જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ - Connect Gujarat

New Update
જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ - Connect Gujarat

મેષ (અ,લ,ઇ) – મોતિયાના દરદીઓએ પ્રદૂષિત વાતાવરણ હોય તેવા સ્થળની મુલાકાત લેવાનું ટાળવું જોઈએ, કેમ કે ધુમાડાને કારણે આંખોને વધુ નુકસાન થઈ શકે છે. શક્ય હોય તો સૂર્યપ્રકાશ સાથે સંપર્ક પણ ટાળવો. વધારાનાં નાણાં રિયલ એસ્ટેટમાં રોકજો. સામાજિક કાર્યક્રમો વગદાર તથા મહત્વના લોકો સાથે સંબંધ સુધારવા માટેની શ્રેષ્ઠ તક સાબિત થશે. આજે રૉમેન્ટિક લાગણીનો એવો જ બદલો મળશે. જમીનને લગતા મોટા સોદા પાર પાડવાની સ્થિતિમાં તમે હશો તથા મનોરંજક પ્રૉજેક્ટમાં અનેક લોકોને સાંકળો. અપાર રચનાત્મકતા અને ઉત્સાહ તમને વધુ એક લાભકારક દિવસ તરફ દોરી જશે. તમારા જીવનસાથી તમારી સાથે આટલા સારા ક્યારેય નહોતા. તમને આજે તમારા જીવનમાંના પ્રેમ તરફથી કોઈક સરપ્રાઈઝ મળી શકે છે

વૃષભ (બ,વ,ઉ) - તમારો ગુસ્સો રાઈમાંથી પર્વત સર્જી શકે છે-જે તમારા પરિવારના સભ્યોને નારાજ કરશે. એ મહાન આત્માઓ ખરેખર નસીબદાર છે જેમની બુદ્ધિ ગુસ્સાને અંકુશ હેઠળ રાખે છે. ગુસ્સો તમને બાળે તે પહેલા તેને બાળો. તમારા ખર્ચમાં અણધાર્યો વધારો તમારી માનસિક શાંતિમા ખલેલ પહોંચાડશે. પારિવારિક જવાબદારીઓ વધશે, તમારા મગજ પર તાણ વધશે. તમારા પ્રિયપાત્રની વફાદારી પર શંકા ન કરતા. આજે તમે જે વધારાનું જ્ઞાન મેળવશો તે તમારા સાથીઓ સાથે કામ લેવામાં તમારો ગુણવિશેષ સાબિત થશે. તમારી પ્રતિષ્ઠાને હાનિ પહોંચાડે તેવા લોકો સાથે જોડાવાનું ટાળો. તમારા જીવનસાથી આજ તમને વખાણશે, તમારા વિશે સારી વાત કરશે અને તમારા પ્રેમમાં નવેસરથી પડશે.

મિથુન (ક,છ,ઘ) – તમારૂં મગજ સારી બાબતોને સ્વીકારશે. તમે જાણો છો એવા લોકો દ્વારા આવકનો નવો સ્રોત ઊભો થશે. ઘરને લગતી બાબતો તથા ઘરના બાકી રહી ગયેલા કામ પૂરાં કરવા માટે અનુકૂળ દિવસ. તમારા પ્રિયપાત્ર સાથે પિકનિક પર જઈ તમારી અમૂલ્ય ક્ષણોને ફરીથી જીવો. તમારા માતા-પિતા તેમનું વચન ન પાળે તે હતાશ થતા નહીં- મામલો ઉકેલવા માટે તમારે તેમની સાથે બેસીને વાત કરવી રહી. નવી વિચારોને કસોટીની એરણ પર મુકવા માટે શ્રેષ્ઠ દિવસ. આજ પહેલા લગ્નજીવન આટલું અદભુત ક્યારેય નહોતું.

કર્ક (ડ,હ)- સારા સમાચાર મળવાની શક્યતા છે. જૂની શિલ્પકૃતિઓ તથા ઘરેણાંમાં રોકાણ લાભ તથા સમૃદ્ધિ લાવશે. ટપાલ દ્વારા આવેલો પત્ર આખા પરિવાર માટે ખુશીના સમાચાર લાવશે. તમારી માટે પ્રેમ પવનમાં છે. તમારે માત્ર તમારી આસપાસ જોવાની જરૂર છે, બધું જ ગુલાબી દેખાશે. નવા ગ્રાહકો સાથે વાટાઘાટો ચલાવવા માટે અદભુત દિવસ. નિંદા-કૂથલી તથા અફવાઓથી દૂર રહો. તમારા લગ્નજીવનની બાબતમાં પરિસ્થિતિ આજે ખરેખર સુંદર જણાઈ રહી છે.

