જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ

New Update
જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ - Connect Gujarat

મેષ (અ,લ,ઇ) – મિત્ર સાથે તમારી ગેરસમજ કેટલાક અપ્રિય પ્રત્યાઘાતોને આમંત્રણ આપશે-કોઈ પણ નિર્ણય જોહેર કરતા પહેલા સંતુલિત મંતવ્ય મેળવો. રિયલ એસ્ટેટમાં રોકાણ લલચાવનારૂં હશે. ધંધામાં ઉધાર માગવાના ઈરાદે તમારો સંપર્ક કરનારાઓની અવગણના કરો. તમારા સાથીદારની ગેરહાજરીમાં તેની હાજરી વર્તાવાની શક્યતા છે. અંગત અને ગોપનીય હોય તેવી માહિતી કોઈને જણાવતા નહીં. સ્ત્રીઓ ગુરૂ ગ્રહની છે અને પુરૂષો મંગળના. પણ આજે એવો દિવસ છે જ્યારે ગુરૂ અને મંગળ એકમેકમાં ઓગળી જશે.

વૃષભ (બ,વ,ઉ) - કામનું દબાણ વધતા માનસિક તોફાન તથા અશાંતિ સર્જાશે. તમારી પાસે હંગામી ધોરણે નાણાં ઉછીના લેવા માટે તમારો સંપર્ક કરનારાઓની અવગણના કરો. પારિવારિક મોરચો તકલીફદાયક બની શકે છે. પારિવારિક જવાબદારી તરફ તમારૂં બેધ્યાનપણું તેમને ખફા કરી શકે છે. તમારા પ્રેમી કે પ્રેમિકાની બિનજરૂરી માગ સામે ઝૂકતા નહીં. એવા ઉતાવળા નિર્ણય લેતા નહીં, જેનાથી જીવનમાં આગળ જતાં તમને તેના વિશે અફસોસ થાય. તમારા જીવનસાથી આજ તમને તેની તથા તમારા પરિવારમાંથી કોઈ એકની પસંદગી કરવા કહેશે. આ પરિસ્થિત હંગામી છે, તેને સંભાળવાની કોશિશ કરજો

મિથુન (ક,છ,ઘ) – આજે હાથ ધરાયેલું સ્વચ્છતા અભિયાન માનસિક શાંતિ તથા રાહત બક્ષશે. જૂની શિલ્પકૃતિઓ તથા ઘરેણાંમાં રોકાણ લાભ તથા સમૃદ્ધિ લાવશે. તમારો ભાઈ તમારી જરૂરિયાતો પ્રત્યે તમારી ધારણા કરતાં વધુ સહકાર આપશે. અણધાર્યો રૉમેન્ટિક ઝુકાવ સાંજના સમયે તમારા મગજને ઘેરી વળશે. તમારામાંના કેટલાક આજે લાંબી મુસાફરી કરશે-જે દોડધામભરી હશે- પણ તેનાથી ખાસ્સો લાભ થશે. તમારા જીવનસાથી આજે તમને ધરતી પર સ્વર્ગનો અનુભવ કરાવશે.

કર્ક (ડ,હ) – આજે તમે ખૂબ જ મુશ્કેલ પરિસ્થિતિ સંભાળી લેશો આ માટે તમારી ઈચ્છાશક્તિને વળતર અપાશે. લાગણીશીલ નિર્ણય લેતી વખતે તમારે તમારા મગજ પરનો કાબૂ ગુમાવવો નહીં. સટ્ટાકીય પ્રવૃત્તિ જોખમી પુરવાર થશે-આથી તમામ રોકાણો સંપૂર્ણ તકેદારી રાખીને કરવા. તમારી સિદ્ધિઓ તમારા પરિવારના સભ્યોનું મનોબળ વધારશે અને તમારી પ્રતિષ્ઠામાં એક નવા ઘરેણાનો વધારો થશે. તમારી જાતને અન્યો માટે રૉલ મૉડૅલ બનાવવા માટે સખત મહેનત કરો. મિત્રતા ગાઢ બનતા તેનું રૂપાંતર પ્રેમમાં થશે. ટૅક્સ તથા વીમાને લગતી બાબતમાં ધ્યાન આપવાની જરૂર પડશે. લાગે છે કે તમારા વરિષ્ઠો કામમાં આજે દેવદૂતની જેમ વર્તી રહ્યા છે.

