જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ

New Update
જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ - Connect Gujarat

મેષ (અ,લ,ઇ) – મિત્રના ઠંડા પ્રતિભાવથી તમે વ્‍યથિત થશો.પણ મગજ શાંત રાખવાની કોશિષ કરજો. આ બાબત તમને છિન્નભિન્ન ન કરી નાખે તેની તકેદારી રાખો અને વ્યથા ટાળવાનો પ્રયાસ કરો. તમારી રચનાત્મક પ્રતિભાનો યોગ્ય ઉપયોગ લેવાશે તો તે ખૂબ જ આકષર્ષક સાબિત થશે. દિવસના ઉત્તરાર્ધમાં અણધાર્યા સારા સમાચાર ખુશી લાવશે તથા આખા પરિવારો ઉત્સાહ વધારશે. મોજ-મજા માટે તમે કોઈ ટ્રીપ પર જાવ એવી શક્યતા છે, જે તમારામાં શક્તિનો સંચાર કરશે તથા તમને જુસ્સાથી ભરી મુકશે. નવું સાહસ લલચાવનારૂં તથા સારૂં વળતર આપનારૂં હશે. અંગત અને ગોપનીય હોય તેવી માહિતી કોઈને જણાવતા નહીં. આજની સાંજ તમારા જીવનસાથી સાથે તમારા જીવનની સૌથી યાદગાર સાંજ બની રહેશે.

વૃષભ (બ,વ,ઉ) - તમને કોઈક ખોટી માહિતી મળે એવી શક્યતા છે જે માનસિક તાણ લાવશે. મૂડીરોકાણને લગતા મહત્વના નિર્ણયો કોઈ અન્ય દિવસે લેવા. તમારા વધુ પડતા ઉદાર સ્વભાવનો સંબંધીઓ ગેરફાયદો ઉપાડવાનો પ્રયાસ કરશે. તમારી જાત પર અંકુશ રાખો અન્યથા તમે છેતરાઈ શકો છો. તમારે એ સમજવું જોઈએ કે એક હદ સુધીની ઉદારતા ારી છે પણ જો તે એક હદ વટાવે તો તેનાથી મુશ્કેલીઓ સર્જાઈ શકે છે. કેટલાક માટે લગ્નની શરણાઈના સૂર સંભળાય છે તો કેટલાકને રૉમાન્‌ મળવાથી તેમનો જુસ્સો વધશે. તમે તમારૂં કામ સારી રીતે કર્યું છે-અને હવે તમારી સામે આવતા લાભને એકઠા કરવાનો સમય આવી ગયો છે. કાયદાકીય સલાહ મેળવવા માટે વકીલની મુલાકાત લેવા માટે સારો દિવસ. તમારા જીવનસાથી તમારી સાથે આટલા સારા ક્યારેય નહોતા. તમને આજે તમારા જીવનમાંના પ્રેમ તરફથી કોઈક સરપ્રાઈઝ મળી શકે છે.

મિથુન (ક,છ,ઘ) – દરેક વ્યક્તિની વાત સાંભળો શક્ય છે કે તમને એમાંથી તમારી સમસ્યાનો ઉકેલ મળી જાય. ભૂતકાળના રોકાણમાંથી આવકમાં વધારો જોવાય છે. સૌને તમારી મોટી પાર્ટી માટે બોલાવો-આજે તમારામાં એ વધારાની ઊર્જા હશે જે તમારા ગ્રુપ માટે કાર્યક્રમનું આયોજન કરવા પ્રેરશે. રોમાન્સ રોમાંચક હશે-આથી તમે જેને પ્રેમ કરો છો એવી વ્યક્તિનો સંપર્ક કરો અને દિવસને શ્રેષ્ઠ બનાવો. આજે તમારા મગજમાં આવતા નાણાં બનાવવાની યોજનાનો લાભ લો. આજે જો તમે ખરેખર લાભ મેળવવા માગતા હો તો-અનોય દ્વારા આપવામાં આવતી સલાહને કાને ધરજો. પોતાના જીવનમાં તમારું સ્થાન શું છે તે વર્ણવતા કેટલાક સુંદર શબ્દો સાથે તમારા જીવનસાથી આજે તમારી પાસે આવશે.

