જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ

New Update
જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ - Connect Gujarat

મેષ (અ,,ઇ) . બિનજરૂરી વિચારોને તમારા મગજમાં સ્થાન જમાવવા ન દો. શાંત તથા તાણમુક્ત રહેવાનો પ્રયાસ કરો, એ તમને માનસિક દૃઢતા બક્ષશે. એક નવો આર્થિક સોદો પાર પડશે અને નાણાંનો નવો ધોધ વહેતો થશે. બાળકો અને વૃદ્ધો વધુ ધ્યાન આપવાની માગ કરશે. તમારી લાગણીઓ અભિવ્યક્ત કરવાનું તમને કદાચ મુશ્કેલ લાગશે. તાણભર્યો દિવસ જ્યારે તમારા નિકટના સાથીદારો સાથે અનેક મતભેદો ઊભા થઈ શકે છે. આજનો દિવસ મુશ્કેલ રહેશે, પણ ધીરજ અને શાંતિ તમને દરેક અંતરાય પર વિજય મેળવી આપવા સક્ષમ છે.

વૃષભ (બ,,ઉ) - તમારૂં ઝઘડાખોર વર્તન તમારા શત્રુઓની યાદીમાં વધારો કરશે. કોઈને પણ તમને એટલા ગુસ્સે કરવા ન દો કે જેનો પસ્તાવો તમને પછીથી થાય. આજે તમારી સામે રજૂ કરવામાં આવતી રોકાણ યોજનાઓ તરફ તમારે બેવાર જોઈ લેવું. પરિવારમાં તમારો પ્રભુત્વવાળો અભિગમ બદલવાનો સમય પાકી ગયો છે. તેમની સાથે સંપૂર્ણ સહકારપૂર્વક કામ કરી જીવનના ચડાવ-ઉતાર તેમની સાથે શૅર કરો. તમારો બદલાયેલો અભિગમ તેમને અમર્યાદ આનંદ આપશે. તમારા પ્રિયપાત્ર સાથે તમારી અંગત લાગણીઓ-રહસ્યો શૅર કરવા માટે આ યોગ્ય સમય નથી. દિવસને શ્રેષ્ઠ બનાવવા તમે તમારા છૂપા ગુણોનો ઉપયોગ કરશો. તમારા ભૂતકાળનું કોઈ રહસ્ય જાણીને તમારા જીવનસાથીને થોડીઘણી ઠેસ પહોંચી શકે છે.

મિથુન (ક,,ઘ) વધુ પડતું ખાવું તથા ઉચ્ચ કૅલૅરી ધરાવતો ખોરાક ટાળવો. તમારી આર્થિક બાબતો અંગે તમે વધારે પડતા ઉદાર રહ્યા તો તમારી માટે મુશ્કેલી સર્જાઈ શકે છે. તમને નીચા પાડવાની કોશિષ કરતા લોકો સાથે કામ લેવામાં તમને ખૂબ જ મુશ્કેલી પડશે. તમારા પ્રિયપાત્રના મિજાજમાં અણધાર્યા તાનપલટા આજે વધશે. તમારો અભિપ્રાય પૂછાય ત્યારે શરમાતા નહીં-કેમ કે તમારા અભિપ્રાય માટે તમારા ખાસ્સા વખાણ થવાના છે. તમે જો તમારા જીવનસાથી પર ગુસ્સે થશો તો તમને ઝડપી પ્રતિક્રિયા મળશે. આથી, નિયંત્રણમાં રહેજો.

કર્ક (ડ,હ) આજે તમે નિરાંત અનુભવશો તથા મોજ-મજા માટે યોગ્ય મૂડમાં હશો. અફવાઓ પર આધરિત સટ્ટામાં પડતા નહીં. સૌને તમારી મોટી પાર્ટી માટે બોલાવો-આજે તમારામાં એ વધારાની ઊર્જા હશે જે તમારા ગ્રુપ માટે કાર્યક્રમનું આયોજન કરવા પ્રેરશે. આજે પ્રેમનો જાદુ તમને અંધ કરી મુકશે. આ પરમ સુખને માણો. અણધાર્યો પ્રવાસ કેટલાક માટે દોડધામભર્યો તથા તાણયુક્ત સાબિત થઈ શકે છે. જ્યાં સુધી લગ્નજીવનનો સવાલ છે, પરિસ્થિતિ આસાધારણપણે તમારી તરફેણમાં આવતી હોવાનું જણાશે.

