જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ - Connect Gujarat

New Update
7 ડિસેમ્બરનું રાશિ ભવિષ્ય,જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ

મેષ (અ,લ,ઇ) – એવો દિવસ જ્યારે આરામ મહત્વનો રહેશે- કેમ કે તમે હાલમાં જ ઘણા માનસિક પરિતાપનો સામનો કર્યો છે- આનંદ-પ્રમોદ અને મનોરંજન તમને હળવા થવામાં મદદ કરશે. અન્યોને પ્રભાવિત કરવા વધુ પડતો ખર્ચ ન કરી નાખતા. તમારો ભાગીદાર સહકારપૂર્ણ તથા મદદરૂપ હશે. આજે રૉમાન્સની આશા નથી. તમને ધિક્કારનાર વ્યક્તિને તમે જો હૅલ્લો કહેશો તો કામના સ્થળે આજે દિવસ તમારી માટે ખરેખર અદભુત બની શકે છે. ખરીદી તથા અન્ય પ્રવૃત્તિઓ તમને દિવસના મોટ ભાગનો સમય વ્યસ્ત રાખશે. આજે જરૂરિયાતના સમયે તમારા જીવનસાથી પોતાના પરિવારના સભ્યોની સરખામણીએ તમારા પરિવારના સભ્યોને ઓછું મહત્વ આપે એવું બની શકે છે.

વૃષભ (બ,વ,ઉ) - બ્લ્ડ પ્રૅશરના દરદીઓ લોહીનું દબાણ ઘટાડવા રૅડ વાઈનની મદદ લઈ શકે છે અને કૉલૅસ્ટ્રૉલનું પ્રમાણ નીચું રાખી શકે છે. આનાથી તેમને વધુ રાહત થશે. રિયલ એસ્ટેટ અને આર્થિક વ્યવહારો માટે સારો દિવસ. તમારા વ્યક્તિગત મોરચે મહત્વની ઘટના બનશે જે તમારા તથા તમારા આખા પરિવાર માટે પ્રફૂલ્લતા લાવશે. પ્રેમ જીવન ગતિશીલ હશે. અન્ય દેશોમાં વ્યાવસાયિક સંપર્કો વિકસાવવા માટે આ અદભુત સમય છે. અપાર રચનાત્મકતા અને ઉત્સાહ તમને વધુ એક લાભકારક દિવસ તરફ દોરી જશે. સામાન્ય લગ્નજીવનમાં આજનો દિવસ સ્વાદિષ્ટ મીઠાઈ જેવો બની રહેશે.

મિથુન (ક,છ,ઘ) – તમારા પરિવાર સાથે વધુ સમય વિતાવી એકલાપણાની લાગણીથી મુક્ત થાવ. સંયુક્ત સાહસો તથા શંકાસ્પદ આર્થિક યોજનાઓમાં રોકાણ કરતા નહીં. તમારી ઉડાઉ જીવનશૈલી ઘરમાં તણાવનું કારણ બનશે, આથી રાત્રે મોડા સુધી બહાર રહેવાનું તથા અન્યો પર ખર્ચ કરવાનું ટાળો. આનંદ આપીને તથા ભૂતકાળની ભૂલોને માફ કરીને તમે તમારા જીવનને લાયક બનાવશો. તમે જે હંમેશાં કરવા માગતા હતા એ કામ કરવાની તક તમને આજે મળી શકે છે. તમારી ચીજો પ્રત્યે બેદરકાર રહેશો તો તે ખોવાઈ શકે છે અથવા ચોરી થઈ શકે છે. આજે કામના સ્થળે તમારા ઉપરી (બૉસ) તમારા વખાણ કરે એવી શક્યતા છે.

કર્ક (ડ,હ)- લાંબા ગાળાની માંદગીથી તમને મુક્તિ મળે એવી શક્યતા છે. ધંધામાં ઉધાર માગવાના ઈરાદે તમારો સંપર્ક કરનારાઓની અવગણના કરો. પરિવારના સભ્યો તથા જીવનસાથી કેટલીક સમસ્યા સર્જશે. તમારા પ્રિયપાત્ર સાથે પિકનિક પર જઈ તમારી અમૂલ્ય ક્ષણોને ફરીથી જીવો. સફળતા ચોક્કસ જ તમારી છે- જો તમે મહત્વના ફેરફારો એક સમયે એક પગલું લઈને કરશો. આઉટસ્ટૅશન પ્રવાસ આરામદાયક નહીં હોય-પણ તે તમને મહત્વના સંપર્કો બનાવવામાં મદદરૂપ થશે. લગ્નજીવનને સારૂં બનાવવાના તમારા પ્રયાસોઆજે તમારી અપેક્ષા કરતાં સારાં પરિણામ દેખાડશે.

