જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ

New Update
જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ - Connect Gujarat

મેષ (અ,લ,ઇ) – તમારી જાતને બિનજરૂરીપણે ઉતારી પાડવી એ બાબત ઉત્સાહ ઘટાડી શકે છે. સટ્ટા અથવા અણધાર્યા લાભ દ્વારા તમારી આર્થિક હાલત સુધરશે. જિદ્દી સ્વભાવ ખાસ કરીને મિત્રવર્તુળમાં ટાળવો. એ તમને મોંઘું પડી શકે છે કેમ કે તેને કારણે સંબંધો ગંભીર જોખમ હેઠળ આવી શકે છે. પ્રેમની લાગણી નીચી રહેવાની શક્યતા છે. આજનો દિવસ એવા દિવસોમાંનો એક છે જ્યારે પરિસ્થિતિ તમારી મરજી મુજબ આકાર નહીં લે. આજે તમારા જીવનસાથી તમને તમારા વિશે અથવા તમારા લગ્નજીવન વિશે બધી જ ખરાબ વાતો કહેશે.

વૃષભ (બ,વ,ઉ) - તમારા સ્વાસ્થ્ય પ્રત્યે બેદરકાર રહેતા નહીં ખાસ કરીને શરાબ ટાળજો. આજનો દિવસ છેલ્લો છે એ રીતે જીવવાના તથા મનોરંજન પાછળ વધુ પડતો ખર્ચ કરવાના તમારા વલણ પ્રત્યે ધ્યાન આપો. મિત્રો સાથે તમે સારો સમય પસાર કરશો પણ વાહન ચલાવતી વખતે વધારે તકેદારી રાખજો. કામનું દબાણ વધતા માનસિક તોફાન તથા અશાંતિ સર્જાશે. દિવસના ઉત્તરાર્ધમાં તમે આરામ મહેસૂસ કરશો. તમારે બહાર નીકળીને ઊંચી જગ્યાએ બેઠેલા લોકોથી આગળ વધવા તમારી કોણીનો ઉપયોગ કરવાની જરૂર છે. તમારો મિજાજ બગડેલો હોવાથી તમે તમારા જીવનસાથીથી ચીડાયેલા રહેશો.

મિથુન (ક,છ,ઘ) – તમારો માયાળુ સ્વભાવ આજે અનેક ખુશીભરી ક્ષણો લાવશે. સટ્ટાકીય પ્રવૃત્તિ જોખમી પુરવાર થશે-આથી તમામ રોકાણો સંપૂર્ણ તકેદારી રાખીને કરવા. તમારૂં વ્યગ્ર વર્તન તમારા ભાઈનો મૂડ બગાડી શકે છે. પ્રેમનું બંધન જાળવી રાખવા તમારે એકમેક માટે માન તથા વિશ્વાસ વિકસાવવાની જરૂર છે. રૉમાન્સ, બહાર જવું તથા પાર્ટીઓ ઉત્સાહજનક પુરવાર થઈ શકે છે પણ આ બાબતો થકવનારી પણ છે. આઉટસ્ટૅશન પ્રવાસ આરામદાયક નહીં હોય-પણ તે તમને મહત્વના સંપર્કો બનાવવામાં મદદરૂપ થશે. જો તમે મગજ શાંત નહીં રાખો તો, આજે તમે તમારા લગ્નજીવનમાં ખરેખર કશુંક ખોટું કરી નાખશો.

કર્ક (ડ,હ) – જીવનને માણવા માટે તંમારી ઉમેદો ચકાસો. યોગની મદદ લો- જે તમને માનસિક, શારીરિક તથા આધ્યાત્મિક સ્વસ્થતાની જીવન કળા શીખવે છે જેથી તમે તમારી પ્રકૃતિ સુધારી શકો. આર્થિક બાબતો માટે વધુ પડતી સાવચેતી તથા સંભાળ આજના દિવસનો મંત્ર છે. પારિવારિક મેળાવડામાં તમે કેન્દ્રસ્થાને રહેશો. પ્રેમનું સંગીત એને જ સંભળાય છે જેઓ તેમાં સતત ખોવાયેલા રહે છે. આજે તમને આ સંગીત સાંભળવા મળશે, જે તમને વિશ્વના તમામ ગીતો ભુલાવી દેશે. પ્રવાસ કરવા માટે બહુ સારો દિવસ નથી. તમારા લગ્નજીવનમાં અનેક ચડાવ-ઉતાર બાદ, આજે એ સોનેરી દિવસ આવ્યો છે જ્યારે તમે એકબીજા માટેના પ્રેમને માણશો.

