જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ

જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ - Connect Gujarat
New Update

મેષ (અ,લ,ઇ) – તમારૂં ઈર્ષાયુક્ત વર્તન તમને દુઃખી તથા નિરાશ કરી શકે છે. પણ એ પોતાની જાત પર જ કરેલી ઈજા જેવું છે આથી તેના વિશે વિલાપ કરવા જેવો નથી. અન્યોની ખુશીઓમાં સહભાગી થવા તમારી જાતને પ્રેરો અને આમાંથી બહાર આવો. રિયલ એસ્ટેટમાં રોકાણ લલચાવનારૂં હશે. ખુશખુશાલ-ઊર્જાસભર-પ્રેમાળ મૂડમાં-તમારો આનંદી સ્વભાવ તમારી આસપાસના લોકો માટે ખુશી તથા આનંદ લાવશે. રૉમાન્સમાં તમારા મગજનો ઉપયોગ કરજો કેમ કે પ્રેમ આંધળો હોય છે. આજનો દિવસ તમારી ધીરજની કસોટી કરે એવી શક્યતા છે, કામના સ્થળે આજે ધીરજ ખોતા નહીં. અંગત અને ગોપનીય હોય તેવી માહિતી કોઈને જણાવતા નહીં. તમે તમારા જીવનસાથી સાથે ગમે એટલો ઝઘડા કરો, પણ એક વાત ભૂલતા નહીં કે તમે એકબીજાને પ્રેમ કરો છો

વૃષભ (બ,વ,ઉ) - આજે તમને થાક લાગશે અને શક્યતા છે કે તમે સાવ નાની-નાની બાબતોમાં ગુસ્સે થઈ જશો. ધંધામાં ઉધાર માગવાના ઈરાદે તમારો સંપર્ક કરનારાઓની અવગણના કરો. તમારા જીવનસાથી તરફ બેદરકારી તમારા સંબંધ પર અસર કરી શકે છે. તમારો મૂલ્યવાન સમય ફરીથી જીવો તથા તમારી મીઠી યાદોને યાદ કરી ખુશખુશાલ સોનેરી દિવસો પાછા મેળવો. તમારા વ્યસ્ત સમયપત્રકને કારણે રૉમાન્સને આજે ઓછું મહત્વ મળશે. નવા ગ્રાહકો સાથે વાટાઘાટો ચલાવવા માટે અદભુત દિવસ. એવા ઉતાવળા નિર્ણય લેતા નહીં, જેનાથી જીવનમાં આગળ જતાં તમને તેના વિશે અફસોસ થાય. તમને તમારા જીવનસાથી દ્વારા ઠેસ પહોંચવાની શક્યતા છે.

મિથુન (ક,છ,ઘ) – તમે સંવેદનશીલ બની જશો-તમારૂં વર્તન તમારી આસપાસના લોકોને મૂંઝવણમાં મૂકી દેશે- તમે ઝડપી પરિણામની આશા રાખશો જેને કારણે હતાશા તમારો ભરડો લેશે. ઝડપથી નાણાં કમાઈ લેવાની ઈચ્છા તમે ધરાવશો. ટપાલ દ્વારા આવેલો પત્ર આખા પરિવાર માટે ખુશીના સમાચાર લાવશે. તમારા પરિયપાત્ર દ્વારા કરાયેલી ટિપ્પણી અંગે તમે ખૂબ જ સંવેદનશીલ હશો-તમારી લાગણીઓને વશમાં રાખો અને કંઈપણ બિનજવાબદારીભર્યું ન કરતા જેનો તમને આગળ જઈને પસ્તાવો થાય. વ્યાવસાયિક મોરચે જવાબદારીમાં વધારો થવાની શક્યતા છે. તમે જો શૉપિંગ માટે જવાના હો તો વધુ પડતા ખર્ચાળ બનવાનું ટાળો. સામસામી દલીલો,એકમેકને ચિત્રવિચિત્ર નામથી બોલાવવા, મતભેદ આ બધું આજના પરિણીત દંપત્તિઓની સમસ્યા છે.તમે પણ આજે તેના શિકાર બની શકો છો.

કર્ક (ડ,હ) – તમારી સ્વાસ્થ્ય તથા શક્તિ બચાવવાની આદત તમને ખૂબ જ મદદ કરશે કેમ કે તમે લાંબી મુસાફરી પર જવાની યોજના ઘડી રહ્યા છો. વ્યસ્ત સંયપત્રક છતાં તમે થાક સાથે આસાનીથી કામ પાડી શકશો. ગ્રુપમાં સંકળાવું મનોરંજક છતાં ખર્ચાળ સાબિત થશે-ખાસ કરીને જો તમે અન્યો પર ખર્ચ કરવાનું બંધ નહીં કરો. સંબંધીઓને મળવા જવા નાનકડી મુસાફરી તમારા રોજિંદા ભાગદોડભર્યા સમયપત્રકમાંથી તમને રાહત તથા હળવાશ આપશે. તમારા જીવનસાથી આજે આખો દિવસ તમારા વિશે જ વિચારશે. આજે તમે જે લૅક્ચર અને સેમિનારમાં ભાગ લેશો તે તમને વિકાસના નવા વિચારો આપશે. આજે તમે જો પ્રવાસ કરવાના હો તો તમારે તમારી ભાષા અંગે વધારે તકેદારી રાખવાની જરૂર છે. એવી શક્યતા પ્રબળ છે કે તમારા અને તમારા જીવનસાથી વચ્ચેના પ્રેમનું કદાચ ધોવાણ થાય. મતભેદો દૂર કરવા માટે વાતચીત કરો અન્યથા પરિસ્થિતિ વણસી શકે છે

