જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ

જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ - Connect Gujarat
New Update

મેષ (અ,લ,ઇ) – તમને તમારી જાત માટે સારી લાગણી થાય એવી બાબતો કરવા માટે અદભુત દિવસ. કેટલાક લોકો માટે પ્રવાસ દોડધામભર્યો અને તાણયુક્ત પુરવાર થશે-પણ આર્થિક રીતે વળતર આપશે. તમારે નિરાંત અનુભવવાની તથા નિકટના મિત્રો અને પરિવારના સભ્યો વચ્ચે ખુશી શોધવાની જરૂર છે. પ્રેમમાં આજે તમારી વિવેકાધીન બુધ્ધિનો ઉપયોગ કરો. કામના સ્થળે તમે આજે ખાસ હોવાની અનુભૂતિ કરશો. તમારામાંના પ્રચંડ આત્મવિશ્વાસનો લાભ લો અને બહાર નીકળીને નવા સંપર્કો તથા મિત્રો બનાવો. વિવાદો અથવા ઑફિસમાંનું રાજકારણ, તમે આજે દરેક બાબત પર તમારૂં વર્ચસ્વ ધરાવશો.

વૃષભ (બ,વ,ઉ) - તાણથી મુક્ત થવા માટે તમારો કીમતી સમય તમારા બાળકો સાથે વિતાવો. બાળકોમાં રહેલી ઈલાજની શક્તિની અનુભૂતિ તમને થશે. કેમ કે તેઓ આ પૃથ્વી પરના સૌથી આધ્યાત્મિક અને સંવેદનશીલ વ્યક્તિઓમાં છે. તમને જાતે જ લાગશે કે તમારામાં શક્તિનો સંચાર થયો છે. તમારી રચનાત્મક પ્રતિભાનો યોગ્ય ઉપયોગ લેવાશે તો તે ખૂબ જ આકષર્ષક સાબિત થશે. તમે જો પાર્ટી કરવાની યોજના ઘડી રહ્યા હો તો તમારા ખાસ મિત્રને જરૂર આમંત્રણ આપજો-એવા ઘણા લોકો હશે જે તમારો ઉત્સાહ વધારશે. પ્રેમ એ ઈન્દ્રિઓની મર્યાદા બહારની બાબત છે, પણ આજે તમારી ઈન્દ્રિઓ પ્રેમના અતિઆનંદની અનુભૂતિ કરશે. વ્યાવસાયિક મોરચે જવાબદારીમાં વધારો થવાની શક્યતા છે. અંગત અને ગોપનીય હોય તેવી માહિતી કોઈને જણાવતા નહીં. તમારા લગ્નજીવનની બાબતમાં પરિસ્થિતિ આજે ખરેખર સુંદર જણાઈ રહી છે.

મિથુન (ક,છ,ઘ) – રચનાત્મક શોખ તમને નિરાંતવા રાખશે. ઉતાવળમાં મૂડીરોકણને લગતા નિર્ણયો લેતા નહીં- દરેક શક્ય બાજુથી તમે રોકાણ અંગે ચકાસણી નહીં કરો તો નુકસાન થવું ચોક્કસ છે. દિવસને અદભુત બનાવવા માટે પરિવારના સભ્યો તથા નિકટના મિત્રો સાથે ભેગા મળી મેળાવડો યોજો. એકાએક થયેલો રૉમેન્ટક મેળાપ તમને મૂંઝવી નાખશે. તમારી જાતને અભિવ્યક્ત કરવા માટે પણ આ સારો દિવસ છે-તથા રચનાત્મક પ્રકૃતિના પ્રકલ્પો પર કામ કરો. તમને જો કોઈ દલીલબાજીમાં ખેંચવામાં આવે તો કોઈ કઠોર ટીકા કે ટિપ્પણી તમે ન કરો એની સાવચેતી રાખજો. તમારા જીવનસાથી તમારી આજે વધુ પડતી દરકાર લેશે અને તમને ખાસ હોવાની અનુભૂતિ કરાવશે.

કર્ક (ડ,હ) – સ્વાસ્થયની સંભાળ લો અને પરિસ્થિતિને થાળે પાડો. આજે તમે સારૂં એવું ધન કમાશો-પણ ખર્ચમાં વધારાને કારણે બચત કરવામાં તમને મુશ્કેલી પડશે. દૂરના સ્થળેથી કોઈ સંબંધી તમારો સંપર્ક કરી શકે છે. અન્યોની દખલ ઘર્ષણ પેદા કરશે. આજે શરૂઆતથી અંત સુધી કામના સ્થળે તમને સતત ર્સ્ફૂતિનો અનુભવ થાય એવો આ દિવસ છે. સામાજિક તથા ધાર્મિક કાર્યક્રમો માટે અદભુત દિવસ. તમારા જીવનસાથી તમારા સ્વાસ્થ્ય પ્રત્યે બેદરકાર બને એવી શક્યતા છે.

