જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ

New Update
જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ - Connect Gujarat

મેષ (અ,લ,ઇ) – તમને વધુ સારા બનાવતા તમારી સુધારણાને લગતા પ્રૉજેક્ટ્સમાં શક્તિ લગાડો. તમારા વધારાનાં નાણાં એવા સુરક્ષિત સ્થળે મૂકો જે તમને આવનારા સમયમાં વળતરનું વચન આપે. તમારા પરિવારના સભ્યની લાગણી દુભાવવાનો ભય હોવાથી તમારા ગુસ્સા પર અંકુશ રાખો. આજે તમારા પ્રેમી કે પ્રેમિકાને નિરાશ ન કરતા-કેમ કે એનાથી તમને પછીથી પસ્તાવો થશે. કેટલાક માટે પાર્ટ-ટાઈમ નોકરીની તકો. તમારા જીવનમાં કશુંક રસપ્રદ થાય એની તમે લાંબા સમયથી રાહ જોઈ રહ્યા હો- તો તમને ચોક્કસ કંઈક રાહત મળશે. આજે નિરાંતના અભાવને કારણે તમારો શ્વાસ રૂંધાતો લાગશે. તમારે માત્ર યોગ્ય રીતે વાતચીત હાથ ધરવાની જરૂર છે

વૃષભ (બ,વ,ઉ) - આજે તમે ખૂબ જ મુશ્કેલ પરિસ્થિતિ સંભાળી લેશો આ માટે તમારી ઈચ્છાશક્તિને વળતર અપાશે. લાગણીશીલ નિર્ણય લેતી વખતે તમારે તમારા મગજ પરનો કાબૂ ગુમાવવો નહીં. આર્થિક મુશ્કેલીઓનો અંત આવતો હોય એવું જણાય છે, કેમ કે તમારા માતા-પિતા તમને સહકાર આપશે. તમે ધાર્મિક સ્થળ અથવા કોઈક સબંધીની મુલાકાત લો એવી શક્યતા જોવાય છે. તમારો પ્રેમ એક નવી ઊંચાઈએ પહોંચશે. તમારો દિવસ તમારા પ્રિયપાત્રના હાસ્ય સાથે શરૂ થશે તથા તેનો અંત એકમેકના સપનાંમાં થશે. તમારો પ્રભુત્વભર્યો અભિગમ તમારા સહ-કમર્મચારીઓ તરફથી ટીકા લાવશે. તમને ગેરમાર્ગે દોરવાનો પ્રયાસ કરનાર અથવા તમને નુકસાન કરે એવી ખોટી માહિતી આપતી વ્યક્તિથી ચેતતા રહેજો. તમારા જીવનસાથી તમને પ્રેમના અતિઆનંદથી તરબતર કરી તમને આશ્ચર્યચકિત કરી દાવાના મિજાજમાં છે, તેમને મદદરૂપ થાવ.

મિથુન (ક,છ,ઘ) – તમારૂં ઈર્ષાયુક્ત વર્તન તમને દુઃખી તથા નિરાશ કરી શકે છે. પણ એ પોતાની જાત પર જ કરેલી ઈજા જેવું છે આથી તેના વિશે વિલાપ કરવા જેવો નથી. અન્યોની ખુશીઓમાં સહભાગી થવા તમારી જાતને પ્રેરો અને આમાંથી બહાર આવો. આર્થિક બાબતોમાં ચોક્કસ સુધારો થશે-પણ તેની સાથે જ ખર્ચમાં પણ વધારો થશે. પરિવાર સાથેની સામાજિક પ્રવૃત્તિઓ ખૂબ જ આનંદપ્રદ હશે. એકવાર તમે તમારા જીવનના પ્રેમને મળશો એ પછી કોઆ બાબચની જરૂરૂ નહીં રહે. આજે તમને આ વાસ્તવિકતાની અનુભૂતિ થશે. તમે ઊર્જાવાન મહેસૂસ કરશો, જે તમારે વ્યાવસાયિક પ્રયાસો તરફ લગાડવી જોઈએ. ટૅક્સ તથા વીમાને લગતી બાબતમાં ધ્યાન આપવાની જરૂર પડશે. તમારા જીવનસાથી ખરેખર અદભુત હોય તો જીવન સુખદ અમુભૂતિ બની જાય છે. આજે તમને આ વાતનો અનુભવ થશે.

