જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ

New Update
જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ - Connect Gujarat

મેષ (અ,,ઇ) . લાભદાયક દિવસ અને તમને લાંબા ગાળાની માંદગીમાંથી રાહત મળી શકે છે. અન્યો પર વધુ પડતો ખર્ચ કરશો એવી શક્યતા છે. તમારી જાતને લાડ લડાવવાનો દિવસ અને તમને જે સૌથી વધુ ગમે છે એ કાયર્ય કરવાનો દિવસ. તમારૂં પ્રિયપાત્ર વચનબદ્ધતાની અપેક્ષા રાખશે. વિકાસ અને સમૃદ્ધિ માટે સંબંધીઓ નવા પ્રસ્તાવો લાવી શકે છે. પ્રવાસ તથા શિક્ષણને લગતો ધંધો તમારી જાગરૂકતા વધારશે. તમારા જીવનનો પ્રેમ, તમારા જીવનસાથી આજે તમને કોઈ અદભુત સરપ્રાઈઝ આપશે.

વૃષભ (બ,,ઉ) - તમારા ઉત્સાહને વધારવા માટે તમારા મગજમાં ઉજ્જવળ તથા ગરિમાયુક્ત ચિત્ર ઊભું કરો. નાણાંપ્રવાહમાં વધારો મહત્વની ખરીદી કરવી તમારી માટે આસાન બનાવશે. તમારી મોહિની તથા વ્યક્તિત્વ તમને નવા મિત્રો બનાવવામાં મદદ કરશે. આજનો દિવસ તમારી આસપાસ ગુલાબની સુગંધ લાવશે. પ્રેમના અતિઆનંદને માણો. કામના સ્થળે પરિસ્થિતિ સારી જણાય છે. આજે આખો દિવસ તમારો મિજાજ સારો રહેશે. અણધાર્યો પ્રવાસ કેટલાક માટે દોડધામભર્યો તથા તાણયુક્ત સાબિત થઈ શકે છે. આજે તમારા જીવનસાથી તમને પ્રેમ અને લાગણીના વિશ્વના એક જુદા જ સામ્રાજ્યમાં લઈ જશે.

મિથુન (ક,,ઘ) અસુરક્ષિતતા/દિશાહિનતાની ભાવના અસ્થિરતા સર્જી શકે છે. બહાર કોઈ ચીજ ખરીદવા દોડવાને બદલે તમારી પાસે જે હો તેનો ઉપયોગ પહેલા કરો. છેલ્લા થોડા સમયથી તમારૂં અંગત જીવન તમારા ધ્યાનનું મુખ્ય કેન્દ્ર રહ્યું છે-પમ આજે તમે સામાજિક જીવન પર ધ્યાન આપશો- સખાવત અને પોતાની સમસ્યાઓ સાથે જેઓ તમારી પાસ આવશે એમની મદદ. પ્રપોઝ કર્યા બાદ તમને કદાચ જબરજસ્ત અનુભૂતિ થશે કેમ કે તેનાથી તમારા પરનો બોજો ઉતરી ગયાનું તમે અનુભવશો. બૅન્કિંગ ક્ષેત્રે હોય એવા વ્યાવસાયિકોને સારા સમાચાર મળશે. કેટલાક લોકોને નોકરીમાં બઢતી મળવાની શક્યતા ખૂબ ઊંચી છે. તમારા આનંદને બમણો કરવા માટે તમારા સહકર્મચારીઓ સાથે તમે તમારી ખુશી વહેંચી શકો છો. તાણભર્યો દિવસ જ્યારે તમારા નિકટના સાથીદારો સાથે અનેક મતભેદો ઊભા થઈ શકે છે. તમારા જીવનસાથી આજે તમને તેમની સારી બાજુ બતાવશે.

કર્ક (ડ,હ) તમારે તમારી હોશિયારીની કુનેહ તથા મુત્સદ્દીપણાનો ઉપયોગ તમારા મગજને પજવી રહેલી સમસ્યાઓ ઉકેલવા માટે કરવાની જરૂર છે. સમજદારીપૂર્વક રોકાણ કરો. મિત્રો અને અપિચિતોથી એકસરખા ચેતતા રહેજો. ઉત્સાહજનક દિવસ કેમ કે આજે તમને તમારા પ્રિયપાત્રનો કૉલ આવશે. તમારા બૉસને તમારા બહાનામા રસ નહીં પડે-તેની ગૂડ બુક્સમાં રહેવા માટે તમારૂં કામ કરો. ઘરમાં વિધી-હવન-મંગળ સંસ્કાર કરાવશો. આજનો દિવસ તમારા લગ્નજીવનના સુંદર દિવસોમાંનો એક બની શકે છે.

