જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ

New Update
જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ - Connect Gujarat

મેષ (અ,લ,ઇ) – એવો દિવસ જ્યારે આરામ મહત્વનો રહેશે- કેમ કે તમે હાલમાં જ ઘણા માનસિક પરિતાપનો સામનો કર્યો છે- આનંદ-પ્રમોદ અને મનોરંજન તમને હળવા થવામાં મદદ કરશે. અન્યોને પ્રભાવિત કરવા વધુ પડતો ખર્ચ ન કરી નાખતા. તમારા જીવનસાથીની તબિયત ચિંતા કરાવી શકે છે. આજે રૉમાન્સની આશા નથી. તમે આજે જે સ્વયંસેવી કામ કરશો તે માત્ર તમારી મદદ કરનારાઓને જ નહીં બલ્કે તમને પણ તમારી જાત તરફ વધુ હકારાત્મક રીતે જોતા કરશે. આજે જરૂરિયાતના સમયે તમારા જીવનસાથી પોતાના પરિવારના સભ્યોની સરખામણીએ તમારા પરિવારના સભ્યોને ઓછું મહત્વ આપે એવું બની શકે છે.

વૃષભ (બ,વ,ઉ) - વણજોઈતા વિચારો તમારા મગજમાં સ્થાન જમાવશે. તમારી જાતને શારરિક વ્યાયામમાં વ્યસ્ત રાખવાનો પ્રયાસ કરજો કારણ કે ખાલી મગજ એ શેતાનનું કારખાનું છે. રિયલ એસ્ટેટ અને આર્થિક વ્યવહારો માટે સારો દિવસ. નિકટનું સ્વજન વધુ ધ્યાન માગી શકે છે, જો કે આ બાબત મદદરૂપ અને તમારી દરકાર કરનારૂં પુરવાર થશે. તમારા પ્રિયપાત્રના સોશિયલ-મિડિયા પરના છેલ્લાં કેટલાક દિવસોના સ્ટેટસ ચેક કરો, તમને એક સુંદર આશ્ચયર્ય મળશે. અણધાર્યા સ્થળેથી તમને મહત્વનું આમંત્રણ મળશે. આજે તમને વિશ્વમાં સૌથી પૈસાદાર હોવાની અનુભૂતિ થશે, કેમ કે તમારા જીવનસાથી તમારી સાથે એવું વર્તન કરશે.

મિથુન (ક,છ,ઘ) – બિનજરૂરી તાણ અને ચિંતા તમારા જીવનનો રસ ચૂસી લઈ તમને શુષ્ક બનાવી શકે છે. તેનાથી મુક્ત થવું જ સારૂં છે અન્યથા આ તાણ તમારી સમસ્યાને ઓર વકરાવી શકે છે. લાંબા-ગાળાના દૃષ્ટિકોણથી રોકાણ કરવું જરૂરી. પરિવાર,બાળકો તથા મિત્રો સાથે વિતાવેલો સમય તમારી શક્તિ પાછી મેળવવા માટે મહત્વનો છે. આનંદ આપીને તથા ભૂતકાળની ભૂલોને માફ કરીને તમે તમારા જીવનને લાયક બનાવશો. તમારી ચીજો પ્રત્યે બેદરકાર રહેશો તો તે ખોવાઈ શકે છે અથવા ચોરી થઈ શકે છે. આજે કામના સ્થળે તમારા ઉપરી (બૉસ) તમારા વખાણ કરે એવી શક્યતા છે.

કર્ક (ડ,હ) – લાંબા ગાળાની માંદગીથી તમને મુક્તિ મળે એવી શક્યતા છે. ધંધામાં ઉધાર માગવાના ઈરાદે તમારો સંપર્ક કરનારાઓની અવગણના કરો. ઘરમાં કેટલાક ફેરફારો તમને ખાસ્સા સંવેદનશીલ બનાવી દેશે- પણ તેમ તમારી લાગણીઓ અસરકારક રીતે જેમનું મહત્વ છે એવા લોકો સુધી પહોંચાડવામાં સફળ થશો. તમારા પ્રિયપાત્ર સાથે પિકનિક પર જઈ તમારી અમૂલ્ય ક્ષણોને ફરીથી જીવો. તમારા ભૂતકાળમાંથી કોઈએ આજે તમારો સંપર્ક કરશે અને તમારો દિવસ યાદગાર બની જશે. લગ્નજીવનને સારૂં બનાવવાના તમારા પ્રયાસોઆજે તમારી અપેક્ષા કરતાં સારાં પરિણામ દેખાડશે.