કર્ક (ડ,હ) – નાની-નાની બાબતોને તમારા મગજ પર અસર કરવા ન દેતા. સટ્ટાકીય પ્રવૃત્તિઓ નફો લાવશે. છેલ્લા થોડા સમયથી તમારૂં અંગત જીવન તમારા ધ્યાનનું મુખ્ય કેન્દ્ર રહ્યું છે-પમ આજે તમે સામાજિક જીવન પર ધ્યાન આપશો- સખાવત અને પોતાની સમસ્યાઓ સાથે જેઓ તમારી પાસ આવશે એમની મદદ. એકતરફી પ્રેમ તમને નિરાશ કરશે. તમારા માતા-પિતાને હળવાશથી લેતા નહીં. તમે જે હંમેશાં સાંભળવા માગતા હતા- એ સાર વખાણભર્યા શબ્દોની આજે લોકો તમારા પર વર્ષા કરશે. તમારા જીવનસાથીની તબિયત અને મિજાજ તમારા દિવસ પર પ્રતિકૂળ અસર પાડી શકે છે.

સિંહ (મ,ટ) – આજે તમારૂં સ્વાસ્થ્ય નિરામય રહે એવી શક્યતા છે જે તમને સફળતા આપશે. પણ તમારી દૃઢતાને નુકસાન પહોંચાડે એવી બાબતોને તમારે ટાળવી રહી. લાંબા-ગાળાના દૃષ્ટિકોણથી રોકાણ કરવું જરૂરી. તમારૂં જ્ઞાન તથા સારી રમૂજવૃત્તિ તમારી આસપાસના લોકોને પ્રભાવિત કરશે. તમારા પ્રેમ જીવનની બાબતમાં આજનો દિવસ અકલ્પ્ય છે. બસ પ્રેમ કરતા રહો. કોઈ મોટી બિઝનેસ ડીલ પાર પાડી રહ્યા હો ત્યારે તમારી લાગણીઓ પર અંકુશ રાખો. બાકી રહી ગયેલા કાર્યોને જલ્દીથી ઉકેલવા રહ્યા અને તમ જાણો છો કે તમારે ક્યાંકથી તો શરૂઆત કરવી જ પડશે-આથી હકારાત્મક રીતે વિચારો તથા આજથી જ પ્રયાસો કરવાના શરૂ કરી દો. આજે તમે તમારા જીવનસાથી સાથે ખરેખર કશુંક ઉત્સાહજનક કરવાના છો.

કન્યા (પ,ઠ,ણ) – આજે પ્રવાસ કરવાનું ટાળો-કેમ કે તેનાથી તાણ અને બેચેનીમાં જ વધારો થશે. આજ માટે તમારો સફળતા મંત્ર હોવો જોઈએ-તમારા નાણા એવા લોકોની સલાહ મુજબ રોકવા જોઈએ જેઓ કશુંક નવું કરવામાં માને છે તથા સારા અનુભવોને યાદ રાખો. તમારા ઘરમાં સૌહાર્દતા લાવવા માટે સહકારપૂર્વક કામ કરો. તમારા પ્રિયપાત્રને ખુશ કરવું સરળ નહીં હોય. આજે તમે તમારા પ્રયપાત્રના હૃદયના ધહકારા સાથે સાથે મિલાવશો. હા, તમે પ્રેમમાં છો તેની જ આ નિશાની છે. પ્રવાસ,મનોરંજન તથા લોક સાથે હળવું-મળવું આજે તમારા એજેન્ડા પર રહેશે. તમારા જીવનસાથી આજે તમારા લગ્નજીવન વિશે કડવાશ મહેસૂસ કરશે, તેની તરફ સંવંદનશીલ બનાવાનો પ્રયાસ કરજો.

