જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ - Connect Gujarat

New Update
જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ - Connect Gujarat

મેષ (અ,લ,ઇ) – તમને વધુ સારા બનાવતા તમારી સુધારણાને લગતા પ્રૉજેક્ટ્સમાં શક્તિ લગાડો. ખાસ લાભદાયક દિવસ જણાતો નથી-આથી તમારી આર્થિક સ્થિતિ તપાસો અને તમારા ખર્ચને ઘડાટો. તમારા માતા-પિતાનું સ્વાસ્થ્ય વધુ ધ્યાન તથા દરકાર માગશે. આજે તમારા પ્રેમી કે પ્રેમિકાને નિરાશ ન કરતા-કેમ કે એનાથી તમને પછીથી પસ્તાવો થશે. કોઈ મહત્વની ફાઈલ તમારા બૉસના હાથમાં ત્યાં સુધી ન આપતા જ્યાં સુધી તમને પૂરેપૂરી ખાતરી હોય કે તે બધી જ રીતે બરાબર છે. અણધાર્યો પ્રવાસ કેટલાક માટે દોડધામભર્યો તથા તાણયુક્ત સાબિત થઈ શકે છે. આજે નિરાંતના અભાવને કારણે તમારો શ્વાસ રૂંધાતો લાગશે. તમારે માત્ર યોગ્ય રીતે વાતચીત હાથ ધરવાની જરૂર છે.

વૃષભ (બ,વ,ઉ) - સ્વસ્થ રહેવા માટે તમારા ખોરાક પર અંકુશ રાખો તથા વ્યાયામ કરો. આજે તમારી સમક્ષ આવતી મૂડીરોકાણની નવી તકોને જાણો- પણ પ્રકલ્પના લાભ-હાનિ જાણ્યા બાદ જ તમારી જાતને નિર્ણય લેવા તૈયાર કરો. તમારા પરિવારના સભ્યો કહે ચે એ દરેક બાબત સાતે તમે કદાચ સહમત નહીં થાવ-પણ તમારે તમના અનુભવોમાંથી શીખવાનો પ્રયાસ કરવો જોઈએ. તમારો કૉલ લંબાવીને તમે તમારા રૉમેન્ટિક ભાગીદારને ચીડવશો. તમારો પ્રભુત્વભર્યો અભિગમ તમારા સહ-કમર્મચારીઓ તરફથી ટીકા લાવશે. આધ્યાત્મિક ગુરૂ અથવા કોઈક વડીલ તમને માર્ગદર્શન પૂરું પાડશે. કામવાળી આજે કદાચ કામ પર નહીં આવે, જેને કારણે તમારા જીવનસાથી તાણ સર્જાવાની શક્યતા છે.

મિથુન (ક,છ,ઘ) – ગરદન -કમરમાં સતત દુખાવાથી તમે પીડાવ એવી શક્યતા છે. જો આ દુખાવા સાથે તમે સામાન્ય નબળાઈ પણ અનુભવતા હો તો તેની અવગણના કરશો નહીં. આજે આરામ મહત્વનો પુરવાર થશે. અણર્ધાયા બિલ આર્થિક બોજો વધારશે. તમે જેને ઓળખો છો એવી કોઈ વ્યક્તિ આર્થિક બાબતને લઈને વધુ પડતી પ્રતિક્રિયા આપશે, જેને કારણે ઘરમાં બેચેનીનું વાતાવરણ જામશે. પ્રેમની વેદના આજે તમને સૂવા નહીં દે. મુશ્કેલ જણાતા મુદ્દાઓમાંથી સુપેરે બહાર પડવા તમારે તમારા સંપર્કોનો ઉપયોગ કરવાની જરૂર છે. વ્યપાર માટે હાથ ધરવામાં આવેલી મુસાફરી લાંબા ગાળે લાભદાયક પુરવાર થશે. તમારા જીવનસાથી સાથે તમે આરામદાયક દિવસ વીતાવશો.

કર્ક (ડ,હ)- ધીરજ રાખો કેમ કે તમારા સતત પ્રયાસો વિવેકબુદ્ધિ તથા સમજદારી તમને સફળતાની ગેરેન્ટી આપે છે. સંયુક્ત સાહસો તથા શંકાસ્પદ આર્થિક યોજનાઓમાં રોકાણ કરતા નહીં. તમારૂં જ્ઞાન તથા સારી રમૂજવૃત્તિ તમારી આસપાસના લોકોને પ્રભાવિત કરશે. તમારા પ્રેમ જીવનની બાબતમાં આજનો દિવસ અકલ્પ્ય છે. બસ પ્રેમ કરતા રહો. સ્પર્ધા ઊભી થવાથી કામનું સમયપત્રક વધુ દોડધામભર્યું બની જશે. સાવચેતીભર્યાં પગલાંનો દિવસ-જ્યારે તમને મગજ કરતાં દિલની વધુ જરૂર પડશે. આજે તમે તમારા જીવનસાથી સાથે ખરેખર કશુંક ઉત્સાહજનક કરવાના છો.

