જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ

New Update
જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ - Connect Gujarat

મેષ (અ,લ,ઇ) કુદરતે તમારા પર નોંધપાત્ર આત્મવિશ્વાસ તથા હોંશિયારી વર્ષાવી છે-આથી તેનો પૂરેપૂરો ઉપયોગ કરો. તમારૂં અવાસ્તવિક આયોજન નાણાંના વેડફાટમાં પરિણમશે. તમારૂં જિદ્દી વલણ ઘરના લોકોને તથા તમારા નિકટના મિત્રોને આહત કરશે. તમારા પ્રેમી-પ્રેમિકા દ્વારા કરવામાં આવતી ટિપ્પણીઓ અંગે તમે ખૂબ જ સંવેદનશીલ હશો-તમારે તમારી લાગણીઓ પર અંકુશ રાખવો અને પરિસ્થિતિને વધુ બગાડે એવું કંઈપ કરવાનું ટાળવું જોઈએ. અણધાર્યો પ્રવાસ કેટલાક માટે દોડધામભર્યો તથા તાણયુક્ત સાબિત થઈ શકે છે.

વૃષભ (બ,,ઉ) - દાંતનો દુખાવો અથવા પેટમાં ગરબડ તમારી માટે સમસ્યા સર્જી શકે છે. તરત રાહત મેળવવા માટે ફિઝિશિયનની સલાહ લો. તમારા ખર્ચ પર અંકુશ લાવવાનો પ્રયાસ કરો-અને આજે જરૂરી હોય એવી ચીજો જ ખરીદજો. બાળકોને તેમના અભ્યાસ પર ધ્યાન આપવાની તથા તેમના ભવિષ્યની યોજનાઓ ઘડવા પર ધ્યાન આપવાની જરૂર છે. આજે તમને પ્રેમની ગેરહાજરી અનુભવાશે. પ્રવાસ તથા શિક્ષણને લગતો ધંધો તમારી જાગરૂકતા વધારશે. તમારા જીવનસાથીના સ્વાસ્થ્યને કારણે કોઈક સાથેની તમારી મુલાકાત બગડી હોય તો, ચિંતા કરતા નહીં કેમ કે તમે તમારા જીવનસાથી સાથે સારો સમય વીતાવી શકશો.

મિથુન (ક,,ઘ) અશક્ય છે તે વિશે બિનજરૂરી વિચાર કરીને તમારી શક્તિ વેડફતા નહીં, એના કરતાંતેનો ઉપયોગ યોગ્ય દિશામાં કરો. તમે જો અન્યોના શબ્દો પર ધ્યાન આપીને રોકાણ કરશો તો આજે આર્થિક નુકસાનની શક્યતા જોવાય છે. તમારી લાગણીઓ પર અંકુશ મુકવો તમારી માટે મુશ્કેલ થઈ પડશે-પણ તમારી આસપાસના લોકોને કનડતા નહીં અન્યથા તમે એકલા પડી જશો. તમારા સ્મિતોનો કોઈ જ અર્થ નથી-હાસ્યનો કોઈ અવાજ નથી-હૃદય પણ થડકો ચૂકી ગયું છે કેમ કે તમે કોઈકનો સાથ મિસ કરી રહ્યા છો.

કર્ક (ડ,હ) તમને કોઈક ખોટી માહિતી મળે એવી શક્યતા છે જે માનસિક તાણ લાવશે. આર્થિક લાભ તમારી અપેક્ષા મુજબ નહીં હોય. આજે જો પરિવારનો કોઈ સભ્ય તમારા મગજ પર ચડી જાય-તો મામલો હાથમાંથી વણસી જાય એ પહેલા સીમા નક્કી કરવાનું રાખો. તમારી હિંમત પ્રેમ અપાવશે. આજે જો તમે ખરેખર લાભ મેળવવા માગતા હો તો-અનોય દ્વારા આપવામાં આવતી સલાહને કાને ધરજો. તમને અત્યંત ખુશ કરવા તમારા જીવનસાથી આજે ઘણી જહેમત ઉઠાવશે.

