથી દૈવી જ્ઞાન મેળવવા કોઈક ધાર્મિક સ્થળની મુલાકાત લેશો. આજે તમે સારૂં એવું ધન કમાશો-પણ ધનને તમારી આંગળીઓ વચ્ચેથી સરકી જવા ન દેતા. જો તમે તેમની સાથે સમય નહીં વિતાવો તો, તમારા પ્રિયજનો તમારાથી નારાજ થઈ શકે છે. રોમાન્સ રોમાંચક હશે-આથી તમે જેને પ્રેમ કરો છો એવી વ્યક્તિનો સંપર્ક કરો અને દિવસને શ્રેષ્ઠ બનાવો. તમારી યોજનાઓને વળગી રહેવા તમારા ભાગીદારોને સમજાવવામાં તમને મુશ્કેલી પડશે. આજે તમારે મહત્વના મુદ્દા પર ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ.

કન્યા (પ,ઠ,ણ) – તમારા વિચારોને કેટલાક હકારાત્મક વિચારોમાં વાળો કેમ કે તમે ભયના ડરામણા દૈત્ય સામે લડી રહ્યા છો, અન્યથા તમે આ કટ્ટર દૈત્યના નિષ્ક્રિય તથા આસાન ભોગ બની જશો. સમજદારીપૂર્વક સરેલું રોકાણ જ વળતર આપશે-આથી તમે તમારી પરસેવાની કમાણી ક્યાંય રોકો તે પૂર્વે પૂરેપૂરી ખાતરી કરી લેજો. આજે તમારી ધીરજ ખૂબ જ મર્યાદિત હશે-પણ ધ્યાન રાખજો કેમ કે કઠોર અથવા અસંતુલિત શબ્દો તમારી આસપાસના લોકોને નાખુશ કરી શકે છે. આજે આંધળો પ્રેમ પ્રાપ્ત કરવાનું તમે શક્યા કરી દેખાડશો. એક મુશ્કેલ તબક્કા બાદ, આજનો દિવસ તમને કામના સ્થળે કશુંક સુંદર આપી આશ્ચયર્યચકિત કરી જશે.

તુલા (ર,ત) ઘરની બહારની પ્રવૃત્તિઓ તમને લાભ કરાવશે. કિલ્લા જેવી જીવનશૈલી તથા હંમેશાં સુરક્ષાની ચિંતા કરવી એ બાબત તમારી માનસિક તથા શારીરિક વિકાસ પર અસર કરશે. આ બાબત તમને નર્વસ કરી મુકશે. આર્થિક મુશ્કેલીઓ ટીકા અને બોલાચાલી ભણી દોરી જશે-તમારી પાસે વધુ પડતી અપેક્ષા રાખતા લોકોને ના પાડતા શીખો. પરિવારના સભ્યો સાથે કેટલીક હળવાશભરી પળો વિતાવો. પ્રેમ તથા રૉમાન્સ તમને ખુશખુશાલ મૂડમાં રાખશે. કામના સ્થળે આજે તમને સારા સમાચાર મળી શકે છે. અપાર રચનાત્મકતા અને ઉત્સાહ તમને વધુ એક લાભકારક દિવસ તરફ દોરી જશે.

વૃશ્વિક (ન,ય) - એક કરતાં વધારે નર્વસબ્રેકડાઉન તમારી પ્રતિકાર તથા વિચારવાની શક્તિને હાનિ પહોંચાડી શકે છે. તમારી જાતને હકારાત્મક વિચારસરણી સાથે બીમારી સામે લડવા પ્રેરો. તમામ જવાબદારીઓ તથા આર્થિક વ્યવહારો સાવચેતીપૂર્વક પાર પાડવા. તમારા પરિવારના સભ્યો રાઈનો પહાડ બનાવી મુકે એવી શક્યતા છે. કેટલીક ગેરસમજને કારણે તમારા પ્રેમી-પ્રેમિકા સાથેનો તમારો મુશ્કેલીમાં આવી શકે છે.તમારે યાદ રાખવું જોઈએ કે પ્રેમ એ ગંભીર બાબત છે આથી તેને હળવાશથી ન લો. આજે આરામ કરવા માટે બહુ થોડો સમય મળશે-કેમ કે બાકી રહેલા કામ તમારી વ્યસ્તતા વધારશે.