સિંહ (મ,ટ) – ભોજનનો સ્વાદ જેમ તેમાંના નમકને આભારી છે-એમ કેટલીક તકલીફો પણ જરૂરી છે, તો જ ખુશીનું ખરૂં મૂલ્ય સમજાશે. બિનજરૂરૂ નુકસાન ટાળવા મૂડીરોકાણને લગતા તમામ નિર્ણયો સાવચેતીપૂર્વક તથા યોગ્ય સલાહ સાથે લેવા. પારિવારિક પ્રસંગમાં નવા મિત્રો બનશે.પણ તમારી પસંદગીમાં સાવચેત રહેજો. સારા મિત્રો ખજાના જેવા હોય છે જે તમે હંમેશાં સાચવવા માગો છો. પ્રેમમાં સંતાપ સહન કરવો પડે એવી શક્યતા નકારી શકાય નહીં. તમારા છૂપા શત્રુઓ તમારા વિશે અફવાઓ ફેલાવવા માટે ઉત્કંઠ હશે. તમે પરિવારના સભ્યો સાથે મુશ્કેલ સમયનો સામનો કરશો, પણ દિવસના અંતે તમારા જીવનસાથી તમને આલિંગન આપી તમને રાહત આપશે.

કન્યા (પ,ઠ,ણ) – આશાવાદી બનો અને ઉજળી બાજુ જોવાનો પ્રયાસ કરો. આત્મવિશ્વાસસભર અપેક્ષાઓ તમારી આશાઓ અને ઈચ્છાઓની પૂર્તિના દ્વાર ખોલશે. આર્થિક લાભ તમારી અપેક્ષા મુજબ નહીં હોય. પ્રેમ-સાથ સહવાસ તથા બંધનમાં વધારો થશે. અંગત બાબતો અંકુશ હેઠળ રહેશે. તાણભર્યો દિવસ જ્યારે તમારા નિકટના સાથીદારો સાથે અનેક મતભેદો ઊભા થઈ શકે છે. તમારો જીવનસાથી આજે તમને વધારાનો ખાસ સમય આપશે.

તુલા (ર,ત) – અસુરક્ષિતતા/દિશાહિનતાની ભાવના અસ્થિરતા સર્જી શકે છે. સૌથી અણધાર્યા સાધનોમાંથી તમે કમાણી કરો એવી શક્યતા છે. બાળકો તથા તમારાથી ઓછો અનુભવ ધરાવતા લોકો સાથ તમારે ધીરજથી કામ લેવું પડશે. પૂરી સમજ અને જાણકારી બાદ જ કોઈને મિત્ર બનાવો. એવા ઉતાવળા નિર્ણય લેતા નહીં, જેનાથી જીવનમાં આગળ જતાં તમને તેના વિશે અફસોસ થાય. તમારા જીવનસાથી સાથે ભારે તકરાર બાદ તમને તમારૂં માથું પછાડવાનું મન થશે. તમે જો થોડું ધ્યાન ધરી શકો તો એ તમારી માટે બહુ જ સારૂં રહેશે.

વૃશ્વિક (ન,ય) – લાગણીની દૃષ્ટિએ તમે આજે સ્થિર નહીં હો-આથી અન્યોની સામે તમે કઈ રીતે વર્તો છો તથા શું બોલો છો તે અંગે સાવચેત રહેજો. કમિશન,ડિવિડન્ડ અથવા રૉયલ્ટીઝમાંથી તમે લાભ મેળવશો. ઑફિસનું ટૅન્શન ઘરે ન લાવતા.એનાથી તમારી પારિવારિક ખુશીઓ પર અસર થઈ શકે છે. ઑફિસની સમસ્યાઓને ત્યાં જ ઉકેલો અને તમારા પારિવારિક જીવનનો આનંદ લો. તમે લોકપ્રિય હશો તથા સામી જાતિની વ્યક્તિને આસાનીથી તમારી તરફ આકર્ષી લેશો. પ્રવાસ તથા પર્યટન આનંદ લાવશે તથા શૈક્ષણિક પણ પુરવાર થશે. તમારો કોઈક જૂનો મિત્ર કદાચ આવશે અને તમારા જીવનસાથી સાથેની જૂની યાદગાર ક્ષણો વિશે તમને યાદ કરાવશે