સિંહ (મ,ટ) – તમારૂં વ્યક્તિત્વ સુધારવા માટે ગંભીર પ્રયાસ હાથ ધરો. તમારી જાતને મોટા ગ્રુપ સાથે સાંકળવાની પ્રવૃત્તિ ખૂબ જ મનોરંજક સાબિત થશે- પણ તમારો ખર્ચ ખાસ્સો વધી જશે. આજે ઘરે તમારાથી કોઈની પણ લાગણી ન દુભાય તેની કાળજી રાખજો અને તમારા પરિવારની જરૂરિયાતોને અનુકુળ થજો. તમારા પ્રિયપાત્રથી દૂર રહેવું ખૂબ જ મુશ્કેલ બની રહેશે. અનુભવી લોકો સાથે આજે જોડાણ કરજો અને તેઓ શું કહે છે તેમાંથી શીખો. ઘરમાં વિધી-હવન-મંગળ સંસ્કાર કરાવશો. લગ્ન એટલે માત્ર એક છત નીચે રહેવું એટલું જ નથી. તમારા જીવનસાથી સાથે કેટલોક સમય વીતાવવો પણ જરૂરી છે.

કન્યા (પ,ઠ,ણ) – તમારા મગજમાં હકારાત્મક વિચારો લાવો. ખર્ચ વધશે પણ આવકમાં થતો વધારો તમારા ખર્ચને પહોંચી વળશે. તમારી સમસ્યાઓ ગંભીર હશે-પણ તમે જે પીડામાંથી પસાર થઈ રહ્યા છો તેની નોંધ તમારી આસપાસના લોકો નહીં લે-કદાચ તેમને લાગે છે કે આમાં તેમણે માથું ન મારવું જોઈએ. સમય, કામ, નાણાં, મિત્રો, પરિવાર, સંબંધીઓ, બધું જ આજે એક તરફ હશે અને તમારા પ્રિયપાત્ર બીજી તરફ હશે, બધું જ એકમેકમાં સમાયેલું જણાશે. આજે જો તમે કામમાં સારી રીતે ધ્યાન નહીં આપો તો, વરિષ્ઠો અને સહકર્મચારીઓમાં તમે તમારી શાખ ગુમાવશો. સીધા પ્રાપ્ત ન થયા હોય એવા સમાચારની ફેર ચકાસણી કરી લેવી. તમારા જીવનસાથી સાથે આ તમારો અદભુત દિવસ બની રહેશે.

તુલા (ર,ત) – કોઈક આજે તમારો મૂડ બગાડી શકે છે પણ તેને લગતી હતાશાને તમારા પર સવાર થવા ન દો. આ વ્યર્થ ચિંતા તથા બેચેની તમારા શરીર પર વિપરિત અસર કરી તમને ત્વચાને લગતી તકલીફ આપી શકે છે. ખર્ચ પર અંકુશ મૂકો અને આજે તમારા ખર્ચમાં વધુ પડતા ઉડાઉ થવાનું ટાળો. તમારા માતા-પિતાની તબિયત ચિંતા તથા બેચેની જન્માવશે. તમારો સનાતન પ્રેમ તમારા પ્રિયપાત્ર માટે નદી સમાન છો. સાવધાનીપૂર્વક પગલાં લેવાનો દિવસ- આથી જ્યાં સુધી તમને વિશ્વાસ ન બેસે કે તમારા વિચારો નિષ્ફળ નહીં જાય, ત્યાં સુધી તેમને રજૂ ન કરતા. તમને જો કોઈ દલીલબાજીમાં ખેંચવામાં આવે તો કોઈ કઠોર ટીકા કે ટિપ્પણી તમે ન કરો એની સાવચેતી રાખજો. આજે તમે તમારા જીવનસાથી સાથે તમારા જીવનનો શ્રેષ્ઠતમ દિવસ વિતાવશો.