સિંહ (મ,ટ) – તમારા સ્વાસ્થ્ય ખાતર બૂમાબૂમ કરશો નહીં. તમારૂં અવાસ્તવિક આયોજન નાણાંના વેડફાટમાં પરિણમશે. તમારા એકધારા સમયપત્રકમાંથી સમય કાઢી મિત્રો સાથે બહાર જવાની જરૂર છે. તમે વાસ્તવિક્તા સાથે મુકાબલો કરશો તેથી તમારે તમારા પ્રિયપાત્રને ભૂલી જવું પડશે. ઘરમાં વિધી-હવન-મંગળ સંસ્કાર કરાવશો. લગ્નજીવન તમને થોડુંક કંટાળાજનક લાગશે. કશુંક ઉત્સાહજનક સોધી કાઢો.

કન્યા (પ,ઠ,ણ) – આજે તમે જે કેટલાક ભોતિક ફેરફારો કરશો તે ચોક્કસ જ તમારા દેખાવનો ઓર નીખારશે. તમે જો અન્યોના શબ્દો પર ધ્યાન આપીને રોકાણ કરશો તો આજે આર્થિક નુકસાનની શક્યતા જોવાય છે. ઘરમાં કેટલાક ફેરફાર પ્રિયપાત્ર સાથે સમસ્યા તરફ દોરી જઈ શકે છે. આજે તમારા હૃદયના ધબકારા તમારા પ્રિયપાત્રવા લય સાથે તાલ મેળવશે અને પ્રેમનું સંગીત રેલાવશે. તમને ગેરમાર્ગે દોરવાનો પ્રયાસ કરનાર અથવા તમને નુકસાન કરે એવી ખોટી માહિતી આપતી વ્યક્તિથી ચેતતા રહેજો. લગ્ન સ્વર્ગમાં નક્કી થાય છે, તમારા જીવનસાથી આજે તમને આ બાબતનો પુરાવો આપશે.

તુલા (ર,ત) – તમારો ઝઘડાખોર સ્વભાવ અંકુશમાં રાખો કેમ કે તેનાથી તમારા સંબંધો પર કાયમી અસર પડી શકે છે. મોકળાશભર્યું મન અને કોઈના પણ પ્રત્યે પૂર્વગ્રહ ત્યજીને તમે તેમાંથી બહાર આવી શકો છો. તમે તેજસ્વી નવા વિચારો સાથે સામે આવશો, એ વિચારો તમને આર્થિક લાભ આપવશે. તમારા જીવનસાથીની તબિયત તાણ તથા બેચેનીનું કારણ બની શકે છે. તમે રૉમેન્ટિક વિચારો તથા ભૂતકાળના સપનાંમાં જ ગળાડૂબ રહેશો. તાણભર્યો દિવસ જ્યારે તમારા નિકટના સાથીદારો સાથે અનેક મતભેદો ઊભા થઈ શકે છે. આજની સાંજ તમારા જીવનસાથી સાથે તમારા જીવનની સૌથી યાદગાર સાંજ બની રહેશે.

વૃશ્વિક (ન,ય) – કોઈ પણ ભોગે તમારા મગજ પરનો અંકુશ ખોતા નહીં કેમ કે તેનાથી પરિવારમાં કાયમી વૈમનસ્ય સર્જાઈ શકે છે. તમે જો પ્રયત્ન કરશો તો, તમે શાંતિ તથા સૌહાર્દ જાળવી શકશો. વિભાજીત ઘરના સભ્યો ક્યારેય સાથે ઊભા રહી શકે નહીં. બહાર કોઈ ચીજ ખરીદવા દોડવાને બદલે તમારી પાસે જે હો તેનો ઉપયોગ પહેલા કરો. મિત્રો તમારો દિવસ ઝળહળતો કરી મુકશે કેમ કે તેઓ સાંજ માટે કશુંક ઉત્સાહજનક કરશે. પ્રેમ પ્રવાસ મધુર પણ ટૂંકી આવરદાનો. સમસ્યાઓ વચ્ચે ઝડપથી કામ કરવાની તમારી ક્ષમતા તમને માન-મરતબો અપાવશે. તમે જો તમારી જીવનસંગિનીની સરખામણીએ કોઈ અન્યને તમારા પર નિંયત્રણ રાખવાની વધુ તક આપશો તો તમારા સાથી તરફથી ઊંધી પ્રતિક્રિયા મળવાની શક્યતા છે.

