જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ

જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ - Connect Gujarat
New Update

મેષ (અ,લ,ઇ) – સાંજે તમારા જીવનસાથી સાથે સિનેમાઘરમાં ફિલ્મ અથવા ડીનર તમને નિરાંતવા તથા અદભુત મૂડમાં લાવી મુકશે. નવા સંપર્કો કદાચ લાભદાયી લાગશે પણ અપેક્ષા મુજબના લાભ નહીં લાવે- નાણાં રોકવાની વાત આવે ત્યારે ઉતાવળા નિર્ણયો ન લેવામાં જ સાર છે. બહુ અગાઉથી ઘડેલી મુસાફરીની યોજના પરિવારમાં કોઈકની માંદગીને કારણે મુલત્વી રહેવાની શક્યતા. રોજેરોજ પ્રેમમાં પડતા રહેવાના તમારા સ્વભાવને બદલો. તમારા ભાગીદાર સાથે કામ લેવું મુશ્કેલ હશે. પ્રવાસ કરવા માટે બહુ સારો દિવસ નથી. તમને અને તમારા જીવનસાથીને તમારા લગ્નજીવન માટે કેટલીક મોકળાશની આવશ્યક્તા છે.

વૃષભ (બ,વ,ઉ) - મુશ્કેલીમાં હોય એવી કોઈ વ્યક્તિની મદદ કરવા તમારી ઊર્જાનો ઉપયોગ કરો. યાદ રાખો- આ નાશવંત શરીરનો શો ઉપયોગ જો તેનો તે અન્યોના ભલા માટે ન વાપરીએ. લાંબા-ગાળાના દૃષ્ટિકોણથી રોકાણ કરવું જરૂરી. સ્કૂલ પ્રૉજેક્ટ પૂરો કરવા બાળકો તમારી મદદ માગી શકે છે. રૉમેન્ટિક પગલાં કામ નહીં આવે. તમારા કામને વળગી રહો તથા આજે કોઈ અન્ય આવીને તમારી મદદ કરશે એવી અપેક્ષા રાખશો નહીં. સેમિનાર તથા પ્રદર્શન તમને નવું જ્ઞાન તથા નવા સંપર્કો આપશે. અભિપ્રાયમાં ભિન્નતા આજે તમારા અને તમારા જીવનસાથી વચ્ચે ઝઘડાનું કારણ બનવાની શક્યતા છે.

મિથુન (ક,છ,ઘ) – પારિવારિક સમસ્યાઓ તમારી પત્ની સાથે શૅર કરજો. એકમેક સાથે થોડોક સમય વિતાવજો જેથી તમે શોધી શકો અને તમારી જાતને ફરી ફરી યાદ દેવડાવી શકો કે તમે પ્રેમાળ દંપત્તિ છો. તમારા સંતાનો પણ ઘરમાં ખુશી, શાંતિ તથા સંવાદિતાના સ્પંદનો ઝીલી શકશે. આ બાબત તમને એકબીજા સાથેના વર્તનમાં સારી એવી સ્વયંસ્ફૂતર્તા અને આઝાદી આપશે. તમારી પાસે હંગામી ધોરણે નાણાં ઉછીના લેવા માટે તમારો સંપર્ક કરનારાઓની અવગણના કરો. સમગ્રતઃ લાભદાયી દિવસ પણ તમે જેના પર તમે વિશ્વાસ કરી શકો છો એવું તમે વિચારો છો એ તમને નિરાશ કરશે. તમારા રૉમેન્ટિક અભિપ્રાયોને જાહેર ન કરો. તમારી માટે પ્રેમ પવનમાં છે. તમારે માત્ર તમારી આસપાસ જોવાની જરૂર છે, બધું જ ગુલાબી દેખાશે. અણધાર્યો પ્રવાસ કેટલાક માટે દોડધામભર્યો તથા તાણયુક્ત સાબિત થઈ શકે છે. ઘણા લાંબા સમયથી કામનું દબાણ તમારા લગ્નજીવન પર વિપરિત અસર કરી રહ્યું હતું. પણ આજે, તમામ ફરિયાદો ગાયબ થઈ જશે.

કર્ક (ડ,હ) – તાણથી છુટકારો મેળવવા મગજને શાંત કર એવું સંગીત સાંભળજો. બૅન્કને લગતા કાર્યો ખૂબ જ તકેદારીપૂર્વક પાર પાડવાની જરૂર પડશે. પરિવારના સભ્યોની માગ ખૂબ વધારે હશે. તમારા પ્રેમી કે પ્રેમિકાની બિનજરૂરી માગ સામે ઝૂકતા નહીં. તમે જો નવી વ્યાપારી ભાગીદારી વિશે વિચારી રહ્યા હો - તો તમે કશુંક નક્કર પગલું લો એ પૂર્વે તમામ માહિતી તમારા હાથમાં હોય અ જરૂરી છે. તમારા દેખાવ અને વ્યક્તિત્વને નીખારવા કરેલા પ્રયત્નો તમારા સંતોષ મુજબનું પરિણામ આપશે. કેટલીક વાર ગુસ્સામાં તમે બધી જ બાબતો પર શંકા કરવા લાગો છો, જે ખોટું છે અને તમે તે જાણો છો. પણ આજે તમે તમારા વૈવાહિક બંધન પર જ શંકા કરશો

