જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ

જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ - Connect Gujarat
New Update

મેષ (અ,લ,ઇ) – ધ્યાન તથા સ્વયં-સમજ લાભદાયક પુરવાર થશે. આર્થિક સમસ્યાઓ રચનાત્મક રીતે વિચારવાની તમારી ક્ષમતાને હાનિ પહોંચાડશે. પારિવારિક જવાબદારીઓ પર તાકીદે ધ્યાન આપવાની જરૂર છે. તમારા તરફથી બેદરકારી મોંઘી સાબિત થઈ શકે છે. ચમારી પરિસ્થિતિ વિશે તમારા સાથીદારને સમજાવવામાં તમને ખૂબ મુશ્કેલી પડશે. કામના સ્થળે, તમે સારૂં પરિવર્તન અનુભવશો. તમારો સ્પર્ધાત્મક સ્વભાવ તમે જે પણ સ્પર્ધામાં ભાગ લેશો તેમાં તમને જીતવામાં મદદરૂપ થશે. વધારે પડતી અપેક્ષાઓ તમને આજે લગ્નજીવનમાં દુઃખ તરફ દોરી જાય એવી શક્યતા છે.

વૃષભ (બ,વ,ઉ) - આજે ધાર્મિક તથા આધ્યત્મિક બાબતોમાં રસ લેવા માટે પણ સારો દિવસ છે. આજે તમારે જમીન, રિયલ એસ્ટેટ અથવા સાંસ્કૃતિક પ્રૉજેક્ટ્સને લગતી બાબતો પર ધ્યાન આપવું જોઈએ. તમે સામજિક કાર્યક્રમ તથા મેળાવડાઓમાં સહભાગી થશો તો તમે તમારા મિત્રો તથા પરિચિતોની સંખ્યા વધારી શકશો. આજે તમને તમારા મિત્રની ગેરહાજરીમાં તેની સુવાસ વર્તાશે. કોઈપણ ભાગીદારીમાં જોડાતા પૂર્વે તમારી અંદરની લાગણીને સાંભળજો. વ્યપાર માટે હાથ ધરવામાં આવેલી મુસાફરી લાંબા ગાળે લાભદાયક પુરવાર થશે. આજે તમે અનુભવશો કે તમારા જીવનસાથીનો પ્રેમ તમને જીવનની પીડાઓ ભુલાવવામાં મદદરૂપ થાય છે.

મિથુન (ક,છ,ઘ) – મિત્ર સાથે તમારી ગેરસમજ કેટલાક અપ્રિય પ્રત્યાઘાતોને આમંત્રણ આપશે-કોઈ પણ નિર્ણય જોહેર કરતા પહેલા સંતુલિત મંતવ્ય મેળવો. કેટલાક લોકો માટે પ્રવાસ દોડધામભર્યો અને તાણયુક્ત પુરવાર થશે-પણ આર્થિક રીતે વળતર આપશે. અન્યો સાથે વાદ-વિવાદ તથા બોલાચાલી અને તેમનામાં અકારણ ભૂલો શોધવાનું ટાળો. તમારો કૉલ લંબાવીને તમે તમારા રૉમેન્ટિક ભાગીદારને ચીડવશો. આજે તમને કામના સ્થળે એ જાણવા મળી શકે છે કે જેને તમે તમારો દુશ્મન ગણતા હતા એ ખરેખર તો તમારો શુભચિંતક છે. તમને ગેરમાર્ગે દોરવાનો પ્રયાસ કરનાર અથવા તમને નુકસાન કરે એવી ખોટી માહિતી આપતી વ્યક્તિથી ચેતતા રહેજો. તમારા જીવનસાથીના કારણ વગરના બબડાટને કારણે તમે ચીડાશો, પણ તે તમારી માટે કશુંક અદભુત કરશે.

કર્ક (ડ,હ) – સફળતા હાથવેંતમાં હોવા છતાં શક્તિનો ક્ષય થતો લાગશે. લાંબા-ગાળાના દૃષ્ટિકોણથી રોકાણ કરવું જરૂરી. તમે જેની દરકાર કરો છો એવી કોઈક નિકટની વ્યક્તિ સાથે સંવાદનો અભાવ આજે તમને હતાશ કરી મુકશે. પ્રેમ પ્રકરણમાં તમારી જીભને વશમાં રાખો, કેમ કે તેનાથી તમે મુશ્કેલીમાં મુકાઈ શકો છો. આજનો દિવસ મુશ્કેલ રહેશે, પણ ધીરજ અને શાંતિ તમને દરેક અંતરાય પર વિજય મેળવી આપવા સક્ષમ છે. સંવાદ સાધવાની તમારી કળા પ્રભાવિત કરનારી રહેશે. લાગે છે કે તમારા જીવનસાથી આજે ખરાબ મૂડમાં છે.

