જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ

જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ - Connect Gujarat
New Update

મેષ (અ,લ,ઇ) – ધ્યાન તથા યોગ આધ્યાત્મિક તથા શારીરિક લાભ માટે ઉપયોગી સાબિત થશે. તમારા મૂડીરોકાણ તથા ભાવિ ધ્યેયો વિશે ગુપ્તતા જાળવો. ઘરમાં કોઈપણ પ્રકારના ફેરફાર કરતા પૂર્વે તમારા વડીલોના સલાહ-સૂચન લો અન્યથા તેનાથી ગુસ્સો તથા નારાજગીને આમંત્રણ મળશે. પ્રેમ પ્રવાસ મધુર પણ ટૂંકી આવરદાનો. સહકર્મચારીઓ સાથે કામ પાર પાડતી વખતે કુનેહની જરૂર પડશે. કાયદાકીય સલાહ મેળવવા માટે વકીલની મુલાકાત લેવા માટે સારો દિવસ. જીવનસાથીને એચાનક આવી પડેલા કામને કારણે તમારા દિવસની યોજનાઓમાં ખલેલ પહોંચી શકે છે, પણ અંતે તમને સમજાશે કે જે કંઈ પણ થયું છે તે સારા માટે જ થયું છે.

વૃષભ (બ,વ,ઉ) - માનસિક શાંતિ માટે તમારા ટૅન્શનનો ઉકેલ લાવો. નાણાં તમારા હાથમાંથી આસાનીથી સરી જવા છતાં-તમારા શુકનવંતા ગ્રહો નાણાં પ્રવાહ જાળવી રાખશે. મિત્રો સાથે સાંજ મોજ-મજા માટે તથા રજાઓના આયોજન માટે સારી રહેશે. પ્રિયપાત્ર સાથે બહાર જવાનો પ્રૉગ્રામ નિષ્ફળ જવાની શક્યતા છે. કોઈ નવો પ્રૉજેક્ટ હાથમાં લેતા પહેલા બે વાર વિચારજો. તમારો દેખાવ સુધારે એવા ફેરફાર કરો તથા ભાવિ ભાગીદારોને આકર્ષો. ગેરસમજના ખરાબ ચતબક્કા બાદ, આજનો દિવસ સાંજે તમને તમારા જીવનસાથી તરફથી પ્રેમના આશીર્વાદ આપશે.

મિથુન (ક,છ,ઘ) – સ્વાસ્થયની સંભાળ લો અને પરિસ્થિતિને થાળે પાડો. કેટલાક બાકી રહેલા મુદ્દા વધુ ઘેરા બનશે તથા ખર્ચનો મુદ્દો તમારા મગજમાં ઘુમરાયા કરશે. બાળકો સાથે તમારો કઠોર વ્યવહાર તેમને નારાજ કરશે.તમારે તમારી જાત પર કાબૂ રાખવાની તથા યાદ રાખવાની જરૂર છે કે આ બાબત તમારી વચ્ચે અંતરાયો જ ઊભા કરશે. તમે પ્રેમમાં ધીમે પણ એકધારા બળશો. તમે જે નથી કરવાના એ કામ કરવાની ફરજ અન્યોને ન પાડતા. તમારા વાણી અને વર્તન અંગે દરકાર રાખો કેમ કે તમે કશુંક ભ્રામક કરશો તો સત્તામાંના લોકો એ અંગે બહુ સમજદારી નહીં દાખવે. તમારી જીવનસંગિનીને નિયમિત ધોરણે સરપ્રાઈઝ આપો, અન્યથા તેને લાગશે કે તમારા જીવનમાં તેનું કોઈ મહત્વ જ નથી.

કર્ક (ડ,હ) – તમારા પરિવાર માટે તમે તમારી ખુશીનું બલિદાન આપશો. પણ તમારૂં બલિદાન કોઈક હિત કે અપેક્ષાથી પર હોવું જોઈએ. કેટલાક લોકો માટે પ્રવાસ દોડધામભર્યો અને તાણયુક્ત પુરવાર થશે-પણ આર્થિક રીતે વળતર આપશે. અણધારી જવાબદારીઓ આજના દિવસની તમારી યોજનાઓને ખોરવી નાખશે-આજે તમે તમારી જાતને અન્યો માટે વધારે અને પોતાની માટે ઓછું કામ કરતા જોશો. તમારા પ્રિયપાત્રમાં શું કમીઓ છે તે શોધવામાં તમારો સમય બરબાદ ન કરતા. સંયુક્ત સાહસ તથા ભાગીદારીથી દૂર રહો. તમારાં જમા પાસાં તથા ભાવિ યોજનાઓનું પુનરાવલોકન કરવાનો સમય. તમે જો તમારા જીવનસાથી પર ગુસ્સે થશો તો તમને ઝડપી પ્રતિક્રિયા મળશે. આથી, નિયંત્રણમાં રહેજો.

