જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ

જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ - Connect Gujarat
New Update

મેષ (અ,લ,ઇ) – તમારા સ્વાસ્થ્ય વિશે વિશેષ સાવચેતી રાખજો ખાસ કરીને બ્લ્ડ પ્રૅશરના દરદીઓ. થોડા વધુ નાણાં બનાવવા માટે તમારા નાવિન્યસભર વિચારોનો ઉપયોગ કરો. બાળકો તેમની સિદ્ધિ દ્વ્રારા તમને ગર્વની અનુભૂતિ કરાવશે. તમારા પરિયપાત્ર દ્વારા કરાયેલી ટિપ્પણી અંગે તમે ખૂબ જ સંવેદનશીલ હશો-તમારી લાગણીઓને વશમાં રાખો અને કંઈપણ બિનજવાબદારીભર્યું ન કરતા જેનો તમને આગળ જઈને પસ્તાવો થાય. તમારો મોબાઈલ ફોન તમને આજે મુશ્કેલીમાં મુકી શકે છે. તેનો વધારે પડતો ઉપયોગ ટાળજો. તમારા છૂપા શત્રુઓ તમારા વિશે અફવાઓ ફેલાવવા માટે ઉત્કંઠ હશે. તમે આજે કોઈ ગરબડ કરી શકો છો, જે તમારા લગ્નજીવનને નુકસાન પહોંચાડી શકે છે

વૃષભ (બ,વ,ઉ) - શક્ય હોય તો લાંબી મુસાફરી ટાળવી કેમ કે મુસાફરી કરવા માટે તમે ખૂબ જ નબળા છો અને આ મુસાફરી તમને વધુ નબળા પાડી શકે છે. કેટલાક બાકી રહેલા મુદ્દા વધુ ઘેરા બનશે તથા ખર્ચનો મુદ્દો તમારા મગજમાં ઘુમરાયા કરશે. લોકો તમને નવી આશાઓ તથા સપનાં આપશે-પણ તમારા પોતાના પ્રયત્નો પર ઘણું બધું અવલંબશે. એક તરફી બાબતોમાં તમારો સમય બગાડશો નહીં. આજનો દિવસ તમારા બધા માટે ખૂબ જ સક્રિય તથા સામાજિક પ્રવૃત્તિઓથી ભરેલો દિવસ રહેશે.-લોકો તમારી સલાહ લેવા આવશે તથા તમારા મોઢામાંથી બહાર આવતી દરેક વાત માન્ય રાખશે. ખરીદી તથા અન્ય પ્રવૃત્તિઓ તમને દિવસના મોટ ભાગનો સમય વ્યસ્ત રાખશે. ક્યારેક લગ્નજીવન ખૂબ જ હતાશાજનક બની રહે છે. એવું લાગે છે કે આજે હતાશ થવાનો વારો તમારો છે.

મિથુન (ક,છ,ઘ) – મિત્ર સાથે તમારી ગેરસમજ કેટલાક અપ્રિય પ્રત્યાઘાતોને આમંત્રણ આપશે-કોઈ પણ નિર્ણય જોહેર કરતા પહેલા સંતુલિત મંતવ્ય મેળવો. અણર્ધાયા બિલ આર્થિક બોજો વધારશે. પારિવારિક મોરચે કેટલીક સમસ્યાઓ પરિવારની શાંતિ તથા સ્વસ્થ વાતાવરણને ખોરવી નાખશે. તમારો કૉલ લંબાવીને તમે તમારા રૉમેન્ટિક ભાગીદારને ચીડવશો. થોડીવાર માટે તમને લાગશે કે તમે એકલા છો-તમારા સહકર્મચારી-સાથી કદાચ તમારી મદદે આવશે-પણ તેઓ તમને વધુ મદદ કરી શકશે નહીં. તમને ગેરમાર્ગે દોરવાનો પ્રયાસ કરનાર અથવા તમને નુકસાન કરે એવી ખોટી માહિતી આપતી વ્યક્તિથી ચેતતા રહેજો. તમારા જીવનસાથીના કારણ વગરના બબડાટને કારણે તમે ચીડાશો, પણ તે તમારી માટે કશુંક અદભુત કરશે.