સિંહ : - અસીમ જીવનની મહાન ભવ્યતાને માણવા માટે તમારા જીવનને વધુ ઉત્કૃષ્ટ બનાવો. ચિંતાની ગેરહાજરી આ દિશામાં પ્રથમ પગલું છે. મનોરંજન અથવા કૉસ્મૅટિક્સ સુધારા પાછળ વધુ પડતો ખર્ચ કરતા નહીં. પત્ની સાથે ખરીદી અત્યંત માણવાલાયક હશે. આ બાબત તમારી વચ્ચેની સમજણને પણ વધારશે. ભૂતકાળની ખુશખુશાલ યાદો તમને વ્યસ્ત રાખશે. બિઝનેસમેન્સ માટે સારો દિવસ. બિઝનેસ માટે એકાએક હાથ ધરાયેલો પ્રવાસ હકારાત્મક પરિણામ લાવશે. તમારી પ્રતિષ્ઠાને હાનિ પહોંચાડે તેવા લોકો સાથે જોડાવાનું ટાળો. આજે લગ્નજીવનની ઉજળી બાજુ અનુભવવાનો દિવસ છે.

કન્યા (પ,ઠ,ણ) – મિત્રો સહકાર આપશે તથા તમને ખુશ રાખશે. તમે તેજસ્વી નવા વિચારો સાથે સામે આવશો, એ વિચારો તમને આર્થિક લાભ આપવશે. તમારા પરિવારના સભ્યોની જરૂરીયાતો પર ધ્યાન આપવું એ આજના દિવસની પ્રાથિમકતા હોવી જોઈએ. તમારા દિલને અપીલ કરે એવી કોઈ વ્યક્તિને મળવાની સંભાવના અતિ પ્રબળ છે. તમારા પ્રયાસ માટે લોકો કામના સ્થળે તમારી નોંધ લેશે. તમારે બહાર નીકળીને ઊંચી જગ્યાએ બેઠેલા લોકોથી આગળ વધવા તમારી કોણીનો ઉપયોગ કરવાની જરૂર છે. તમારા લગ્નજીવનમાં આજનો દિવસ વિશિષ્ટ છે, આજે તમને કશુંક ખરેખર અસાધારણ અનુભવવા મળશે.

તુલા (ર,ત) – તમારા સ્વાસ્થ્યની સંભાળ રાખો. નાણાંનો અચાનક આવેલો પ્રવાહ તમારા બિલ તથા નિકટના ખર્ચને પહોંચી વળવામાં તમારી મદદ કરશે. પરિવારના સભ્યોની જરૂરિયાતોને પ્રાથમિકતા આપજો. તેમના સુખ-દુઃખમાં સહભાગી થાવ જેથી તેમને અનુભૂતિ થાય કે તમને તેમની પરવા છે. રૉમાન્સને આજે ઓછું મહત્વ મળે એવું લાગે છે કેમ કે તમારૂં પ્રિયપાત્ર ખૂબ જ વધારે પડતી માગ કરી રહ્યું હોય એવું લાગે છે. કામના સ્થળે મામલો ઉકેલવા માટે તમારે તમારૂં બુદ્ધિચાતુર્ય તથા તમારી વગ વાપરવાની જરૂર છે. તમારા મનમાં જે હોય તે કહેતા ગભરાતા નહીં. આજે જો તમે તમારા જીવનસાથીને રોમેન્ટિક ડેટ પર લઈ જશો તો એ બાબત તમારા સંબંધની પરિસ્થિતિમાં સુધારો આવશે.

વૃશ્વિક (ન,ય) – ભય તમારી ખુશીને હાનિ પહોંચાડી શકે છે. તમારે એ સમજવાની જરૂર છે કે એ તમારા જ વિચારો અને કલ્પનાનું ઉત્પાદન છે. તે સ્વયંસ્ફૂરિતાને મારી નાખે છે-જીવનના આનંદને નુકસાન કરે છે અને આપણી કાર્યક્ષમતાન પંગુ બનાવે છે-આથી એ તમને બીકણ બનાવે એ પૂર્વે જ તેને ઉગતો જ ડામો. વધારાનાં નાણાં રિયલ એસ્ટેટમાં રોકજો. બાળકોને લઈને કેટલીક નિરાશાઓ થશે, કેમ કે તેઓ પોતાની કારકિર્દી પર ધ્યાન આપવાને બદલે અન્ય પ્રવૃત્તિઓ પાછળ વધુ સમય વેડફી રહ્યા છે. તમારા સમર્પિત તથા અડગ પ્રેમમાં જાદુઈ રચનાત્મક શક્તિઓ છે. તમેએવી કોઈક મોટા બાબતનો હિસ્સો બનશો જે તમને સરાહના તથા વળતર બંને મેળવી આપશે. વ્યપાર માટે હાથ ધરવામાં આવેલી મુસાફરી લાંબા ગાળે લાભદાયક પુરવાર થશે. આજની સાંજ તમારા જીવનસાથી સાથે તમારા જીવનની સૌથી યાદગાર સાંજ બની રહેશે

