જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ

New Update
જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ - Connect Gujarat

મેષ (અ,લ,ઇ) – આજે તમારી પાસે સારો એઅવો સમય હશે આથી,તમારા સારા સ્વાસ્થ્ય માટે લાંબી વૉક પર જાવ. તમે પ્રવાસ કરવાના તથા ખર્ચ કરવાના મૂડમાં હશો-પણ તમે જો એવું કરસો તો તમે પછીથી દિલગીરી અનુભવશો. આજે તમને ખબર પડશે કે જેના પર તમને હંમેશાં વિશ્વાસ હતો એ તમારા પ્રત્યે વફાદાર નથી ત્યારે તમને સૂગની લાગણી થશો. અંગત સંબંધો સંવેદનશીલ તથા મૂલ્યવાન છે. કોઈ મોટી બિઝનેસ ડીલ પાર પાડી રહ્યા હો ત્યારે તમારી લાગણીઓ પર અંકુશ રાખો. તમારે યાદ રાખવાની જરૂર છે કે ઈશ્વર એની જ મદદ કરે છે જે પોતાની મદદ કરે છે.

વૃષભ (બ,વ,ઉ) આનંદમય દિવસ માટે માનસિક તાણ અને તણાવ ટાળો. કેટલીક મહત્વની યોજનાઓ અમલમાં મુકાશે જેને કારણે તમને નવો આર્થિક લાભ થશે. તમારા પ્રિયપાત્ર સાથે દલીલો સર્જી શકે એવા વિવાદાસ્પદ મુદ્દાઓને છેડવાનું ટાળવું જોઈએ. આવતીકાલે તમને કામ પર મોડું થવાનું છે એ સંદેશ તમારે તમારા પ્રિયપાત્રને જરૂર પહોંચાડવો જોઈએ. તમને કદાચ એવું લાગશે કે તમારા સહકર્મચારીઓ તમને ખાસ ટેકો આપી રહ્યા નથી, પમ આજે તમે ધીરજ ખોતા નહીં. આજે તમને અનેક રસપ્રદ આમંત્રણ મળશે-અને સરપ્રાઈઝ ગિફ્ટની પણ શક્યતા નકારી શકાય નહીં. તમે તમારા લગ્નજીવનમાં પ્રેમયાચના, એકમેકની પાછળ દોડવાના અને મનાવવાના જૂના સુંદર દિવસોની યાદ તાજી કરશો.

મિથુન (ક,છ,ઘ) – આજે તમારે અનેક ટૅન્શન તથા મતભેદોનો સામનો કરવો પડે જે તમને બેચેન અને ગુસ્સાવાળા બનાવી દે એવી શક્યતા છે. ઉતાવળમાં મૂડીરોકણને લગતા નિર્ણયો લેતા નહીં- દરેક શક્ય બાજુથી તમે રોકાણ અંગે ચકાસણી નહીં કરો તો નુકસાન થવું ચોક્કસ છે. તમે તમારી સમસ્યાઓ ભૂલી જશો તથા પરિવારના સભ્યો સાથે સારો સમય વિતાવશો. ભૂતકાળની ખુશખુશાલ યાદો તમને વ્યસ્ત રાખશે. લાગે છે કે તમારા વરિષ્ઠો કામમાં આજે દેવદૂતની જેમ વર્તી રહ્યા છે. તાણભર્યો દિવસ જ્યારે તમારા નિકટના સાથીદારો સાથે અનેક મતભેદો ઊભા થઈ શકે છે. તમારા જીવનસાથી સાથે રોમાન્સ માટે આજનો દિવસ સારો છે.

કર્ક (ડ,હ) – સ્વાસ્થ્ય બરાબર રહેશે. આજનો દિવસ છેલ્લો છે એ રીતે જીવવાના તથા મનોરંજન પાછળ વધુ પડતો ખર્ચ કરવાના તમારા વલણ પ્રત્યે ધ્યાન આપો. તબિયત સારી ન હોય એવા સંબંધીની મુલાકાત લેજો. અણધાર્યો રૉમેન્ટિક ઝુકાવ સાંજના સમયે તમારા મગજને ઘેરી વળશે. સંતોષકારક પરિણામો મેળવવા માટે ચીજોનું આયોજન સારી રીતે કરો- ઑફિસને લગતી સમસ્યાઓ ઉકેલવાના પ્રયાસો હાથ ધરવાથી ટૅન્શન તમારા મગજને ઘેરો ઘાલશે. તમારૂં ચુંબકીય-બર્હિમુખી વ્યક્તિત્વ તમને લાઈમલાઈટમાં મુકી દેશે. તમારી આસપાસના લોકો આજે એવું કંઈક કરશે, જેનાથી તમારા જીવનસાથી નવેસરથી તમારા પ્રેમમાં પડશે.