ધન (ભ,ફ,ધ,ઢ) – તમારૂં મંતવ્ય વ્યક્ત કરતા અચકાતા નહીં. આત્મવિશ્વાસની કમીને તમારા પર અંકુશ જમાવવા ન દો કેમ કે એનાથી તમારી સમસ્યાઓની ગૂંચવણ ઓર વધશે અને તમારો વિકાસ મંદ પડશે. આત્મવિશ્વાસ પાછો મેળવવા માટે તમારી જાતને વ્યક્ત કરો તથા સમસ્યા સાથે પનારો પાડવા ખુલ્લા દિલે સ્મિત કરો. આર્થિક મુશ્કેલીઓનો અંત આવતો હોય એવું જણાય છે, કેમ કે તમારા માતા-પિતા તમને સહકાર આપશે. તમે ધાર્મિક સ્થળ અથવા કોઈક સબંધીની મુલાકાત લો એવી શક્યતા જોવાય છે. સાવધાન રહો કેમ કે કોઈક તમારી છબીને બટ્ટો લગાડવાની કોશિષ કરી શકે છે. સીધા પ્રાપ્ત ન થયા હોય એવા સમાચારની ફેર ચકાસણી કરી લેવી. આજે ખર્ચ તમારા જીવનસાથી સાથેના તમારા સંબંધને નુકસાન પહોંચાડી શકે છે.

મકર (ખ,જ) – નાની-નાની બાબતોને તમારા મગજ પર અસર કરવા ન દેતા. રોકાણ કરવું જોઈએ પણ એ પૂર્વે યોગ્ય સલાહ લો. તમારા ઉદાર સ્વભાવનો લાભ તમારા મિત્રોને ન લેવા દો. તમારૂં પ્રિયપાત્ર થોડુંક ચીડાયેલું લાગે છે-આ બાબત તમારા મગજ પરની તાણમાં વધારો કરશે. ઘરમાં વિધી-હવન-મંગળ સંસ્કાર કરાવશો. આજે તમે અથવા તમારા જીવનસાથી પલંગમાં ઈજાગ્રસ્ત થઈ શકો છો, આથી એકમેક સાથે નજાકતથી વર્તજો.

કુંભ (,શ,સ,ષ) :- તમારૂં મગજ સારી બાબતોને સ્વીકારશે. તમારા મૂડીરોકાણ તથા ભાવિ ધ્યેયો વિશે ગુપ્તતા જાળવો. નિકટના મિત્રો તથા ભાગીદારો આક્રમક થઈને તમારૂં જીવન મુશ્કેલ બનાવી દેશે. તમારા પ્રેમ જીવનની બાબતમાં આજનો દિવસ અકલ્પ્ય છે. બસ પ્રેમ કરતા રહો. તમે જો પ્રવાસને લગતી કોઈ યોજના ઘડી હોય -તો તમારા સમયપત્રકમાં છેલ્લી ઘડીના ફેરફારને કારણે તે મુલત્વી રહેશે. ઘણા લાંબા સમય બાદ તમને તમારા જીવનસાથી તરફથી પ્રગાઢ અને ઉષ્માભર્યું આલિંગન મળશે.

મીન (દ,ઝ,ચ,થ) કામની વચ્ચે આરામ લો તથા શક્ય હોય એટલા હળવા બનવાની કોશિષ કરો. અફવાઓ પર આધરિત સટ્ટામાં પડતા નહીં. જમીનને લગતો વિવાદ ઝઘડાનું સ્વરૂપ લેશે. મામલો ઉકેલવા તમારા માતા-પિતાની મદદ લેજો. તેમના માર્ગદર્શન મુજબ ચાલશો તો તમે ચોક્કસ જ સમસ્યા ઉકેલી શકશો. પોતાના જીવન કરતાં તમને વધુ પ્રેમ કરતી વ્યક્તિને તમે મળશો. નિંદા-કૂથલી તથા અફવાઓથી દૂર રહો. આજે તમે તમારા જીવનસાથીના પ્રેમમાં ફરીથી પડશો.

Latest Stories