ધન (ભ,ફ,ધ,ઢ) – પારિવારિક સમસ્યાઓ તમારી પત્ની સાથે શૅર કરજો. એકમેક સાથે થોડોક સમય વિતાવજો જેથી તમે શોધી શકો અને તમારી જાતને ફરી ફરી યાદ દેવડાવી શકો કે તમે પ્રેમાળ દંપત્તિ છો. તમારા સંતાનો પણ ઘરમાં ખુશી, શાંતિ તથા સંવાદિતાના સ્પંદનો ઝીલી શકશે. આ બાબત તમને એકબીજા સાથેના વર્તનમાં સારી એવી સ્વયંસ્ફૂતર્તા અને આઝાદી આપશે. અચાનક તથા અણધાર્યો ખર્ચ તમારા પર આર્થિક દબાણ લાવી મુકશે. જો તમે તેમની સાથે સમય નહીં વિતાવો તો, તમારા પ્રિયજનો તમારાથી નારાજ થઈ શકે છે. તમારા પ્રેમ પ્રકરણ વિશે જાહેરમાં ઢંઢેરો પીટતા નહીં. તમને જો કોઈ દલીલબાજીમાં ખેંચવામાં આવે તો કોઈ કઠોર ટીકા કે ટિપ્પણી તમે ન કરો એની સાવચેતી રાખજો. વધારે પડતી અપેક્ષાઓ તમને આજે લગ્નજીવનમાં દુઃખ તરફ દોરી જાય એવી શક્યતા છે.

મકર (ખ,જ) – વધુ પડતી કૅલૅરી ધરાવતું ભોજન ટાળો અને તમારા વ્યાયામને ભક્તિભાવપૂર્વક વળગી રહો. આજે વધુ એક ઉચ્ચ-ઊર્જાયુક્ત દિવસ છે તથા અણધાર્યા લાભની શક્યતા છે. તમારી ખાનગી માહિતી તમારા જીવનસાથી સાથે શૅર કરતા પહેલા વિચારજો. શક્ય હોય તો. એવું કરવલાનું ટાળજો કેમ કે તે આ વાત કોઈક અન્યને જણાવી શકે છે. પ્રેમમાં તમે નિરાશ થયા હશો પણ નાસીપાસ થશે નહીં કેમ કે પ્રેમીઓ ખૂબ જ અધીરા હોય છે. તમારા છૂપા શત્રુઓ તમારા વિશે અફવાઓ ફેલાવવા માટે ઉત્કંઠ હશે. તમારા જીવનસાથી સાથે તમે આરામદાયક દિવસ વીતાવશો.

કુંભ (,શ,સ,ષ) :- જે લોકો માત્ર મજા કરવા માટે જ બહાર નીકળ્યા છે તેઓ માટે નિર્ભેળ ખુશી તથા મોજમજા. થોડા વધુ નાણાં બનાવવા માટે તમારા નાવિન્યસભર વિચારોનો ઉપયોગ કરો. તમારા સામાજિક જીવનની ઉપેક્ષા કરતા નહીં. તમારા વ્યસ્ત સમયપત્રકમાંથી થોડો સમય કાઢી તમારા પરિવાર સાથે પાર્ટીમાં હાજરી આપજો. આનાથી તમે ન માત્ર દબાણમાંથી મુક્ત થશો બલ્કે તમારો ખચકાટ પણ દૂર થશે. આજે તમે કુદરતી સૌદર્ય દ્વારા અંજાઈ જાવ એવી શક્યતા છે. પ્રવાસ લાભદાયક છતાં ખર્ચાળ રહેશે. આજે તમારા જીવનસાથીના પ્રેમને કારણે તમે જીવનની તમામ મુશ્કેલીઓને ભૂલી જશો.

મીન (દ,ઝ,ચ,થ) કોઈક સંતપુરુષનાં આશિષતમને માનસિક શાંતિ આપશે. ગ્રુપમાં સંકળાવું મનોરંજક છતાં ખર્ચાળ સાબિત થશે-ખાસ કરીને જો તમે અન્યો પર ખર્ચ કરવાનું બંધ નહીં કરો. પારિવારિક મોરચો ખુશખુશાલ તથા સરળ નથી લાગતો. તમારી લાગણીઓ અભિવ્યક્ત કરવાનું તમને કદાચ મુશ્કેલ લાગશે. પ્રવાસ લાભદાયક છતાં ખર્ચાળ રહેશે. તમારા જીવનનો પ્રેમ, તમારા જીવનસાથી આજે બીમાર પડે એવી શક્યતા છે. વિશેષ તકેદારી રાખજો

Latest Stories