ધન (ભ,ફ,ધ,ઢ) – સ્વાસ્થ્ય બરાબર રહેશે. ઝડપથી નાણાં કમાઈ લેવાની ઈચ્છા તમે ધરાવશો. મિત્રો સાથે તમે સારો સમય પસાર કરશો પણ વાહન ચલાવતી વખતે વધારે તકેદારી રાખજો. તમારા પ્રિયપાત્રથી દૂર રહેવું ખૂબ જ મુશ્કેલ બની રહેશે. તમે અનુભવશો કે તમારી રચનાત્મકતા ખોવાઈ ગઈ છે તથા નિર્ણય લેવામાં તમને ખૂબ જ મુશ્કેલી પડશે. નિંદા-કૂથલી તથા અફવાઓથી દૂર રહો. લગ્નજીવનમાં મુશ્કેલ તબક્કા બાદ આજનો દિવસ તમને થોડી રાહત પૂરી પાડશે.

મકર (ખ,જ) – તમારૂં માનસિક સ્વાસ્થ્ય જાળવો-આધ્યાત્મિક જીવન માટે તે પૂર્વશરત છે. મગજએ તમારા જીવનનું પ્રવેશદ્વાર છે કેમ કે સારૂં-ખરાબ બધું જ તેના વાટે તમારા મગજમાં પ્રવેશે છે. તે જીવનની સમસ્યાઓને ઉકેલવામાં મદદ કરે છે તથા વ્યક્તિના જીવનમાં જરૂરી એવો પ્રકાશ રેલાવે છે. તમામ જવાબદારીઓ તથા આર્થિક વ્યવહારો સાવચેતીપૂર્વક પાર પાડવા. તમારી મહત્વાકાંક્ષા વિશે મોટી વયની વ્યક્તિને જણાવો તેઓ તમારી મદદ કરવા પોતાનાથી બનતા તમામ પ્રયત્નો કરશે. અંગત બાબતો અંકુશ હેઠળ રહેશે. વિવાદો અથવા ઑફિસમાંનું રાજકારણ, તમે આજે દરેક બાબત પર તમારૂં વર્ચસ્વ ધરાવશો. તમારી પ્રતિષ્ઠાને હાનિ પહોંચાડે તેવા લોકો સાથે જોડાવાનું ટાળો. આજનો દિવસ તમારા જીવનની વસંત સમાન છે, રોમાન્સથી ભરપૂર અને એમાં માત્ર તમે અને તમારા જીવનસાથી

કુંભ (,શ,સ,ષ) :- દાંતનો દુખાવો અથવા પેટમાં ગરબડ તમારી માટે સમસ્યા સર્જી શકે છે. તરત રાહત મેળવવા માટે ફિઝિશિયનની સલાહ લો. ખર્ચ વધશે પણ આવકમાં થતો વધારો તમારા ખર્ચને પહોંચી વળશે. મહેમાનો તમારા ઘરની મુલાકાત લેશે જેને કારણે તમારો દિવસ સુંદર અને અદભુત બની જશે. અંગત સંબંધો સંવેદનશીલ તથા મૂલ્યવાન છે. તમને ધિક્કારનાર વ્યક્તિને તમે જો હૅલ્લો કહેશો તો કામના સ્થળે આજે દિવસ તમારી માટે ખરેખર અદભુત બની શકે છે. સાનુકૂળ ગ્રહો તમને આજે ખુશ થવાના અનેક કારણો આપશે. આજે તમારા જીવનસાથી સાથે તમારી ગંભીર બોલાચાલી થઈ શકે છે.

મીન (દ,ઝ,ચ,થ) ઑફિસમાંથી વહેલા નીકળવાનો પ્રયાસ કરજો અને તમને ખરેખર આનંદ આપતી પ્રવૃત્તિઓ કરો. ઉતાવળા નિર્ણય લેતા નહીં- ખાસ કરીને ત્યારે તમે મહત્વના આર્થિક સોદા પાર પાડવાના હો. લોકો તથા તેમના આશય વિશે ઝડપી અભિપ્રાય બાંધશો નહીં- તેઓ તાણ હેઠળ હોઈ શકે અને શક્ય છે કે તેમને તમારી સહાનુભૂતિ તથા સમજની જરૂર હોય. તમે તમારા ભાગીદાર પર પૂરતું ધ્યાન નહીં આપો તો તે તમારાથી નારાજ થઈ જશે. આજે આરામ કરવા માટે બહુ થોડો સમય મળશે-કેમ કે બાકી રહેલા કામ તમારી વ્યસ્તતા વધારશે. સંવાદ સાધવાની તમારી રીત તથા કામ કરવાનું કૌશલ્ય પ્રભાવિત કરનારા રહેશે. આજે કોઈ યોજના ઘડવા પહેલા જો તમે તમારા જીવનસાથીને નહીં પૂછો, તો તેનું ઊંધું પરિણામ આવી શકે છે.

Latest Stories