સિંહ (મ,ટ) – આજે તમારી જાતને વધારે પડતી તાણશો નહીં-તમારા શરીરની પ્રતિકાર શક્તિ ઓછી લાગે છે અને તમને ચોકાકસપણે આરામની જરૂર છે. ઝડપથી નાણાં કમાઈ લેવાની ઈચ્છા તમે ધરાવશો. તમારા જીવનસાથીની તબિયત ચિંતાનું કારણ બની શકે છે તથા તબીબી મદદની જરૂર પડશે. પોતાના પ્રિયપાત્ર સાથે નાનકડું વૅકેશન માણી રહેલાઓ માટે આ સમયગાળો ખાસ્સો યાદગાર બની રહેશે. કામના સ્થળે આજે પરિસ્થિતિ તમારી તરફેણમાં જણાય છે. સારી તથા હચમચાવનારી ઘટનાઓનો દિવસ જે તમને મૂંઝાયેલા અને થાકેલા કરી મૂકશે. તમારા જીવનસાથી આજે તમારી માટે કશુંક ખરેખર ખાસ કરશે.

કન્યા (પ,ઠ,ણ) – લાંબા ગાળાની બીમારીમાંથી તમે સાજા થશો. પણ સ્વાર્થી તથા ઝટ ગુસ્સે થઈ જાય એવી વ્યક્તિને ટાળજો કેમ કે એ તમારી તાણ વધારી શકે છે-જ તમારી સમસ્યાને ઓર વકરાવી શકે છે. વધારાનાં નાણાં રિયલ એસ્ટેટમાં રોકજો. આજે જો તમે કોઈને સલાહ આપશો-તો તે મેળવવા માટેની તૈયારી પણ રાખજો. પ્રિયપાત્ર સાથે બહાર જવાનો પ્રૉગ્રામ નિષ્ફળ જવાની શક્યતા છે. કામના સ્થળે, તમે સારૂં પરિવર્તન અનુભવશો. ચોખ્ખાઈ અને સામાજિક કાર્યો આજે તમને આકર્ષશે-તમે જો તમારો સમય કોઈ સારા કાર્ય માટે ફાળવશો તો તમે બહુ મોટું પરિવર્તન લાવી શકો છો. લગ્નજીવનમાં મુશ્કેલ તબક્કા બાદ આજનો દિવસ તમને થોડી રાહત પૂરી પાડશે.

તુલા (ર,ત) – બાળક જેવો તમારો સ્વભાવ સપાટી પર આવશે તથા તમે આનંદના મિજાજમાં હશો. તમારા ખર્ચમાં વધારો થશે જે તમારા મગજને સંતાપ આપશે. સંબંધીઓ તથા મિત્રો તરફથી અણધારી ભેટ અને સોગાદો. તમારા પ્રિયપાત્રની બાહોંમાં તમને આરામ મળશે. તમારા અભિગમમાં ઈમાનદાર અને ચોકસાઈભર્યા રહો-તમારી પ્રતિબદ્ધતાની નોંધ લેવાશે તથા એ સાથે તમારી આવડતની પણ નોંધ લેવાશે. અપાર રચનાત્મકતા અને ઉત્સાહ તમને વધુ એક લાભકારક દિવસ તરફ દોરી જશે. તમારા જીવનસાથી આજે તમને તેમની સારી બાજુ બતાવશે.

વૃશ્વિક (ન,ય) – તમારું ઝડપી પગલું તમને પ્રેરિત કરશે. સફળતા મેળવવા માટે-સમય સાથે તમારા વિચારો બદલો. આ બાબત તમારા દૃષ્ટિકોણને વ્યાપક બનાવશે- તમારા વ્યકતિત્વને સુધારશે તથા તમારા મગજને સમૃદ્ધ બનાવશે. લાંબા-ગાળાના દૃષ્ટિકોણથી રોકાણ કરવું જરૂરી. મિત્રોનો સાથ રાહત આપશે. પ્રેમની લાગણી નીચી રહેવાની શક્યતા છે. તમારી જાતને છેતરપિંડીથી બચાવવા માટે બિઝનેસ પર ચાંપતી નજર રાખો. આજે સામાજિક મિલન -મુલાકાતો તથા તમને સૌથી વધુ કરવી ગમે તેવી બાબતો કરવા માટે તમારી પાસે ફાજલ સમય હશે. લાગે છે કે તમારા જીવનસાથી આજે ખરાબ મૂડમાં છે.