સિંહ (મ,ટ) – રમતગમત તથા અન્ય આઉટડૉર પ્રવૃત્તિઓમાં ભાગ લેવાથી તમે તમારી ખોવાયેલી શક્તિ ભેગી કરવામાં તમને મદદ મળશે. બૅન્કને લગતા કાર્યો ખૂબ જ તકેદારીપૂર્વક પાર પાડવાની જરૂર પડશે. જૂનાં સંપર્કો તથા મિત્રો મદદરૂપ સાબિત થશે. આજે તમારા પ્રેમી કે પ્રેમિકાને નિરાશ ન કરતા-કેમ કે એનાથી તમને પછીથી પસ્તાવો થશે. તમારી યોજનાઓમાં છેલ્લી ઘડીએ ફેરફાર થાય એવો દિવસ. પરિસ્થિતિ આજે તમારી ધારણા પ્રમાણે કદાચ ન પણ ચાલે, પણ તમે તમારી જીવનસંગિની સાથે સુંદર સમય વિતાવશો.

કન્યા (પ,,ણ) – સ્વાસ્થ્ય સારૂં રહેશે. તમે પ્રવાસ કરવાના તથા ખર્ચ કરવાના મૂડમાં હશો-પણ તમે જો એવું કરસો તો તમે પછીથી દિલગીરી અનુભવશો. તમને પરિવારના સભ્યો સાથે કેટલીક મુશ્કેલીઓ હશે પણ તેને તમારા મગજની શાંતિ હણવા ન દો. તમારી બારીમાં ફૂલો મૂકી તમારો પ્રેમ દર્શાવો. ટૅક્સ તથા વીમાને લગતી બાબતમાં ધ્યાન આપવાની જરૂર પડશે. જેઓ કહે છે કે લગ્ન એટલે માત્ર સેક્સ, તેઓ ખોટું બોલે છે. કેમ કે આજે તમને સમજાશે કે ખરો પ્રેમ એટલે શું.

તુલા (ર,ત) તમારા નિરાશાવાદી અભિગમને કારણે તમે પ્રગતિ કરી શકતા નથી. સમય પાકી ગયો છો કે તમે એ બાબતને સમજી લો કે ચિંતાએ તમારી વિચાશક્તિને મંદ પાડી દીધી છે. ઉજળી બાજુ તરફ જુઓ અને તમે ચોક્કસ જ તમારી વિવેકશક્તિમાં પરિવર્તન લાવી શકશો. આજ માટે તમારો સફળતા મંત્ર હોવો જોઈએ-તમારા નાણા એવા લોકોની સલાહ મુજબ રોકવા જોઈએ જેઓ કશુંક નવું કરવામાં માને છે તથા સારા અનુભવોને યાદ રાખો. તમારા ઉદાર વર્તનનો લાભ તમારા મિત્રોને ન લેવા દો. વધુ પડતી સંવેદનશીલતા તમારો દિવસ બગાડી શકે છે-ખાસ કરીને તમે જ્યારે એ જાણશો કે તમારૂં પ્રિયપાત્ર અન્ય સાથે વધુ પડતી મિત્રતા રાખે છે. પ્રવાસ કરવા માટે બહુ સારો દિવસ નથી. તમારા જીવનનો પ્રેમ, તમારા જીવનસાથી આજે બીમાર પડે એવી શક્યતા છે. વિશેષ તકેદારી રાખજો.

વૃશ્વિક (ન,ય) ગર્ભવતી મહિલાઓ માટે બહુ સારો દિવસ નથી. ચાલતી વખતે તમારે વધારે સાવચેતી રાખવી જોઈએ. ખર્ચ કરવા માટે સામેથી તૈયારી દાખવતા નહીં, અન્યથા તમે ઘરે ખાલી ખિસ્સે પહોંચશો. પરિવારના સભ્યો તમારા વિચિત્ર વર્તને કારણે તમારાથી નારાજ થશે. આજે તમે કોઈકનું દિલ તૂટતા અટકાવશો. અણધાર્યો પ્રવાસ કેટલાક માટે દોડધામભર્યો તથા તાણયુક્ત સાબિત થઈ શકે છે. તમે તમારા જીવન સાથે આજે સારી વાતચીત કરશો અને તેનાથી તમને અંદાજ આવશ કે તમે એકમેકને કેટલો પ્રેમ કરો છે.