તુલા (ર,ત) – ધ્યાન તથા યોગ આધ્યાત્મિક તથા શારીરિક લાભ માટે ઉપયોગમાં લઈ શકાય. આજે તમારી સામે રજૂ કરવામાં આવતી રોકાણ યોજનાઓ તરફ તમારે બેવાર જોઈ લેવું. તમારામાંના કેટલાક દાગીના અથવા હૉમ એપ્લાયન્સીસની ખરીદી કરશે. કામદેવના બાણથી બચવાની શક્યતા આજે ઓછી છે. વિવાદો અથવા ઑફિસમાંનું રાજકારણ, તમે આજે દરેક બાબત પર તમારૂં વર્ચસ્વ ધરાવશો. તમારા દેખાવ અને વ્યક્તિત્વને નીખારવા કરેલા પ્રયત્નો તમારા સંતોષ મુજબનું પરિણામ આપશે. તમારો કોઈક જૂનો મિત્ર કદાચ આવશે અને તમારા જીવનસાથી સાથેની જૂની યાદગાર ક્ષણો વિશે તમને યાદ કરાવશે.

વૃશ્વિક (ન,ય) – તમારા આહારની યોગ્ય તકેદારી રાખવી ખાસ કરીને માઈગ્રેનના દરદીઓએ જેમણે તેમનું ભોજન મિસ ન કરવું જોઈએ કેમ કે એવું કરવાથી તેમના પર લાગણી સંબંધિત તાણ બિનજરૂરી રીતે આવી શકે છે. શંકાસ્પદ આર્થિક સોદાઓમાં સંડોવાઈ ન જાવ તેની તકેદારી રાખજો. સ્વત6 રહો અને નવા મૂડીરોકાણના મોરચે તમારા નિર્ણયો જાતે લો. અંગત સંબંધો સંવેદનશીલ તથા મૂલ્યવાન છે. તમારો આત્મવિશ્વાસ વધી રહ્યો છે તથા તમારો વિકાસ સ્પષ્ટ છે. ટૅક્સ તથા વીમાને લગતી બાબતમાં ધ્યાન આપવાની જરૂર પડશે. બહુ સારૂં ન કહેવાય એવું વૈવાહિક જીવનને કારણે તમારા જીવનસાથી આજે તમારા પર વરસી પડે આવી શક્યતા છે..

ધન (ભ,ફ,ધ,ઢ) – ખૂલ્લામાં પડ્યું હોય એવું ખાણું ખાતા નહીં કેમ કે તેનાથી તમે માંદા પડી શકો છો. તમારા મૂડીરોકાણ તથા ભાવિ ધ્યેયો વિશે ગુપ્તતા જાળવો. પત્ની સાથે સંબંધો સુમેળભર્યા બનાવવા માટે સારો દિવસ. પરિવારમાંના બંને જણ તેમના સંબંધમાં પ્રેમ અને વિશ્વાસ પ્રત્યે સંપૂર્ણપણે પ્રતિબદ્ધ હોવા જોઈએ. હકારાત્મક રીતે સંવાદ સાધી જવાબદારી ઉપાડવા કટિબદ્ધ હોવા જોઈએ. કેટલાક માટે ભેટો તથા ફૂલોથી સભર રૉમેન્ટિક સાંજ જોવાય છે. કાર્યસ્થળે ઊભા થનારા વિરોધ સામે ખાસ કરીને ચોકસાઈભર્યા અને હિંમતવાન બનો. તમારી રમૂજવૃત્તિ તમારી મહામૂલી મૂડી સાબિત થશે. પરણેલા હોવાનો ખરો આનંદ તમે આજે જાણશો.

