જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ

જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ - Connect Gujarat
New Update

મેષ (અ,લ,ઇ) – છેલ્લા થોડા સમયથી તમારામાંના જે લોકો ઑવરટાઈમ કામ કરી રહ્યા છે- તેઓ આજે તાણ અને દુવિધા આ બે બાબતો નહીં ઈચ્છે. આજનો દિવસ છેલ્લો છે એ રીતે જીવવાના તથા મનોરંજન પાછળ વધુ પડતો ખર્ચ કરવાના તમારા વલણ પ્રત્યે ધ્યાન આપો. તમારા પારિવારિક જીવનને યોગ્ય સમય અને ધ્યાન આપો.ઑફિસમાં વધુ સમય આપવો એ તમારા પારિવારિક મોરચે સમસ્યાઓ સર્જી શકે છે. તમારા પરિવારના સભ્યોને એ અનુભૂતિ થવા દો કે તમે તેમની પરવા કરો છો. તમારૂં પ્રિયપાત્ર આજે મુશ્કેલ મૂડમાં હશે. તમારૂં કઠોર વર્તન ટાળો, કેમ કે આ બાબત તમારી સારી દોસ્તીને બરબાદ કરી શકે છે. તમારા વરિષ્ઠો આજે કદાચ તમારી પરિસ્થિતિ સમજી નહીં શકે. પણ ધીરજ રાખો, તેમને જલ્દી જ સમજાશે. તમારે બહાર નીકળીને ઊંચી જગ્યાએ બેઠેલા લોકોથી આગળ વધવા તમારી કોણીનો ઉપયોગ કરવાની જરૂર છે. આજનો દિવસ તમારા લગ્નજીવન માટે ખરેખર મુશ્કેલ સાબિત થશે.

વૃષભ (બ,વ,ઉ) - તમારા સ્વાસ્થ્ય માટે લાંબી વૉક પર જાવ. ખર્ચ પર અંકુશ મૂકો અને આજે તમારા ખર્ચમાં વધુ પડતા ઉડાઉ થવાનું ટાળો. તમારી ઉડાઉ જીવનશૈલી ઘરમાં તણાવનું કારણ બનશે, આથી રાત્રે મોડા સુધી બહાર રહેવાનું તથા અન્યો પર ખર્ચ કરવાનું ટાળો. તમારા દિલ અને મગજ પર રૉમાન્સનું રાજ હશે. કામના સ્થળે પરિસ્થિતિ થોડી તકલીફદાયક જણાય છે. શત્રુઓ તમારા વિરૂદ્ધ ષડયંત્ર રચી શકે છે. તમારી તરફ મદદ માટે મીટ માંડનારાઓને તમે વચન આપશો. આજનો દિવસ તમારા જીવનસાથી સાથેના અન્ય સામાન્ય દિવસો કરતાં સારો હોવાનું જણાય છે.

મિથુન (ક,છ,ઘ) – અણધાર્યો પ્રવાસ થકવી નાખનારો હોઈ શકે છે જે તમને અસ્તવ્યસ્ત કરી મુકશે. સ્નાયુઓને આરામ આપવા તમારા શરીરની તેલથી માલિશ કરો. તમે પ્રવાસ કરવાના તથા ખર્ચ કરવાના મૂડમાં હશો-પણ તમે જો એવું કરસો તો તમે પછીથી દિલગીરી અનુભવશો. તમે જેની સાથે રહો છો એમાથી કોઈ તમારાથી નારાજ છે કેમ કે તમે તમારી ઘરને લગતી ફરજોને નજરઅંદાજ કરી રહયા છો. આજે રૉમાન્‍સ માટે ગૂંચવણભર્યું જીવન છોડો. આજે તમે તમારા કામમાં પ્રગતિ જોઈ શકો એવી શક્યતા છે. તમારા છૂપા શત્રુઓ તમારા વિશે અફવાઓ ફેલાવવા માટે ઉત્કંઠ હશે. મજાકભરી ચર્ચા દરમિયાન તમારા બંને વચ્ચે કોઈ જૂની સમસ્યા સામે આવી શકે છે, જે આગળ જતાં તમારી વચ્ચે ઝઘડામાં પરિણમશે.

કર્ક (ડ,હ) – જૂના મિત્ર સાથે પુર્નમિલન તમારા ઉત્સાહમાં ખાસ્સો એવો વધારો કરશે. અચાનક તથા અણધાર્યો ખર્ચ તમારા પર આર્થિક દબાણ લાવી મુકશે. તમારી નિકટનું કોઈક આજે અંદાજ ન લગાડી શકાય એવા મિજાજમાં હશે. આજે તમને તમારા પ્રિયપાત્રની એક નવી અદભુત બાબત જોવા મળશે. તમારો ગુસ્સો આજે તમને કામના સ્થળે મુશ્કેલીભરી પરિસ્થિતિમાં ધકેલી શકે છે. શાંત રહેવાનો પ્રયત્ન કરજો. પ્રવાસ તરત કોઈ પરિણામ નહીં લાવે પણ ભાવિ લાભ માટે તે સારો પાયો ચણશે. તમારા જીવનસાથી સાથે આ તમારો સૌથી રોમેન્ટિક દિવસ બની રહેશે.

