જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ

New Update
જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ - Connect Gujarat

મેષ (અ,લ,ઇ) – તમારી માટે એ સમજી લેવાનો સમય આવી ગયો છે કે માનસિક શત્રુઓ શરીરની રોગપ્રતિકારક શક્તિ ઘટાડે છે આથી મગજમાં કોઈ બિનજરૂરી વિચારોને પ્રવેશવા ન દો. આર્થિક બાબતોમાં ચોક્કસ સુધારો થશે-પણ તેની સાથે જ ખર્ચમાં પણ વધારો થશે. જો આખા પરિવારનો સમાવેશ થતો હોય તો મનોરંજન ખરેખર રસપ્રદ સાબિત થશે. તમારો પ્રેમ એક નવી ઊંચાઈએ પહોંચશે. તમારો દિવસ તમારા પ્રિયપાત્રના હાસ્ય સાથે શરૂ થશે તથા તેનો અંત એકમેકના સપનાંમાં થશે. છૂટક તથા જથ્થાબંધ વેપારીઓ માટે સારો દિવસ. સેમિનાર તથા પ્રદર્શન તમને નવું જ્ઞાન તથા નવા સંપર્કો આપશે. અસહમતિની શ્રેણીની અસર તમારા પર જોવા મળશે અને તમારા જીવનસાથી સાથે સમાધાન કરવામાં તમને મુશ્કેલી પડશે.

વૃષભ (બ,વ,ઉ) - તમારૂં સ્વાસ્થ્ય અને દેખાવ સુધારવા માટેની બાબતો હાથ ધરવા માટે અઢળક સમય મળશે. સટ્ટા અથવા અણધાર્યા લાભ દ્વારા તમારી આર્થિક હાલત સુધરશે. જમીનને લગતો વિવાદ ઝઘડાનું સ્વરૂપ લેશે. મામલો ઉકેલવા તમારા માતા-પિતાની મદદ લેજો. તેમના માર્ગદર્શન મુજબ ચાલશો તો તમે ચોક્કસ જ સમસ્યા ઉકેલી શકશો. આજે તમે કુદરતી સૌદર્ય દ્વારા અંજાઈ જાવ એવી શક્યતા છે. તમને આજે પ્રેમની સુંદર ચોકલેટના સ્વાદ માણવા મળશે. મહત્વનાં લાકો સાથે વાતચીત કરતી વખતે તમારા શબ્દો તકેદારીપૂર્વક પસંદ કરો. તમારા જીવનસાથી આજે તમારી માટે કશુંક ખરેખર ખાસ કરશે.

મિથુન (ક,છ,ઘ) – આજે તમે જે કંઈ કરશો તેમાં-ઊર્જાથી સભર હશો-તમે દરેક કામ સામાન્યપણે લાગતા સમય કરતાં અડધા સમયમાં પાર પાડી શકશો. કમિશન,ડિવિડન્ડ અથવા રૉયલ્ટીઝમાંથી તમે લાભ મેળવશો. બાળકો કેટલાકજબરજસ્ત સમાચાર લાવી શકે છે. જો તમે આજે આજે પ્રેમ કરવાની તક નહીં ગુમાવો તો, આ દિવસ તમે તમારા આખા આયુષ્યમાં નહીં ભૂલી શકો. તમે લાંબા સમયથી જે મહત્વના પ્રૉજેક્ટ પર કામ કરી રહ્યા છો તેમાં મોડું થવાની શક્યતા છે. તમારી પ્રતિષ્ઠાને હાનિ પહોંચાડે તેવા લોકો સાથે જોડાવાનું ટાળો. આજે તમને સવારે કંઈક એવું મળશે, જે તમારા આખા દિવસને અદભુત બનાવી મુકશે.

કર્ક (ડ,હ) – ભાગ્ય પર આધાર ન રાખો અને તમારૂં સ્વાસ્થ્ય સુધારવાના પ્રાયાસ કરો કેમ કે નસીબ એવી આળસું દેવી છે જે ક્યારેય તમારી પાસે નહીં આવે. સમય આવી ગયો છે જ્યારે તમારે તમારા વધતા વજન પર અંકુશ મુકીને સ્વાસ્થ પાછું મેળવવા કસરત પાછી શરૂ કરવી જોઈએ. ભૂતકાળના રોકાણમાંથી આવકમાં વધારો જોવાય છે. તમારી મદદની જરૂર હોય એવા મિત્રની મુલાકાત લેજો. પ્રેમમાં તમે નિરાશ થયા હશો પણ નાસીપાસ થશે નહીં કેમ કે પ્રેમીઓ ખૂબ જ અધીરા હોય છે. બદલાતા સમય સાથે કદમ મિલાવવામાં નવી ટૅક્નોલૉજીનો સ્વીકાર મહત્વની બાબત સાબિત થશે. તમારા છૂપા શત્રુઓ તમારા વિશે અફવાઓ ફેલાવવા માટે ઉત્કંઠ હશે. તમારા જીવનસાથીના કારણ વગરના બબડાટને કારણે તમે ચીડાશો, પણ તે તમારી માટે કશુંક અદભુત કરશે..