કન્યા (પ,ઠ,ણ) – કામનું દબાણ તથા ઘરમાં તકલીફ તાણ લાવી શકે છે. આજ માટે તમારો સફળતા મંત્ર હોવો જોઈએ-તમારા નાણા એવા લોકોની સલાહ મુજબ રોકવા જોઈએ જેઓ કશુંક નવું કરવામાં માને છે તથા સારા અનુભવોને યાદ રાખો. દીકરીની બીમારી તમારો મિજાજ ખરાબ કરી મુકશે. તેને આ બીમારીમાંથી બહાર નીકળવા માટે તમારો પ્રેમ અને લાગણી આપી તેનો મિજાજ બદલવામાં મદદ કરો પ્રેમમાં લોકોને સાજા કરવાની ગજબની શક્યતા રહેલી છે. ઉત્સાહજનક દિવસ કેમ કે આજે તમને તમારા પ્રિયપાત્ર તરફથી ભેટ-સોગાદ મળશે. કામના સ્થળે આજે કોઈ તમારી યોજનાઓમાં ભંગાણ પાડવાનો પ્રયાસ કરશે-આથી તમારી આસપાસ શું થાય છે તેના પર ચાંપતી નજર રાખજો. કાયદાકીય સલાહ મેળવવા માટે વકીલની મુલાકાત લેવા માટે સારો દિવસ. તમારી આસપાસના લોકો આજે એવું કંઈક કરશે, જેનાથી તમારા જીવનસાથી નવેસરથી તમારા પ્રેમમાં પડશે.

તુલા (ર,ત) – ધ્યાન તથા યોગ આધ્યાત્મિક તથા શારીરિક લાભ માટે ઉપયોગમાં લઈ શકાય. સટ્ટા અથવા અણધાર્યા લાભ દ્વારા તમારી આર્થિક હાલત સુધરશે. નવું પારિવારિક સાહસ શરૂ કરવા માટે શુભ દિવસ. આ સાહસને સફળ બનાવવા માટે પરિવારના સભ્યની મદદ લો. તમારા જીવનસાથીના સંબંધીઓ તરફથી સર્જાતા અવરોધોને કારણે તમારો દિવસ થોડોક અડચણભર્યો રહેશે. તમે પૂરૂં કરી શકો છો એની પૂરી ખાતરી થયા બાદ જ કોઈ પણ વચન આપજો. આજના દિવસે હાથમાં લેવાયેલું બાંધકામ તમારા સંતોષ મુજબ પૂરૂં થશે. તમારા જીવનસાથી આજે તમના મિત્રો સાથે વધુ પડતા વ્યસ્ત થવાની શક્યચતા છે, જે તમને વ્યથિત કરી શકે છે.

વૃશ્વિક (ન,ય) – તમારા આહારની યોગ્ય તકેદારી રાખવી ખાસ કરીને માઈગ્રેનના દરદીઓએ જેમણે તેમનું ભોજન મિસ ન કરવું જોઈએ કેમ કે એવું કરવાથી તેમના પર લાગણી સંબંધિત તાણ બિનજરૂરી રીતે આવી શકે છે. તમારા ઘરને લગતું રોકાણ ફાયદાકારક પુરવાર થશે. મિત્રો અને સંબંધીઓ પર તમારા અભિપ્રાય થોપશો નહીં કેમ કે એ તમારા હિતમાં નથી અને વિનાકારણ તમે તેમને ખફા કરશો. સઘન પ્રયત્નો કરો તમે ચોક્કસ જ નસીબવાન પુરવાર થશો કેમ કે આજનો દિવસ તમારો છે. તમારો આત્મવિશ્વાસ વધી રહ્યો છે તથા તમારો વિકાસ સ્પષ્ટ છે. આજે તમે નવા વિચારોથી તરબતર હશો તથા પ્રવૃત્તિની તમારી પસંદગી તમારી અપેક્ષા કરતાં અનેક ગણો વધારે લાભ અપાવશે. જેઓ કહે છે કે લગ્ન એટલે માત્ર સેક્સ, તેઓ ખોટું બોલે છે. કેમ કે આજે તમને સમજાશે કે ખરો પ્રેમ એટલે શું.

