જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ

New Update
જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ - Connect Gujarat

મેષ (અ,લ,ઇ) તમારૂં સ્મિત હતાશા સામે સંકટ-મોચક જેવું કામ કરશે. મનોરંજન અથવા કૉસ્મૅટિક્સ સુધારા પાછળ વધુ પડતો ખર્ચ કરતા નહીં. તબિયત સારી ન હોય એવા સંબંધીની મુલાકાત લેજો. તમારા પ્રેમ પ્રકરણ વિશે જાહેરમાં ઢંઢેરો પીટતા નહીં. કામના સ્થળે આજે પરિસ્થિતિ તમારી તરફેણમાં જણાય છે. આજે જો તમે ખરેખર લાભ મેળવવા માગતા હો તો-અનોય દ્વારા આપવામાં આવતી સલાહને કાને ધરજો. તમારા અને તમારા જીવનસાથી વચ્ચે કોઈ બહારની વ્યક્તિ મતભેદ સર્જવાનો પ્રયાસ કરશે, પણ તમે બંને આ પ્રયાસને સંભાળી લેશો.

વૃષભ (બ,,ઉ) - ધ્યાન તથા યોગ આધ્યાત્મિક તથા શારીરિક લાભ માટે ઉપયોગમાં લઈ શકાય. પ્રૉપર્ટીને લગતા સોદા સાકાર થશે તથા અકલ્પ્ય લાભ લાવશે. મિત્રો તથા પરિવારના સભ્યો તમને ઉત્સાહ પૂરો પાડશે. રૉમાન્સ માટેની તકો દેખીતી છે-પણ તેનું આયુષ્ય ટૂંકું હશે. કોઈ મહત્વની ફાઈલ તમારા બૉસના હાથમાં ત્યાં સુધી ન આપતા જ્યાં સુધી તમને પૂરેપૂરી ખાતરી હોય કે તે બધી જ રીતે બરાબર છે. ઘરમાં વિધી-હવન-મંગળ સંસ્કાર કરાવશો. કામના સ્થળે વખાણ થાય એવી શક્યતા છે.

મિથુન (ક,,ઘ) ઘરની ચિંતાઓ તમને બેચેન કરી મુકશે. તમને આકર્ષક જણાતી હોય તેવી રોકાણ યોજના વિશે વધુ જાણકારી મેળવવા માટે સપાટીની નીચે ઊંડું ખોદકામ કરો-આગળ વધતા પૂર્વે તમારા સલાહકારની સલાહ લો. તમારૂં બેદરકારીભર્યું તમારા માતા-પિતાને ચિંતિત કરશે. કોઈ નવો પ્રૉજેક્ટ શરૂ કરતા પહેલા તેમને વિશ્વાસમાં લેજો. તમારા પ્રિયપાત્રની બાહોંમાં તમને આરામ મળશે. મહત્વના લોકો સાથે હળો-મળો ત્યારે તમારા આંખ-કાન ખુલ્લા રાખો-કેમ કે એવું કરવાથી તમને મહત્વની કોઈ વાત જાણવા મળી શકે છે. રસ્તા પર બેફામ વાહન ચલાવવું તથા જોખમ લેવાનું ટાળવું. આજે તમારા જીવનસાથી તેની અદભુત બાજુ દેખાડે એવી શક્યતા છે.

કર્ક (ડ,હ) માનસિક ભય તમને હતોત્સાહ કરી શકે છે. હકારાત્મક રીતે વિચારવું તથા ઉજળી બાજુ તરફ જોવું એ આ ભયને કિનારે રાખશે. તમારા ખર્ચ પર અંકુશ લાવવાનો પ્રયાસ કરો-અને આજે જરૂરી હોય એવી ચીજો જ ખરીદજો. શાળામાં અભ્યાસમાં રસના અભાવે બાળકો કેટલીક નિરાશા સર્જશે. રૉમેન્ટિક આનંદમાં પરિવર્તનની શક્યતા જોવાય છે. તમે જો તમારા કામ પર જ ધ્યાન કેન્દ્રિત કરશો તો સફળતા અને સ્વીકૃતિ તમારા થશે. અણધાર્યા સ્થળેથી તમને મહત્વનું આમંત્રણ મળશે. આજે તમારા જીવનસાથી તમારી સાથે થડુંક વિચિત્ર વર્તન કરશે. તમારી ધીરજમાં ખલેલ ન પડવા દેતા.