કર્ક (ડ,હ) – એવો દિવસ જ્યારે તમારા ચહેરા પર નિરંતર સ્મિત રહેશે અને અજાણ્યા લોકો પણ ઓળખીતા લાગશે. તમે કોની સાથે આર્થિક વ્યવહાર કરી રહ્યા છો તેની તકેદારી રાખજો. તમે જેને પ્રેમ કરે છો એવા લોકો પાસેથી ભેટ મેળવવા અથવા તેમને આપવા માટે મંગળકારી દિવસ. આજે પ્રેમ જીવન ખૂબ જ સુંદર રીતે ખીલશે. આજનો દિવસ મુશ્કેલ રહેશે, પણ ધીરજ અને શાંતિ તમને દરેક અંતરાય પર વિજય મેળવી આપવા સક્ષમ છે. તમે જો શૉપિંગ માટે જવાના હો તો વધુ પડતા ખર્ચાળ બનવાનું ટાળો. સ્પર્શ, ચુંબન, આલિંગનનું લગ્નજીવનમાં આગવું મહત્વ હોય છે. આજે તમે તેનો અનુભવ કરવાના છો.

સિંહ (મ,ટ) – વધુ પડતી ચિંતા માનસિક શાંતિને ખલેલ પહોંચાડી શકે છે. તેને ટાળો કેમ કે બેચેની ભય તથા ચિંતાનો દરેક કણ તમારા મગજ પર વિપરિત અસર કરી શકે છે. તમારા ખર્ચમાં અણધાર્યો વધારો તમારી માનસિક શાંતિમા ખલેલ પહોંચાડશે. પોતાની અંગત સમસ્યાઓ ઉકેલવા માટે મિત્ર તમારી મદદ લઈ શકે છે. પ્રેમમાં તમારા કઠોર વર્તન માટે માફી માગો. આજે તમારો બૉસ ખૂહ જ ખરાબ મિજાજ સાથે ઑફિસમાં આવે એવી શક્યતા છે, જેની સાથે પનારો પાડવો તમારી માટે મુશ્કેલ બની શકે છે. સીધા પ્રાપ્ત ન થયા હોય એવા સમાચારની ફેર ચકાસણી કરી લેવી. તમારા જીવનસાથીના સ્વાસ્થ્યને કારણે કોઈક સાથેની તમારી મુલાકાત બગડી હોય તો, ચિંતા કરતા નહીં કેમ કે તમે તમારા જીવનસાથી સાથે સારો સમય વીતાવી શકશો.

કન્યા (પ,ઠ,ણ) – દોડધામભર્યો દિવસ હોવા છતાં સારો દિવસ. બૅન્કને લગતા કાર્યો ખૂબ જ તકેદારીપૂર્વક પાર પાડવાની જરૂર પડશે. નવજાત શિશુની માંદગી તમને વ્યસ્ત રાખશે. તમારે તેના પર તરત ધ્યાન આપવાની જરૂર પડશે. યોગ્ય સલાહ લેજો કેમ કે તમારી બાજુએ જરાક પણ બેદરકારી સમસ્યાને વકરાવી શકે છે. આજનો દિવસ તમારા પ્રેમ જીવનમાં એક અદભુત દિવસ બની રહેશે. આજે કરાયેલા સંયુક્ત સાહસો આગળ જતાં લાભદાયક પુરવાર થશે, પણ માતા-પિતા તરફથી આ બાબતે તમારે મોટા વિરોધનો સામનો કરવા પડશે. તમારી યોજનાઓમાં છેલ્લી ઘડીએ ફેરફાર થાય એવો દિવસ. તમારા લગ્નજીવનની બાબતમાં પરિસ્થિતિ આજે ખરેખર સુંદર જણાઈ રહી છે.