સિંહ (મ,ટ) – આજે ધાર્મિક તથા આધ્યત્મિક બાબતોમાં રસ લેવા માટે પણ સારો દિવસ છે. ખર્ચ વધશે પણ આવકમાં થતો વધારો તમારા ખર્ચને પહોંચી વળશે. આ સારો સમય છે જે તમારી માટે સફળતા અને ખુશીઓ લાવશે, તેનું શ્રેય તમારા પરિવારના સભ્યોએ કરેલા પ્રયાસો તથા આપેલા સહકારને જાય છે. આજે તમે પ્રેમની પીડા અનુભવશો. ઓૉફિસનું વાતાવરણ આજે તમારી માટે વધુ પડતું દુશ્મનાવટભર્યું બનવાની શક્યતા છે. પ્રવાસ કરવા માટે બહુ સારો દિવસ નથી. તમારા લગ્નજીવન પર તમારા પરિવારને કારણે અવળી અસર પડી શકે છે, પણ તમે આ બંને જણ આ પરિસ્થિતિને સમજદારીપૂર્વક સંભાળી લેશો.

કન્યા (પ,ઠ,ણ) – તમારૂં મગજ સારી બાબતોને સ્વીકારશે. આજનો જ વિચાર કરીને જીવનના તમારા અભિગમને તથા મનોરંજન પાછળ વધુ પડતો સમય અને નાણાં ખર્ચવાના તમારા વલણ પર અંકુશ રાખો. પરિવારના સભ્યો કદાચ તમારી અપેક્ષાઓ પૂર્ણ નહીં કરે. તમારા મનના તરંગો તથા મુનસફી પ્રમાણે કામ કરવાની આશા રાખશો નહીં અને તમે તમારી કામ કરવાની શૈલી બદલો અને પહેલ કરો. સાચા અને ઉદાર પ્રેમ માટે તમને વળતર મળવાની શક્યતા છે. આનંદ-પ્રમોદ તથા મનોરંજન માટે સારો દિવસ, પણ જો તમે કામ કરી રહ્યો હો તો તમારે બિઝનેસને લગતા સોદાઓમાં સાવચેતી રાખજો. તમારામાંના કેટલાક આજે લાંબી મુસાફરી કરશે-જે દોડધામભરી હશે- પણ તેનાથી ખાસ્સો લાભ થશે. તમારા જીવનસાથી આજે તમને ખુશ કરવા માટે ખાસ જહેમત લેશે.

તુલા (ર,ત) – સુસુપ્ત પડી રહેલી સમસ્યાઓ માથું ઊંચકશે અને પોતાની સાથે માનસિક તાણ લાવશે. રિયલ એસ્ટેટમાં રોકાણ લલચાવનારૂં હશે. ઘરને લગતી તમારી જવાબદારીઓ પૂરી કરવામાં બાળકો તમને મદદ કરશે. તેમની નવરાશના સમયમાં તેમને આવી પ્રવૃત્તિઓ કરવા માટે પ્રોત્સાહિત કરો. પ્રેમની લાગણી નીચી રહેવાની શક્યતા છે. કારકિર્દીના સારી તક માટે કરાયેલી મુસાફરી કદાચ સાકાર થશે. આવું કરવા પૂર્વે તમારા માતા-પિતાની પરવાનગી લેજો, અન્યથા તેઓ પછીથી આ બાબતને વિરોધ કરી શકે છે. દૂરના સ્થળોથી મોડી સાંજે સારા સમાચાર મળવાની વધુ શક્યતા છે. તમને આજે તમારા જીવનસાથીની કઠોર બાજુ જોવા મળી શકે છે.

વૃશ્વિક (ન,ય) – ઘરની ચિંતાઓ તમને બેચેન કરી મુકશે. સટ્ટાકીય પ્રવૃત્તિ જોખમી પુરવાર થશે-આથી તમામ રોકાણો સંપૂર્ણ તકેદારી રાખીને કરવા. બાળકો શાળાને લગતા પ્રૉજેક્ટ્સ વિશે સલાહ માગી શકે છે. તમારી આંખો એટલી તેજસ્વી છે કે તમારા પ્રિયપાત્રની અંધકારમય રાતોને તે ઝળહળતી કરી શકે છે. બદલાતા સમય સાથે કદમ મિલાવવામાં નવી ટૅક્નોલૉજીનો સ્વીકાર મહત્વની બાબત સાબિત થશે. તમારા વાણી અને વર્તન અંગે દરકાર રાખો કેમ કે તમે કશુંક ભ્રામક કરશો તો સત્તામાંના લોકો એ અંગે બહુ સમજદારી નહીં દાખવે. પરણેલા હોવાનો ખરો આનંદ તમે આજે જાણશો.