સિંહ (મ,ટ) – તમારો ખુશમિજાજ સ્વભાવ અન્યોને ખુશ રાખશે. લોકોની જરૂરિયાત શી છે તથા તમારી પાસેથી તેમને ચોક્કસ શું જોઈએ છે તે તમે જાણતા હો એવું લાગે છે-પણ તમારા ખર્ચમાં વધુ પડતા ઉડાઉ ન બનતા. તમે જેને પ્રેમ કરે છો એવા લોકો પાસેથી ભેટ મેળવવા અથવા તેમને આપવા માટે મંગળકારી દિવસ. ભૂતકાળની ખુશખુશાલ યાદો તમને વ્યસ્ત રાખશે. તમારી વાતચીતમાં તમે જેવા છો એવા જ રહો કેમ કે તમે જે નથી એ દેખાડવાથી તમને કોઈ જ ફાયદો નહીં થાય. આજે લગ્નજીવનની ઉજળી બાજુ અનુભવવાનો દિવસ છે.

કન્યા (પ,ઠ,ણ) – તમે શું ખાવ છો તેની તકેદારી રાખો. રસ્તા પરનું ખાણું ખાવાનું ટાળો. તમે તેજસ્વી નવા વિચારો સાથે સામે આવશો, એ વિચારો તમને આર્થિક લાભ આપવશે. તમારા પરિવારના સભ્યોની જરૂરીયાતો પર ધ્યાન આપવું એ આજના દિવસની પ્રાથિમકતા હોવી જોઈએ. તમારા પરિયપાત્ર દ્વારા કરાયેલી ટિપ્પણી અંગે તમે ખૂબ જ સંવેદનશીલ હશો-તમારી લાગણીઓને વશમાં રાખો અને કંઈપણ બિનજવાબદારીભર્યું ન કરતા જેનો તમને આગળ જઈને પસ્તાવો થાય. લાભદાયક દિવસ કેમ કે બાબતો તમારી તરફેણમાં આવતી હોય તેવું લાગશે અને તમે જાણે વિશ્વની ટોચે પહોંચી ગયા હો એવું અનુભવશો. તમને તમારા જીવનસાથી દ્વારા ઠેસ પહોંચવાની શક્યતા છે.

તુલા (ર,ત) – માનસિક શાંતિ માટે તમારા ટૅન્શનનો ઉકેલ લાવો. તમારી આર્થિક બાબતો અંગે તમે વધારે પડતા ઉદાર રહ્યા તો તમારી માટે મુશ્કેલી સર્જાઈ શકે છે. પરિવારના સભ્યોની જરૂરિયાતોને પ્રાથમિકતા આપજો. તેમના સુખ-દુઃખમાં સહભાગી થાવ જેથી તેમને અનુભૂતિ થાય કે તમને તેમની પરવા છે. તમારા પ્રિયપાત્રને કશું કઠોર ન કહેવાનો પ્રયાસ કરજો-અન્યથા તમારે પછીથી પસ્તાવું પડશે. આજે તમે નવા વિચારોથી તરબતર હશો તથા પ્રવૃત્તિની તમારી પસંદગી તમારી અપેક્ષા કરતાં અનેક ગણો વધારે લાભ અપાવશે. તમારા જીવનસાથી આજે પોતાના કામમાં વધુ પડતા ખોવાઇ જશે, આ બાબત તમને ખરેખર ખૂબ જ નારાજ કરી મુકશે

વૃશ્વિક (ન,ય) –તમારા નિરાશાવાદી અભિગમને કારણે તમે પ્રગતિ કરી શકતા નથી. સમય પાકી ગયો છો કે તમે એ બાબતને સમજી લો કે ચિંતાએ તમારી વિચાશક્તિને મંદ પાડી દીધી છે. ઉજળી બાજુ તરફ જુઓ અને તમે ચોક્કસ જ તમારી વિવેકશક્તિમાં પરિવર્તન લાવી શકશો. આર્થિક સંકળામણથી બચવા માટે તમારા બજેટને વળગી રહો. સાંજે બાળકો સાથે થોડો આનંદદાયક સમય વિતાવજો. ભૌતિક અસ્તિત્વનું હવે કોઈ મહત્વ નથી, કેમ કે તમે એકમેકને એકબીજાના પ્રેમમાં જ અનુભવો છો. આજે તમે જો પ્રવાસ કરવાના હો તો તમારે તમારી ભાષા અંગે વધારે તકેદારી રાખવાની જરૂર છે. તમારા ખરા જીવનસાથી સાથે હોવાની અનુભૂતિ કેવી હોય છે તે તમે આજે અનુભવશો. હા, તમારા જીવનસાથી ખરેખર અદભુત છે