તુલા (ર,ત) – ભૂતકાળનો ખરાબ નિર્ણય આજે હતાશા તથા માનસિક અશાંતિ તરફ દોરી જશે-તમે જાણે રઝળી પડ્યા હો એવું લાગશે અને આગળ શું કરવું તેની દ્વિધામાં પડી જશો- અન્યો પાસેથી મદદ લો. ઉતાવળા નિર્ણય લેતા નહીં- ખાસ કરીને ત્યારે તમે મહત્વના આર્થિક સોદા પાર પાડવાના હો. બાળકો તમારી માટે દિવસ મુશ્કેલ બનાવી શકે છે. તેમનો રસ જળવાઈ રહે તે માટે પ્રેમનો ઉપયોગ શસ્ત્ર તરીકે કરો અને બિનજરૂરી તાણ ટાળો.યાદ રાખો પ્રેમ જ પ્રેમને ખેંચે છે. તમારા પ્રિયપાત્ર સાથે પિકનિક પર જઈ તમારી અમૂલ્ય ક્ષણોને ફરીથી જીવો. વ્યાવસાયિક મીટિંગો દરમિયાન સ્પષ્ટવક્તા અને લાગણીશીલ બનતા નહીં-તમે તમારા હોલવા પર અંકુશ નહીં મૂકો તો તમે તમારી પ્રતિષ્ઠાને સરળતાથી નુકસાન કરી શકો છો. પત્રવ્યવહાર તકેદારીપૂર્વક કરવાની જરૂર. આજે તમારૂં લગ્નજીવન મસ્તી, આનંદ અને અત્યંત શાંતિનો અનુભવ કરાવનારૂં ઠરશે

વૃશ્વિક (ન,ય) – યોગ્ય વ્યાયમ વડે તમારે તમારા વજન પર કાબૂ રાખવાની આવશ્યક્તા છે. તૈલી તથા મસાલાયુક્ત આહાર ટાળો. લાંબા ગાળાથી આવવાના બાકી નાણાં અથવા કોઈને ઉછીની આપેલી રકમ પરત આખરે પરત મળશે. તમારી લાગણીઓ પર અંકુશ મુકવો તમારી માટે મુશ્કેલ થઈ પડશે-પણ તમારી આસપાસના લોકોને કનડતા નહીં અન્યથા તમે એકલા પડી જશો. કામનું દબા તમારા મગજને ઘેરી વળશે છતાં તમારૂં પ્રિયપાત્ર તમને અમર્યાદ રૉમેન્ટિક આનંદ આપશે. તમારા કામના સ્થળે આજે ઢગલાબંધ પ્રેમ પ્રવર્તતો જોઈ શકશો. સામાજિક તથા ધાર્મિક કાર્યક્રમો માટે અદભુત દિવસ. કામના સ્થળે આજે પરિસ્થિતિ તમારી તરફેણમાં જણાય છે.

ધન (ભ,ફ,ધ,ઢ) – એવો દિવસ જ્યારે તમે આરામ કરી શકશો. તમારા શરીરને તેલથી માલિશ કરો અને તમારા સ્નાયુઓને આરામ આપો. નાણાંનો અચાનક આવેલો પ્રવાહ તમારા બિલ તથા નિકટના ખર્ચને પહોંચી વળવામાં તમારી મદદ કરશે. તમારા જીવનસાથી તરફ બેદરકારી તમારા સંબંધ પર અસર કરી શકે છે. તમારો મૂલ્યવાન સમય ફરીથી જીવો તથા તમારી મીઠી યાદોને યાદ કરી ખુશખુશાલ સોનેરી દિવસો પાછા મેળવો. તમારો રૉમેન્ટિક સંબંધ આજે મુશ્કેલીમાં આવશે. તમારી નવી યોજનાઓ અને સાહસો વિશે ભાગીદારો ઉત્સાહિત હશે. પ્રવાસ કરવાના હો તો એ વાતની ખારતરી કરી લે જો કે તમામ મહત્વના દસ્તાવેજો તમારી સાથે છે. તમારા જીવનસાથીની માગણીઓ તમને થોડી તાણ આપી શકે છે..