કર્ક (ડ,હ) – તમે પરિસ્થિતિની કમાન સંભાળશો એટલે તમારી બેચેની દૂર થઈ જશે.તમને એ સમજાવાની શક્યતા છે કે બધું સાબુના પરપોટા જેવું ક્ષણભંગુર છે જ હિંમત સાથેના પ્રથમ સંપર્કથી જ ગાયબ થઈ જાય છે. લાંબા ગાળાથી આવવાના બાકી નાણાં અથવા કોઈને ઉછીની આપેલી રકમ પરત આખરે પરત મળશે. પારિવારિક રહસ્યના સમાચાર તમને આશ્ચર્યચકિત કરશે. રૉમાન્સ માટે સારો દિવસ. આજે તમને કામના સ્થળે એ જાણવા મળી શકે છે કે જેને તમે તમારો દુશ્મન ગણતા હતા એ ખરેખર તો તમારો શુભચિંતક છે. સીધા પ્રાપ્ત ન થયા હોય એવા સમાચારની ફેર ચકાસણી કરી લેવી. આજે કામના સ્થળે તમારા ઉપરી (બૉસ) તમારા વખાણ કરે એવી શક્યતા છે.

સિંહ (મ,ટ) – તમારી જાતને તંદુરસ્ત અને સ્વસ્થ રાખવા માટે ઉચ્ચ કૅલૅરીયુક્ત આહાર ટાળો. લાંબા ગાળાથી આવવાના બાકી નાણાં અથવા કોઈને ઉછીની આપેલી રકમ પરત આખરે પરત મળશે. બાળકો તમારી માટે દિવસ મુશ્કેલ બનાવી શકે છે. તેમનો રસ જળવાઈ રહે તે માટે પ્રેમનો ઉપયોગ શસ્ત્ર તરીકે કરો અને બિનજરૂરી તાણ ટાળો.યાદ રાખો પ્રેમ જ પ્રેમને ખેંચે છે. પ્રેમ જીવન આજે વિવાદાસ્પદ બની શકે છે. આજે કામના સ્થળે તમે કશુંક ખરેખર અદભુત કરશો. તમારા દેખાવ અને વ્યક્તિત્વને નીખારવા કરેલા પ્રયત્નો તમારા સંતોષ મુજબનું પરિણામ આપશે. આજે તમારા જીવનસાથી સાથે તમારી ગંભીર બોલાચાલી થઈ શકે છે.

કન્યા (પ,ઠ,ણ) – તમારે કેટલાક આઘાતનો સામનો કરવાની શક્યતા હોવાથી તમારે તમારી લાગણીઓને અંકુશમાં લેવાની તથા તમારા ભયથી મુક્ત થવાની તાકીદે જરૂર છે. તમારા આશાવાદી અભિગમ દ્વારા તમે આ બંનેનો સામનો કરી શકો છો. તમામ જવાબદારીઓ તથા આર્થિક વ્યવહારો સાવચેતીપૂર્વક પાર પાડવા. ગૃહપ્રવેશ માટે શુભ દિવસ. આજે તમારા પ્રિયપાત્ર સાથે સારી રીતે વર્તજો. તમારી આવડત દેખાડવાની તક આજે તમારી સાથે આવશે. અપાર રચનાત્મકતા અને ઉત્સાહ તમને વધુ એક લાભકારક દિવસ તરફ દોરી જશે. તમારા જીવનસાથી દ્વારા આપવામા આવેલી તાણને કારણે તમારી તબિયત પર અવળી અસર પડશે.

