જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ

જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ - Connect Gujarat
New Update

મેષ (અ,લ,ઇ) – એવો દિવસ જ્યારે આરામ મહત્વનો રહેશે- કેમ કે તમે હાલમાં જ ઘણા માનસિક પરિતાપનો સામનો કર્યો છે- આનંદ-પ્રમોદ અને મનોરંજન તમને હળવા થવામાં મદદ કરશે. ગ્રુપમાં સંકળાવું મનોરંજક છતાં ખર્ચાળ સાબિત થશે-ખાસ કરીને જો તમે અન્યો પર ખર્ચ કરવાનું બંધ નહીં કરો. તમને જેના પર વિશ્વાસ છે એવી કોઈક વ્યક્તિ તમને પૂરૂં સત્ય નહીં જણાવે-તમામ જાણકારી મેળવવા માટે થોડીક પૂછપરછ મહત્વની સાબિત થશે- પણ તમે જો ગુસ્સાથી વર્તશો તો તમે તમારો સંબંધ બગાડી બેસશો. આજે રૉમાન્સની આશા નથી. આજે તમે જો પ્રવાસ કરવાના હો તો તમારે તમારી ભાષા અંગે વધારે તકેદારી રાખવાની જરૂર છે. આજે જરૂરિયાતના સમયે તમારા જીવનસાથી પોતાના પરિવારના સભ્યોની સરખામણીએ તમારા પરિવારના સભ્યોને ઓછું મહત્વ આપે એવું બની શકે છે.

વૃષભ (બ,વ,ઉ) - નિયત સમયાંતરે ઊભા થનારા અંતરાયો કેટલીક સમસ્યાઓ ઊભી કરશે. તમારા ચેત્તાતંત્રને કાયર્યશીલ રાખવા માટે સંપૂર્ણ આરામ લો. કેટલાક લોકો માટે પ્રવાસ દોડધામભર્યો અને તાણયુક્ત પુરવાર થશે-પણ આર્થિક રીતે વળતર આપશે. પારિવારિક જવાબદારીઓનો ડુંગર ખડકાશે-તેના કારણે તમારા મગજ પર તાણ વધશે. હિંમત હારતા નહીં-નિષ્ફળતા કુદરતી બાબત છે અને આ જ જીવનની સુંદરતા છે. તમારે યાદ રાખવાની જરૂર છે કે ઈશ્વર એની જ મદદ કરે છે જે પોતાની મદદ કરે છે. તમારા જીવનસાથીના સગાં-સંબંધીઓ આજે તમારા વૈવાહિક જીવનમાં ખલેલ સર્જી શકે છે.

મિથુન (ક,છ,ઘ) – તમારા વિનમ્ર વર્તનની સરાહના થશે. અનેક લોકો તમારા છુટ્ટા મોંએ વખાણ કરશે. તમે કોની સાથે આર્થિક વ્યવહાર કરી રહ્યા છો તેની તકેદારી રાખજો. તમારા દેખાવમાં તમે જે કેટલાક ફેરફારો કરશો તે તમારા પરિવારના સભ્યોને નહીં ગમે. તમારા પ્રિયપાત્રના કઠોર શબ્દોને કારણે તમારો મૂડ કદાચ વ્યગ્ર થઈ શકે છે. જરૂરિયાતમંદ લોકોને મદદ કરવાની તમારી ક્ષમતા તમને માન અપાવશે. આજે તમારા જીવનસાથી સાથે તમારી ગંભીર બોલાચાલી થઈ શકે છે.

કર્ક (ડ,હ) – લાંબા ગાળાની માંદગીથી તમને મુક્તિ મળે એવી શક્યતા છે. ધંધામાં ઉધાર માગવાના ઈરાદે તમારો સંપર્ક કરનારાઓની અવગણના કરો. તમને નીચા પાડવાની કોશિષ કરતા લોકો સાથે કામ લેવામાં તમને ખૂબ જ મુશ્કેલી પડશે. તમારા પ્રિયપાત્ર સાથે પિકનિક પર જઈ તમારી અમૂલ્ય ક્ષણોને ફરીથી જીવો. કાયદાકીય સલાહ મેળવવા માટે વકીલની મુલાકાત લેવા માટે સારો દિવસ. લગ્નજીવનને સારૂં બનાવવાના તમારા પ્રયાસોઆજે તમારી અપેક્ષા કરતાં સારાં પરિણામ દેખાડશે.