મકર (ખ,જ) – તમારી સ્વાસ્થ્ય તથા શક્તિ બચાવવાની આદત તમને ખૂબ જ મદદ કરશે કેમ કે તમે લાંબી મુસાફરી પર જવાની યોજના ઘડી રહ્યા છો. વ્યસ્ત સંયપત્રક છતાં તમે થાક સાથે આસાનીથી કામ પાડી શકશો. તમારો ખર્ચ તમારા બજેટની બહાર જતો રહેશે જેને કારણે તમારા કેટલાક ચાલી રહેલા પ્રૉજેક્ટ્સ અણધારી રીતે થંભી જશે. નવો દેખાવ-નવાં કપડાં-નવા મિત્રો આજે તમારા થશે. પ્રિયપાત્ર વિના સમય પસાર કરવામાં મુશ્કેલીસર્જાશે. તમારો મિજાજ સારો ન હોવાથી આજે તમે ઑફિસમાં વિવાદ બની શકો છો. અપાર રચનાત્મકતા અને ઉત્સાહ તમને વધુ એક લાભકારક દિવસ તરફ દોરી જશે. તમારા જીવનસાથીની તબિયતમાં બગાડો તમારા કામમાં બાધા બની શકે છે, પણ તેમ કોઈક રીતે બધું જ સંભાળી લેવામાં સફળ રહેશો.

કુંભ (,શ,સ,ષ) :- આજે તમે નિરાંત અનુભવશો તથા મોજ-મજા માટે યોગ્ય મૂડમાં હશો. આર્થિક સંકળામણથી બચવા માટે તમારા બજેટને વળગી રહો. મિત્રો દ્વ્રારા તમે મહત્વના સંપર્કો બનાવશો. રૉમાન્સ, બહાર જવું તથા પાર્ટીઓ ઉત્સાહજનક પુરવાર થઈ શકે છે પણ આ બાબતો થકવનારી પણ છે. તમે જે નથી કરવાના એ કામ કરવાની ફરજ અન્યોને ન પાડતા. નવી વિચારોને કસોટીની એરણ પર મુકવા માટે શ્રેષ્ઠ દિવસ. તમે તમારા જીવનસાથી પર આજે શંકા કરશો જેને કારણે ઘરની શાંતિમાં ભંગ પડવાની શક્યતા છે.

મીન (દ,ઝ,ચ,થ) તમારૂં ઝડપી પગલું લાંબા સમયથી તોળાતી સમસ્યાને ઉકેલશે. શંકાસ્પદ નાણાકીય સાહસો દ્વારા લલચાઈ જતા નહીં-મૂડીરોકાણ અત્યંત તકેદારીપૂર્વક હાથ ધરજો. તમે ખરીદી કરવા બહાર નીકળો એવી શક્યતા છે-પણ તમે જો મહત્વની ન હોય એવી વસ્તુઓ પાછળ ખર્ચ કરશો તો તમે તમારા સાથીનો મૂડ ગંભીરપણે બગાડી મુકશો. તમારી હિંમત પ્રેમ અપાવશે. સાથીદારોની સમયસરની મદદને કારણે કામના સ્થળે મુશ્કેલ સમય પસાર થઈ જશે. આ બાબત તમને વ્યાવસાયિક અગ્રતા મેળવવામાં મદદ કરશે. તમારી વાતચીતમાં તમે જેવા છો એવા જ રહો કેમ કે તમે જે નથી એ દેખાડવાથી તમને કોઈ જ ફાયદો નહીં થાય. બધા જ ઝઘડા અને ગેરસમજ બાજુ પર મુકી તમારા જીવનસાથી તમને પ્રેમથી આલિંગન આપશે ત્યારે જીવન ખરેખર ઉત્સાહથી સભર હોવાનું તમને વાગશે.

#રાશિ ભવિષ્ય
Here are a few more articles:
Read the Next Article