સિંહ (મ,ટ) – જૂના મિત્ર સાથે પુર્નમિલન તમારા ઉત્સાહમાં ખાસ્સો એવો વધારો કરશે. રોકાણ કરવું જોઈએ પણ એ પૂર્વે યોગ્ય સલાહ લો. તમારા વ્યક્તિગત મોરચે મહત્વની ઘટના બનશે જે તમારા તથા તમારા આખા પરિવાર માટે પ્રફૂલ્લતા લાવશે. તમારા પ્રિયપાત્ર સાથે બહાર જતા હો ત્યારે દેખાવ અને વર્તનમાં તમે જેવા છો એવા જ રહો. તમે લાંબા સમયથી જે મહત્વના પ્રૉજેક્ટ પર કામ કરી રહ્યા છો તેમાં મોડું થવાની શક્યતા છે. આજે જો તમે ખરેખર લાભ મેળવવા માગતા હો તો-અનોય દ્વારા આપવામાં આવતી સલાહને કાને ધરજો. નજીકના ભૂતકાળમાં જે કંઈપણ થયું છે તેમ છતાં તમારા જીવનસાથી આજે તમારી માટેની તેની સારી લાગીઓ આજે પ્રદર્શિત કરશે.

કન્યા (પ,ઠ,ણ) – ઈર્ષાળુ વ્યક્તિથી આજનો દિવસ દૂર રહો, કેમ કે તે તમને ટૅન્શન આપી શકે છે. તમારા ખર્ચ પર અંકુશ લાવવાનો પ્રયાસ કરો-અને આજે જરૂરી હોય એવી ચીજો જ ખરીદજો. ઘરનું કામ થકાવનારૂં હશે તથા માનસિક તાણનું મોટું કારણ બનશે. પોતાના જીવન કરતાં તમને વધુ પ્રેમ કરતી વ્યક્તિને તમે મળશો. આજે શરૂઆતથી અંત સુધી કામના સ્થળે તમને સતત ર્સ્ફૂતિનો અનુભવ થાય એવો આ દિવસ છે. તમારા માર્ગમાં જે પણ આવતું હોય તેની સાથે વિનમ્રતાપૂર્વક અને સારી રીતે વર્તો-કેટલાક ચુનંદા લોકો જ તમારી મોહકતા પાછળનું રહસ્ય જાણી શકશે. તમારા જીવનસાથી તમારા ખરા દેવદૂત છે, અને તમને એ બાબત આજે સમજાશે.

તુલા (ર,ત) – તમારા અધીરો તથા જિદ્દી સ્વભાવ પર અંકુશ રાખવાનો પ્રયાસ કરો ખાસ કરીને પાર્ટીમાં કેમ કે ત્યાં આ સ્વભાવ મૂડ બગાડી શકે છે. અફવાઓ પર આધરિત સટ્ટામાં પડતા નહીં. અદભુત દિવસ જ્યારે તમે ઈચ્છો છો એટલું લોકોનું ધ્યાન તમને મળશે-તમારી સામે એટલી બધી બાબતો હશે અને તમાંથી કઈ બાબત હાથ ધરવી તેની મીઠી મૂમંઝવણ તમને થશે. તમારા પ્રિયપાત્રના વર્તન અંગે તમે ખૂબ જ સંવેદનશીલ હશો-તમારા ગુસ્સા પર કાબૂ રાખો અને એવું કંઈપણ બિનજવાબદાર કરવાનું ટાળો જેનો પસ્તાવો તમને પછીથી તમારી આખી જિંદગી દરમિયાન થાય. કામના સ્થળે આજે કોઈક વ્યક્તિ તમારી સાથે કંઈક સારૂં વર્તન કરશે. પ્રવાસ તથા શિક્ષણને લગતો ધંધો તમારી જાગરૂકતા વધારશે.

વૃશ્વિક (ન,ય) – કોઈ ઝઘડાળુ વ્યક્તિ સાથેના વાદવિવાદને કારણે તમારો મૂડ બગડી જશે. અચાનક તથા અણધાર્યો ખર્ચ તમારા પર આર્થિક દબાણ લાવી મુકશે. પરિવારના સભ્યો તથા જીવનસાથી કેટલીક સમસ્યા સર્જશે. તમારૂં પ્રિયપાત્ર આજે તમારી માટે જીવંત દેવદૂત બનીને આવશે, દરેક ક્ષણને માણો. વૅબ ડિઝાઈનર્સ માટે સારો દિવસ. તમારા ઝળકવાની શક્યતા છે આથી તમારૂં તમામ ધ્યાન કેન્દ્રિત કરો. કેટલાકને વિદેશ જવાની તક પણ મળી શકે છે. તાણભર્યો દિવસ જ્યારે તમારા નિકટના સાથીદારો સાથે અનેક મતભેદો ઊભા થઈ શકે છે. પરિણીત દંપત્તિ હંમેશાં સાથે રહે થે, પણ એ દર વખતે રોમેન્ટિક હોતું નથી. આથી આજનો દિવસ ખૂબ જ રોમેન્ટિક બની રહેવાનો છે.