સિંહ (મ,ટ) – સ્વાસ્થ્યની દૃષ્ટિએ સારો દિવસ. તમારી ખુશખુશાલ મનઃસ્થિતિ તમને ઈચ્છિત ટૉનિક આપશે તથા તમને આત્મવિશ્વાસથી સભર રાખશે. સંયુક્ત સાહસો તથા શંકાસ્પદ આર્થિક યોજનાઓમાં રોકાણ કરતા નહીં. વધુ પડતો મૈત્રીપૂર્ણ વ્યવહાર ધરાવતા અજાણ્યા લોકોથી યોગ્ય અંતર રાખો. પ્રેમ જીવનમાં સારો વળાંક આવશે કેમ કે તમે સારો સંબંધ વિકસાવશો. આજે તમારો બૉસ ખૂહ જ ખરાબ મિજાજ સાથે ઑફિસમાં આવે એવી શક્યતા છે, જેની સાથે પનારો પાડવો તમારી માટે મુશ્કેલ બની શકે છે. પ્રવાસ કરવા માટે બહુ સારો દિવસ નથી. તમે તમારા જીવનસાથી સાથે આજે ફરી જૂના સુંદર અને રોમેન્ટિક દિવસોને માણશો..

કન્યા (પ,ઠ,ણ) – તમારી લાગણીઓ પર અંકુશ રાખવું તમને મુશ્કેલ લાગશે-તમારૂં અસામાન્ય વર્તન તમારી આસપાસના લોકોને મૂંઝવી નાખશે તથા તમને હતોત્સાહી કરી મુકશે. આજ માટે તમારો સફળતા મંત્ર હોવો જોઈએ-તમારા નાણા એવા લોકોની સલાહ મુજબ રોકવા જોઈએ જેઓ કશુંક નવું કરવામાં માને છે તથા સારા અનુભવોને યાદ રાખો. નવજાત શિશુની માંદગી તમને વ્યસ્ત રાખશે. તમારે તેના પર તરત ધ્યાન આપવાની જરૂર પડશે. યોગ્ય સલાહ લેજો કેમ કે તમારી બાજુએ જરાક પણ બેદરકારી સમસ્યાને વકરાવી શકે છે. અંગત માર્ગદર્શન તમારા સંબંધોને સુધારશે. આજે કરાયેલા સંયુક્ત સાહસો આગળ જતાં લાભદાયક પુરવાર થશે, પણ માતા-પિતા તરફથી આ બાબતે તમારે મોટા વિરોધનો સામનો કરવા પડશે. સારી તથા હચમચાવનારી ઘટનાઓનો દિવસ જે તમને મૂંઝાયેલા અને થાકેલા કરી મૂકશે. આજે તમારા માતા-પિતા તમારા જીવનસાથીને કોઈક ખરેખર અદભુત આશીર્વાદ આપશે, જે આગળ જતાં તમારા લગ્નજીવનને નીખારશે.

તુલા (ર,ત) – તમારી આસપાસનો લોકોનો સહકાર મળવાથઈ તમે ખુશ થશો. મનોરંજન તથા લક્ઝરી પર વધુ પડતો ખર્ચ ન કરશો. બાળકના અભ્યાસ વિશે ચિંતા કરવાની જરૂર નથી. આ ક્ષણે તમે કેટલીક સમસ્યાઓનો સામનો કરી રહ્યા છો પણ આ બધું ક્ષણિક છે અને સમય સાથે દૂર થઈ જશે. સાવધાન રહેજો કેમ કે આજે પ્રેમમાં પડવું એ તમારી માટે અપવિત્ર બાબત બની શકે છે. આનંદ-પ્રમોદ તથા મનોરંજન માટે સારો દિવસ, પણ જો તમે કામ કરી રહ્યો હો તો તમારે બિઝનેસને લગતા સોદાઓમાં સાવચેતી રાખજો. પ્રવાસને કારણે તમે નવા સ્થળો જોઈ શકશો તથા મહત્વના લોકો ને મળી શકશો. આજે તમે અથવા તમારા જીવનસાથી પલંગમાં ઈજાગ્રસ્ત થઈ શકો છો, આથી એકમેક સાથે નજાકતથી વર્તજો.

વૃશ્વિક (ન,ય) – જીવન પ્રત્યેનો ગંભીર અભિગમ ટાળો. રોકાણ કરવા માટે તથા સટ્ટામાં પડવા માટે દિવસ સારો નથી. તમે જેને ઓળખો છો એવી કોઈ વ્યક્તિ આર્થિક બાબતને લઈને વધુ પડતી પ્રતિક્રિયા આપશે, જેને કારણે ઘરમાં બેચેનીનું વાતાવરણ જામશે. તમારો સનાતન પ્રેમ તમારા પ્રિયપાત્ર માટે નદી સમાન છો. આજે જો તમે સોશિયલ મિડિયાનો ઉપયોગ નહીં ટાળો તો તમારાથી કોઈ ગોટાળો કે ભૂલ થવાની શક્યતા છે. તમારા છૂપા શત્રુઓ તમારા વિશે અફવાઓ ફેલાવવા માટે ઉત્કંઠ હશે. તમે અને તમારા જીવનસાથી આજે તમારા લગ્નજીવનની શ્રેષ્ઠતમ ક્ષણ સર્જશો.