કન્યા (પ,ઠ,ણ) – કશુંક રસપ્રદ વાચી માનસિક વ્યાયામ કરો. અન્યો પર વધુ પડતો ખર્ચ કરશો એવી શક્યતા છે. તમારી નિકટના લોકો અંગત સ્તરે સમસ્યાઓ ઊભી કરશે. આજે તમને સમજાશે કે તમારા જીવનસાથી તમને કેટલો પ્રેમ કરે છે. અટકી પડેલા પ્રકલ્પો તથા યોજનાઓ અંતિમ સ્વરૂપ લેવા આગળ વધશે. સામાજિક તથા ધાર્મિક કાર્યક્રમો માટે અદભુત દિવસ. અસહમતિની શ્રેણીની અસર તમારા પર જોવા મળશે અને તમારા જીવનસાથી સાથે સમાધાન કરવામાં તમને મુશ્કેલી પડશે.

તુલા (ર,ત) – ખિન્ન તથા નિરાશ ન થાવ. આજે તમે સારૂં એવું ધન કમાશો-પણ ધનને તમારી આંગળીઓ વચ્ચેથી સરકી જવા ન દેતા. તમારા પરિવારના સભ્યોની જરૂરીયાતો પર ધ્યાન આપવું એ આજના દિવસની પ્રાથિમકતા હોવી જોઈએ. તમને ખુશ રાખવા તમારૂં પ્રિયપાત્ર કેટલીક બાબતો કરશે. તમે અનુભવશો કે તમારી રચનાત્મકતા ખોવાઈ ગઈ છે તથા નિર્ણય લેવામાં તમને ખૂબ જ મુશ્કેલી પડશે. આજે તમે જો પ્રવાસ કરવાના હો તો તમારે તમારી ભાષા અંગે વધારે તકેદારી રાખવાની જરૂર છે. તમે આજે અનુભવશો કે તમારૂં લગ્નજીવન આટલું સુંદર ક્યારેય નહોતું.

વૃશ્વિક (ન,ય) – આશાવાદી બનો અને ઉજળી બાજુ જોવાનો પ્રયાસ કરો. આત્મવિશ્વાસસભર અપેક્ષાઓ તમારી આશાઓ અને ઈચ્છાઓની પૂર્તિના દ્વાર ખોલશે. લાંબા ગાળાના કોઈપણ રોકાણ ટાળો તથા તમારા સારા મિત્ર સાથે કેટલીક ખુશીભરી ક્ષણો વિતાવો. ધંધામાં ઉધાર માગવાના ઈરાદે તમારો સંપર્ક કરનારાઓની અવગણના કરો. આનંદ આપીને તથા ભૂતકાળની ભૂલોને માફ કરીને તમે તમારા જીવનને લાયક બનાવશો. કામના સંદર્ભમાં આજનો દિવસ ખૂબ જ સરસ વીતે એવું જણાય છે. અપાર રચનાત્મકતા અને ઉત્સાહ તમને વધુ એક લાભકારક દિવસ તરફ દોરી જશે. આજનો દિવસ તમારા જીવનની વસંત સમાન છે, રોમાન્સથી ભરપૂર અને એમાં માત્ર તમે અને તમારા જીવનસાથી.

ધન (ભ,ફ,ધ,ઢ) – બાળક જેવો તમારો સ્વભાવ સપાટી પર આવશે તથા તમે આનંદના મિજાજમાં હશો. તમે તમારી જાતને નવી રોમાંચક પરિસ્થિતિમાં જોશો-જે તમને આર્થિક લાભ પણ અપાવશે. લાંબા સમયથી જેના સંપર્કમાં ન હો એવા લોકો તથા સંબંધોને ફરી તાજા કરવા માટે સારો દિવસ. અંગત સંબંધો સંવેદનશીલ તથા મૂલ્યવાન છે. સહ-કમર્મચારીઓ તથા વરિષ્ઠાનો સંપૂર્ણ સહકારને કારણે ઑફિસમાં કામ ગતિ પકડશે. આજે તમે નવા વિચારોથી તરબતર હશો તથા પ્રવૃત્તિની તમારી પસંદગી તમારી અપેક્ષા કરતાં અનેક ગણો વધારે લાભ અપાવશે. આજે તમે તમારા જીવનસાથીની વાતનો ખોટો અર્થ લેશો, જે તમને આખો દિવસ વિચલિત રાખશે.