ધન (ભ,ફ,ધ,ઢ) – યોગ્ય વ્યાયમ વડે તમારે તમારા વજન પર કાબૂ રાખવાની આવશ્યક્તા છે. તૈલી તથા મસાલાયુક્ત આહાર ટાળો. આજે નાણાં સંભાળવામાં તમને મુશ્કેલી પડશે-તમે વધુ પડતો ખર્ચ કરી બેસશો કાં તમારૂં વૉલૅટ ખોવાઈ જશે- બેદરકારીને કારણે કેટલુંત નુકસાન ચોક્કસ છે. પારિવારિક વાતાવરણ જાળવવા તથા તેને કલુષિત ન કરવા તમારે તમારા ગુસ્સા પર કાબૂ મેળવવાની જરૂર છે. પ્રેમ તથા રૉમાન્સ તમને ખુશખુશાલ મૂડમાં રાખશે. તમે જો પ્રવાસને લગતી કોઈ યોજના ઘડી હોય -તો તમારા સમયપત્રકમાં છેલ્લી ઘડીના ફેરફારને કારણે તે મુલત્વી રહેશે. કેટલાક લોકો માને છે કે લગ્નજીવન એટલે ઝધડા અને સેક્સ, પણ આજે બધું જ શાંત અને સૌમ્ય રહેશે.

મકર (ખ,જ) – તમારૂં માનસિક સ્વાસ્થ્ય જાળવો-આધ્યાત્મિક જીવન માટે તે પૂર્વશરત છે. મગજએ તમારા જીવનનું પ્રવેશદ્વાર છે કેમ કે સારૂં-ખરાબ બધું જ તેના વાટે તમારા મગજમાં પ્રવેશે છે. તે જીવનની સમસ્યાઓને ઉકેલવામાં મદદ કરે છે તથા વ્યક્તિના જીવનમાં જરૂરી એવો પ્રકાશ રેલાવે છે. તમામ જવાબદારીઓ તથા આર્થિક વ્યવહારો સાવચેતીપૂર્વક પાર પાડવા. ખોટા સમયે કશુંક ખોટું ન બાલોઈ જાય તેની તકેદારી રાખજો-તમે જેને ચાહો છો તેને ઠેસ ન પહોંચે તેની તકેદારી રાખજો. અંગત બાબતો અંકુશ હેઠળ રહેશે. તમારી વાતચીતમાં તમે જેવા છો એવા જ રહો કેમ કે તમે જે નથી એ દેખાડવાથી તમને કોઈ જ ફાયદો નહીં થાય. આજનો દિવસ તમારા જીવનની વસંત સમાન છે, રોમાન્સથી ભરપૂર અને એમાં માત્ર તમે અને તમારા જીવનસાથી.

કુંભ (ગ,શ,સ,ષ) –.દાંતનો દુખાવો અથવા પેટમાં ગરબડ તમારી માટે સમસ્યા સર્જી શકે છે. તરત રાહત મેળવવા માટે ફિઝિશિયનની સલાહ લો. ખર્ચ વધશે પણ આવકમાં થતો વધારો તમારા ખર્ચને પહોંચી વળશે. મહેમાનો તમારા ઘરની મુલાકાત લેશે જેને કારણે તમારો દિવસ સુંદર અને અદભુત બની જશે. પ્રેમમાં સંતાપ સહન કરવો પડે એવી શક્યતા નકારી શકાય નહીં. સાનુકૂળ ગ્રહો તમને આજે ખુશ થવાના અનેક કારણો આપશે. અણધાર્યા મહેમાનના આગમનથી તમારી યોજનાઓ પર પાણી ફરી વળી શકે છે, પણ તેનાથી તમારો દિવસ સુધરી જશે..

મીન (દ,ઝ,ચ,થ) -સ્વાસ્થ્યને લગતી સમસ્યાઓ આસપાસ જ છે-આથી નિયમિત કસરતને તમારો નિત્યક્રમ બનાવો અને વિશ્વાસ રાખો કે ઈલાજ કરતાં નિવારણ જ શ્રેષ્ઠ છે. આજે તમારી સામે રજૂ કરવામાં આવતી રોકાણ યોજનાઓ તરફ તમારે બેવાર જોઈ લેવું. બાળકો તથા તમારાથી ઓછો અનુભવ ધરાવતા લોકો સાથ તમારે ધીરજથી કામ લેવું પડશે. તમે તમારા ભાગીદાર પર પૂરતું ધ્યાન નહીં આપો તો તે તમારાથી નારાજ થઈ જશે. સાનુકૂળ ગ્રહો તમને આજે ખુશ થવાના અનેક કારણો આપશે. આજે કોઈ યોજના ઘડવા પહેલા જો તમે તમારા જીવનસાથીને નહીં પૂછો, તો તેનું ઊંધું પરિણામ આવી શકે છે

Latest Stories