ધન (ભ,ફ,ધ,ઢ) – ખૂલ્લામાં પડ્યું હોય એવું ખાણું ખાતા નહીં કેમ કે તેનાથી તમે માંદા પડી શકો છો. તમારા મૂડીરોકાણ તથા ભાવિ ધ્યેયો વિશે ગુપ્તતા જાળવો. તમારા મહેમાનો સાથે અનાડી જેવું વર્તન ન કરતા. તમારૂં વર્તન ન માત્ર તમારા પરિવારને નારાજ કરશે બલ્કે સંબંધોમાં પણ તિરાડ પાડી શકે છે. તમારૂં કામ ઓછી મહત્વતા પ્રાપ્ત કરશે-કેમ કે તમને તમારા પ્રિયપાત્રની બાહોંમાં રાહત, આનંદ તથા અત્યંત લાગણીનો તરંગ મળ્યો છે. વરિષ્ઠપદે કામ કરતા લોકો તરફથી કેટલાક વિરોધ ઊભા થશે- આમ છતાં-તમારી માટે મગજ ઠંડુ રાખવું મહત્વનું સાબિત થશે. તમારૂં ચકોર નિરીક્ષણ તમને અન્યોથી આગળ રહેવામાં મદદ કરશે. આજનો દિવસ તમારી માટે અનુકૂળ છે, કામમાં તેનો શ્રેષ્ઠતમ ઉપયોગ કરો.

મકર (ખ,જ) – મિત્ર દ્વારા જ્યોતિષ માર્ગદર્શન તમારૂં સ્વાસ્થ્ય સુધારવા માટે તમને પ્રોત્સાહિત કરશે. દિવસમાં મોડેથી નાણાકીય સ્થિતિ સુધરશે. જેઓ સંવેદનશીલ પુનરાશ્વાસન શોધી રહ્યા છે તેમની મદદે તેમના વડીલો આવશે. આજે તમે તમારા પ્રયપાત્રના હૃદયના ધહકારા સાથે સાથે મિલાવશો. હા, તમે પ્રેમમાં છો તેની જ આ નિશાની છે. કામના સ્થળે આજે બધા જ તમને પ્રેમ કરશે તથા ટેકો આપશે. સાવચેતીભર્યાં પગલાંનો દિવસ-જ્યારે તમને મગજ કરતાં દિલની વધુ જરૂર પડશે. પ્રેમ, ચુંબન, આલિંગન અને મજા, તમારા જીવનસાથી સાથે રોમાન્યનાં આ બધાં પાસાં અનુભવવાનો દિવસ છે.

કુંભ (,શ,સ,ષ) :- સ્વાસ્થ્યને લગતી સમસ્યાઓ બેચેની લાવી શકે છે. તમારી આર્થિક સ્થિતિ સુધરશે આમ છતાં નાણાખર્ચમાં વધારો તમારી યોજનાઓને પાર પાડવામાં અંતરાયો ઊભા કરશે. તમારી પાસેના ફાજલ સમયનો લાભ તમારા પરિવારના સભ્યોની મદદ કરવા માટે લો. રૉમેન્ટિક મૂડમાં એકાએક પરિવર્તન તમને હતાશ કરશે. કોઈ મહત્વની ફાઈલ તમારા બૉસના હાથમાં ત્યાં સુધી ન આપતા જ્યાં સુધી તમને પૂરેપૂરી ખાતરી હોય કે તે બધી જ રીતે બરાબર છે. સંવાદ સાધવાની કળા આજે તમારૂં સુદૃઢ પાસું રહેશે. તમારા જીવનસાથીની આળસ આજે તમારા અનેક કામ રખડાવી શકે છે

મીન (દ,ઝ,ચ,થ) તમારૂં મોહિત કરનારૂં વર્તન ધ્યાન આકર્ષિત કરશે. ખર્ચ વધશે પણ આવકમાં થતો વધારો તમારા ખર્ચને પહોંચી વળશે. સાંજે બાળકો સાથે થોડો આનંદદાયક સમય વિતાવજો. તમારા જીવનસાથીની નાદુરસ્ત તબિયતને કારણે આજે રૉમાન્સ પર અસર પડશે. કામના સ્થળે આકાર લઈ રહેલા ફેરફારથી તમને લાભ થશે. તમે આજે કેવું અનુભવો છો તે અન્યોને જણાવવા ઉતાવળા ન બનો. કોઈક મોટા ખર્ચને કારણે તમારી તમારા જીવનસાથી સાથે તકરાર થઈ શકે છે.

Latest Stories