ધન (ભ,ફ,ધ,ઢ) – તમારી સમસ્યા ઉકેલવા માટે તમારા મિત્રની મદદ લો. ભૂતકાળને ભૂલવામાં તથા તેને યાદ કરીને ગુસ્સે થવામાં કોઈ જ લાભ નથી કેમ કે એવું કરવાથી તમે તમારી માનસિક તથા શારીરિક શક્તિને ક્ષીણ કરવા સિવાય કશું જ નહીં મળે. ગ્રુપમાં સંકળાવું મનોરંજક છતાં ખર્ચાળ સાબિત થશે-ખાસ કરીને જો તમે અન્યો પર ખર્ચ કરવાનું બંધ નહીં કરો. તમારા ઘરનું દૃશ્ય કેટલીક હદે અણધાર્યું રહેશે. પ્રેમમાં સંતાપ સહન કરવો પડે એવી શક્યતા નકારી શકાય નહીં. આજે તમે જો કામના સ્થળે સોશિયલ મિડિયા પાછળ વધુ પડતો સમય વિતાવશો તો તમે પકડાઈ જાવ એવી શક્યતા છે. પ્રવાસ લાભદાયક છતાં ખર્ચાળ રહેશે. તમારા પાડોશીઓ તમારા લગ્નજીવનમાં સમસ્યા ઊભી કરવાનો પ્રયાસ કરી શકે છે.

મકર (ખ,જ) – તમારૂં મગજ સારી બાબતોને સ્વીકારશે. તમારી પાસે હંગામી ધોરણે નાણાં ઉછીના લેવા માટે તમારો સંપર્ક કરનારાઓની અવગણના કરો. તમારા પરિવારના સભ્યો રાઈનો પહાડ બનાવી મુકે એવી શક્યતા છે. પ્રપોઝ કર્યા બાદ તમને કદાચ જબરજસ્ત અનુભૂતિ થશે કેમ કે તેનાથી તમારા પરનો બોજો ઉતરી ગયાનું તમે અનુભવશો. આજનો દિવસ તમારી આસપાસ ગુલાબની સુગંધ લાવશે. પ્રેમના અતિઆનંદને માણો. આજે જો તમે ખરેખર લાભ મેળવવા માગતા હો તો-અનોય દ્વારા આપવામાં આવતી સલાહને કાને ધરજો. આજે તમારા જીવનસાથી ચુંબન દ્વારા તમારી પીડાઓ એક ક્ષણમાં દૂર કરી નાખશે.

કુંભ (ગ,શ,સ,ષ) – તમારી ઘટેલી જીવનશક્તિ સિસ્ટમમાંના ધીમા ઝેરની જેમ કામ કરશે. તમારી જાતને કોઈક રચનાત્મક કામમાં વ્યસ્ત રાખવી તથા બીમારી સામે લડવા માટે પ્રેરણા આપવાનું ચાલુ રાખવું જોઈએ. આર્થિક લાભ તમારી અપેક્ષા મુજબ નહીં હોય. આજે તમે જે સામાજિક મેળાવડામાં સહભાગી થવાના છો તેમાં તમે આકર્ષણનું કેન્દ્ર હશો. પ્રેમની વેદના આજે તમને સૂવા નહીં દે. તમે જે હંમેશાં કરવા માગતા હતા એ કામ કરવાની તક તમને આજે મળી શકે છે. તમારા ભૂતકાળમાંથી કોઈએ આજે તમારો સંપર્ક કરશે અને તમારો દિવસ યાદગાર બની જશે. તમારા જીવનસાથીની તબિયત બગડતી તબિયતને કસારણે તમે આજે તાણ હેઠળ રહેશો.

મીન (દ,ઝ,ચ,થ) - તમે સંવેદનશીલ બની જશો-તમારૂં વર્તન તમારી આસપાસના લોકોને મૂંઝવણમાં મૂકી દેશે- તમે ઝડપી પરિણામની આશા રાખશો જેને કારણે હતાશા તમારો ભરડો લેશે. ધંધામાં ઉધાર માગવાના ઈરાદે તમારો સંપર્ક કરનારાઓની અવગણના કરો. આજે ઘરના કેટલાક સંવેદનશીલ મુદ્દા ઉકેલવા તમારે તમારૂં બુદ્ધિચાર્તુય તથા ધાક અજમાવવાની જરૂર પડશે. તમારા પ્રિયપાત્ર સાથે કેટલાક મતભેદોસ થઈ શકે છે-તમારી પરિસ્થિતિથી તમારા સાથીદારને વાકેફ કરાવવામાં તમને ખાસ્સી મુશ્કેલી પડશે. સહકર્મચારીઓ અને તમારા હાથ નીચે કામ કરતા લોકો ચિંતા તથા તાણની ક્ષણો ઊભી કરી શકે છે. તમારી રમૂજવૃત્તિ તમારી મહામૂલી મૂડી સાબિત થશે. આજે તમે અથવા તમારા જીવનસાથી પલંગમાં ઈજાગ્રસ્ત થઈ શકો છો, આથી એકમેક સાથે નજાકતથી વર્તજો.

Latest Stories