ધન (ભ,ફ,ધ,ઢ) – અન્યો વિરૂદ્ધ વેરઝેરની ભાવના પોષવાથી તમને માનસિક તાણ મળશે. તમારે આવા વિચારો ટાળવા જોઈએ કેમ કે તેઓ જીવન બગાડનારા તથા તમારી ક્ષમતાનો નાશ કરનારા હોય છે. અન્યોને પ્રભાવિત કરવા વધુ પડતો ખર્ચ ન કરી નાખતા. તમારી ઉડાઉ જીવનશૈલી ઘરમાં તણાવનું કારણ બનશે, આથી રાત્રે મોડા સુધી બહાર રહેવાનું તથા અન્યો પર ખર્ચ કરવાનું ટાળો. તમારો ખાસ મિત્ર તમારા આંસું લૂંછશે. નાના અંતરાયો સાથે-આજનો દિવસ મોટી સિદ્ધિઓનો લાગે છે- એવા સહકર્મચારીઓ પર ધ્યાન આપજો જેમને જે જોઈએ છે તે નહીં મળે તો તેઓ પોતાની મુનસફી પ્રમાણે વર્તવાની ટેવ ધરાવતા હોય. આજે જો તમે ખરીદી માટે જશો તો તમે પોતાની માટે સારૂં ડ્રેસ મટિરિયલ ખરીદશો. આજનો દિવસ પાગલ કરી મુકે એવો છે, તમરા જીવનસાથી સાથે પ્રેમ અને રોમાન્સના શ્રેષ્ઠતમ તબક્કાનો અનુભવ કરશો.

મકર (ખ,જ) – પરિવારના તબીબી ખર્ચમાં વધરાની શક્યતા નકારી શકાય નહીં. ધંધામાં ઉધાર માગવાના ઈરાદે તમારો સંપર્ક કરનારાઓની અવગણના કરો. તમારી મોહિની તથા વ્યક્તિત્વ તમને નવા મિત્રો બનાવવામાં મદદ કરશે. સાચા અને ઉદાર પ્રેમ માટે તમને વળતર મળવાની શક્યતા છે. તમને આજે પ્રેમની સુંદર ચોકલેટના સ્વાદ માણવા મળશે. સારી તથા હચમચાવનારી ઘટનાઓનો દિવસ જે તમને મૂંઝાયેલા અને થાકેલા કરી મૂકશે. લગ્નજીવનને સારૂં બનાવવાના તમારા પ્રયાસોઆજે તમારી અપેક્ષા કરતાં સારાં પરિણામ દેખાડશે.

કુંભ (,શ,સ,ષ) :- મુશ્કેલીઓ પર નિવાસ કરવાની તથા તેને એનેકગણી વધારવાની તમારી ટેવ તમારા નૈતિક તંતુને નબળો પાડી શકે છે. તમારી ઈચ્છાઓ પૂર્ણ થશે કેમ કે આશીર્વાદ અને સારૂં ભાગ્ય તમારી તરફ આવી રહ્યું છે-તથા અરાઉના દિવસની સખત મહેનત પણ રંગ લાવી રહી છે. તમારા સંબંધીની મુલાકાત તમારા વિચાર કરતાં ઘણી સારી હશે. તમારા પ્રિયપાત્રનું. તમારી ખાસિયતને ઉપયોગ વ્યાવસાયિક મુદ્દાઓને આસાનીથી ઉકેલવા માટે કરો. પ્રવાસ કરવાના હો તો એ વાતની ખારતરી કરી લે જો કે તમામ મહત્વના દસ્તાવેજો તમારી સાથે છે. આજે તમે અનુભવશો કે તમારા જીવનસાથી તરફથી તમને ધ્યાન અપાઈ રહ્યું નથી, પણ દિવસના અંતે તમને સમજાશે કે, તમારી માટે જ કેટલીક વ્યવસ્થા કરવામાં તે વ્યસ્ત હતા.

મીન (દ,ઝ,ચ,થ) - હતાશા અથવા તાણ તમારી માનસિક શાંતિમાં ભંગ પાડી શકે છે. સમજદારીપૂર્વક રોકાણ કરો. તમારી સમયસરની મદદ કોઈકને ર્દુભાગ્યનો અનુભવ કરવામાંથી બચાવશે. પ્રેમમાં તમે નિરાશ થયા હશો પણ નાસીપાસ થશે નહીં કેમ કે પ્રેમીઓ ખૂબ જ અધીરા હોય છે. તમારી યોજનાઓને વળગી રહેવા તમારા ભાગીદારોને સમજાવવામાં તમને મુશ્કેલી પડશે. તમે જો કોઈ પરિસ્થિતિથી દૂર ભાગશો-તો એ શક્ય હોય એટલી ખરાબ રીતે તમારો પીછો કરશે. મજાકભરી ચર્ચા દરમિયાન તમારા બંને વચ્ચે કોઈ જૂની સમસ્યા સામે આવી શકે છે, જે આગળ જતાં તમારી વચ્ચે ઝઘડામાં પરિણમશે.

#રાશિ ભવિષ્ય
Here are a few more articles:
Read the Next Article