સિંહ (મ,ટ) – માનસિક તથા મૂલ્ય શિક્ષણની સાથે શારીરિક શિક્ષણ લેશો તો જ તમારો સંપૂર્ણ વિકાસ શક્યા બનશે. યાદ રાખો એક સ્વસ્થ શરીરમાં જ એક સ્વસ્થ મગજ વસે છે. ઉતાવળા નિર્ણય લેતા નહીં- ખાસ કરીને ત્યારે તમે મહત્વના આર્થિક સોદા પાર પાડવાના હો. જ્ઞાન માટેની તમારી તૃષ્ણા નવા મિત્રો બનાવવામાં મદદ કરશે. આજે પ્રેમમાં તમારે ભાગ્યવંત દિવસ છે. તમે લાંબા ગાળાથી જેની કલ્પના કરી રહ્યા હતા એ તમારી કલ્પનાઓની પૂર્તિ કરી તમારૂં પ્રિયપાત્ર તમને સરપ્રાઈઝ આપશે.

કન્યા (પ,,ણ) – આજનો દિવસ તમારા નસીબવંતા દિવસોમાંનો એક નથી આથી આજે તમારા શબ્દો વિશે સાવધાન રહો-કેમ કે એક સરળ વાતચીત આખો દિવસ ખેંચાઈ શકે છે અને બોલાચાલી તથા તાણભરી ક્ષણો સુધી ખેંચાઈ શકે છે. તમારા વધારાનાં નાણાં એવા સુરક્ષિત સ્થળે મૂકો જે તમને આવનારા સમયમાં વળતરનું વચન આપે. મિત્રો તમને સહકાર આપનારા જણાશે-પણ તમે જે બોલો છો તે અંગે તકેદારી રાખજો. તમારૂં પ્રિયપાત્ર આજે મુશ્કેલ મૂડમાં હશે. તમારૂં કઠોર વર્તન ટાળો, કેમ કે આ બાબત તમારી સારી દોસ્તીને બરબાદ કરી શકે છે. કાયદાકીય સલાહ મેળવવા માટે વકીલની મુલાકાત લેવા માટે સારો દિવસ. તમારૂં લગ્નજીવન આજે મુશ્કેલ સમયમાંથી પસાર થશે.

તુલા (ર,ત) હળવા થવા માટે નિકટના મિત્રો સાથે સમય વિતાવજો. સટ્ટા અથવા અણધાર્યા લાભ દ્વારા તમારી આર્થિક હાલત સુધરશે. એવો દિવસ જ્યારે કામનું દબાણ ઓછું હશે અને તમે પરિવારના સભ્યો સાથે તમારો સમય માણશો. તમારી મોંઘેરી ભેટ-સોગાદો પણ ખુશીભરી ક્ષણો પાછી નહીં લાવી શકે, કેમ કે તમારા પ્રેમી કે પ્રેમિકા તેને કાઠી નાખશે. આજના દિવસે હાથમાં લેવાયેલું બાંધકામ તમારા સંતોષ મુજબ પૂરૂં થશે. આજે જરૂરિયાતના સમયે તમારા જીવનસાથી પોતાના પરિવારના સભ્યોની સરખામણીએ તમારા પરિવારના સભ્યોને ઓછું મહત્વ આપે એવું બની શકે છે.

વૃશ્વિક (ન,ય) તમે જે બાબત વાસ્તવિકતામાં મૂર્તસ્વરૂપે જોવા માગતા હો એ દિશામાં તમારા વિચારો અને ઊર્જા વાળો. માત્ર કલ્પના કરવાથી કોઈ અર્થ સરવાનો નથી. તમારી અત્યાર સુધીની સમસ્યા એ છે કે તમે માત્ર ઈચ્છા કરો છો એ દિશામાં પ્રયાસ કરતા નથી. કેટલાક બાકી રહેલા મુદ્દા વધુ ઘેરા બનશે તથા ખર્ચનો મુદ્દો તમારા મગજમાં ઘુમરાયા કરશે. તમારા મિત્રો તથા સંબંધીઓને તમારી આર્થિક બાબતોનું સંચાલન ન સોંપતા, નહીંતર તમારૂં બજૅટ વેરવિખેર થઈ જશે. આજે પ્રેમના અતિઆનંદમાં તમારાં સપનાં અને વાસ્તવિકતા એકમેકમાં ભળી જશે. ટૅક્સ તથા વીમાને લગતી બાબતમાં ધ્યાન આપવાની જરૂર પડશે.