સિંહ (મ,ટ) – અસીમ જીવનની મહાન ભવ્યતાને માણવા માટે તમારા જીવનને વધુ ઉત્કૃષ્ટ બનાવો. ચિંતાની ગેરહાજરી આ દિશામાં પ્રથમ પગલું છે. ઘરને લગતી લક્ઝરી પર વધુ પડતો ખર્ચ ન કરશો. પત્ની સાથે ખરીદી અત્યંત માણવાલાયક હશે. આ બાબત તમારી વચ્ચેની સમજણને પણ વધારશે. ભૂતકાળની ખુશખુશાલ યાદો તમને વ્યસ્ત રાખશે. અંગત અને ગોપનીય હોય તેવી માહિતી કોઈને જણાવતા નહીં. આજે લગ્નજીવનની ઉજળી બાજુ અનુભવવાનો દિવસ છે.

કન્યા (પ,ઠ,ણ) – મિત્રો સહકાર આપશે તથા તમને ખુશ રાખશે. તમે તેજસ્વી નવા વિચારો સાથે સામે આવશો, એ વિચારો તમને આર્થિક લાભ આપવશે. પરિવારના નિકટના સભ્યો તમારામાં ઈર્ષા તથા ચીડની લાગણી જન્માવશે- પણ તેમના પર ખફા થવાને બદલે તમે શું અનુભવી રહ્યા છો એ અંગે તેમની સાથે ચર્ચા કરો. તમારા દિલને અપીલ કરે એવી કોઈ વ્યક્તિને મળવાની સંભાવના અતિ પ્રબળ છે. તમે જો કોઈ પરિસ્થિતિથી દૂર ભાગશો-તો એ શક્ય હોય એટલી ખરાબ રીતે તમારો પીછો કરશે. તમારા લગ્નજીવનમાં આજનો દિવસ વિશિષ્ટ છે, આજે તમને કશુંક ખરેખર અસાધારણ અનુભવવા મળશે.

તુલા (ર,ત) – તમારા સ્વાસ્થ્યની સંભાળ રાખો. આગળ જતાં જેનું મૂલ્ય વધવાનું છે એવી ચીજ ખરીદવા માટે શ્રેષ્ઠ દિવસ. પાડોશી સાથેનો ઝઘડો તમારો મૂડ બગાડી નાખશે. પણ તમારો મિજાજ ગુમાવતા નહીં કારણ કે આ બાબત બળતામાં ઘી ઉમેરશે. તમે સહકાર ન આપો તો કોઈ તમારી સાથે ઝઘડી જ શકે નહીં. તમારા પ્રેમી કે પ્રેમિકાની બિનજરૂરી માગ સામે ઝૂકતા નહીં. અણધાર્યો પ્રવાસ કેટલાક માટે દોડધામભર્યો તથા તાણયુક્ત સાબિત થઈ શકે છે. તમને તમારા જીવનસાથી દ્વારા ઠેસ પહોંચવાની શક્યતા છે.

વૃશ્વિક (ન,ય) – વધુ પડતી ચિંતા તથા તાણ તમારા સ્વાસ્થ્યને બરબાદ કરી શકે છે.માનસિક સ્પષ્ટતા જાળવવા માટે તમારે મૂંઝવણ તથા હતાશા ટાળવી જોઈએ. એક યા બીજી જગ્યાએથી તમને આર્થિક લાભ મળી રહેશે. આજે તમને ખબર પડશે કે જેના પર તમને હંમેશાં વિશ્વાસ હતો એ તમારા પ્રત્યે વફાદાર નથી ત્યારે તમને સૂગની લાગણી થશો. ભૌતિક અસ્તિત્વનું હવે કોઈ મહત્વ નથી, કેમ કે તમે એકમેકને એકબીજાના પ્રેમમાં જ અનુભવો છો. તમને ગેરમાર્ગે દોરવાનો પ્રયાસ કરનાર અથવા તમને નુકસાન કરે એવી ખોટી માહિતી આપતી વ્યક્તિથી ચેતતા રહેજો. તમારા ખરા જીવનસાથી સાથે હોવાની અનુભૂતિ કેવી હોય છે તે તમે આજે અનુભવશો. હા, તમારા જીવનસાથી ખરેખર અદભુત છે.