ધન (ભ,ફ,ધ,ઢ) – એવો દિવસ જ્યારે તમે આરામ કરી શકશો. તમારા શરીરને તેલથી માલિશ કરો અને તમારા સ્નાયુઓને આરામ આપો. ઉતાવળમાં મૂડીરોકણને લગતા નિર્ણયો લેતા નહીં- દરેક શક્ય બાજુથી તમે રોકાણ અંગે ચકાસણી નહીં કરો તો નુકસાન થવું ચોક્કસ છે. બાહ્ય પ્રવૃત્તિઓમાં વધારે પડતી ભાગીદારી તમારા માતા-પિતાના ગુસ્સાને આમંત્રણ આપી શકે છે. કારકિર્દીનું આયોજન કરવું એ બાબત પણ રમત જેટલી જ મહત્વની છે. તમારા માતા-પિતાને ખુશ રાખવા માટે આ બંને વચ્ચે સંતુલન જાળવો. આજે તમારૂં પ્રેમ જીવન તમને આશીર્વાદ આપી રહ્યું છે. તમારી યોજનાઓને વળગી રહેવા તમારા ભાગીદારોને સમજાવવામાં તમને મુશ્કેલી પડશે. આજે અનેક બાબતો ઊભી થશે-જેના પર તમારે તાત્કાલિક ધ્યાન આપવું પડશે. તમારા અને તમારા જીવનસાથી વચ્ચે ચોક્કસ જ વિશ્વાસનો અભાવ સર્જાશે. તેને કારણે લગ્નજીવનમાં તાણ સર્જાશે.

મકર (ખ,જ) – શારીરિક માંદગીમાંથી સાજા થવાની શક્યતા છે, જે તમને રમતગમતની સ્પર્ધામાં ભાગ લેવામાં મદદરૂપ થશે. તમારો ખર્ચ તમારા બજેટની બહાર જતો રહેશે જેને કારણે તમારા કેટલાક ચાલી રહેલા પ્રૉજેક્ટ્સ અણધારી રીતે થંભી જશે. સંબંધીઓ સાથે વિતાવેલો સમય તમારા લાભમાં રહેશે. પ્રેમ એ તમારા પ્રિયપાત્ર સાથે અનુભવવાની તથા શૅર કરવાની લાગણી છે. કામના સંદર્ભમાં આજનો દિવસ ખૂબ જ સરસ વીતે એવું જણાય છે. પ્રવાસ કરવા માટે બહુ સારો દિવસ નથી. આજની સાંજ તમારા જીવનસાથી સાથે તમારા જીવનની સૌથી યાદગાર સાંજ બની રહેશે.

કુંભ (ગ,શ,સ,ષ) – તમારા આહારની યોગ્ય તકેદારી રાખવી ખાસ કરીને માઈગ્રેનના દરદીઓએ જેમણે તેમનું ભોજન મિસ ન કરવું જોઈએ કેમ કે એવું કરવાથી તેમના પર લાગણી સંબંધિત તાણ બિનજરૂરી રીતે આવી શકે છે. તમે પ્રવાસ કરવાના તથા ખર્ચ કરવાના મૂડમાં હશો-પણ તમે જો એવું કરસો તો તમે પછીથી દિલગીરી અનુભવશો. તમારો થોડો સમય અન્યોને આપવા માટે સારો દિવસ. પ્રિયપાત્રની નફરત છતાં તમારે તમારો પ્રેમ દેખાડવો જોઈએ. કામના સ્થળે, તમે સારૂં પરિવર્તન અનુભવશો. ઝળહળતો અને ખડખડાટ હાસ્યથી ભરેલો દિવસ જ્યારે મોટા ભાગની ઘટનાઓ તમારી ધારણા મુજબ આકાર લેશે. તમારા જીવનસાથી આજે પોતાના કામમાં વધુ પડતા ખોવાઇ જશે, આ બાબત તમને ખરેખર ખૂબ જ નારાજ કરી મુકશે

મીન (દ,ઝ,ચ,થ) - તમારૂં વ્યક્તિત્વ આજે અત્તરની જેવું કામ કરશે. આર્થિક બાબતોમાં ચોક્કસ સુધારો થશે-પણ તેની સાથે જ ખર્ચમાં પણ વધારો થશે. સામાજિક પ્રવૃત્તિઓ આનંદનું માધ્યમ છે પણ તમારે તમારાર રહસ્યો અન્યો સાથએ શૅર કરવાનું ટાળવું જોઈએ. તમારા પ્રેમ પ્રકરણ વિશે જાહેરમાં ઢંઢેરો પીટતા નહીં. રચનાત્મક પ્રકારના કામો સાથે સંકળાઓ. તમારો અભિપ્રાય પૂછાય ત્યારે શરમાતા નહીં-કેમ કે તમારા અભિપ્રાય માટે તમારા ખાસ્સા વખાણ થવાના છે. કોઈક વ્યક્તિ તમારા જીવનસાથીમાં વધારે પડતો રસ લેશે, પણ દિવસના અંતે તમને સમજાશે કે કશું જ ખોટું નથી થઈ રહ્યું.

#રાશિ ભવિષ્ય
Here are a few more articles:
Read the Next Article