સિંહ (મ,ટ) – હસતા રહો કેમ કે એ તમારી તમામ સમસ્યાનું મારણ છે. અન્યો પર વધુ પડતો ખર્ચ કરશો એવી શક્યતા છે. ઑફિસનું ટૅન્શન ઘરે ન લાવતા.એનાથી તમારી પારિવારિક ખુશીઓ પર અસર થઈ શકે છે. ઑફિસની સમસ્યાઓને ત્યાં જ ઉકેલો અને તમારા પારિવારિક જીવનનો આનંદ લો. સઘન પ્રયત્નો કરો તમે ચોક્કસ જ નસીબવાન પુરવાર થશો કેમ કે આજનો દિવસ તમારો છે. તમે તમારી યોજનાઓ વિશે સૌને જણાવ્યા કરશો તો તમે તમારા પ્રૉજેક્ટને બરબાદ કરી મુકશો. અણધાર્યો પ્રવાસ કેટલાક માટે દોડધામભર્યો તથા તાણયુક્ત સાબિત થઈ શકે છે. સ્ત્રીઓ ગુરૂ ગ્રહની છે અને પુરૂષો મંગળના. પણ આજે એવો દિવસ છે જ્યારે ગુરૂ અને મંગળ એકમેકમાં ઓગળી જશે.

કન્યા (પ,,ણ) – અંતરાય ઊભા કરનારી તમારી લાગણીઓને અંકુશમાં રાખો. તમારી જૂનવાણી વિચારધારા-જૂના વિચારો તમારા વિકાસને અવરોધે છે-તેઓ વિકાસને ગૂંગળાવી નાખે છે તથા આગળ વધવાના માર્ગમાં બાધાઓ ઉત્પન્ન કરે છે. દિવસના ઉત્તરાર્ધમાં આર્થિક સ્થિતિ સુધરશે. કોઈક જૂની ઓળખાણ તમારી માટે સમસ્યા ઊભી કરી શકે છે. તમારે તમારા પરાજયોમાંથી પદાર્થપાઠ લેવો જોઈએ કેમ કે આજે પ્રેમનો એકરાર કદાચ નિષ્ફળ જઈ શકે છે. તમારા ભાગીદાર સાથે કામ લેવું મુશ્કેલ હશે. આજે સામાજિક મિલન -મુલાકાતો તથા તમને સૌથી વધુ કરવી ગમે તેવી બાબતો કરવા માટે તમારી પાસે ફાજલ સમય હશે. કોઈક મોટા ખર્ચને કારણે તમારી તમારા જીવનસાથી સાથે તકરાર થઈ શકે છે.

તુલા (ર,ત) તમારા ભયનો ઈલાજ કરવાનો સમય પાકી ગયો છે.તમારે એ સમજવું જોઈએ કે ભય માત્ર શારીરિક ક્ષમતાઓને જ હાનિ નથી પહોંચાડતો પણ જીવનને પણ ટૂંકાવે છે. આર્થિક બાબતો માટે વધુ પડતી સાવચેતી તથા સંભાળ આજના દિવસનો મંત્ર છે. તમે તમારી મોહિની તથા તમારૂં બુદ્ધિચાતુર્ય વાપરશો તો તમે લોકો પાસેથી ધાર્યું કામ કઢાવી શકશો. તમારો કૉલ લંબાવીને તમે તમારા રૉમેન્ટિક ભાગીદારને ચીડવશો. નવા સંપર્કો વધારવા તથા વ્યાપારિક કારણોસર હાથ ધરાયેલી મુસાફરી ફળદાયી નીવડશે. પ્રવાસ આનંદદાયક તથા અત્યંત લાભદાયક પુરવાર થશે. કોઈક વ્યક્તિ તમારા જીવનસાથીમાં વધારે પડતો રસ લેશે, પણ દિવસના અંતે તમને સમજાશે કે કશું જ ખોટું નથી થઈ રહ્યું.

વૃશ્વિક (ન,ય) સ્વયં-સુધારણાના પ્રકલ્પો એક કરતાં વધારે રીતે ફાયદાકારક ઠરશે-તમને તમારી જાત માટે સારૂં લાગશે તથા તમારો આત્મવિશ્વાસ પણ વધશે. મૂડીરોકાણને લગતા મહત્વના નિર્ણયો કોઈ અન્ય દિવસે લેવા. તમારી જીભ પર કાબૂ રાખો કેમ કે તમારા શબ્દોથી તમારા વડીલોની લાગણી દુભાઈ શકે છે. બકવાસ કરીને સમય વેડફવા કરતાં શાંત રહેવું વધુ સારૂં છે. યાદ રાખો આપણે અર્થપૂર્ણ પ્રવૃત્તિઓ દ્વારા જ આપણા જીવનને અર્થસભર બનાવીએ છીએ. તમને તેમની પરવા છે એવી લાગણી તેમને અનુભવવા દો. આજે તમે પ્રેમના મૂડમા હશો-અને તમને એ માટે અસંખ્ય તકો પણ મળશે. કામના સ્થળે આજે કોઈ તમારી સાથે ગેરવર્તન કરી શકે છે. આથી એ માટે તૈયાર રહેજો. એવા ઉતાવળા નિર્ણય લેતા નહીં, જેનાથી જીવનમાં આગળ જતાં તમને તેના વિશે અફસોસ થાય.