સિંહ (મ,ટ) – સાંજે તમારા જીવનસાથી સાથે સિનેમાઘરમાં ફિલ્મ અથવા ડીનર તમને નિરાંતવા તથા અદભુત મૂડમાં લાવી મુકશે. વધુ પડતો ખર્ચ કરાવાનું ટાળો તથા શંકાસ્પદ આર્થિક સ્કીમ્સથી દૂર રહો. બાળકો તેમની સિદ્ધિ દ્વ્રારા તમને ગર્વની અનુભૂતિ કરાવશે. ભૌતિક અસ્તિત્વનું હવે કોઈ મહત્વ નથી, કેમ કે તમે એકમેકને એકબીજાના પ્રેમમાં જ અનુભવો છો. તમારા બૉસ નોંધ લે એ પૂર્વે બાકી રહેલા કાયર્યો પૂરાં કરો. આજે તમે જો પ્રવાસ કરવાના હો તો તમારે તમારી ભાષા અંગે વધારે તકેદારી રાખવાની જરૂર છે. લગ્ન સ્વર્ગમાં નક્કી થાય છે, તમારા જીવનસાથી આજે તમને આ બાબતનો પુરાવો આપશે.

કન્યા (પ,ઠ,ણ) – તમારા પરિવારના હિતોની વિરૂદ્ધ હોય એવું કોઈ પગલું ન લેતા. તમે તેમના મંતવ્યો સાથે સહમત ન પણ થતાં હો, પણ તમારૂં વર્તન ગંભીર સમસ્યા સર્જી શકે છે. તમારે તમારી યોજનાઓ એ રીતે અમલમાં મૂકો જેથી તે અન્યો માટે માર્ગદર્શક પ્રકાશ બની શકે. આગળ જતાં જેનું મૂલ્ય વધવાનું છે એવી ચીજ ખરીદવા માટે શ્રેષ્ઠ દિવસ. ઘરને લગતા કેટલાક મુદ્દાઓ પર તરત ધ્યયાન આપવાની જરૂર છે. એકતરફી પ્રેમ તમને નિરાશ કરશે. કારકિર્દીના સારી તક માટે કરાયેલી મુસાફરી કદાચ સાકાર થશે. આવું કરવા પૂર્વે તમારા માતા-પિતાની પરવાનગી લેજો, અન્યથા તેઓ પછીથી આ બાબતને વિરોધ કરી શકે છે. તમારી પ્રતિષ્ઠાને હાનિ પહોંચાડે તેવા લોકો સાથે જોડાવાનું ટાળો. જો તમે મગજ શાંત નહીં રાખો તો, આજે તમે તમારા લગ્નજીવનમાં ખરેખર કશુંક ખોટું કરી નાખશો.

તુલા (ર,ત) – રમતગમત તથા અન્ય આઉટડૉર પ્રવૃત્તિઓમાં ભાગ લેવાથી તમે તમારી ખોવાયેલી શક્તિ ભેગી કરવામાં તમને મદદ મળશે. દિવસમાં મોડેથી નાણાકીય સ્થિતિ સુધરશે. બાળકો કેટલાક રોમાંચક સમાચાર લાવી શકે છે. પ્રેમમાં ઉતાવળિયું પગલું લેવાનું ટાળવું. રચનાત્મક પ્રકારના કામો સાથે સંકળાઓ. સારી તથા હચમચાવનારી ઘટનાઓનો દિવસ જે તમને મૂંઝાયેલા અને થાકેલા કરી મૂકશે. આડોશ-પાડોશમાંથી સાંભળેલી કોઈક બાબતને લઈને તમારા જીવનસાથી આજે તમારી સાથે લડી શકે છે.

વૃશ્વિક (ન,ય) – લાંબી મુસાફરી ટાળજો કેમ કે મુસાફરી માટે તમે ખૂબ નબળા છો. થોડા વધુ નાણાં બનાવવા માટે તમારા નાવિન્યસભર વિચારોનો ઉપયોગ કરો. પારિવારિક મોરચો ખુશખુશાલ તથા સરળ નથી લાગતો. કેટલાક માટે નવો રૉમાન્સ ચોક્કસ જણાય છે-તમારો પ્રેમ તમારા જીવનને ખીલવશે. રચનાત્મક ક્ષેત્ર સાથે સંકળાયેલા લોકો માટે સફળતાભર્યો દિવસ કેમ કે લાંબા સમયથી જેની વાટ જોવાતી હતી તે નામના તથા સ્વીકૃતિ તેમને મળશે. ઘરમાં વિધી-હવન-મંગળ સંસ્કાર કરાવશો. તમારા લગ્નજીવનમાં આજનો દિવસ વિશિષ્ટ છે, આજે તમને કશુંક ખરેખર અસાધારણ અનુભવવા મળશે.

