જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ

જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ
New Update

મેષ (અ,લ,ઇ) તમારા શરીરને રિચાર્જ કરવા માટે તમારે સંપૂર્ણ આરામ લેવો જઈએ અન્યથા થાક તમારામાં નિરાશવાદ પેદા કરી શકે છે. શંકાસ્પદ નાણાકીય સાહસો દ્વારા લલચાઈ જતા નહીં-મૂડીરોકાણ અત્યંત તકેદારીપૂર્વક હાથ ધરજો. મિત્રો સહકાર આપશે પણ તમારા જીવનસાથી સાથે મતભેદને કારણે સર્જાતી નાનકડી સમસ્યા તમારા ઘરની શાંતિને અસર પડોંચાડી શકે છે. તમારા પ્રિયપાત્રમાં શું કમીઓ છે તે શોધવામાં તમારો સમય બરબાદ ન કરતા. તાણભર્યો દિવસ જ્યારે તમારા નિકટના સાથીદારો સાથે અનેક મતભેદો ઊભા થઈ શકે છે. તમારા વરિષ્ઠો આજે તમારી સાથે વધુ પડતું સખત વલણ અપનાવી રહ્યાનું તમને લાગશે કેમ કે તમે તમારા ફોર્મમાં નથી.

વૃષભ (બ,,ઉ) - આજનો દિવસ તમારી માટે બહુ ઊર્જાવાળો નથી અને તમે નાની-નાની બાબતોમાં ચીડાઈ જશો. આર્થિક લાભ તમારી અપેક્ષા મુજબ નહીં હોય. તમારૂં બેદરકારીભર્યું તમારા માતા-પિતાને ચિંતિત કરશે. કોઈ નવો પ્રૉજેક્ટ શરૂ કરતા પહેલા તેમને વિશ્વાસમાં લેજો. રૉમાન્સમાં ઓટ આવશે અને તમારી મોંઘી ભેટ-સોગાદો પણ આજે જાદુ નહીં સર્જી શકે. તમારામાંના કેટલાક આજે લાંબી મુસાફરી કરશે-જે દોડધામભરી હશે- પણ તેનાથી ખાસ્સો લાભ થશે. આજે જરૂરિયાતના સમયે તમારા જીવનસાથી પોતાના પરિવારના સભ્યોની સરખામણીએ તમારા પરિવારના સભ્યોને ઓછું મહત્વ આપે એવું બની શકે છે.

મિથુન (ક,,ઘ) કામનું દબાણ તથા ઘરમાં તકલીફ તાણ લાવી શકે છે. મૂડીરોકાણને લગતા મહત્વના નિર્ણયો કોઈ અન્ય દિવસે લેવા. વર્ચસ્વ જમાવવાનો અથવા કોઈક મુશ્કેલી ઊભી કરે એવી બાબતો શરૂ કરવાનો આ દિવસ નથી. તમારૂં પ્રિયપાત્ર તમારી પાસેથી ભેટ-સોગાદો ઉપરાંત તમારા સમયની પણ અપેક્ષા રાખશે. અંગત અને ગોપનીય હોય તેવી માહિતી કોઈને જણાવતા નહીં. ઘણા લાંબા સમય બાદ, તમને તમારા જીવનસાથી સાથે વિતાવવા સારો એવો સમય મળશે.

કર્ક (ડ,હ) આજના મનોરંજનમાં રમતગમતની પ્રવૃત્તિઓ તથા બાહ્ય કાર્યક્રમોનો સમાવેશ થવો જોઈએ. ખાસ લાભદાયક દિવસ જણાતો નથી-આથી તમારી આર્થિક સ્થિતિ તપાસો અને તમારા ખર્ચને ઘડાટો. તમારા તરફથી કંઈ વધુ કર્યા વિના અન્યોનું ધ્યાન ખેંચવા માટે આ શ્રેષ્ઠ દિવસ છે. પ્રેમ હંમેશાં ઊંડી ભાવનાઓ ધરાવતું હોય છે અને આજે તમને એનો અનુભવ થશે. તમારા મનમાં જે હોય તે કહેતા ગભરાતા નહીં. જીવન તમને આશ્ચર્યો આપતું રહે છે, પણ આજે તમે તમારા જીવનસાથીની અદભુત બાજુ જોઈને આશ્ચર્યચકિત થઈ જશો.