ધન(ભ,,,ઢ) – કામના સ્થળે ટૅન્શન તમને બીમાર કરી શકે છે. આજે કોઈપણ પ્રકારનું રોકાણ ટાળવું. તમારા વધુ પડતા ઉદાર સ્વભાવનો સંબંધીઓ ગેરફાયદો ઉપાડવાનો પ્રયાસ કરશે. તમારી જાત પર અંકુશ રાખો અન્યથા તમે છેતરાઈ શકો છો. તમારે એ સમજવું જોઈએ કે એક હદ સુધીની ઉદારતા ારી છે પણ જો તે એક હદ વટાવે તો તેનાથી મુશ્કેલીઓ સર્જાઈ શકે છે. નવો પ્રણય સંબંધ બંધાવવાની પ્રબળ શક્યતા છે, પણ અંગત તથા ગોપનીય હોય એવી માહિતી છતી ન કરતા. તમે જો પ્રવાસને લગતી કોઈ યોજના ઘડી હોય -તો તમારા સમયપત્રકમાં છેલ્લી ઘડીના ફેરફારને કારણે તે મુલત્વી રહેશે. વિવાદો અથવા ઑફિસમાંનું રાજકારણ, તમે આજે દરેક બાબત પર તમારૂં વર્ચસ્વ ધરાવશો.

મકર (ખ,જ) – અજંપાની લાગણી તમને હતોત્સાહ કરી શકે છે. તેનાથી છૂટકારો મેળવવા માટે લાંબી વૉક પર નીકળી જાઓ અને ઊંડા શ્વાસ લો. તમારી હકારાત્મક વિચારસરણી તમને ખાસ્સી મદદ કરશે. શંકાસ્પદ નાણાકીય સાહસો દ્વારા લલચાઈ જતા નહીં-મૂડીરોકાણ અત્યંત તકેદારીપૂર્વક હાથ ધરજો. પરિવાર,બાળકો તથા મિત્રો સાથે વિતાવેલો સમય તમારી શક્તિ પાછી મેળવવા માટે મહત્વનો છે. તમારો પ્રેમ એક નવી ઊંચાઈએ પહોંચશે. તમારો દિવસ તમારા પ્રિયપાત્રના હાસ્ય સાથે શરૂ થશે તથા તેનો અંત એકમેકના સપનાંમાં થશે. તાણભર્યો દિવસ જ્યારે તમારા નિકટના સાથીદારો સાથે અનેક મતભેદો ઊભા થઈ શકે છે

કુંભ (ગ,,,ષ) – થોડુંક ટૅન્શન તથા કેટલાક મતભેદો તમને અજંપ તથા બેચેન કરી મુકશે. સમજદારીપૂર્વક સરેલું રોકાણ જ વળતર આપશે-આથી તમે તમારી પરસેવાની કમાણી ક્યાંય રોકો તે પૂર્વે પૂરેપૂરી ખાતરી કરી લેજો. દૂરનાં કોઈ સગાં તરફથી અણધાર્યો સંદેશ આખા પરિવાર માટે ઉત્સાહ લાવશે. આજે તમે તમારા પ્રિયપાત્રની ખોટ ખૂબ જ સાલશે. અંગત અને ગોપનીય હોય તેવી માહિતી કોઈને જણાવતા નહીં. આજનો દિવસ તમારી ધીરજની કસોટી કરે એવી શક્યતા છે, કામના સ્થળે આજે ધીરજ ખોતા નહીં.

મીન (દ,,,થ) - આજે ખાસ દિવસ છે કેમ કે સારૂં સ્વાસ્થ્ય તમને કશુંક અસાધારણ કરવાની ક્ષમતા આપશે. ખર્ચ વધશે પણ આવકમાં થતો વધારો તમારા ખર્ચને પહોંચી વળશે. આજે તમારી ધીરજ ખૂબ જ મર્યાદિત હશે-પણ ધ્યાન રાખજો કેમ કે કઠોર અથવા અસંતુલિત શબ્દો તમારી આસપાસના લોકોને નાખુશ કરી શકે છે. કોઈકની દખલને કારણે તમારા પ્રિયપાત્ર સાથેના તમારા સંબંધો વણસી શકે છે. સમસ્યાઓ વચ્ચે ઝડપથી કામ કરવાની તમારી ક્ષમતા તમને માન-મરતબો અપાવશે. આજે ખર્ચ તમારા જીવનસાથી સાથેના તમારા સંબંધને નુકસાન પહોંચાડી શકે છે.

Latest Stories