ધન(ભ,,,ઢ) – તમારી શારીરિક સુસજ્જતા જાળવે એવી રમતગમતની પ્રવૃત્તિને તમે માણશો એવી શક્યતા છે. રોકાણ કરવા માટે તથા સટ્ટામાં પડવા માટે દિવસ સારો નથી. તમારા દેખાવમાં તમે જે કેટલાક ફેરફારો કરશો તે તમારા પરિવારના સભ્યોને નહીં ગમે. પ્રિયપાત્ર વિના સમય પસાર કરવામાં મુશ્કેલીસર્જાશે. આજે તમે જો પ્રવાસ કરવાના હો તો તમારે તમારી ભાષા અંગે વધારે તકેદારી રાખવાની જરૂર છે. તમારા અને તમારા જીવનસાથી વચ્ચે કોઈ બહારની વ્યક્તિ મતભેદ સર્જવાનો પ્રયાસ કરશે, પણ તમે બંને આ પ્રયાસને સંભાળી લેશો.

મકર (ખ,જ) – જૂના મિત્ર સાથે પુર્નમિલન તમારા ઉત્સાહમાં ખાસ્સો એવો વધારો કરશે. આગળ જતાં જેનું મૂલ્ય વધવાનું છે એવી ચીજ ખરીદવા માટે શ્રેષ્ઠ દિવસ. મિત્રો અને અપિચિતોથી એકસરખા ચેતતા રહેજો. સાવધાન રહેજો કેમ કે આજે પ્રેમમાં પડવું એ તમારી માટે અપવિત્ર બાબત બની શકે છે. તમારી યોજનાઓમાં છેલ્લી ઘડીએ ફેરફાર થાય એવો દિવસ. ખોટો સંવાદ આજે સમસ્યા સર્જી શકે છે, પણ તમે બેસીને વાત દ્વારા તેને ઉકેલી શકો છો.

કુંભ (ગ,,,ષ) – તમારૂં સૌથી પ્રિય સપનું સાકાર થશે. પણ તમારો આવેશ કાબૂમાં રાખજો કેમ કે વધુ પડતી ખુશી કેટલીક સમસ્યાઓ સર્જી શકે છે. અયોગ્ય આર્થિક સ્થિતિને કારણે કેટલાક મહત્વના કાર્યો અટકી પડશે. પરિવારના સભ્યો તથા જીવનસાથી કેટલીક સમસ્યા સર્જશે. આશ્ચર્ય પમાડનારો સંદેશ તમને સારાં સપનાં આપશે. તમારા ભૂતકાળમાંથી કોઈએ આજે તમારો સંપર્ક કરશે અને તમારો દિવસ યાદગાર બની જશે. આજે તમને અનુભૂતિ થશે કે તમારા લગ્ન વખતે લીધેલી દરેક પ્રતિજ્ઞાઓ સાચી હતી. તમારા જીવનસાથી તમારા સાચ્ચા સાથી છે.

મીન (દ,,,થ) - તમારી જાતને એવી પ્રવૃત્તિઓમાં મશગુલ રાખો જે તમને તમારૂં મગજ શાંત રાખવામાં મદદરૂપ થાય. મૂડીરોકાણને લગતા મહત્વના નિર્ણયો કોઈ અન્ય દિવસે લેવા. પરિવારમાંના કોઈ મોટી વયની વ્યક્તિની તબિયત તાણ ઊભી કરી શકે છે. એકતરફી આકર્ષણ તમારી ખુશીઓને બરબાદ કરશે. તમે જો પ્રવાસને લગતી કોઈ યોજના ઘડી હોય -તો તમારા સમયપત્રકમાં છેલ્લી ઘડીના ફેરફારને કારણે તે મુલત્વી રહેશે. તમારા જીવનસાથી આજે તમારા લગ્નજીવન વિશે કડવાશ મહેસૂસ કરશે, તેની તરફ સંવંદનશીલ બનાવાનો પ્રયાસ કરજો.

Latest Stories