સિંહ (મ,ટ) – વધુ પડતો ખોરાક લેવાથી દૂર રહો અને સ્વસ્થ રહેવા માટે હૅલ્થ ક્લબની નિયમિત મુલાકાત લો. આર્થિક સમસ્યાઓ રચનાત્મક રીતે વિચારવાની તમારી ક્ષમતાને હાનિ પહોંચાડશે. કોઈક ધાર્મિક સ્થળ અથવા સંતપુરૂષની મુલાકાત લો અને તમારા મગજને આશ્વાસન અને શાંતિ મળશે. રૉમાન્સ માટેની તકો દેખીતી છે-પણ તેનું આયુષ્ય ટૂંકું હશે. રસ્તા પર બેફામ વાહન ચલાવવું તથા જોખમ લેવાનું ટાળવું. તમારા જીવનનો પ્રેમ, તમારા જીવનસાથી આજે તમને કોઈ અદભુત સરપ્રાઈઝ આપશે.

કન્યા (પ,,ણ) – આનંદ-પ્રમોદ અને મોજ-મજાનો દિવસ. કેટલાક લોકો માટે પ્રવાસ દોડધામભર્યો અને તાણયુક્ત પુરવાર થશે-પણ આર્થિક રીતે વળતર આપશે. આજે તમે કેટલીક સમસ્યાઓનો સામનો કરશો- પણ વાસ્તવવાદી રહો તથા તમારી તરફ મદદનો હાથ લંબાવનારા'ઓ તરફથી ચમત્કારની અપેક્ષા રાખતા નહીં. આજે તમે તમારા સ્વપ્નની સુંદરીને મળતા જ તમારી આંખો ખુશીથી ચમકી ઊઠશે તથા તમારા હૃદયની ગતિ તેજ થઈ જશે. ટૅક્સ તથા વીમાને લગતી બાબતમાં ધ્યાન આપવાની જરૂર પડશે. સોશિયલ મિડિયા પર તમને લગ્ન વિશેના મેસેજીસ આવતા હોય છે, પણ આજે તમે આશ્ચર્યચકિત થઈ જશો જ્યારે લગ્નજીવનને લગતી કેટલીક ચોંકાવનારી વાસ્ચવિક્તાઓ તમારી સામે આવશે.

તુલા (ર,ત) અન્યો વિરૂદ્ધ વેરઝેરની ભાવના પોષવાથી તમને માનસિક તાણ મળશે. તમારે આવા વિચારો ટાળવા જોઈએ કેમ કે તેઓ જીવન બગાડનારા તથા તમારી ક્ષમતાનો નાશ કરનારા હોય છે. તમારી બચતને તમે રૂઢિગત રોકાણમાં મુકશો તો નાણાં મેળવશો. તમારા ઘરના વાતાવરણમાં તમે કોઈ ફેરફાર કરો તે પૂર્વે સૌની મંજૂરી છે કે નહીં તેની ખાતરી કરો. આજે તમારા પ્રિયપાત્રનો મૂડ બદલાતા રૉમાન્સમાં ઓટ આવશે. તમારામાંના પ્રચંડ આત્મવિશ્વાસનો લાભ લો અને બહાર નીકળીને નવા સંપર્કો તથા મિત્રો બનાવો. તમે તમારા જીવનસાથી સાથે ગમે એટલો ઝઘડા કરો, પણ એક વાત ભૂલતા નહીં કે તમે એકબીજાને પ્રેમ કરો છો.

વૃશ્વિક (ન,ય) પત્નીના કામકાજમાં ચંચૂપાત કરશો નહીં, કેમ કે તેનાથી તમે તેનો ગુસ્સો નોતરશો.તમારા કામથી કામ રાખો એ જ સારૂં છે. હસ્તક્ષેપ જેટલો ઓછો એટલું સારૂં અન્યથા તેનાથી પરાધીનતા આવી શકે છે. તમે કોની સાથે આર્થિક વ્યવહાર કરી રહ્યા છો તેની તકેદારી રાખજો. ઘરના બાકી રહેલા કાર્યો તમારો સમય લેશે. માત્ર સ્પષ્ટ સમજદારીથી તમે તમારી પત્નીને લાગણીશીલ ટેકો આપી શકશો. અણધાર્યો પ્રવાસ કેટલાક માટે દોડધામભર્યો તથા તાણયુક્ત સાબિત થઈ શકે છે. આજે, તમારી જીવનસંગિની તમારા જીવનની સૌથી કટોકટીભરી બાબતમાં ટેકો આપશે.