સિંહ (મ,ટ) – સફળતા હાથવેંતમાં હોવા છતાં શક્તિનો ક્ષય થતો લાગશે. તમારા ખર્ચમાં વધારો થશે જે તમારા મગજને સંતાપ આપશે. આજે ઘરના કેટલાક સંવેદનશીલ મુદ્દા ઉકેલવા તમારે તમારૂં બુદ્ધિચાર્તુય તથા ધાક અજમાવવાની જરૂર પડશે. તમારૂં અનિશ્ચિત વર્તન તમારા પ્રિયપાત્ર સાથેના વિખવાદનું કારણ બની શકે છે. આજે પ્રેમ જીવન ખૂબ જ સુંદર રીતે ખીલશે. આઉટસ્ટૅશન પ્રવાસ આરામદાયક નહીં હોય-પણ તે તમને મહત્વના સંપર્કો બનાવવામાં મદદરૂપ થશે. તમે તમારા જીવનસાથી પર આજે શંકા કરશો જેને કારણે ઘરની શાંતિમાં ભંગ પડવાની શક્યતા છે.

કન્યા (પ,ઠ,ણ) – તમારી શક્તિ પાછી મેળવવા માટે સંપૂર્ણ આરામ કરો. તમારો ખર્ચ તમારા બજેટની બહાર જતો રહેશે જેને કારણે તમારા કેટલાક ચાલી રહેલા પ્રૉજેક્ટ્સ અણધારી રીતે થંભી જશે. તમારા જીવનસાથી સાથે સારી સમજ ઘરમાં સુખ-શાંતિ અને સમૃદ્ધિ લાવશે. કોઈક ખાસ વ્યક્તિનું ધ્યાન તમે તમારી તરફ ખેંચી શકશો-જો તમે તમારા ગ્રુપ સાથે રહેશો તો. મહિલાઓ તમારી સફળતામાં મોટી ભૂમિકા ભજવશે-પછી ભલેને તમે ગમે તે ક્ષેત્રમાં હો. વ્યપાર માટે હાથ ધરવામાં આવેલી મુસાફરી લાંબા ગાળે લાભદાયક પુરવાર થશે. લગ્નજીવનમાં એક મુશ્કેલ તબક્કા બાદ તમે આજે એક નવી સવાર જોશો.

તુલા (ર,ત) – ગૅસને લગતી સમસ્યાઓ ધરાવતા દરદીઓએ તેલ તથા ચરબીયુક્ત ખોરાક ટાળવો કેમ કે તેનાથી તેમની બીમારી વધી શકે છે. આર્થિક સમસ્યાઓ રચનાત્મક રીતે વિચારવાની તમારી ક્ષમતાને હાનિ પહોંચાડશે. તમારો મત અન્યો પર ન થોપો-વિવાદ ટાળવા માટે અન્યો શું કહે છે તે પણ તમારે સાંભળવું જોઈએ. આજે તમને જાણ થશે કે તમારા સાથીનો પ્રેમ તમારી માટે સદાય ઊંડી ભાવના ધરાવતી લાગણી છે. આજે કામના દબાણ વચ્ચે શાંત થવા માટે તમને પૂરતો સમય ન મળે એવી શક્યતા છે. અણધાર્યો પ્રવાસ કેટલાક માટે દોડધામભર્યો તથા તાણયુક્ત સાબિત થઈ શકે છે. લગ્ન એક આશીર્વાદ છે અને આજે તમને એનો અનુભવ થવાનો છે

વૃશ્વિક (ન,ય) – તમારૂં વ્યક્તિત્વ આજે અત્તરની જેવું કામ કરશે. તમારી રચનાત્મક પ્રતિભાનો યોગ્ય ઉપયોગ લેવાશે તો તે ખૂબ જ આકષર્ષક સાબિત થશે. પરિવાર સાથેના જોડાણ અને બંધનને તાજાં કરવાનો દિવસ. કોઈકની દખલને કારણે તમારા પ્રિયપાત્ર સાથેના તમારા સંબંધો વણસી શકે છે. આનંદ-પ્રમોદ તથા મનોરંજન માટે સારો દિવસ, પણ જો તમે કામ કરી રહ્યો હો તો તમારે બિઝનેસને લગતા સોદાઓમાં સાવચેતી રાખજો. સંવાદ સાધવાની કળા આજે તમારૂં સુદૃઢ પાસું રહેશે. તમારા જીવનસાથીના સગાં-સંબંધીઓ આજે તમારા વૈવાહિક જીવનમાં ખલેલ સર્જી શકે છે.