મકર (ખ,જ) – ગૅસને લગતી સમસ્યાઓ ધરાવતા દરદીઓએ તેલ તથા ચરબીયુક્ત ખોરાક ટાળવો કેમ કે તેનાથી તેમની બીમારી વધી શકે છે. કેટલાક લોકો માટે પ્રવાસ દોડધામભર્યો અને તાણયુક્ત પુરવાર થશે-પણ આર્થિક રીતે વળતર આપશે. વૈવાહિક જોડાણમાં પ્રવેશવા માટે સારો સમય. આજે તમે તમારા પ્રયપાત્રના હૃદયના ધહકારા સાથે સાથે મિલાવશો. હા, તમે પ્રેમમાં છો તેની જ આ નિશાની છે. પગારમાં વધારો તમારો ઉત્સાબ વધારશે. તમારી તમામ નિરાશાઓ તથા ફરિયાદો દૂર કરવાનો અત્યારે સમય છે. બાકી રહી ગયેલા કાર્યોને જલ્દીથી ઉકેલવા રહ્યા અને તમ જાણો છો કે તમારે ક્યાંકથી તો શરૂઆત કરવી જ પડશે-આથી હકારાત્મક રીતે વિચારો તથા આજથી જ પ્રયાસો કરવાના શરૂ કરી દો. પ્રેમ, ચુંબન, આલિંગન અને મજા, તમારા જીવનસાથી સાથે રોમાન્યનાં આ બધાં પાસાં અનુભવવાનો દિવસ છે.

કુંભ (,શ,સ,ષ) :- તમારી શક્તિ પાછી મેળવવા માટે સંપૂર્ણ આરામ કરો. તમારી આર્થિક સ્થિતિ સુધરશે આમ છતાં નાણાખર્ચમાં વધારો તમારી યોજનાઓને પાર પાડવામાં અંતરાયો ઊભા કરશે. જરૂર પડશે તો તમારા મિત્ર તમારી મદદે આવશે. તમારા પ્રેમી કે પ્રેમિકાને ન ગમતા હોય તેવા કપડાં પહેરવાનું ટાળો કેમ કે એનાથી તેમની લાગણી દુભાઈ શકે છે. કેટલાક માટે પાર્ટ-ટાઈમ નોકરીની તકો. અણધાર્યો પ્રવાસ કેટલાક માટે દોડધામભર્યો તથા તાણયુક્ત સાબિત થઈ શકે છે. તમારા જીવનસાથી સાથે તમે આરામદાયક દિવસ વીતાવશો.

મીન (દ,ઝ,ચ,થ) પરિવારના સભ્યો સાથે તમારૂં અન્યાયપૂર્ણ વર્તન વાતાવરણ બગાડશે. તમારી સાથે અન્ય કોઈ જેવું વર્તન કરે એ તમને ગમે એવું જ વર્તન અન્યો સાથે કરો. નાણાંપ્રવાહમાં વધારો મહત્વની ખરીદી કરવી તમારી માટે આસાન બનાવશે. બાળકોને લઈને કેટલીક નિરાશાઓ થશે, કેમ કે તેઓ પોતાની કારકિર્દી પર ધ્યાન આપવાને બદલે અન્ય પ્રવૃત્તિઓ પાછળ વધુ સમય વેડફી રહ્યા છે. પ્રપોઝ કર્યા બાદ તમને કદાચ જબરજસ્ત અનુભૂતિ થશે કેમ કે તેનાથી તમારા પરનો બોજો ઉતરી ગયાનું તમે અનુભવશો. તમારા કાર્ય અને પ્રાથમિકતાઓ પર ધ્યાન આપો. સમસ્યાઓ વચ્ચે ઝડપથી કામ કરવાની તમારી ક્ષમતા તમને માન-મરતબો અપાવશે. તમારો જીવનસાથી આજે તમને વધારાનો ખાસ સમય આપશે.

Latest Stories