ધન (ભ,ફ,ધ,ઢ) – યોગ્ય વ્યાયમ વડે તમારે તમારા વજન પર કાબૂ રાખવાની આવશ્યક્તા છે. તૈલી તથા મસાલાયુક્ત આહાર ટાળો. અફવાઓ પર આધરિત સટ્ટામાં પડતા નહીં. બાળકો સાથે મતભેદને કારણે બાલાચાલી થશે અને તેને કારણે હતાશા વધશે. તમારા પ્રિયપાત્રથી દૂર રહેવું ખૂબ જ મુશ્કેલ બની રહેશે. નિંદા-કૂથલી તથા અફવાઓથી દૂર રહો. લગ્નજીવનમાં મુશ્કેલ તબક્કા બાદ આજનો દિવસ તમને થોડી રાહત પૂરી પાડશે.

મકર (ખ,જ) – તમારો મજબૂત પ્રતિકાર તથા નિર્ભયતા તમારા માનસિક સાર્મથ્યમાં જબરજસ્ત વધારો કરશે. આ ગતિને જાળવી રાખો જેથી તે તમને ગમે તે પરિસ્થિતિને અંકુશમાં રાખવા નો ઉત્સાહ પૂરો પાડશે. લાંબા-ગાળાના લાભ માટે શેર્સ તથા મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરો. લમે જેમની સાથે રહો છો એ લોકો તમારાથી ખુશ નહીં હોય-પછી ભલેને તમે તેમને ખુશ કરવા ગમે તે કરો. અંગત બાબતો અંકુશ હેઠળ રહેશે. અંગત અને ગોપનીય હોય તેવી માહિતી કોઈને જણાવતા નહીં. આજનો દિવસ તમારા જીવનની વસંત સમાન છે, રોમાન્સથી ભરપૂર અને એમાં માત્ર તમે અને તમારા જીવનસાથી

કુંભ (,શ,સ,ષ) :- રસ્તો ઓળંગતી વખતે ચેતતા રહેજો ખાસ કરીને લાલબત્તી હોય ત્યારે. કોઈકની બેદરકારી તમને હાનિ પહોંચાડી શકે છે. ખર્ચ વધશે પણ આવકમાં થતો વધારો તમારા ખર્ચને પહોંચી વળશે. ઘરનું કામ થકાવનારૂં હશે તથા માનસિક તાણનું મોટું કારણ બનશે. તમારા મિત્રો સાથે તમે વિતાવેલા સારા સમયને યાદ કરી મિત્રતાને નવપલ્લવિત કરવાનો સમય. દિવસને શ્રેષ્ઠ બનાવવા તમે તમારા છૂપા ગુણોનો ઉપયોગ કરશો. આજનો દિવસ તમારા પરિણીત જીવનનો શ્રેષ્ઠતમ દિવસ બની રહેશે. પ્રેમના ખરા આનંદની અનુભૂતિ તમને આજે થશે.

મીન (દ,ઝ,ચ,થ) કેટલાક લોકો માનશે કે કશુંક નવું શીખવા માટે તમે ઉંમરમાં વધુ છો-પણ એ બાબત સત્યથી સદંતર વેગળી છે-તમારા તીવ્ર અને સક્રિય મગજને કારણે તમે નવી બાબત ઝડપથી શીખી લેશો. આજે તમારી સામે રજૂ કરવામાં આવતી રોકાણ યોજનાઓ તરફ તમારે બેવાર જોઈ લેવું. તમે જેની સાથે રહો છો એમાંથી કોઈક તમારા અણધાર્યા તથા હળવાશભર્યા વર્તનથી હતાશ છે અને તમારાથી નારાજ છે. તમારા પ્રિયપાત્રના મિજાજમાં અણધાર્યા તાનપલટા આજે વધશે. એવા ઉતાવળા નિર્ણય લેતા નહીં, જેનાથી જીવનમાં આગળ જતાં તમને તેના વિશે અફસોસ થાય. જો તમે મગજ શાંત નહીં રાખો તો, આજે તમે તમારા લગ્નજીવનમાં ખરેખર કશુંક ખોટું કરી નાખશો..

#રાશિ ભવિષ્ય
Here are a few more articles:
Read the Next Article