વૃશ્વિક (ન,ય) – તમારૂં સંતાન પરિક્ષામાં સારો દેખાવ ન કરી શકે તો તેને ઉતારી પાડતા નહીં. એના કરતાં આગળની પરિક્ષામાં સારો દેખાવ કરવા માટે તમારે તેનો ઉત્સાહ વધારવો જોઈએ. તમારે એ યાદ રાખવું જોઈએ કે બધા એકસમાન હોતા નથી. તમે જાણો છો એવા લોકો દ્વારા આવકનો નવો સ્રોત ઊભો થશે. સૌને તમારી મોટી પાર્ટી માટે બોલાવો-આજે તમારામાં એ વધારાની ઊર્જા હશે જે તમારા ગ્રુપ માટે કાર્યક્રમનું આયોજન કરવા પ્રેરશે. એકાએક થયેલો રૉમેન્ટક મેળાપ તમને મૂંઝવી નાખશે. કામના સ્થળે વખાણ થાય એવી શક્યતા છે. સમસ્યાઓ વચ્ચે ઝડપથી કામ કરવાની તમારી ક્ષમતા તમને માન-મરતબો અપાવશે. આજે તમને અનુભૂતિ થશ કે તમારી જીવનસંગિની માટે તમારૂં મહત્વ કેટલું છે.

ધન (ભ,ફ,ધ,ઢ) – તમારા વિનમ્ર વર્તનની સરાહના થશે. અનેક લોકો તમારા છુટ્ટા મોંએ વખાણ કરશે. વધારાનાં નાણાં રિયલ એસ્ટેટમાં રોકજો. ઘરને લગતી બાબતો તથા ઘરના બાકી રહી ગયેલા કામ પૂરાં કરવા માટે અનુકૂળ દિવસ. તમારી ગર્લફ્રૅન્ડ સાથે બિભત્સ ન થતાં. તમારી કલાત્મક તથા રચનાત્મક ક્ષમતા સારી એવી સરાહના મેળવશે. સીધા પ્રાપ્ત ન થયા હોય એવા સમાચારની ફેર ચકાસણી કરી લેવી. સંબંધીઓ આજે તમારા અને તમારા જીવનસાથી વચ્ચેની તકરારનું કારણ બની શકે છે.

મકર (ખ,જ) – ધ્યાન તથા સ્વયં-સમજ લાભદાયક પુરવાર થશે. પ્રૉપર્ટીને લગતા સોદા સાકાર થશે તથા અકલ્પ્ય લાભ લાવશે. ઘરને લગતા કેટલાક મુદ્દાઓ પર તરત ધ્યયાન આપવાની જરૂર છે. તમારા મિત્ર સાથે બહાર જાવ ત્યારે સારી રીતે વર્તો. તમે જો કામના સ્થળે તાણ માથા પર લેશો તો, એ બીજા કોઈને નહીં પણ તમને જ નુકસાન પહોંચાડશે. ઘરમાં વિધી-હવન-મંગળ સંસ્કાર કરાવશો. આજે તમે અને તમારા જીવનસાથીએ સારી ખાણી-પીણી કરી હશે તો સ્વાસ્થ્ય બગડવાની શક્યતા છે.

કુંભ (,શ,સ,ષ) :- તમારૂં સ્વાસ્થ્ય અને દેખાવ સુધારવા માટેની બાબતો હાથ ધરવા માટે અઢળક સમય મળશે. આજે કોઈપણ પ્રકારનું રોકાણ ટાળવું. પરિવારમાંના કોઈ મોટી વયની વ્યક્તિની તબિયત તાણ ઊભી કરી શકે છે. આજે તમારૂં જીવન એક સુંદર વળાંક લેશે. પ્રેમમાં હોવાની સ્વર્ગીય અનુભૂતિ તમને આજે થશે. આજનો દિવસ તમારી ધીરજની કસોટી કરે એવી શક્યતા છે, કામના સ્થળે આજે ધીરજ ખોતા નહીં. તમારૂં ચુંબકીય-બર્હિમુખી વ્યક્તિત્વ તમને લાઈમલાઈટમાં મુકી દેશે. પરિણીત દંપત્તિ હંમેશાં સાથે રહે થે, પણ એ દર વખતે રોમેન્ટિક હોતું નથી. આથી આજનો દિવસ ખૂબ જ રોમેન્ટિક બની રહેવાનો છે.

મીન (દ,ઝ,ચ,થ) તબિયતના મોરચે છોડીક દરકારની જરૂર છે. તમારા ખર્ચમાં વધારો થશે જે તમારા મગજને સંતાપ આપશે. તમારા ભાગે માતા-પિતાની તબિયત પ્રત્યે બેદરકારી ભયંકર પુરવાર થશે તથા તેમની બીમારી પણ લંબાશે. તુરંત આરામ માટે ફિઝિશિયનની સલાહ લો. તમારી આંખો એટલી તેજસ્વી છે કે તમારા પ્રિયપાત્રની અંધકારમય રાતોને તે ઝળહળતી કરી શકે છે. તમે જો ખુલલું મન રાખશો તો કેટલીક સારી તકો તમારી સામે આવશે. તમારા માર્ગમાં જે પણ આવતું હોય તેની સાથે વિનમ્રતાપૂર્વક અને સારી રીતે વર્તો-કેટલાક ચુનંદા લોકો જ તમારી મોહકતા પાછળનું રહસ્ય જાણી શકશે. આજે લગ્ન તમારા જીવનના શ્રેષ્ઠ તબક્કે પહોંચશે.

#રાશિ ભવિષ્ય
Here are a few more articles:
Read the Next Article