સિંહ (મ,ટ) – કામના સ્થળે વરિષ્ઠો તરફથી દબાણ તથા ઘરે વિસંવાદિતા તાણને આમંત્રણ આપી શકે છે-જે કામમાં તમારા ધ્યાનમાં ખલેલ પહોંચાડી શકે છે. જે બાબત ખાસ હશે એવી કોઈપણ બાબત માટે નાણાં ધીરવા મહત્વના લોકો તૈયાર હશે. પૌત્ર-પૌત્રી તથા દોહિત્ર-દોહિત્રી અત્યંત આનંદનો સ્રોત બનશે. ઊંડી લાગણી ધરાવતા પ્રેમનો અત્યાનંદ તમે આજે અનુભવશો. તેના માટે થોડો સમય ફાળવો. આજે કરેલું રોકાણ લાભદાયી નીવડશે પણ તમારે કદાચ માતા-પિતા તરફથી વિરોધનો સામનો કરવો પડશે. એવા ઉતાવળા નિર્ણય લેતા નહીં, જેનાથી જીવનમાં આગળ જતાં તમને તેના વિશે અફસોસ થાય. તમારા લગ્નજીવનની બાબતમાં પરિસ્થિતિ આજે ખરેખર સુંદર જણાઈ રહી છે

કન્યા (પ,ઠ,ણ) – ખાસ કરીને હૃદયરોગના દરદીઓએ કૉફી છોડી દેવી. તમે જો રૂઢિગત રીતે રોકાણ કરશો તો તમે સારૂં એવું ધન કમાઈ શકશો. જેઓ સંવેદનશીલ પુનરાશ્વાસન શોધી રહ્યા છે તેમની મદદે તેમના વડીલો આવશે. રૉમાન્સ, બહાર જવું તથા પાર્ટીઓ ઉત્સાહજનક પુરવાર થઈ શકે છે પણ આ બાબતો થકવનારી પણ છે. અનોય તમારે વધારો પડતો સમય માગશે-તેમને કોઈ વચન આપો એ પૂર્વે તકેદારી રાખે કે તમારા કામા પર તેની અસર ન થાય તથા તેઓ તમારી સારપ અને ઉદારતાનો લાભ તો નથી લઈ રહ્યા. અણધાર્યો પ્રવાસ કેટલાક માટે દોડધામભર્યો તથા તાણયુક્ત સાબિત થઈ શકે છે. તમારા વરિષ્ઠો આજે તમારી સાથે વધુ પડતું સખત વલણ અપનાવી રહ્યાનું તમને લાગશે કેમ કે તમે તમારા ફોર્મમાં નથી.

તુલા (ર,ત) – આનંદથી ભરેલો સારો દિવસ. ઝડપથી નાણાં કમાઈ લેવાની ઈચ્છા તમે ધરાવશો. આ સારો સમય છે જે તમારી માટે સફળતા અને ખુશીઓ લાવશે, તેનું શ્રેય તમારા પરિવારના સભ્યોએ કરેલા પ્રયાસો તથા આપેલા સહકારને જાય છે. તમારે તમારૂં શ્રેષ્ઠ વર્તન દાખવવું જોઈએ-કેમ કે આજે તમારૂં પ્રિયપાત્ર જલ્દીથી નારાજ થઈ જશે. તમે જો તમારૂં કૌશલ્ય તથા પ્રતિભા યોગ્ય લોકોને દેખાડશો તો ટૂંક સમયમાં તમારી જાહેર છબિ નવી અને સારી થઈ જશે. આધ્યાત્મિક ગુરૂ અથવા કોઈક વડીલ તમને માર્ગદર્શન પૂરું પાડશે. તમારો મિજાજ બગડેલો હોવાથી તમે તમારા જીવનસાથીથી ચીડાયેલા રહેશો.

વૃશ્વિક (ન,ય) – હવાઈ કિલ્લા રચવામાં તમારો સમય વેડફશો નહીં. એના કરતાં કશું અર્થપૂર્ણ કરવા માટે તમારી શક્તિ બચાવો. ખર્ચ વધશે પણ આવકમાં થતો વધારો તમારા ખર્ચને પહોંચી વળશે. સંબંધીઓ સહકાર આપશે તથા તમારા મગજને સંતાપ આપતો ભાર હળવો કરશે. અણધાર્યો રૉમેન્ટિક ઝુકાવ. બિઝનેસમેન્સ માટે સારો દિવસ કેમ કે તેમને અચાનક કેટલોક અણધાર્યો લાભ થશે. પ્રવાસ કરવા માટે બહુ સારો દિવસ નથી. તમને અને તમારા જીવનસાથીને આજે અદભુત સમાચાર મળવાની શક્યતા છે.