સિંહ (મ,ટ) – તમારા પરિવાર માટે તમે તમારી ખુશીનું બલિદાન આપશો. પણ તમારૂં બલિદાન કોઈક હિત કે અપેક્ષાથી પર હોવું જોઈએ. આજે કરેલું રોકાણ તમારી સમૃદ્ધિ તથા આર્થિક સુરક્ષામાં વધારો કરશે. તમને જે સમયે તમારા મિત્રની જરૂર સૌથી વધારે હશે એ સમયે જ તે તમને નિરાશ કરશે. તમારા પ્રિયપાત્ર અથવા જીવનસાથી સાથે સારો સંવાદ અથવા તેમના તરફથી સારો સંદેશ આજે તમારૂં મનોબળ વધારશે. સાવચેતી રાખો-કામના સ્થળે લોકો સાથે કામ લેતી વખતે હોંશિયારી અને ધીરજ રાખજો. તમારામાંના કેટલાક આજે લાંબી મુસાફરી કરશે-જે દોડધામભરી હશે- પણ તેનાથી ખાસ્સો લાભ થશે. આજનો દિવસ તમારા લગ્નજીવનના સુંદર દિવસોમાંનો એક બની શકે છે.

કન્યા (પ,,ણ) – તબિયત પર ધ્યાન આપવું પડશે. તમે જો થોડા વધુ નાણાં મેળવવા માર્ગ શોધી રહ્યા હો તો-સુરક્ષિત આર્થિક યોજનાઓમાં રોકાણ કરો. ઘરના મોરચે મુશ્કેલીઓનો ચરૂ ઉકળી રહ્યો છે આથી તમે જે બોલો છો તે અંગે સાવચેતી રાખજો. તમારૂં અનિશ્ચિત વર્તન તમારા પ્રિયપાત્ર સાથેના વિખવાદનું કારણ બની શકે છે. કામના સ્થળે આજે કોઈક વ્યક્તિ તમારી સાથે કંઈક સારૂં વર્તન કરશે. તમારૂં ચુંબકીય-બર્હિમુખી વ્યક્તિત્વ તમને લાઈમલાઈટમાં મુકી દેશે. આજનો દિવસ મુશ્કેલ રહેશે, પણ ધીરજ અને શાંતિ તમને દરેક અંતરાય પર વિજય મેળવી આપવા સક્ષમ છે.

તુલા (ર,ત) આજે તમે નિરાંત અનુભવશો તથા મોજ-મજા માટે યોગ્ય મૂડમાં હશો. આજે કોઈપણ પ્રકારનું રોકાણ ટાળવું. પારિવારિક મેળાવડામાં તમે કેન્દ્રસ્થાને રહેશો. તમારા પ્રિયપાત્ર સાથે બહાર જતા હો ત્યારે દેખાવ અને વર્તનમાં તમે જેવા છો એવા જ રહો. તમારા પ્રયાસ માટે લોકો કામના સ્થળે તમારી નોંધ લેશે. વ્યપાર માટે હાથ ધરવામાં આવેલી મુસાફરી લાંબા ગાળે લાભદાયક પુરવાર થશે. આજનો દિવસ તમારી માટે અનુકૂળ છે, કામમાં તેનો શ્રેષ્ઠતમ ઉપયોગ કરો.

વૃશ્વિક (ન,ય) વધુ પડતી ચિંતા માનસિક શાંતિને ખલેલ પહોંચાડી શકે છે. તેને ટાળો કેમ કે બેચેની ભય તથા ચિંતાનો દરેક કણ તમારા મગજ પર વિપરિત અસર કરી શકે છે. અણર્ધાયા બિલ આર્થિક બોજો વધારશે. બાળકોને તેમના અભ્યાસ પર ધ્યાન આપવાની તથા તેમના ભવિષ્યની યોજનાઓ ઘડવા પર ધ્યાન આપવાની જરૂર છે. તમારા આવેગવાળા સ્વભાવ પર અંકુશ મૂકો કેમ કે તેનાથી તમારી દોસ્તી પર અવળી અસર પડી શકે છે. રચનાત્મક પ્રકારના કામો સાથે સંકળાઓ. તમારી ચીજો પ્રત્યે બેદરકાર રહેશો તો તે ખોવાઈ શકે છે અથવા ચોરી થઈ શકે છે. આજે તમારા જીવનસાથી તમને તમારા વિશે અથવા તમારા લગ્નજીવન વિશે બધી જ ખરાબ વાતો કહેશે.