ધન(ભ,ફ,ધ,ઢ) – અજંપાની લાગણી તમને હતોત્સાહ કરી શકે છે. તેનાથી છૂટકારો મેળવવા માટે લાંબી વૉક પર નીકળી જાઓ અને ઊંડા શ્વાસ લો. તમારી હકારાત્મક વિચારસરણી તમને ખાસ્સી મદદ કરશે. રોકાણ કરવા માટે તથા સટ્ટામાં પડવા માટે દિવસ સારો નથી. ઘરનું કામ થકાવનારૂં હશે તથા માનસિક તાણનું મોટું કારણ બનશે. તમારૂં સ્મિત તમારા પ્રિયપાત્રની ખુશા માટેની અકસીર દવા છે. સાવચેતીપૂર્વક વાચ્યા વિના કોઈ બિઝનેસ અથવા કાનૂની દસ્તાવેજ પર સહી કરતા નહીં. આજે તમે તમારા મગજને કસોટીની એરણ પર મુકશો-તમારામાંના કેટલાક શતરંજ, ક્રોસવર્ડ રમવા પ્રેરાશે તો કેટલાક વાર્તા કે કવિતા લખવા અથવા ભાવિ યોજનાઓ ઘડવા તરફ વળશે.

મકર (ખ,જ) – ઑફિસમાંથી વહેલા નીકળવાનો પ્રયાસ કરજો અને તમને ખરેખર આનંદ આપતી પ્રવૃત્તિઓ કરો. તમારા મૂડીરોકાણ તથા ભાવિ ધ્યેયો વિશે ગુપ્તતા જાળવો. તમારો ભાઈ તમારી જરૂરિયાતો પ્રત્યે તમારી ધારણા કરતાં વધુ સહકાર આપશે. કામદેવના બાણથી બચવાની શક્યતા આજે ઓછી છે. આજનો દિવસ તમારા પ્રેમ જીવનમાં એક અદભુત દિવસ બની રહેશે. આજે તમારે મહત્વના મુદ્દા પર ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ.

કુંભ (ગ,શ,સ,ષ) – સામાજિકપણે હળવા-મળવાનો ભય તમને હતાશ કરી નાખશે. તેને દૂર કરવા તમારા આત્મવિશ્વાસને પ્રોત્સાહિત કરો. મનોરંજન અથવા કૉસ્મૅટિક્સ સુધારા પાછળ વધુ પડતો ખર્ચ કરતા નહીં. ગૃહપ્રવેશ માટે શુભ દિવસ. આજે તમે પ્રેમની પીડા અનુભવશો. સારો દિવસ કેમ કે તમને તમારા ધ્યેયની પ્રાપ્તિ માટે શ્રેષ્ઠ તક મળશે. આઈટી પ્રૉફેશનલ્સને વિદેશથી કૉલ આવી શકે છે. ઘરમાં વિધી-હવન-મંગળ સંસ્કાર કરાવશો.

મીન (દ,ઝ,ચ,થ) - તમારી સમસ્યાઓ આજે માનસિક ખુશીને હણી શકે છે. સમજદારીપૂર્વક રોકાણ કરો. તમારા પ્રિયપાત્ર સાથે દલીલો સર્જી શકે એવા વિવાદાસ્પદ મુદ્દાઓને છેડવાનું ટાળવું જોઈએ. તમારા પ્રેમની બિનજરૂરી માગણીઓ સામે ઝૂકતા નહીં. વરિષ્ઠપદે કામ કરતા લોકો તરફથી કેટલાક વિરોધ ઊભા થશે- આમ છતાં-તમારી માટે મગજ ઠંડુ રાખવું મહત્વનું સાબિત થશે. પ્રવાસને કારણે તમે નવા સ્થળો જોઈ શકશો તથા મહત્વના લોકો ને મળી શકશો.

Latest Stories