ધન (ભ,ફ,ધ,ઢ) – કામનું દબાણ તથા ઘરમાં તકલીફ તાણ લાવી શકે છે. આજે તમારી સામે રજૂ કરવામાં આવતી રોકાણ યોજનાઓ તરફ તમારે બેવાર જોઈ લેવું. મિત્રો તથા પરિવારના સભ્યો તમારો મોટાભાગનો સમય લેશે. ભૂતકાળની ખુશખુશાલ યાદો તમને વ્યસ્ત રાખશે. આજનો દિવસ તમારી ધીરજની કસોટી કરે એવી શક્યતા છે, કામના સ્થળે આજે ધીરજ ખોતા નહીં. એવા ઉતાવળા નિર્ણય લેતા નહીં, જેનાથી જીવનમાં આગળ જતાં તમને તેના વિશે અફસોસ થાય. તમારો કોઈક જૂનો મિત્ર કદાચ આવશે અને તમારા જીવનસાથી સાથેની જૂની યાદગાર ક્ષણો વિશે તમને યાદ કરાવશે.

મકર (ખ,જ) – ઝળહળતો અને ખડખડાટ હાસ્યથી ભરેલો દિવસ જ્યારે મોટા ભાગની ઘટનાઓ તમારી ધારણા મુજબ આકાર લેશે. બિનજરૂરૂ નુકસાન ટાળવા મૂડીરોકાણને લગતા તમામ નિર્ણયો સાવચેતીપૂર્વક તથા યોગ્ય સલાહ સાથે લેવા. પરિવારના સભ્યોની લાગણીને દુભાવવી ન હોય તો તમારા ગુસ્સા પર કાબૂ રાખજો. એ સાથે જ યાદ રાખો કે ગુસ્સો એ ટૂંકા ગાળાનું ગાંડપણ છે , જે તમને કેટલીક ગંભીર ભૂલો કરવાની ફરજ પાડી શકે છે. આજે તમને જાણ થશે કે તમારા સાથીનો પ્રેમ તમારી માટે સદાય ઊંડી ભાવના ધરાવતી લાગણી છે. મુશ્કેલ જણાતા મુદ્દાઓમાંથી સુપેરે બહાર પડવા તમારે તમારા સંપર્કોનો ઉપયોગ કરવાની જરૂર છે. આજે તમે જો પ્રવાસ કરવાના હો તો તમારે તમારી ભાષા અંગે વધારે તકેદારી રાખવાની જરૂર છે. ઝઘડાની પરંપરા સર્જાશે જેને કારણે તમને સંબંધ તોડી નાખવાનું મન થશે- આમ છતાં, સરળતાથી મેદાન છોડીને ભાગી ન જતા.

કુંભ (,શ,સ,ષ) :- વધારે પડતો પ્રવાસ તમને ઝનૂન પર લાવી મુકશે. ખર્ચ પર અંકુશ મૂકો અને આજે તમારા ખર્ચમાં વધુ પડતા ઉડાઉ થવાનું ટાળો. તમારો ફાજલ સમય ઘરના સુશોભિકરણ પાછળ લગાડો. તમારો પરિવાર ખરેખર આ બાબતની સરાહના કરશે. આજે તમારા પ્રેમી કે પ્રેમિકાને તમારી સામે બિનજરૂરી માગણીઓ મુકવા ન દેતા. સહકર્મચારીઓ સાથે કામ પાર પાડતી વખતે કુનેહની જરૂર પડશે. પ્રવાસ તથા શિક્ષણને લગતો ધંધો તમારી જાગરૂકતા વધારશે. તમારા જીવનસાથી સાથેની તકરારને કારણે તમને લાગણીના તબક્કે કદાચ એવું લાગશે કે લગ્નનું બંધન નબળું પડી ગયું છે.

મીન (દ,ઝ,ચ,થ) - મિત્ર દ્વારા જ્યોતિષ માર્ગદર્શન તમારૂં સ્વાસ્થ્ય સુધારવા માટે તમને પ્રોત્સાહિત કરશે. અન્યો પર વધુ પડતો ખર્ચ કરશો એવી શક્યતા છે. અન્યો સાથે વાદ-વિવાદ તથા બોલાચાલી અને તેમનામાં અકારણ ભૂલો શોધવાનું ટાળો. તમારૂં ધૂંધળું જીવન તમારા જીવનસાથીને ટૅન્શન આપશે. તમે આજે તમારી કંપનીને કોઈ મોટું નુકસાન પહોંચાડો એવું જણાય છે, સાવચેતી રાખજો. તમારે યાદ રાખવાની જરૂર છે કે ઈશ્વર એની જ મદદ કરે છે જે પોતાની મદદ કરે છે. આજે મુશ્કેલ પરિસ્થિતિમાં તમને ટેકો આપવામાં તમારા જીવનસાથી ખાસ રસ નહીં દેખાડે.

#રાશિ ભવિષ્ય
Here are a few more articles:
Read the Next Article