ધન (ભ,ફ,ધ,ઢ) – તમારે તમારી લાગણીઓ પર અંકુશ મુકવો પડશે તથા તમારા ભયથી બને એટલી જલ્દી મુક્તિ મેળવવી પડશે, કેમ કે તમારા સ્વાસ્થ્ય પર તેના પર તરત અસર પડવાની શક્યતા છે તથા સારા સ્વાસ્થ્યનો આનંદ લેવાના તમારા માર્ગમાં તે અંતરાય બની શકે એવી શક્યતા જોવાય છે. આજે તમારે જમીન, રિયલ એસ્ટેટ અથવા સાંસ્કૃતિક પ્રૉજેક્ટ્સને લગતી બાબતો પર ધ્યાન આપવું જોઈએ. તમારા નિર્ણયોમાં માતા-પિતાની મદદ તમને ખૂબ કામમાં આવશે. તમારા પ્રિયપાત્રમાં શું કમીઓ છે તે શોધવામાં તમારો સમય બરબાદ ન કરતા. કામના સ્થળે વાતાવરણમાં સારા પરિવર્તન આવી શકે છે. આધ્યાત્મિક ગુરૂ અથવા કોઈક વડીલ તમને માર્ગદર્શન પૂરું પાડશે. જ્યારે તમે કોઈકની સાથે રહેતા હો છો ત્ારે તકરારો અનિવાર્ય છે. તમે તમારા જીવનસાથી સાથે બોલાચાલીમાં ઉતરી શકો છો.

મકર (ખ,જ) – છેલ્લા થોડા સમયથી તમારામાંના જે લોકો ઑવરટાઈમ કામ કરી રહ્યા છે- તેઓ આજે તાણ અને દુવિધા આ બે બાબતો નહીં ઈચ્છે. આજનો જ વિચાર કરીને જીવનના તમારા અભિગમને તથા મનોરંજન પાછળ વધુ પડતો સમય અને નાણાં ખર્ચવાના તમારા વલણ પર અંકુશ રાખો. ઘરમાં બોલાચાલીને કારણે પરિવારના સભ્યો વચ્ચે અપ્રિય વાતાવરણ સર્જાશે. તમારા પ્રિયપાત્ર સાથે શૉપિંગ માટે બહાર જાવ ત્યારે આક્રમક ન બનતા. મહત્વના લોકો સાથે હળો-મળો ત્યારે તમારા આંખ-કાન ખુલ્લા રાખો-કેમ કે એવું કરવાથી તમને મહત્વની કોઈ વાત જાણવા મળી શકે છે. આઉટસ્ટૅશન પ્રવાસ આરામદાયક નહીં હોય-પણ તે તમને મહત્વના સંપર્કો બનાવવામાં મદદરૂપ થશે. તમારા જીવનસાથી તમને આજે કંઈક એવું જણાવશે જે તમે જાણવા માગતા નથી.

કુંભ (,શ,સ,ષ) :- કોઈ ઈજા ન થાય તે માટે બેસતી વખતે ખાસ સંભાળવું. કેમ કે બેસવાની ઢબ ન માત્ર વ્યક્તિના વ્યક્તિત્વને નીખારે છે બલ્કે સ્વાસ્થ્ય અને આત્મવિશ્વાસ વધારવામાં પણ મહત્વની ભૂમિકા ભજવે છે. નાણાંનો અચાનક આવેલો પ્રવાહ તમારા બિલ તથા નિકટના ખર્ચને પહોંચી વળવામાં તમારી મદદ કરશે. ઘરની જવાબદારીઓ તથા નાણાં માટે કકળાટ આજે તમારા વૈવાહિક જીવનને કલુષિત કરી શકે છે. આનંદ માટે નવા સંબંધો તરફ મીટ માંડો. છૂટક તથા જથ્થાબંધ વેપારીઓ માટે સારો દિવસ. તમારા વાણી અને વર્તન અંગે દરકાર રાખો કેમ કે તમે કશુંક ભ્રામક કરશો તો સત્તામાંના લોકો એ અંગે બહુ સમજદારી નહીં દાખવે. તમારો કોઈ જૂનો મિત્ર તમે તમારા જીવનસાથી સાથે વિતાવેલી યાદગાર ક્ષણોની યાદ પોતાની સાથે લઈને આવશે.

મીન (દ,ઝ,ચ,થ) તમારો આવેશપૂર્ણ સ્વભાવ તમારી માટે સ્વાસ્થ્યને લગતી ગંભીર સમસ્યા ઊભી કરે શકે છે. જે બાબત ખાસ હશે એવી કોઈપણ બાબત માટે નાણાં ધીરવા મહત્વના લોકો તૈયાર હશે. તમારા નવા પ્રૉજેક્ટ્સ તથા યોજનાઓ વિશે તમારા ભાગીદારને વિશ્વાસમાં લેવા માટે પણ આ સમયગાળો સારો છે. પ્રેમ એ ઈશ્વરની પૂજા સમાન છે, તે ખૂબ ધાર્મિક તથા આધ્યાત્મિક બાબત પણ છે. આજે તમને એ બાબત સમજાશે. તમારા પ્રયાસ માટે લોકો કામના સ્થળે તમારી નોંધ લેશે. તમારા વાણી અને વર્તન અંગે દરકાર રાખો કેમ કે તમે કશુંક ભ્રામક કરશો તો સત્તામાંના લોકો એ અંગે બહુ સમજદારી નહીં દાખવે. તમે અને તમારા જીવનસાથી હાલના દિવસોમાં ખુશખુશાલ હોવાની લાગણી ન અનુઙવતા હો તો આજે તમે પાગલપણાના હદ સુધીનો આનંદ અનુભવશો.

Latest Stories