ધન (ભ,ફ,ધ,ઢ) – ભય તમારી ખુશીને હાનિ પહોંચાડી શકે છે. તમારે એ સમજવાની જરૂર છે કે એ તમારા જ વિચારો અને કલ્પનાનું ઉત્પાદન છે. તે સ્વયંસ્ફૂરિતાને મારી નાખે છે-જીવનના આનંદને નુકસાન કરે છે અને આપણી કાર્યક્ષમતાન પંગુ બનાવે છે-આથી એ તમને બીકણ બનાવે એ પૂર્વે જ તેને ઉગતો જ ડામો. તમારી જાતને મોટા ગ્રુપ સાથે સાંકળવાની પ્રવૃત્તિ ખૂબ જ મનોરંજક સાબિત થશે- પણ તમારો ખર્ચ ખાસ્સો વધી જશે. મિત્રો અને સંબંધીઓ પર તમારા અભિપ્રાય થોપશો નહીં કેમ કે એ તમારા હિતમાં નથી અને વિનાકારણ તમે તેમને ખફા કરશો. તમારા દિલ અને મગજ પર રૉમાન્સનું રાજ હશે. નોકરો,સહકર્મચારીઓ તથા સાથીઓ સાથે સમસ્યાઓ નકારી શકાય નહીં. તમે જો ઉતાવળે નિષ્કર્ષ પર આવશો તથા બિનજરૂરી પગલાં લેશો તો આજનો દિવસ નારાજ કરનારો સાબિત થશે. આજનો દિવસ તમારા જીવનસાથી સાથેના અન્ય સામાન્ય દિવસો કરતાં સારો હોવાનું જણાય છે.

મકર (ખ,જ) – તમારા પરિવારની લાગણી સમજીને તમારા ગુસ્સા પર કાબૂ રાખો. આજે જેની અપેક્ષા હતી તેવા આર્થિક લાભ મળવામાં વિલંબ થશે. ગૃહપ્રવેશ માટે શુભ દિવસ. આજે તમારૂં જીવન એક સુંદર વળાંક લેશે. પ્રેમમાં હોવાની સ્વર્ગીય અનુભૂતિ તમને આજે થશે. કામના સ્થાળે આજે બધું જ તમારી તરફેણમાં હોવાનું જણાય છે. એવા ઉતાવળા નિર્ણય લેતા નહીં, જેનાથી જીવનમાં આગળ જતાં તમને તેના વિશે અફસોસ થાય. આજે દુનિયા પ્રલયને કારણે કદાચ નાશ પણ પમશે, પણ તમે તમારા જીવનસાથીના આલિંગનમાંથી બહાર નહીં આવો

કુંભ (ગ,શ,સ,ષ) – વાહન ચલાવતી વખતે ચેતતા રહેજો ખાસ કરીને વળાંક પર. અન્ય કોઈકની બેદરકારી તમારી માટે સમસ્યા ઊભી કરે શકે છે. બહાર કોઈ ચીજ ખરીદવા દોડવાને બદલે તમારી પાસે જે હો તેનો ઉપયોગ પહેલા કરો. વ્યાજબી રહેવાનો પ્રયાસ કરજો ખાસ કરીને એવા લોકો સાથે જેઓ તમને પ્રેમ કરે છે અને તમારી દરકાર કરે છે. તમારૂં ધૂંધળું જીવન તમારા જીવનસાથીને ટૅન્શન આપશે. આજે તમને સમજાશે કે પરિવારના ટેકાને કારણે જ તમે કામના સ્થળે સારૂં કરી રહ્યા છો. રસ્તા પર બેફામ વાહન ચલાવવું તથા જોખમ લેવાનું ટાળવું. તમારા જીવનસાથીની રૂક્ષતા તમને દિવસભર નારાજ કરી શકે છે.

મીન (દ,ઝ,ચ,થ) - તમને નિર્ભેળ આનંદ તથા મોજમજા મળશે-કેમ કે તમે તમારા જીવનને સંપૂર્ણપણે માણવાનો નિશ્ચય કર્યો છે. ઉતાવળમાં મૂડીરોકણને લગતા નિર્ણયો લેતા નહીં- દરેક શક્ય બાજુથી તમે રોકાણ અંગે ચકાસણી નહીં કરો તો નુકસાન થવું ચોક્કસ છે. તમારા અનિશ્ચિત વર્તન છતાં જીવનસાથી સહકાર આપશે. અન્યોની દખલ ઘર્ષણ પેદા કરશે. આજે તમારી તરફ આવતા દરકે સૂચનો અને ટીકાઓનો તમે સ્વીકાર કરશો, જે પરિણામે તો તમારા મિજાજને બગાડી મુકશે. ઘરમાં વિધી-હવન-મંગળ સંસ્કાર કરાવશો. તમારા લગ્નજીવનમાં આજે પરિસ્થિતિ તમારા અંકુશની બહાર જવાની શક્યતા છે.

#રાશિ ભવિષ્ય
Here are a few more articles:
Read the Next Article