ધન(ભ,,,ઢ) – લાંબા ગાળાથી તમને પજવતી બીમારીને અવગણવી ન જોઈએ કેમ કે તેનાથી મોટી સમસ્યા સર્જાઈ શકે છે. નાણાં તમારા હાથમાંથી આસાનીથી સરી જવા છતાં-તમારા શુકનવંતા ગ્રહો નાણાં પ્રવાહ જાળવી રાખશે. ઘરમાં સુધારણા લાવવાની યોજના વિશે વિચારજો. તમે આજે પ્રેમનું પ્રદૂષણ ફેલાવશો. નિર્ણય લેવાના તમારા માર્ગમાં ગવર્વને આવવા ન દેતા-તમારી હાથ નીચેના લોકોનું શું કહેવું છે તે સાંભળજો. તમારા મનમાં જે હોય તે કહેતા ગભરાતા નહીં. આજ પહેલા લગ્નજીવન આટલું અદભુત ક્યારેય નહોતું.

મકર (ખ,જ) – તમે નવરાશની લહેજત માણવાના છો. આજે તમારી સામે રજૂ કરવામાં આવતી રોકાણ યોજનાઓ તરફ તમારે બેવાર જોઈ લેવું. એક સુંદર અને અદભુત સાંજ માટે મહેમાનો તમારા ઘરમાં ભીડ કરશે. તમારા દિલ પર રૉમાન્સનું રાજ હશે. આજે તમે તમારા પ્રયપાત્રના હૃદયના ધહકારા સાથે સાથે મિલાવશો. હા, તમે પ્રેમમાં છો તેની જ આ નિશાની છે. તમારામાંના કેટલાક આજે લાંબી મુસાફરી કરશે-જે દોડધામભરી હશે- પણ તેનાથી ખાસ્સો લાભ થશે. પોતાના જીવનમાં તમારું સ્થાન શું છે તે વર્ણવતા કેટલાક સુંદર શબ્દો સાથે તમારા જીવનસાથી આજે તમારી પાસે આવશે.

કુંભ (ગ,,,ષ) – જે અશક્ય છે તે વિશે બિનજરૂરી વિચાર કરીને તમારી શક્તિ વેડફતા નહીં, એના કરતાંતેનો ઉપયોગ યોગ્ય દિશામાં કરો. સંયુક્ત સાહસો તથા શંકાસ્પદ આર્થિક યોજનાઓમાં રોકાણ કરતા નહીં. તમારા જીવનસાથી સાથે સારી સમજ ઘરમાં સુખ-શાંતિ અને સમૃદ્ધિ લાવશે. તમારા જુસ્સાને અંકુશમાં રાખો તેને કારણે તમારા પ્રેમ પ્રકરણમાં તકલીફ સર્જાઈ શકે છે. વિકાસ અને સમૃદ્ધિ માટે સંબંધીઓ નવા પ્રસ્તાવો લાવી શકે છે. તમારી યોજનાઓમાં છેલ્લી ઘડીએ ફેરફાર થાય એવો દિવસ. તમે પરિવારના સભ્યો સાથે મુશ્કેલ સમયનો સામનો કરશો, પણ દિવસના અંતે તમારા જીવનસાથી તમને આલિંગન આપી તમને રાહત આપશે.

મીન (દ,,,થ) - આજનો દિવસ તમારા નસીબવંતા દિવસોમાંનો એક નથી આથી આજે તમારા શબ્દો વિશે સાવધાન રહો-કેમ કે એક સરળ વાતચીત આખો દિવસ ખેંચાઈ શકે છે અને બોલાચાલી તથા તાણભરી ક્ષણો સુધી ખેંચાઈ શકે છે. લોકોની જરૂરિયાત શી છે તથા તમારી પાસેથી તેમને ચોક્કસ શું જોઈએ છે તે તમે જાણતા હો એવું લાગે છે-પણ તમારા ખર્ચમાં વધુ પડતા ઉડાઉ ન બનતા. તમારા પરિવારના સભ્યો તમારા પ્રયાસો તથા સમર્પણની સરાહના કરશે. એકમેકને વધુ સારી રીતે સમજવા તમારે તમારા પ્રિયપાત્ર સાથે સમય વિતાવવાની જરૂર છે. કોઈ બાબત કે ઘટના બને તેની રાહ ન જોતા-બહાર નીકળો અને નવી તકોને શોધો. તમારા ભૂતકાળમાંથી કોઈએ આજે તમારો સંપર્ક કરશે અને તમારો દિવસ યાદગાર બની જશે. ઘણા બધા ખરાબ દિવસો બાદ, તમે અને તમારા જીવનસાથી આજે ફરીથી એકમેકના પ્રેમમાં પડશો.

Latest Stories