તુલા (ર,ત) – પોતાનાં સપનાં સાકાર કરવા તથા પોતાના ધ્યેયને પામવા માટે ઘર અને સ્વાસ્થ્ય પ્રત્યે ર્દુલક્ષ કરતા માણસ જેવું વર્તન ન કરતા. અન્યો પર વધુ પડતો ખર્ચ કરશો એવી શક્યતા છે. આજે તમે કેટલીક સમસ્યાઓનો સામનો કરશો- પણ વાસ્તવવાદી રહો તથા તમારી તરફ મદદનો હાથ લંબાવનારા'ઓ તરફથી ચમત્કારની અપેક્ષા રાખતા નહીં. તમારૂં પ્રેમ જીવન આયુષ્યભરના બંધનમાં પરિણમશે અને લગ્નનો પ્રસ્તાવ મળશે. તમારો આત્મવિશ્વાસ વધી રહ્યો છે તથા તમારો વિકાસ સ્પષ્ટ છે. તમને જો કોઈ દલીલબાજીમાં ખેંચવામાં આવે તો કોઈ કઠોર ટીકા કે ટિપ્પણી તમે ન કરો એની સાવચેતી રાખજો. આજનો દિવસ પાગલ કરી મુકે એવો છે, તમરા જીવનસાથી સાથે પ્રેમ અને રોમાન્સના શ્રેષ્ઠતમ તબક્કાનો અનુભવ કરશો.

વૃશ્વિક (ન,ય) – વધુ પડતું ભોજન લેવાનું ટાળો તથા હાર્ડ ડ્રિન્ક્સથી દૂર રહો. આજે ફક્ત બેઠા રહેવા કરતાં-કોઈક પ્રવૃત્તિ સાથે સંકળાઓ-જે તમારી આવકની ક્ષમતાને વધારશે. તમારી પત્ની પરનો કામનો બોજ ઘટાડવા ઘરના કામકાજમાં તેની મદદ કરજો. આ બાબત શૅરિંગ તથા આનંદની લાગણીને પ્રોત્સાહિત કરશે. તમારા મિત્ર સાથે બહાર જાવ ત્યારે સારી રીતે વર્તો. કામના સ્થાળે આજનો દિવસ અદભુત રીતે વિતશે એવું જણાય છે. તમારામાંના કેટલાક આજે લાંબી મુસાફરી કરશે-જે દોડધામભરી હશે- પણ તેનાથી ખાસ્સો લાભ થશે. અભિપ્રાયમાં ભિન્નતા આજે તમારા અને તમારા જીવનસાથી વચ્ચે ઝઘડાનું કારણ બનવાની શક્યતા છે.

ધન (ભ,ફ,ધ,ઢ) – તમારો શંકાશીલ સ્વભાવ તમને કદાચ પરાજયનો ચહેરો દેખાડી શકે છે. નાણાંપ્રવાહમાં વધારો લાંબા સમયથી ચૂકવવાની બાકી રકમ તથા બિલો ચૂકવવા આસાન બનાવશે. પારિવારિક પ્રસંગો તથા મહત્વની વિધિઓ માટે મંગળકારી દિવસ. આજે તમારે તમારૂં શ્રેષ્ઠ વર્તન દાખવવું જોઈએ-કારણ કે આજે તમારા પ્રેમી-પ્રેમિકા આગાહી ન કરી યસક્યા એવા મૂડમાં હશે. તમારો દૃઢ સંકલ્પ સાકાર થશે કેમ કે તમે તમારૂં ધ્યેય સિદ્ધ કરશો. તમે સપનાં સાકાર થતાં જોશો. આ બાબતને તમારા માથા પર સવાર થવા ન દેશો તથા ઈમાનદારીપૂર્વક કામ કરવાનું જારી રાખજો. અણધાર્યો પ્રવાસ કેટલાક માટે દોડધામભર્યો તથા તાણયુક્ત સાબિત થઈ શકે છે. તમારા જીવનસાથી આજે વધુ પડતું સ્વ-કેન્દ્રી વલણ અપનાવે એવી શક્યતા છે.