મકર (ખ,જ) – તમારા બળપણની યાદગીરીઓ આજે તમને વ્યસ્ત રાખશે. આ પ્રક્રિયામાં તમે તમારી જાત પર બિનજરૂરી માનસિક તાણ લાવશો. પ્રસંગોપાત બાળક જેવા બનવાની ક્ષમતા ખોઈ બેસવામાંથી જ તમારી બેચેની અને તાણ ઉદભવ્યા છે. તમારી ઈચ્છાઓ પૂર્ણ થશે કેમ કે આશીર્વાદ અને સારૂં ભાગ્ય તમારી તરફ આવી રહ્યું છે-તથા અરાઉના દિવસની સખત મહેનત પણ રંગ લાવી રહી છે. અંગત અને ગોપનીય હોય તેવી માહિતી કોઈને જણાવતા નહીં. તમારા પ્રેમ પ્રકરણ વિશે જાહેરમાં ઢંઢેરો પીટતા નહીં. સફળતા ચોક્કસ જ તમારી છે- જો તમે મહત્વના ફેરફારો એક સમયે એક પગલું લઈને કરશો. તમે જે હંમેશાં સાંભળવા માગતા હતા- એ સાર વખાણભર્યા શબ્દોની આજે લોકો તમારા પર વર્ષા કરશે. કોઈ અન્ય વ્યક્તિની અવળી અસર હેઠળ આવીને તમારા જીવનસાથી તમારી સાથે ઝઘડો કરશે, પણ તમારો પ્રેમ અને સહાનુભુતિ બધું જ બરાબર કરી નુકશે.

કુંભ (,શ,સ,ષ) :- આપવાનો તમારો સ્વભાવ છૂપા આશીર્વાદ સમાન સાબિત થશે કેમ કે શંકા, નાહિંમત થવું, શ્રદ્ધાનો અભાવ,લાલચ, જોડાણ,અહંકાર તથા ઈર્ષા જેવા દુર્ગુણોથી તમને મુક્ત કરશે. આજે તમારી સામે રજૂ કરવામાં આવતી રોકાણ યોજનાઓ તરફ તમારે બેવાર જોઈ લેવું. તમે જેની સાથે રહો છો એમાંથી કોઈક તમારા અણધાર્યા તથા હળવાશભર્યા વર્તનથી હતાશ છે અને તમારાથી નારાજ છે. વ્યસ્ત રસ્તા પર તમે અનુભવશો કે તમે સૌથી નસીબદાર છો, કેમ કે તમારું પ્રિયપાત્ર સૌથી શ્રેષ્ઠ છે. જમીનને લગતા મોટા સોદા પાર પાડવાની સ્થિતિમાં તમે હશો તથા મનોરંજક પ્રૉજેક્ટમાં અનેક લોકોને સાંકળો. કાયદાકીય સલાહ મેળવવા માટે વકીલની મુલાકાત લેવા માટે સારો દિવસ. આજે તમારૂં લગ્નજીવન સુંદર વળાંક લેશે.

મીન (દ,ઝ,ચ,થ) તમારા સ્વાસ્થ્ય ખાતર બૂમાબૂમ કરશો નહીં. નાણાંનો અચાનક આવેલો પ્રવાહ તમારા બિલ તથા નિકટના ખર્ચને પહોંચી વળવામાં તમારી મદદ કરશે. તમારી મોહિની તથા વ્યક્તિત્વ તમને નવા મિત્રો બનાવવામાં મદદ કરશે. તમારા દિલને અપીલ કરે એવી કોઈ વ્યક્તિને મળવાની સંભાવના અતિ પ્રબળ છે. આજે પ્રેમના અતિઆનંદમાં તમારાં સપનાં અને વાસ્તવિકતા એકમેકમાં ભળી જશે. પ્રવાસ કરવાના હો તો એ વાતની ખારતરી કરી લે જો કે તમામ મહત્વના દસ્તાવેજો તમારી સાથે છે. તમને જો લાંબા સમયથી શાપિત હોવાની અનુભૂતિ થતી હોય તો આજે તમને આશીર્વાદ મળવાની અનુભૂતિ થશે.

Latest Stories