ધન(ભ,,,ઢ) – હવાઈ કિલ્લા રચવાથી તમને ફાયદો નહીં થાય. પરિવારના સભ્યોની અપેક્ષા પર પાર ઉતરવા માટે તમારે કશુંક કરવું જોઈએ. ખર્ચ વધશે પણ આવકમાં થતો વધારો તમારા ખર્ચને પહોંચી વળશે. તમારા પરિવારના સભ્યો રાઈનો પહાડ બનાવી મુકે એવી શક્યતા છે. આજે તમારૂં જીવન એક સુંદર વળાંક લેશે. પ્રેમમાં હોવાની સ્વર્ગીય અનુભૂતિ તમને આજે થશે. તમારો પ્રભુત્વભર્યો અભિગમ તમારા સહ-કમર્મચારીઓ તરફથી ટીકા લાવશે. તમારી વાતચીતમાં તમે જેવા છો એવા જ રહો કેમ કે તમે જે નથી એ દેખાડવાથી તમને કોઈ જ ફાયદો નહીં થાય. આજે તમને ગુલાબ વધુ લાલ લાગશે અને આસપાસની ચીજો વધુ રંગીન જણાશે, કેમ કે પ્રેમનો નશો તમને અલગ જ કેફ આપી રહ્યો છે.

મકર (ખ,જ) – તમારૂં શારીરિક સાર્મથ્ય જાળવવા માટે તમે રમતગમતમાં તમારો સમય ખર્ચ કરો એવી સંભાવના છે. તમારી જાતને મોટા ગ્રુપ સાથે સાંકળવાની પ્રવૃત્તિ ખૂબ જ મનોરંજક સાબિત થશે- પણ તમારો ખર્ચ ખાસ્સો વધી જશે. તમારો વધારાનો સમય નિઃસ્વાર્થ સેવામાં સમર્પિત કરો. આ બાબત તમને આનંદ આપશે તથા તમારા પરિવારને પણ અપાર આનંદ આપશે. રોમાન્સ રોમાંચક હશે-આથી તમે જેને પ્રેમ કરો છો એવી વ્યક્તિનો સંપર્ક કરો અને દિવસને શ્રેષ્ઠ બનાવો. આજે તમે તમારા કામમાં પ્રગતિ જોઈ શકો એવી શક્યતા છે. અણધાર્યો પ્રવાસ કેટલાક માટે દોડધામભર્યો તથા તાણયુક્ત સાબિત થઈ શકે છે.

કુંભ (ગ,,,ષ) – માનસિક સ્પષ્ટતા જાળવવા માટે કોઈપણ પ્રકારની મૂંઝવણ અને હતાશા ટાળો. ભૂતકાળના રોકાણમાંથી આવકમાં વધારો જોવાય છે. મહેમાનોની સંગત માણવા માટે અદભુત દિવસ. તમારા સગાં-સંબંધીઓ સાથે કોઈક ખાસ યોજના ઘડો. તેઓ પણ આ બાબતને ચોક્કસ જ બિરદાવશે. રૉમાન્સમાં ઓટ આવશે અને તમારી મોંઘી ભેટ-સોગાદો પણ આજે જાદુ નહીં સર્જી શકે. કામના સ્થળે આજે પરિસ્થિતિ તમારી તરફેણમાં જણાય છે. આજે તમે નવા વિચારોથી તરબતર હશો તથા પ્રવૃત્તિની તમારી પસંદગી તમારી અપેક્ષા કરતાં અનેક ગણો વધારે લાભ અપાવશે. પાડોશીઓ તમારા લગ્નજીવનની કેટલીક અંગત બાબતો તમારા પરિવાર અને મિત્રો સમક્ષ આજે ખોટી રીતે ઉઘાડી પાડે એવી શક્યતા છે..

મીન (દ,,,થ) - તમને તમારી જાત માટે સારી લાગણી થાય એવી બાબતો કરવા માટે અદભુત દિવસ. તમે તેજસ્વી નવા વિચારો સાથે સામે આવશો, એ વિચારો તમને આર્થિક લાભ આપવશે. તમારા ઘરમાં સૌહાર્દતા લાવવા માટે સહકારપૂર્વક કામ કરો. આજે રૉમાન્‍સ માટે ગૂંચવણભર્યું જીવન છોડો. નોકરો,સહકર્મચારીઓ તથા સાથીઓ સાથે સમસ્યાઓ નકારી શકાય નહીં. આજે જો તમે ખરીદી માટે જશો તો તમે પોતાની માટે સારૂં ડ્રેસ મટિરિયલ ખરીદશો. સવારના સમયે પાવર-કટ અથવા અન્ય કોઈ કારણસર તમને તૈયાર થવામાં મોડું થશે, પણ તમારાર જીવનસાથી તમારી મદદે આવશે.

Latest Stories