ધન(ભ,,,ઢ) – તમે ઘણા લાંબા સમયથી અનુભવી રહ્યા છો એ જીવનના ટૅન્શન તથા તણાવમાંથી તમને રાહત મળશે. ટૅન્શન તણાવને કાયમી ધોરણે દૂર રાખવા માટે તમારી જીવનશૈલીમાં ફેરફાર કરવાનો સમય આવી ગયો છે. બિનજરૂરૂ નુકસાન ટાળવા મૂડીરોકાણને લગતા તમામ નિર્ણયો સાવચેતીપૂર્વક તથા યોગ્ય સલાહ સાથે લેવા. બાળકોને લઈને કેટલીક નિરાશાઓ થશે, કેમ કે તેઓ પોતાની કારકિર્દી પર ધ્યાન આપવાને બદલે અન્ય પ્રવૃત્તિઓ પાછળ વધુ સમય વેડફી રહ્યા છે. પ્રેમ પ્રકરણમાં ગુલામની જેમ વર્તશો નહીં. આજે તમે જો પ્રવાસ કરવાના હો તો તમારે તમારી ભાષા અંગે વધારે તકેદારી રાખવાની જરૂર છે. તમારો ખરાબ મિજાજ તમારા જીવનસાથીની કોઈ સરપ્રાઈઝ દ્વારા સારો થઈ જશે.

મકર (ખ,જ) – આજે સ્વાસ્થ્ય બરાબર રહેશે. તમારા મૂડીરોકાણ તથા ભાવિ ધ્યેયો વિશે ગુપ્તતા જાળવો. તમારી મુલાકાતે આવનારા મહેમાનો તમારી સાંજ પર કબજો જમાવશે. ભૂતકાળની ખુશખુશાલ યાદો તમને વ્યસ્ત રાખશે. રસ્તા પર બેફામ વાહન ચલાવવું તથા જોખમ લેવાનું ટાળવું. લગ્નજીવનમાં વ્યક્તિના એકાંતનું આગવું મહત્વ હોય છે, પણ આજે તમે એકમેકની નિકટ રહેવાની કોશિશ કરશો. રોમાન્સ ચોક્કસ જ જોરદાર છે.

કુંભ (ગ,,,ષ) – પરિવારના સભ્યો સાથે તમારૂં અન્યાયપૂર્ણ વર્તન વાતાવરણ બગાડશે. તમારી સાથે અન્ય કોઈ જેવું વર્તન કરે એ તમને ગમે એવું જ વર્તન અન્યો સાથે કરો. ઉતાવળમાં મૂડીરોકણને લગતા નિર્ણયો લેતા નહીં- દરેક શક્ય બાજુથી તમે રોકાણ અંગે ચકાસણી નહીં કરો તો નુકસાન થવું ચોક્કસ છે. તમારા પરિવારના સભ્યો રાઈનો પહાડ બનાવી મુકે એવી શક્યતા છે. આજે તમારે તમારૂં શ્રેષ્ઠ વર્તન દાખવવું જોઈએ-કારણ કે આજે તમારા પ્રેમી-પ્રેમિકા આગાહી ન કરી યસક્યા એવા મૂડમાં હશે. ઘરમાં વિધી-હવન-મંગળ સંસ્કાર કરાવશો. તમારા જીવનસાથીને કારણે તમે આજે તકલીફમાં હો એવું તમને લાગ્યા કરશે.

મીન (દ,,,થ) -વ્યસ્તતા છતાં સ્વાસ્થ્ય સારૂં રહેશે. આજે કોઈપણ પ્રકારનું રોકાણ ટાળવું. સંબંધીઓ તમારી માટે અણધારી ભેટ લાવશે સાથે જ તેમની પાસેથી કોઈક મદદની પણ અપેક્ષા રાખજો. તમારા પ્રિયપાત્રના વર્તન અંગે તમે ખૂબ જ સંવેદનશીલ હશો-તમારા ગુસ્સા પર કાબૂ રાખો અને એવું કંઈપણ બિનજવાબદાર કરવાનું ટાળો જેનો પસ્તાવો તમને પછીથી તમારી આખી જિંદગી દરમિયાન થાય. જ્યાં સુધી મુશ્કેલીમાંથી માર્ગ કાઢવાની ઈચ્છા છે ત્યાં સુધી કશું જ અશક્ય નથી. તમારા જીવનસાથી સાથેના ઉષ્માભર્યાં સંબંધોને આજે ઠેસ પહોંચે એવી શક્યતા છે.

#રાશિ ભવિષ્ય
Here are a few more articles:
Read the Next Article