ધન (ભ,ફ,ધ,ઢ) – તમારો વિપુલ આત્મવિશ્વાસ તથા કામનું સરળ સમયપત્રક તમને આજે હળવા થવાનો પૂરતો સમય આપશે. ઘરને લગતી લક્ઝરી પર વધુ પડતો ખર્ચ ન કરશો. તમારૂં બેદરકારીભર્યું તમારા માતા-પિતાને ચિંતિત કરશે. કોઈ નવો પ્રૉજેક્ટ શરૂ કરતા પહેલા તેમને વિશ્વાસમાં લેજો. રૉમાન્સને આજે ઓછું મહત્વ મળે એવું લાગે છે કેમ કે તમારૂં પ્રિયપાત્ર ખૂબ જ વધારે પડતી માગ કરી રહ્યું હોય એવું લાગે છે. હિંમતભર્યા નિર્ણયો તથા પગલાં હકારાત્મક પરિણામો લાવશે. આજનો દિવસ એવા દિવસોમાંનો એક છે જ્યારે પરિસ્થિતિ તમારી મરજી મુજબ આકાર નહીં લે. સંબંધીઓને કારણે તમારી વચ્ચે તકરાર થવાની શક્યતા છે, પણ દિવસના અંતે બધું જ સુંદર રીતે આટોપવામાં તમે સફળ રહેશો.

મકર (ખ,જ) – ધ્યાન રાહત લાવશે. આર્થિક બાબતો માટે વધુ પડતી સાવચેતી તથા સંભાળ આજના દિવસનો મંત્ર છે. અન્યો સાથે વાદ-વિવાદ તથા બોલાચાલી અને તેમનામાં અકારણ ભૂલો શોધવાનું ટાળો. રૉમાન્સ માટે બહુ સારો દિવસ નથી કેમ કે તમને સાચો પ્રેમ નહીં મળે. કામના સ્થળે આજે તમે એક અદભુત વ્યક્તિને મળો એવી શક્યતા છે. પ્રવાસ કરવા માટે બહુ સારો દિવસ નથી. તમે પરિવારના સભ્યો સાથે મુશ્કેલ સમયનો સામનો કરશો, પણ દિવસના અંતે તમારા જીવનસાથી તમને આલિંગન આપી તમને રાહત આપશે.

કુંભ (,શ,સ,ષ) :- તમારી ખરાબ આદતો તમારી માટે મુશ્કેલીઓ સર્જશે. કેટલાક બાકી રહેલા મુદ્દા વધુ ઘેરા બનશે તથા ખર્ચનો મુદ્દો તમારા મગજમાં ઘુમરાયા કરશે. પરિવારના સભ્યોની લાગણીને દુભાવવી ન હોય તો તમારા ગુસ્સા પર કાબૂ રાખજો. એ સાથે જ યાદ રાખો કે ગુસ્સો એ ટૂંકા ગાળાનું ગાંડપણ છે , જે તમને કેટલીક ગંભીર ભૂલો કરવાની ફરજ પાડી શકે છે. ઘરમાં સમસ્યા ઊભી થઈ શકે છે-પણ તમારા નાની-નાની બાબતોમાં તમારા જીવનસાથીની ટીકા કરવાનું બંધ કરો. આજે કામના સ્થળે તમે કશુંક ખરેખર અદભુત કરશો. અણધાર્યા સ્થળેથી તમને મહત્વનું આમંત્રણ મળશે. આજે જરૂરિયાતના સમયે તમારા જીવનસાથી પોતાના પરિવારના સભ્યોની સરખામણીએ તમારા પરિવારના સભ્યોને ઓછું મહત્વ આપે એવું બની શકે છે.

મીન (દ,ઝ,ચ,થ) આપવાનો તમારો સ્વભાવ છૂપા આશીર્વાદ સમાન સાબિત થશે કેમ કે શંકા, નાહિંમત થવું, શ્રદ્ધાનો અભાવ,લાલચ, જોડાણ,અહંકાર તથા ઈર્ષા જેવા દુર્ગુણોથી તમને મુક્ત કરશે. આર્થિક બાબતોને લગતી અસ્થિરતા તમારા મગજ પર તાણ નિર્માણ કરશે. મિત્રો અને સંબંધીઓ પર તમારા અભિપ્રાય થોપશો નહીં કેમ કે એ તમારા હિતમાં નથી અને વિનાકારણ તમે તેમને ખફા કરશો. પ્રેમમાં ઉતાવળિયું પગલું લેવાનું ટાળવું. કામના સ્થળે આજે આખો દિવસ તમારામાં ઉત્સાહનો અભાવ રહેશે. અન્યોના ગળે તમારી વાત ઉતારવાની તમારી આવડત ઊંચા લાભ અપાવશે. તમારા જીવનસાથીને કારણે તમે આજે તકલીફમાં હો એવું તમને લાગ્યા કરશે.

#રાશિ ભવિષ્ય
Here are a few more articles:
Read the Next Article