મકર (ખ,જ) – તાણ નાનકડી બીમારીમાં પરિણમી શકે છે. આરામદાયક મહેસૂસ કરવા માટે મિત્રો તથા પરિવારના સભ્યો વચ્ચે બેસો. આજે તમે સારૂં એવું ધન કમાશો-પણ ખર્ચમાં વધારાને કારણે બચત કરવામાં તમને મુશ્કેલી પડશે. એકબીજાના દૃષ્ટિકોણ સમજીને તમારી વ્યક્તિગત સમસ્યાઓને ઉકેલો.તેમને જાહેરમાં ન લાવો અન્યથા તમારી પ્રતિષ્ઠાને હાનિ થવાની શક્યતાઓ વધુ છે. એકતરફી આકર્ષણ આજે તમારી માટે માથાનો દુખાવો જ લાવશે. તમારો મોબાઈલ ફોન તમને આજે મુશ્કેલીમાં મુકી શકે છે. તેનો વધારે પડતો ઉપયોગ ટાળજો. તમારા દેખાવ અને વ્યક્તિત્વને નીખારવા કરેલા પ્રયત્નો તમારા સંતોષ મુજબનું પરિણામ આપશે. તમારા જીવનસાથી તમારા સ્વાસ્થ્ય પ્રત્યે બેદરકાર બને એવી શક્યતા છે.

કુંભ (,શ,સ,ષ) :- તમે તમારા હકારાત્મક અભિગમ તથા આત્મવિશ્વાસ દ્વારા તમારી આસપાસના લોકોને પ્રભાવિત કરો એવી શક્યતા છે. પ્રૉપર્ટીને લગતા સોદા સાકાર થશે તથા અકલ્પ્ય લાભ લાવશે. કેટલાક અણધારી સમસ્યાઓને કારણે પારિવારિક શાંતિમાં ખલેલ પહોંચશે. પણ ચિંતા કરવાની જરૂર નથી કેમ કે સમય બધું જ ઉકેલી નાખશે. અત્યારે સમયની જરૂરિયાત છે કે તમે આ બધાને હળવાશથી લો. તમને આજે પ્રેમની સુંદર ચોકલેટના સ્વાદ માણવા મળશે. આજનો દિવસ મુશ્કેલ રહેશે, પણ ધીરજ અને શાંતિ તમને દરેક અંતરાય પર વિજય મેળવી આપવા સક્ષમ છે. નિંદા-કૂથલી તથા અફવાઓથી દૂર રહો. આજે તમે તમારા જીવનસાથી સાથે ખરેખર કશુંક ઉત્સાહજનક કરવાના છો.

મીન (દ,ઝ,ચ,થ) તમારા વિચારોને કેટલાક હકારાત્મક વિચારોમાં વાળો કેમ કે તમે ભયના ડરામણા દૈત્ય સામે લડી રહ્યા છો, અન્યથા તમે આ કટ્ટર દૈત્યના નિષ્ક્રિય તથા આસાન ભોગ બની જશો. આજે તમે મૂડી આસાનીથી ઊભી કરી લેશો-લેણાં નીકળતાં નાણાંની ઉઘરાણી કરો-અથવા નવા પ્રૉજેક્ટ્સ પર કામ કરવા માટે ધીરાણ માગો. તમારા પારિવારિક જીવનને યોગ્ય સમય અને ધ્યાન આપો.ઑફિસમાં વધુ સમય આપવો એ તમારા પારિવારિક મોરચે સમસ્યાઓ સર્જી શકે છે. તમારા પરિવારના સભ્યોને એ અનુભૂતિ થવા દો કે તમે તેમની પરવા કરો છો. આજના અદભુત દિવસે તમારા સંબંધોમાંની તમામ ફરિયાદો તથા તથા રોષ આજે અદૃશ્ય થઈ જશે. કામના સ્થળે આજે તમને સારા સમાચાર મળી શકે છે. તમારા છૂપા શત્રુઓ તમારા વિશે અફવાઓ ફેલાવવા માટે ઉત્કંઠ હશે. તમારા જીવનસાથી સાથેનો તમારો સંબંધ તાણભર્યો રહેશે અને ગંભીર ખેંચતાણ પણ થશે જે ટકવી જોઈએ તેના કરતાં લાંબા સમય સુધી ટકશે.

Latest Stories